અનુભૂતિ એક પ્રેમ ની - 2 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 2

02

પિયુષ : હવે શું નવું કરવાનું છે તારે??જો હું તને પહેલા જ કહી દવ છું. તે કઈ પણ ખોટું કરવાની કોશિશ કરી તો હું તારો સાથ નહિ આપી.”

પરમ : હું એવું કઈ નથી કરવાનો જેનાથી ઉંજાં ને તકલીફ થાય.

પિયુષ : તો તું શું કરવાનો છે??

પરમ “ એ જ જે મારે બોવ પહેલા કરવું જોઈએ.

પિયુષ : હા પણ શું??

પરમ તેના સવાલ નો જવાબ આપ્યા વગર જ જતો રહ્યો. જતા જતા તે પિયુષ સામે એક હળવી સ્માઈલ કરી અને ત્યાંથી સીધો બહાર જતો રહ્યો. પિયુષ તેને જતા જોઈ રહ્યો. તે કંઈક કરવા જય રહ્યો છે.જેનું પરિણામ બોવ ખતરનાક આવવાનું છે પણ એમાં હવે પિયુષ કઈ કરી શકે તેમ ના હતો.

“કંઈક તે આજે સ્વયંવર માં તો બેસવા નથી જવાનો ને??’ પોતાના જ મન ને તે સવાલ કરતા.તે વિચારે છે. પછી અચાનક જ તેને કંઈક યાદ આવતા તે પણ પિયુષ પાછળ દોડી જાય છે.

#####

અહીં બીજી બાજુ ઉંજાં ના સ્વયંવર ની તૈયારી જોરદાર ચાલી રહી છે. ઉંજાં પોતાના સ્વયંવર માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહી છે. લચીલી કમર, ચાંદ ને શરમાવે તેવો ગોરો મુખડું, કાજલ ભરેલ આખો, ગુલાબ ની પાંખડી જેવા હોઠ, કપાળ પર લગાવેલ નાનો એક ચાંદલો તેની આ ખુબસુરતી માં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

જેમ રાની સીતાનો સ્વયંવર થવા જઈ રહ્યો હોય એમ ઉંજાં નો સ્વયંવર થવાનો હતો. ઉંજાં ને કોઈ બાજુ થી હરખ સમાતો નહોતો. તે હરખ ની સાથે તેના દિલ માં ઉગેલા પ્રથમ સાથે નો તે પ્રેમ આજે દુનિયા સામે જાગૃત થવાનો હતો. જો કે તે ઉંજાં નો પ્રેમ સાચો પ્રેમ હતો કે ખાલી બસ એટ્રેક્શન હતું તે તો ખબર નહિ! પણ આજે પ્રથમ માટે તે બોવ જ ખુશ હતી.

જેમ એક અપ્સરા આકાશમાંથી નીચે ઉતરતી હોય એમ ઉંજાં પોતાના રૂમમાંથી નીચે ઉતરી. હવેલીમાં નીચે જ સ્વયંવર માટે ની તૈયારી કરી હતી. પૂરણભાઇ બાજુ થી જેને આમંત્રણ મળ્યા હતા તે બધા સ્વયંવર માટે ત્યાં હાજર બેઠા હતા. તેમાં પ્રથમ પણ હતો. બધાની નજર ઉંજાં બાજુ સ્થિર થઇ. જેમાં ઉંજાં ની નજર પ્રથમ ની ગોતી રહી હોય એમ તેના બાજુ પર સ્થિર થઇ પ્રથમ બાજુ નજર મળતા જ તે તેની બાજુ આગળ વધી. પ્રથમ બધા ની પાછળ મતલબ કે લાઈન માં સૌથી છેલ્લે બેઠો હતો.

એક પછી એક બધા સામે નજર કરતા ઉંજાં ધીમા પગલે હાથમાં ફૂલ નો હાર લઇ આગળ વધી. જેમ જેમ તે આગળ વધતી જતી એમ બધા ને લાગતું કે ઉંજાં તેને હાર પહેરાવશે પણ ઉંજાં એ તો પહેલેથી જ નક્કી કરી લીધું હતું પ્રથમ ને હાર પહેરાવાનું!

