અનુભૂતિ એક પ્રેમ ની - 22 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 22

22

“હા હકીકત! પણ તેના માટે તમારે મારી સાથે આવવું પડશે અત્યારે??’પીયૂષે કહ્યું.

“અત્યારે! પણ ક્યાં??”ઉંજાં એ કન્ફ્યુઝન સાથે પૂછ્યું.

‘એ તમને ત્યાં જતા ખબર પડી જશે બસ તમે મારી સાથે ચલો.”પરમે કહ્યું.

“એમ હું કેમ તમારા પર વિશ્વાસ કરું.”ઉંજાં એ કહ્યું.

‘તમારે હકીકત જાણવી છે તો તમારે મારા પર વિશ્વાસ કરવો જ પડશે. તો શું તમે આવવા માંગો છો??’પિયુષ એવી રીતે કહ્યું કે ઉંજાં પોતે જ વિચારવા મજબૂર બની ગઈ કે તેને જવું કે ન જવું.

થોડો વિચાર કરતા ઉંજાં પિયુષ સાથે જવા તૈયાર થઈ ગઈ. તે બંને તેની ગાડીમાં બેસતાં પિયુષ તેને પ્રથમ અને પૂરણ ભાઈ જ્યાં હતા ત્યાં લઇ ગયો. પૂરણ ભાઈ પ્રથમ સાથે કઈ વાત કરી રહ્યા હતા.

તે બંને ની વાતોમાં ના પડતા બંને ખાલી એક ટેબલ પર તે શું વાત કરે છે તે સાંભળવા બેસી ગયા. પ્રથમ કે પૂરણ ભાઈ ની નજર તે બંને પર ન હતી. પિયુષ ને આ બંને વિશે ની જાણ બસ હમણાં જ થોડા સમય પહેલા જ થઇ. તે જ્યારે અહીં કોઈ સાથે મિટિંગ માં આવ્યો ત્યારે પ્રથમ કોઈ સાથે વાત કરી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે બસ જો હમણાં અહીં પૂરણ ભાઈ આવે તો તેની સાથે ઉંજાં ની ડીલ ફાઇનલ કરી દેવાની છે. પછી ઉંજાં તેની બની જાય.

તે તરત જ ઉંજાં નો પીછો કરતા તેની પાસે ગયો. તેને ઉંજાં ને દેખાડવું હતું કે પરમે પ્રથમ સાથે અલગ કરી તેની જિંદગી કેવી રીતે બચાવી છે. તે પ્રથમ સાથે ક્યારે ખુશ ના રહી શકે!

“તમેં આખિર મારી વાતનો સ્વીકાર કરી જ લીધો. તો હવે ફાઇનલ કે હું ઉંજાં સાથે લગ્ન કરી શકું?”પ્રથમે પૂરણ ભાઈ ને પેપર આપતા કહ્યું.

“ફાઇનલ હતું ત્યારે જ તો મેં તે પરમ ને ઉંજાં થી અલગ કરી દીધો. તને શું લાગે કે હું તે બે કોડી ના વ્યક્તિ ને મારી ઉંજાં નો જીવન સાથી બનાવી શકું એમ!! આ તો સારું થયું કે મને એન્ડ સમય પર તે આવી વાત કરી. નહિ તો આજે તે ઉંજાં ને તેની બનાવી લઇ જ ગયો હોત!”પૂરણ ભાઈ પણ તેની સાથે વાતોમાં જોડાતા જય રહ્યા હતા.

તે સાંભળતા ઉંજાં ને થોડી તકલીફ થઈ રહી હતી. પિયુષ ને પણ થોડીવાર તો એવું જ લાગ્યું કે પ્રથમ સાથે પૂરણ ભાઈ પણ મળેલા છે તે પૈસા માટે પોતાની છોકરી ની ડીલ કરી રહ્યા છે. બંનેમાંથી કોઈ કઈ ના બોલતા ત્યાં સુ થાય છે તે જોતા રહ્યા.

“તો હવે લગ્ન ની તૈયારી કરીએ એમ ને!”પ્રથમે ખુશ થતા કહ્યું.

“એમ નહિ ઉંજાં કહે ત્યારે. તને ખબર છે હું તેની મરજી વિરુદ્ધ તેના લગ્ન ન કરાવી શકું.”પૂરણ ભાઈ પેપર ને હાથમાં લઇ જોતા બોલ્યા.

‘તમે તમારી વાત થી મુહ ફેરો છો. તમે શું કહ્યું હતું કે હું ઉંજાં ને તારી સાથે પરણાવી.”પ્રથમ નું મોઢું થોડું પડતું જય રહ્યું હોય એવું લાગ્યું.

‘હા તો હું કહું જ છું. પણ તેને થોડો સમય તો આપવો જ જોઈએ ને. આમ કઈ બધું જલ્દી માં થોડું કરી લેવાઈ હજુ તો તેને ફાઇનલ સુધી પહોંચવાનું પણ બાકી છે.”પૂરણ ભાઈએ કહ્યું.

‘ઠીક છે તો પછી હું આપણી ડીલ કેન્સલ કરી દવ.”પૂરણ ભાઈ ના હાથમાંથી પેપર ખેંચતા પ્રથમે કહ્યું.

‘ડીલ કેન્સલ મતલબ! હું કઈ મારી ઉંજાં ને વહેંચી થોડો રહ્યો છું કે તું તે ડીલ સાથે તેને કંપેર કરે! “પ્રથમ ને વાત હવે પૂરણ ભાઈ ને થોડી સમજાય રહી હતી.

