Janki - 41 books and stories free download online pdf in Gujarati

જાનકી - 41

વેદ પાનું ફેરવે છે હિન્દી માં કોઈ કવિતા લખેલ હતી... વેદ તેને વાંચે છે....

इश्क़

की पूछते हो तो सुनो,
"इश्क़ क्या हैं..?"
सिर्फ किसीको पा लेना,
उसके साथ रहना,
"इश्क़" नहीं है...
किसीके लिए
"जीना" इश्क़ है...
किसीके लिए
"खुश" होना इश्क़ है...
किसीके लिए
"रोना" इश्क़ है...
किसीको हर पल
"सोचना" इश्क़ है...
किसीके लिए सबसे
"लड़" जाना इश्क़ है...
किसीकी आँखों में
खुदको "देखना" इश्क़ है...
किसीसे "नाराज़" होना
और उससे "दूर" ना रह पाना
इश्क़ है...
किसीको दूर होके अपने
आसपास "महसूस" करना इश्क़ है...
वो साथ ना हो तो दुनिया
"सुनी" लगे ये इश्क़ है...
वो साथ हो तो रेगिस्तान भी,
"जन्नत" लगे ये इश्क़ है...

તેના પછી બીજા પાના પર ફરી થી કોઈ લેખ હતો...

સાચું કે ખોટું.....

પેલી વાત તો એ કે મને તો આ ટોપિક જ ખોટો લાગે છે...😣
કારણ કે, બધા ની આ સાચા ખોટા પાછળ ની વ્યાખ્યા જ અલગ અલગ હોય...
શું સાચું છે..?
શું ખોટું છે...?
તે નક્કી કોણ કરે..?
મને જે કરવું હોય તે સાચું, અને સામેવાળી વ્યક્તિને તે ના ગમે એટલે તે ખોટું...?
આ ક્યાં નો નિયમ છે...?
સાત ફેરા પછી જો પ્રેમ થાય તો ખોટું...?
અને પ્રેમ ના હોય છતાં સાત ફેરા લેવા પડે તો શું તે સાચું...?
મીરાં ની ભક્તિ કૃષ્ણ માટે સાચી છે...?
તો શું રાધા નો અનહદ પ્રેમ ખોટો...?
કે પછી રુક્મિણી જ સર્વ શ્રેષ્ઠ...?
હું કોઈક ને પ્રેમ કરું તો તે સાચું...!
પણ તે જ વ્યક્તિ કોઈ કારણ સર અલગ થાય તો શું તે વ્યક્તિ ખોટો...!
રાતે કોઈક ને યાદ કરી ને રડવું ખોટું છે... તો, સવારે બધા સામે હસી ને રેવું સાચું છે...?
જો કૃષ્ણ વાંસળી વગાડે તે સાચું... તો, તે જ કૃષ્ણ જ્યારે કુરુક્ષેત્રમાં શંખ વગાડે તો શું તે ખોટું...?

મારા વિચાર માં તો જીવન નો સૌથી અઘરો સવાલ એ હશે કે શું સાચું છે અને શું ખોટું છે....!

હવે વેદ ને કંઈ ખબર ના પડી રહી કે જાનકી ના મન માં ચાલી શું રહ્યું હતું... કોઈ ખરેખર છે કે આ ખાલી તેના વિચાર જ છે...!? હવે નું પાનું
ખોલવાની હિંમત વેદ ની થતી ના હતી.. તો પણ એક શ્વાસ ભરી ને તે પાનું ફેરવે છે... ત્યાં વેદ માં નામ થી કંઈ લખેલ હતું એટલે વેદ ની આંખો અને મન બંને ખેચાય છે.... તે વાંચવા નું શરૂ કરે છે....

dear ved

આપણા સંબંધ ને
એક નવો વણાંક આપી ને
ત્યાં થી શરૂ કરવું છે,
જ્યાં થી બધું નવું જ હોય,
બધું બરાબર જ હોય...
શું તું આ કરીશ...!

જ્યારે હું એકલી થઈ જાઉં,
ત્યારે મારી બાજુમાં રહી ને,
મારો સાથ આપી ને,
મને સમજાવી ને ,
મારી પાસે રહીશ...?
શું તું આ કરીશ...!

જ્યારે હું કોઈ ભૂલ કરું,
ત્યારે મારા પર ,
ગુસ્સો ના કરી ને,
મારી ભૂલ ને માત્ર ભૂલ માની ને,
મને ગળે લગાવી ને,
મને માફ કરીશ...?
શું તું આ કરીશ...!

જ્યારે હું જીંદગી થી થાકી જાઉં,
ત્યારે મને એક નવી આશા દેખાડીને,
મારો હાથ પકડી ને,
મને સાચો રસ્તો બતાવીને,
થોડી હિંમત આપી ને,
મારી સાથે ચાલીશ...?
શું તું આ કરીશ...!

જ્યારે હું કંઈક કહેવું હોય પણ બોલી ના શકું,
ત્યારે મારા મૌન ને સમજી ને,
મારી આંખો વાંચી ને,
મારી blank message માં શબ્દ વાંચી ને,
મને પોતના સમ આપી ને ,
તે વાત પૂછી લઈશ...?
શું તું આ કરીશ...!

શું તું આ કરીશ...!

વેદ આ વાંચી ને જાનકી ની લખેલ આગલી બધી કવિતા કે લેખ બધું ભૂલી જાય છે... અને મન માં જ તેને પ્રોમિસ કરે છે કે તું જે કરવા કહીશ તે બધું મંજૂર છે જાનકી તારા થી દૂર નહીં રહેવાય બસ... અને મારા મન માં ચાલે છે તે તોફાન સહન નહીં થાય.. બસ તું ક્યાંય મને છોડી ને જતી નહીં....

પછી વેદ ને યાદ આવે છે હમણાં પણ જાનકી કંઈક આવા જ વિષય પર લખી રહી છે એટલે તેમાં શું લખેલ છે તે જોવા માટે પાનું ફેરવે છે... ત્યાં તેને યુગ બોલાવે છે કે કંઈક ખાઈ લો... પણ વેદ તેને કહે છે જરાક વાર પછી તે જમી લેશે... તું જમી લે... વેદ એક વાર ડાયરી બંધ કરી ને એક મિનિટ એમ જ આંખ બંધ કરી ને બેસે છે ત્યારે તેને તેની આંખ સામે જાનકી જ દેખાય છે.. તેનો તે હસતો ચહેરો અને તેનો તે અવાજ જેમાં જાનકી તેને પ્રેમ થી વેદ કહી ને બોલાવે તે સંભળાઈ રહ્યો હતો... વેદ આંખ ખોલી ને આગળ પાનું ફેરવી જ લ્યે છે.. અને એમ પણ વિચારે છે કે તે વાંચી લઈ એક વાત કે આ વિષય પર એવું તો શું લખ્યું છે તે વાંચી ને પછી આગળ નહીં વાંચે આવું પોતે પોતાની જાત ને વચન આપે છે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED