Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભૂતિ એક પ્રેમ ની - 23 - છેલ્લો ભાગ

23

પિયુષ તે બંને પાસે આવ્યો. ઉંજાં ના ચહેરા પર ઉદાસી જોતા તેને કહ્યું,’એવી કોઈ ખાસ વાત નથી. પરમ ઠીક છે. બસ તે તમારી લાઈક બનવા માટે દિવસ રાત મહેનત માં જાગતો રહ્યો. એટલા દિવસ ઉજાગરા અને ખાધા પીધા વગ કામ કરતા બાપરે ચક્કર આવ્યા તે પડી ગયો. કામના સ્થળ પરથી કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું. મારે પણ ત્યાં જવાનું બાકી જ છે હું પણ ત્યાં જ જાવ છું.”પીયૂષે ચોખવટ કરતા કહ્યું.

‘પપ્પા આ પિયુષ, પરમ નો બેસ્ટ ફ્રેન્ડ, તે જ મને અહીં લઈ આવ્યો. તેને પ્રથમ ની વાત સાંભળી હતી તો તેને ખ્યાલ આવી ગયો કે તે આગળ શું કરવાની તૈયારી કરી રહ્યો છે.” ઉંજાં એ પિયુષ ની ઓળખાણ આપતા કહ્યું.

“થેન્ક યુ બેટા, તારા કારણે આજે હું બોવ મોટી પ્રોબ્લેમ માંથી બચી ગયો.”પૂરણ ભાઈ કહ્યું.

‘નહિ અંકલ મેં તો બસ ખાલી કોઈનું ખરાબ થતા અટકાવ્યું છે. પ્રથમ જેવા લોકો પૈસા ના પાવર માં એવી કેટલી બધી છોકરી ની જિંદગી ને ખરાબ કરી નાખતા હોય છે અને તે લોકો ના ધ્યાન માં પણ ના આવે.”પીયૂષે કહ્યું. તેની વાતોમાં તેના સંસ્કારો સાફ નજર આવતા હતા.

‘હા બેટા. મેં પણ જોયા જ છે. અમારી જેમ કોઈ મજબૂર માણસ નો તે ફાયદો ઉઠાવી જાય અને પછી રોજ તેનો ફાયદો ઉઠાવતા રહે. અમે તેની વાતમાં આવી ફસાઈ જઇયે અને પછી આખી જિંદગી બેઠા બેઠા અફસોસ કર્યા કરીએ.”પૂરણ ભાઈ અને પિયુષ તો અહીં જ ઉભા રહી વાતો માં લાગી ગયા. જ્યારે ઉંજાં ને પરમ ને મળવાની ઉતાવળ થઇ રહી હતી.

તમે બંને રસ્તામાં વાતો કરશો. મને પરમ ને મળવા જવું છે.”;ઉંજાં ના કહેતા પપૂરણ ભાઈ અને પિયુષ બંને હસ્યા. તેને ગાડી શરૂ કરી અને હોસ્પિટલ પહોંચ્યા.

પરમ બેડ પર મસ્ત આરામ થી સૂતો હતો. તેના શરીર પર અમુક અમુક જગ્યા પર પૂરણ ભાઈ ના મારેલા ઘા હજુ રુજાના ના હતા. તે જોતા ઉંજાં ની આંખમાં આસું સરી પડ્યા. તે પરમ પાસે દોડી સીધો તેને હક જ કરી લીધો. ઉંજાં ના અવાજ ને સાંભળતા પરમ એકદમ જ સફાળો બેઠો થયો.

“આઈ એમ સોરી.”ઉંજાં ખાલી આટલું જ બોલી શકી અને તેની આંખો આસું થી છલકાઈ ગઈ.

પરમે તેને કઈ ના કહેતા તેની બાહોમાં સમાવી લીધી. એક અહેસાસ પ્રેમ નો છલકાઈ ઉઠ્યો. ત્યાં જ તેની નજર પૂરણ ભાઈ પાસે જય પડી. તરત જ તેના હાથ ઉંજાં ની પાસે થી છુટ્ટી ગયા.

‘તમે બંને વાતો કરો હું પછી આવી.”એમ કહેતા પૂરણ ભાઈ બહાર જવા લાગ્યા.