અહીં બેઠેલા બધા ઊંચા ખાનદાન ના જ છોકરાઓ હતા. જે ઉંજાં સાથે બંધ બેસતા હોય.પણ તે બધા સાથે ઉંજાં ને કોઈ મતલબ ન હતો. તે તો પહેલે થી જ પ્રથમ ને પોતાની માની બેઠી હતી.

પ્રથમ ઉંચા કુળ ની સાથે ખુબસુરત પણ ઘણો. આજ સુધી એવા કેટલા છોકરા ને મળ્યા પછી ઉંજાં ને પ્રથમ સિવાય કોઈ બીજું પસંદ ન આવ્યું. બધી વાતે કહી શકાય એમ પ્રથમ તેના માટે બેસ્ટ છોકરો. દુનિયાદારી સામે તેની અને પ્રથમ ની જોડી કંઈક અલગ તરી આવે તેવી છે.

ઉંજાં ધીમે ડગલે ચાલતા પ્રથમ પાસે પહોંચી. અહીં બેઠેલા બધા તે જ વિચારોમાં હતા કે ઉંજાં તેના વર તરીકે કોને પસંદ કરે??ઉંજાં ને પ્રથમ પાસે જતા જોઈ બધા ને સમજાઈ ગયું કે ઉંજાં પ્રથમ ને તેના પતિ બનાવવા માંગે છે. પણ હજુ ઉંજાં એ પ્રથમ ને હાર પહેરાવ્યો ના હતો. એટલે તે બધા ને થોડી ઘણી ઉમીદ બાકી પડી હતી.

ઉંજાં ના તેની પાસે પહોંચતા પ્રથમ તેની જગ્યા પરથી ઉભો થયો. ઉંજાં એ તરત જ તેના હાથ પ્રથમ ને હાર પહેરવા માટે ઉંચા કર્યા. તે બસ હાર પહેરવાની તૈયારી જ કરી રહી હતી કે પ્રથમ ના ફોન માં રિંગ રણકી. પ્રથમ તે ફોન ઇગ્નોર કરી દેત, પણ જ્યારે તેને ફોન બંધ કરવા ફોન હાથમાં લીધો તો તે ફોન ને ઇગ્નોર ના કરી શક્યો. તેને ઉંજાં ની પરવા કર્યા વગર જ ફોન ઉપાડ્યો.

સામેથી આવેલા અવાજ સાંભળતા તે એકદમ જ ચોકી ગયો. તેના ચહેરા પર પરસેવા પ્રસરી વાળ્યો. ઉંજાં તેને જોઈ રહી. તે કઈ પૂછે કે કઈ કહે તે પહેલા તો પ્રથમ ઉંજાં ને બાજુ પર કરી સ્વયંવર ના મંડપ માંથી બહાર નીકળી ગયો.

ઉંજાં ને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે પ્રથમ બધા વચ્ચે તેને આમ છોડી જતો રહે. તેના જતા જ તે ત્યાં એમ જ બેભાન પડી ગઈ. એક પળ ની ખુશી માં દુઃખ નું મોજું ફરી વળ્યું. કોઈ સમજી ન શકયુ કે પ્રથમ સાથે એવું શું થયું??તેનું આમ અચાનક જતું રહેવું અને ઉંજાં નું બેભાન થઇ પડી જવું પૂરણભાઈ માટે પણ આ આઘાત જેવું બની ગયું.

એક તો આ સ્વયંવર દુનિયા સામે લાઈવ ચાલી રહ્યો હતો. એમાં આ રીત નો બનાવ! એટલે બધા ના સવાલ નો વિષય બની ગયો. ઉંજાં ને હોશ માં લેવાની કોશિશ કરી પણ તે હોશ માં ના આવી. થોડીવાર રાહ જોયા પછી પૂરણભાઈએ આ સ્વયંવર ને રદ કરી દીધો. જો કે ઉંજાં એ પ્રથમ ને તેના વર તરીકે પસંદ કર્યો ત્યારથી ઘણા ખરા ત્યાંથી નીકળી ગયા હતા. જે વધ્યા હતા તેને પણ માની જ લીધું હતું કે હવે તેમની અહીં કોઈ જરૂર નથી.

