જાનકી - 39 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 39

નિકુંજ જાનકી ને હોશ આવી ગયો હોય છે તેથી ચેક કરવા જાય છે.. પછી થોડી વાર પછી બહાર આવે છે...
તે નિહાન ની આંખ માં એક વાર આંખ મિલાવે છે અને નિહાન ને સંતોષ અપાવે છે કે જાનકી એકદમ ઠીક છે.. પછી એક પળ પછી તે વેદ સમ જોઈ ને કહે છે..
" જાનકી ઠીક છે કોઈ ચિંતા ની વાત નથી પણ આ ઈજા ને લીધે બધા ધા ને ભરતા જે સમય લાગે તે લાગશે... બાકી તે હવે ઠીક છે... તેને અહીં હજુ બે દિવસ રહવુ જોશે પછી આપ તેને ઘરે લઈ જઈ શકો છોવ.... હમણાં એક બે રિપોર્ટ કરવા થશે અને જરા બીપી ચેક કરવું પડશે તો હું તે પતાવી લઉં... આપ તેની પેહલા દસ મિનિટ મળી શકો છોવ તેને.. પણ તેને પછી આરામ કરવા દેજો..."
વેદ અને યુગ ની ખુશી નો કોઈ પાર ન હતો... તે જલ્દી થી જાનકી ને મળવા માંગતા હતા.. વેદ નિકુંજ ની વાત નો જવાબ આપતો બોલ્યો...
" હા , સર આપ જેમ કહશો તેમ જેટલા દિવસ કહેશો તેટલા દિવસ રાખીશ બસ જાનકી ઠીક થઈ જવી જોઈએ... અને આપ જે રિપોર્ટ કરવા પડે તે કરો..."
નિકુંજ તેને મળવા જવા માટે ઈશારો કરે છે... પછી તે નિહાન પાસે આવે છે.. નિકુંજ નિહાન ના ખંભા પર હાથ રાખે છે ત્યાં તો નિહાન ની આંખ ભરાઈ આવે છે.. નિકુંજ તેને કહે છે હમણાં હું આવું પછી તું મારી સાથે રૂમ માં આવજે અને જાનકી નું બીપી તું જ માપજે એટલે તારે તેને મળાય પણ જવાય... નિહાન ખાલી માથું હળવે હલાવે છે...
આ તરફ વેદ અને યુગ રૂમ માં જાય છે.. ત્યારે યુગ પેલું panda પણ પોતાના હાથ માં લઈ ને જાય છે પણ પેલી ડાયરી ત્યાં બહાર બેન્ચ પર જ હોય છે... તે નિહાન લે છે પોતાના હાથ માં અને કંઈક લખવા લાગે છે... તે વાત ની કોઈ ને ખબર નથી હોતી... અંદર જઈ ને યુગ જલ્દી થી જાનકી પાસે જઈ ને તેને ગળે લગાવી લે છે... અને યુગ ની આંખો માંથી આંસુ બંધ થવાનું નામ ના લેતા હતા.. જાનકી તેની પીઠ થપથપાવી રહી હતી.. બોલી "હવે બસ બચા.. હું ઠીક છું તું આમ રડે તે મને નહીં ગમે તેને ખબર છે ને...!? તો શા માટે રડે છે..."
યુગ તેને કહે છે... " હા, હવે નહીં રડું..." પછી જરા નોર્મલ થતાં બોલ્યો...
"Mamma, અમે બધાં ને તમારી ચિંતા થતી હતી... એમ કહી ને panda દેખાડે છે પોતાના હાથ માં... જાનકી તે panda ને હાથ માં લેતા બોલી આ ઠીક છે... મને એમ કે તે પણ મારી જેમ ઘાયલ હશે..."
વેદ બોલ્યો "ઘાયલ તો અમે બધા થઈ ગયા હતા તેને આમ જોઈ ને...." જાનકી તેનો હાથ પકડી ને બોલી... " હા, ખબર છે.." તે પછી જાનકી વેદ તરફ પ્રેમ થી જોઈ ને સંતોષ અપાવે છે તે ઠીક છે... અને બરાબર ત્યારે જ નિકુંજ અંદર આવે છે... એટલે વેદ તેનો હાથ છોડી ને એક બાજુ ઉભો રહી જાય છે.. યુગ પણ તેમ જ કરે છે.. તે જાનકી ને ગળે વળગી ને બેઠી હતો પણ ડૉક્ટર ને જોઈ ને જરા ઉચો બેસી ને જાનકી ના ખંભા ને પકડી રાખે છે... અને જાનકી પોતાના હાથ માં panda પકડી ને સૂતી હતી... નિકુંજ ત્યાં આવી ને તેને રિપોર્ટ માટે બ્લડ લેવા આગળ વધે છે... ફરી રૂમ નો દરવાજો ખૂલ્યો... બધાં ની નજર ત્યાં પડી.. હવ ત્યાં થી નિહાન આવ્યો... વેદ અને યુગ એ બે દીવસ થી નિકુંજ અને નિહાન ને સાથે જ જોયા હતા, તેથી તેના માટે કંઈ નવું ના હતું.. પણ જાનકી માટે કોઈ જાટકા થી ઓછું ના હતું.. તે એક ધારી નિહાન ને જોઈ રહી હતી વેદ કે યુગ ની કંઈ ફિક્ર કર્યા વગર.. નિકુંજ બ્લડ લે છે ત્યારે જાનકી ને જરા દુઃખે છે તો તે હાથ માં રહેલ panda ને જોર થી પકડી ને આંખ બંધ કરી દે છે.. આ નિહાન જોઈ લે છે.. આ panda એ જ હતો જ પોતે આપ્યો હતો... જાનકી આંખો થી નિહાન ને કેટલા બધાં સવાલ પૂછી રહી હતી... નિહાન બસ તેને જોઈ રહ્યો હતો... પછી નિકુંજ કહે છે નિહાન બીપી માપ તો... જાનકી સમજી જાય છે તે અહીં માત્ર તેને જોવા માટે આવ્યો છે... નિહાન બીપી માપી રહ્યો હતો... ત્યારે બંને ની નજર એક બીજા પર જ હતું તે પણ અસામાન્ય હોય તેવી.. વેદ ને હજી સુધી તો આ સામાન્ય જ લાગ્યું..