અનુભૂતિ એક પ્રેમ ની - 9 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 9

09

લક્ઝરી લાઇફ માં જીવનનો જે આનંદ તેને મળી રહ્યો હતો તે જોતા પિયુષ ને તેના પર ઈર્ષા નહિ પણ બોવ ખરાબ ફીલીંગ આવી રહી હતી. કંઈક આવી લાઇફ વચ્ચે પરમ તેનું અસ્તિત્વ ન ભુલી જાય. તેને પરમ ને સમજવાનું મન થતું પણ તે તેને સજાવવાની કોશિશ ન શકતો. જો તે તેને સમજાવે તો પરમે ને એવું લાગે તે તેને તેના પ્રત્યે ઈર્ષા છે એટલે તે પછી ચૂપ રહેવામાં જ સમજદારી માનતો.

પિયુસ સાથે વાત કરી પરમ બહાર બાલ્કનીમાં ગયો. અહીંનો નજારો જોતા દિલ ગાર્ડન ગાર્ડન બની જતું હતું.કાશ અહીં પાસે ઉંજાં પણ હોત અને બંને બેસી પ્રેમ ભરી વાતો કરતા હોત તો!! મન માં જ વિચારતા તે ઉંજાં સાથે ના સપના સજાવવા લાગ્યો. જે પુરા થશે કે ખબર નહિ પણ તેના સપના વચ્ચે જ ખલેલ બનતા ઉંજાં નો ફોન આવી ગયો.

ઉંજાં ને હાલ બહાર ફરવા જવાનું મન હતું તે પહેલા તેના માટે પરમ ને જમવાની વ્યવસ્થા પણ કરવાની હતી. હવે રાજકુમારી ની જેમ મોટી થયેલી ઉંજાં ને બધી વ્યવસ્થા જોઈએ. તે પોતે જાતે જમવાનું કે કઈ કામ કરી ના શકે! એવા માં અહીં ખાલી પરમ જ તેની સાથે હતો તો ઉંજાં ના બધા જ કામ તેને જ કરવાના હતા. આમ વિચારીએ તો પરમ ઉંજાં નો હમસફર બનવા નહિ પણ અહીં તેનો નોકર બની તેની સાથે આવ્યો છે.

ઉંજાં ના એક ફોન સાથે જ તેને તરત જ ખાવાની તૈયારી કરી આપી. પરમ ને તો બસ તેની નજીક તેની પાસે રહેવાનો મોકો મળવો જોઈએ. પછી ઉંજાં માટે તેને રૂમ ના કચરા પોતા પણ કરવા પડે તો તે કરવા તૈયાર હતો.

ઉંજાં નું જમવાનું પૂરું થયું ત્યાં સુધી માં તે પણ જમી ને આવતો રહ્યો. જમી સાંજ ના સમય પર બંને દરિયા કિનારે ફરવા માટે નીકળ્યા. હોટલ થી બસ થોડા અંતરે દરિયા કિનારો હતો. આમ તો તે ચાલી ને પણ પહોંચી જાય પણ ઉંજાં પોતાના શરીર ને આટલી કસ્ટી ના આપી શકે! એટલે બંને ગાડી લઇ ને જ દરિયા કિનારે ગયા.

ઉછાળતો કૂદતી આ દરિયા ની લહેરો એકદમ જ રોનક લાગી રહી હતી. અહીં બેસતા મન નો બધો થાક ઉતરી જતો હોય એવું લાગ્યું. ઉંજાં તે દરિયા ની લહેરમાં કંઈક ખોવાઈ બેસી ગઈ. જ્યારે પરમ આજુબાજુ બધા ને જોતા ઉંજાં ને નોટિસ કરી રહ્યો હતો.

ઉંજાં તેના વિચારો વચ્ચે અશાંત દેખાઈ રહી હતી. જે જેટલી ઘમંડી હતી એટલી જ કંઈક અંદર એકલી અને ખામોશ હોય એવું લગતી હતું. કદાચ આ તેની એકલતા ના કારણે જ તેનો સ્વભાવ આવો બની ગયો હોય! નાનપણમાં પોતાની માં ને ખોયા પછી તેને એવું લાગતું હતું કે જીવન માં બધા આમ જ આવે અને પછી જતા રહે છે. તે પછી ફરી પ્રથમ તેની સાથે આવું કર્યું.