સ્વયંવર અટકી જતા વાતો નો ભંડારો શરૂ થઈ ગયો. જ્યાં જોવે ત્યાં બસ ઉંજાં અને પ્રથમ ની વાત ચાલતી હતી. ‘ઉંજાં બિચારી”એમ કહેતા એવી કેટલીક વાતો શરૂ થઈ જતી. અને પ્રથમ! તે તો એક ચર્ચા નો વિષય જ બની રહી ગયો હતો.

પ્રથમ અને ઉંજાં એક બીજા ને પ્રેમ કરે છે તે હજુ બહાર નહોતું પડ્યું. બસ ઉંજાં એ તેના સ્વયંવર માં પ્રથમ ને પસંદ કર્યો છે એવું જાહેર થતા બધાને એવું લાગતું હતું કે ઉંજાં એ જેને પસંદ કર્યો તે તેને છોડી જતો રહ્યો. આ આઘાત ઉંજાં થી સહન ન થયો એટલે ઉંજાં બેભાન પડી ગઈ. પણ હકીકત તો કઈ અલગ જ હતી.

ઉંજાં અને પ્રથમ છેલ્લા ઘણા વર્ષ થી એકબીજા ના પ્રેમ માં હતા. પ્રથમ કોઈ ના કોઈ કામે પૂરણભાઈ  પાસે આવ્યા કરતો. એવામાં બંનેની નજર મળી અને પ્રેમ નો સિલસિલો શરૂ થયી. પૂરણ ભાઈ ની નજર ની પાછળ તે બંને મળતા રહેતા. ક્યારેક જો પુરણભાઈ કોઈ કામ થી બહાર ગયા હોય તો પ્રથમ ઉંજાં પાસે આવી આખો આખો દિવસ રહેતો

રોજ મળવા છતાં ક્યારે કોઈ ને તે વાત ની ભનક ના લાગતી. પૂરણ ભાઈ ના ઘરે નોકર ની કોઈ કમી ન હતી છતાં પણ તે કોઈ ને પણ તે વાત ની કયારે ખબર ન પડવા દીધી. એક બે વખત ઉંજાં એ પૂરણ ભાઈ ને પ્રથમ વિશે વાત કરવાની કોશિશ કરી પણ પૂરણ ભાઈ તે વાત ટાળી દેતા. તેને પ્રથમ સારો છોકરો ના લાગતો. પણ કામ ના સિલસિલામાં તેને પ્રથમ ની વધુ જરૂર પડતી એટલે તે તેને કઈ કહી નહોતો શકતા. આજે તેને અહીં બોલાવવાનું કારણ પણ તે જ હતું. પણ તેનું પરિણામ આ આવી ઉભું રહેશે તે ક્યાં પૂરણ ભાઈ જાણતા હતા.

થોડીવાર પછી ઉંજાં હોશમાં આવી. ઉભા થતા તેને સીધું પ્રથમ જ વિશે જ પૂછ્યું. તેને નજર સામે ના જોતા તેની આંખોમાં આંસુ વહી ગયા. થોડીવાર પહેલા ની વાત યાદ આવતા તે વધુ જોરથી રડી પડી.

‘પપ્પા, તે મને આમ છોડી કઈ રીતે જઈ શકે??’ ઉંજાં નો આ સવાલ નો જવાબ પૂરણ ભાઈ પાસે નહોતો. તે પણ હજુ નહોતા જાણતા કે પ્રથમ સાથે એવું શું થયું કે તેને આમ આ રીતે જવું પડ્યું.

*******

અહીં જે થયું તેમાં કંઈક પરમનો હાથ તો નથી ને??પણ તેને એવું શું કર્યું હશે કે પ્રથમ ઉંજાં ને છોડી જતો રહ્યો???હવે તો ઉંજાં નો સ્વયંવર અટકી ગયો તો શું પરમ ને ઉંજાં મળી શકશે તે જાણવા વાંચતા રહો “ અનુભતી એક પ્રેમની”

રેટ કરો અને રિવ્યુ આપો

Chintal Patel

Chintal Patel 6 માસ પહેલા

Dinesh Jani

Dinesh Jani 6 માસ પહેલા

ketuk patel

ketuk patel 6 માસ પહેલા