“પપ્પા એક મિનિટ”ઉંજાં એ તેને રોકાતા કયું.”હું પરમ સાથે લગ્ન કરવા માંગુ છું અત્યારે જ.” ઉંજાં ની વાત સંભાળતા પૂરણ ભાઈ કોઈ ને ફોન લગાવ્યો.

ઉંજાં અને પરમ બંને એકબીજા સામે જોઈ રહ્યા. કંઈક ફરી તે ના કહેશે તો પરમ ની અંદર તો ડર લાગવા લાગ્યો. પણ પૂરણ ભાઈ તો કોઈ વકીલ ને જ કોર્ટ મેરેજ માટે જ વાત કરી રહ્યા હતા. તે સાંભળતા બંનેના ચહેરા પર અજીબ ખુશી રેલાઈ ગઈ.

પરમે તરત જ પિયુષ સામે જોયું. તેને બધી વાત સમજાઈ ગઈ. ખરેખર પ્રેમ પણ અજીબ છે. જે માત્ર અનુભૂતિ માં જ ઘણું બધું કહી જતો હોય છે. ઉંજાં તો પૂરણ ભાઈ ને તરત જ ભેટી પડી. આજે તેને બધું જ મળી ગયું. હવે તેને મિસ વર્લ્ડ કે બીજું કંઈ બનવાની પણ કોઈ જરૂર લાગી નહોતી રહી. તેને ખુશ જોતા પૂરણ ભાઈ કહ્યું.

“હવે મિસ વર્લ્ડ બનવાનું??”

‘તે તો ઉંજાં બનવાની જ છે ને કાલે તેનો સેમી ફાઇનલ છે.”પરમ ની વાત સંભાળતા ઉંજાં ના ચહેરા પર ખામોશી છવાઈ ગઈ. પછી પીયૂષે બધી જ વાત પરમ ને કરી.

“હવે કોઈ મતલબ નથી રહ્યો.”ઉંજાં એ ઉદાસ મને કહ્યું.

“કોણે કહ્યું કઈ મતલબ નથી રહ્યો??હું છું ને તને મિસ ઇન્ડિયન શું મિસ વર્લ્ડ બનાવી. તે પ્રથમ પણ પછી તને નહિ રોકી શકે.”પરમ ની આ વાત સાંભળતા ઉંજાં ખુશી થી ખીલી ઉઠી. ખરેખર પરમ જે કહે તે કરી ને જ બતાવે તે વાત પર તેને વિશ્વાસ હતો.

તે પરમ પાસે આવતા પરમ ને હક કરી ગઈ. એક અહેસાસ ફરી લાગણી બની જન્મી ગયો. પ્રેમ ની નવી અનુભૂતિ સાથે કોઈ કયારે પણ અલગ ન કરી શકે તેવો અહેસાસ જાગી ઉઠ્યો.

Nicky Tarsariya

લાગણી શબ્દ:

આપણી વાર્તા આજે અહીં જ પુરી થાય છે. પ્રેમ ની એક અજીબ કહી શકાય આવી આ વાર્તા ખરેખર મારા માટે પણ અજીબ જ રહી. કદાચ તમારા માટે પણ વાર્તા અજીબ જ હશે! આજ સુધી તમે એમ તો મારી બધી વાર્તાઓ વાંચી જ હશે. આ વાર્તા પણ તમે વાંચી તો તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો. ખરેખર મને એ કહેતા હંમશા ખુશી મહેસુસ થાય છે કે મારા વાચકો મને વાંચી રહ્યા છે. જે ખાલી વાંચી જ નહિ તે મને વધુ સારું લાખવા માટે પ્રેણના પણ આપી રહ્યા છે. તે માટે હું તેમનો ગમે તેટલો આભાર વ્યકત કરું ઓછો છે. છતાં પણ જો આજે આ વાર્તામાં તમને કઈ સારું ખરાબ લાગે તો હું તમારી દિલ થી માફી માંગુ છું અને દિલ થી ધનવાદ પણ કરું છું. થેન્ક યું.

ચલો તો મળીયે ફરી એક નવી વાર્તા સાથે.