સાચે તે પ્રથમ સાથે જિંદગી જીવવા માંગતી હતી પણ પ્રથમ તો તેને એમ જ મંડપ માં છોડી જતો રહ્યો. પોતાની જિંદગી ની આ બે ઘટના તેને વધુ ને વધુ એકલી બનાવી ગઈ. તે એકલતા વચ્ચે કોઈ નો સાથે ઝંખે છે. એક એવો સાથ જે તેના વગર કઈ કહે તેને સમજી શકે!એક એવો સાથ જે બિલકુલ તેના જ જેવો હોય! એમાં પણ તેની પસંદ થોડી ઊંચી એટલે તેને પરમ જેવા તો છોકરા પસંદ પણ ના આવે.

અહીં તે પરમ ને સાથે તો લઇ આવી પણ પરમ થી કેટલી દૂર જઈ બેઠી હતી. તેને પરમ માં કોઈ દિલચસ્પી નહોતી. તેને તો ઉપર નજર કરી પરમ ને બરાબર જોયો પણ નહોતો. તેની નજરમાં પરમ બસ એક તેના અપ્પા એ સાથે મોકેલ તેનો બોડીગાર્ડ કે પછી નોકર જ હતો.

ક્યાં સુધી અહીં બેસી રહ્યા પછી મોડી રાતે તે હોટલ બાજુ આગળ વધ્યા. આખા દિવસ નો થાક ના કારણે રૂમ જતા જ ઉંજાં ને નીંદર આવી ગઈ. કાલે સવારે વહેલા તેને કાલાસીસ પર જવાનું હતું. લગભગ તો કાલ થી તેના ક્લાસ શરૂ થઈ જશે પછી તો આખો દિવસ તે તેમાં જ વ્યસ્ત બની જશે.

ઉંજાં ને સુતા નીંદર આવી ગઈ પણ પરમ ને નીંદર નહોતી આવી રહી. તેને વારે વારે ઉંજાં ના જ વિચારો આવી રહ્યા હતા. ઉંજાં તેને તેની બાજુ માં પણ ચાલવા નથી દેતી તે તેને તેનો હમસફર સાથી કેવી રીતે બનાવશે???આમ ને આમ ચાલતું રહશે તો કાલે કોઈ ઉંજાં ની જિંદગી માં કોઈ બીજું આવી જશે અને તે ઉંજાં વગર નો એકલો રહી જશે! ઉંજાં ને મેળવવા માટે તો તે અહીં સુધી આવ્યો છે. જો તે અહીં આવ્યા પછી પણ કઈ ના કરી શકે તો તેનો પ્રેમ ખોખલો કહેવાય.

વિચારોમાં જ તે ઉંજાં ની નજીક જવાના રસ્તા ગોતવા લાગ્યો. એવામાં જ તેના પર પૂરણ ભાઈ નો ફોન આવી ગયો. પૂરણ ભાઈ સાથે વાતો કરતા તેને એવા ઘણા રસ્તા મળી આવ્યા. પણ આ બધા રસ્તા પર ચાલવું કેટલું મુશ્કેલ હતું તે સારી રીતે જાણતો હતો.

પૂરણ ભાઈ સાથે વાત કરી તે પણ સુઈ ગયો. સવારે વહેલા ઉઠતા તેને ઉંજાં ને જગાવવા માટે કોલ કર્યો. ઉંજાં જાગી તૈયાર થઈ ત્યાં સુધીમાં તેને ઉંજાં માટે નાસ્તા ની વ્યવસ્થા કરી આપી. નાસ્તો લઇ તે ઉંજાં ના રૂમ માં ગયો.

ઉંજાં આજે કંઈક અલગ જ અંદાજ માં દેખાઈ રહી હતી. ઘરે તે આમ સામાન્ય કપડાં પહેરતી જ્યારે આજે તે ફનકી અને શોર્ટ ટોપ પહેર્યું હતું. ખરેખર તે મુંબઈ ના લુક માં આવી ગઈ હતી. તેને જોતા પરમ તો તેના પર થી નજર જ નહોતી હટાવી શકતો. રોજ એક દિવસ જેમ તે ઉંજાં ની નજીક જવાની કોશિશ કરી રહ્યો હતો એમ તેને ઉંજાં સાથે પ્રેમ વધતો જઈ રહ્યો હતો.

*******
તો શું આ પ્રેમ ઉંજાં ના દિલ માં પ્રેમ જગાવી શકશે?? શું પરમ ખરેખર ઉંજાં ને પોતાની બનાવવા માટે કામયાબ થશે??શું ઉંજાં કયારે પરમ નો સ્વીકાર કરી શકે એવું લાગે છે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”

રેટ કરો અને રિવ્યુ આપો

name

name 6 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 6 માસ પહેલા