‘હા તો વહેંચવાની વાત ક્યાં થઇ. તમે કહ્યું હતું કે હું ઉંજાં ને મિસ વર્લ્ડ નો ખિતાબ અપાવું તો તે કામ મેં કરી દીધું. કાલે સેમી ફાઇનલ પછી ફાઇનલ માં સીધું તેનું જ નામ જાહેર થઇ જશે. હવે તમારે તમારું કામ કરવાનું છે. ઉંજાં નો હાથ તમારે મારા હાથ માં આપવાનો છે.” પ્રથમે વાત ને કિલયર કરતા કહ્યું.

પ્રથમ ની વાત પર પૂરણ ભાઈ વિચારવા મજબૂર બની રહ્યા હતા. તેને પ્રથમ ને કહી તો દીધું હતું પણ તે ઉંજાં સાથે જબરદસ્તી કરી તેના લગ્ન કરાવી દેય તેમ કેમ કરી શકે!

‘તમને યાદ છે કે તમે ભૂલી ગયા!હજુ પણ સમય છે મારી પાસે હું રિઝલ્ટ ને બદલી શકું છું. પછી તમને ખબર છે કે જો ઉંજાં મિસ વર્લ્ડ ના બને તો તેની હાલત કેવી હશે!! શું તમે ઉંજાં ને તે હાલત વચ્ચે જોવા માંગો છો?” 

પ્રથમ પૂરણ ભાઈ ને બ્લેકમેલ કરવાની પુરેપુરી કોશિશ કરી રહ્યો હતો. તે વાત ઉંજાં ને પણ સમજાય રહી હતી, તેને ખરેખર હવે પ્રથમ પર ગુસ્સો આવી રહ્યો હતો.

“નહિ, મારા માટે ઉંજાં ની ખુશી બોવ જરૂરી છે. પ્લીઝ તું આવું કઈ નહિ કરતો. હું કોશિશ કરું છું કે ઉંજાં તારી સાથે લગ્ન કરવા માટે જલ્દી તૈયાર થાય. “

“કોશિશ નહિ તમારે ઉંજાં ને મારી સાથે લગ્ન કરવાના છે. જો તમે કહો તો? નહિ તો પછી આપણી ડીલ કેન્સલ. પછી નહિ કહેતા કે મેં તમારું કામ નથી કર્યું.”

પૂરણ ભાઈ પાસે હવે બોલવા જેવા કોઈ શબ્દ જ ના હતા. તે એકદમ જ ચૂપ પ્રથમ સામે જોઈ રહ્યા. એક બાજુ ઉંજાં ની ખુશી હતી અને બીજી બાજુ તેની જિંદગી. બંને માંથી કોને પસંદ કરે તે પૂરણ ભાઈ ને સમજાતું ન હતું. તેની આંખમાં આસું સરી પડ્યા.

તેને રડતા જોતા ઉંજાં પોતાની જાત ને રોકી ના શકી. તે ઉભા થતા તેમની પાસે આવી. પૂરણ ભાઈ નો હાથ પકડતા તે બોલી ,”કોઈ જરૂર નથી કોઈ સામે મારી જીત ની ડીલ કરવાની. હું જીતી તો મારા દમ પર જીતી નહિ તો મને આવા કોઈ શોખ નથી મિસ વર્લ્ડ બનવાનો. ચલો પપ્પા.”

પૂરણ ભાઈ ઉંજાં સામે જોઈ રહ્યા. ખરેખર આજે ઉંજાં પર તેને ગર્વ થઈ રહ્યો હતો. તે ઉભા થઇ ઉંજાં સાથે ચાલવા લાગ્યા. ફરી પાછળ ફરતા ઉંજાં એ પ્રથમ સામે જોતા કહ્યું.

‘મને લાગતું હતું કે તું બે ગુનેગાર છે પણ તું તો તેના કરતા પણ મોટો ગુનેગાર નીકળ્યો. તારી સાથે લગ્ન શું તારી સામે હું હવે જોવાનું પણ પસંદ ન કરી શકું. સમય રહેતા તારો ચહેરો નજર સામે આવી ગયો. ’ એમ કહેતા તે પૂરણ ભાઈ ને તેની સાથે લઇ ચાલવા લાગી.

પ્રથમ ત્યાં જ બેસી ઉંજાં ને જતા જોય રહ્યો. એક સમય ની ઉંજાં માં આજે કેટલો બદલાવ હતો તે જોઈ રહ્યો. હવે તે જે ઉંજાં ને ઓળખતો હતો તે ઉંજાં હવે રહી ન હતી.

ગાડી પાસે જતા ઉંજાં એ પૂરણ ભાઈ સામે જોતા કહ્યું.”પપ્પા હું પરમ ને મળવા માંગુ છું. મારે તેની માફી માંગવી જોઈએ.”

‘હા બેટા મારે પણ તેની માફી માગવી છે. જેને મેં ખરાબ સમજ્યો તે જ છોકરા ને કારણે તારી જિંદગી બચી શકી છે. ક્યાં છે તે…”

“હોસ્પિટલ માં!”પીયૂષે પાછળથી આવતા કહ્યું.

‘હોસ્પિટલ??”ઉંજાં ને પૂરણ ભાઈ બંને ચોકી ગયા.

********
પરમ અને પ્રથમ ની હકીકત જાણ્યા પછી શું ઉંજાં પરમ સાથે લગ્ન કરવા તૈયાર થશે??શું થયું હશે પરમ ને??કંઈક પ્રથમે તો તેની સાથે કઈ કર્યું નહીં હોય ને તે જાણવા વાંચતા રહો “અંતિમ ભાગ “અનુભુતી એક પ્રેમ ની “

રેટ કરો અને રિવ્યુ આપો

Kalpana Patel

Kalpana Patel 4 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 5 માસ પહેલા

name

name 5 માસ પહેલા