અનુભૂતિ એક પ્રેમ ની - 8 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 8

08

મુંબઈ જતા આખા રસ્તે ઉંજાં તેની પોતાની વાતો કરતી રહી. તેને હજી ખબર ન હતી આ તે જ વ્યક્તિ જેના કારણે તે મુંબઈ જય રહી છે. પરમ બસ ચૂપ કઈ ના બોલતા તેને સાંભળી રહ્યો. ઉંજાં તેની વાતો માં બસ ખાલી તેના વખાણ જ કરતી જઈ રહી હતી.

પોતાની ખુબસુરતી પર બીજું કોઈ દીવાનું હોઈ કે ના હોય પણ તે પોતે તેની દીવાની હતી. આખો રસ્તો તેની બસ તે એક વાત ચાલતી રહી. “મારી જેવી કોઈ છોકરી ત્યાં હશે જ નહિ જે ખુબસુરત હોવાની સાથે ટૅલન્ટેન્ટ પણ હોય. “પરમ ને તો તેની કોઈ પણ વાત સંભળાવી ગમતી હતી એટલે તે સાંભળ્યા કરતો. જો કે ઉંજાં તો પોતાની જાત સાથે જ વાતો કરતી હતી તે પરમ ને કઈ કહેતી ના હતી.

આ વાત પરમ પણ સારી રીતે જાણતો હતો. તે પહેલા થી જ ઉંજાં ના સ્વભાવ થી અજાણ ન હતો. તેને ઉંજાં વિશે બધું જ ખબર હતી. જે વાત તે જાણતો ન હતો તે વાત તેને પૂરણ ભાઈ પાસેથી જાણી લીધી હતી. પૂરણ ભાઈ તો ખબર નહિ કેમ પરમ પર આટલો વિશ્વાસ કરી રહ્યા હતા.

ઉંજાં ની બકબક અને પરમ ની ખામોશી વચ્ચે જ તે મુંબઈ પહોંચ્યા. સપના ની દુનિયા. અહીં આવનારા રહેવાસી કે પ્રવાસી પોતાનું એક સપનું લઈને આવતા હોય છે. જેમાં વધુ પડતા તો ફિલ્મ શેત્રે, સંગીત ની દુનિયા માં ખોવાઈ જવા, તો કોઈક રોજગાર ની તલાસ કરવા, તો કોઈ એમ જ ઉંજાં ની જેમ મિસ વલ્ડ બનવા, તો કોઈ એમ જ ફરવા પણ આવતું હોય છે. આ શહેર સૌવ કોઈ ના જીવનનું યાદગાર શહેર કહેવાય.

પરમ આજે પહેલી વખત અહીં આવ્યો હતો. ઉંજાં એમ પૂરણ ભાઈ સાથે ઘણી વખત આવી પણ આમ તો તે એકલી પહેલી વખત જ હતી. પરમ માટે આ શહેર એકદમ જ અજાણ હતું. તેને પહેલેથી જ બધું જાણી જોયું અને પછી જ અહીં તે ઉંજાં ને લઇ આવ્યો હતો.

નવી મુંબઈ બાજુ જતા ત્યાં એક હોટલ પર પૂરણ ભાઈ જ્યાં બંને નું રહેવાનું નક્કી કર્યું હતું ત્યાં તે બંને ગયા. હોટલ પાસે પહોંચતા પરમે ગાડી ઉભી રાખી. પહેલી નજર તે ગાડી માંથી બહાર આવ્યો અને ઉંજાં ને ગાડી માંથી બહાર આવવા માટે દરવાજો ખોલ્યો. ઉંજાં ની પહેલી નજર પરમ ગઈ.

“તું અહીં???તને મારી સાથે આવવા માટે કોને કહ્યું હતું??”પરમ નું આવવું ઉંજાં ને ખરેખર ન ગમ્યું. તેને ગુસ્સો કરતા પરમ ને કહ્યું.

“સોરી ઉંજાં પણ મને અંકલે કહ્યું છે તમારી સાથે રહેવાનું. એન્ડ આ ગુસ્સો તમારા ચહેરા પર બિલકુલ સારો નથી લાગી રહ્યો. તમને મારાથી કોઈ પ્રોબ્લેમ હોય તો હું તમારી સાથે નહિ આવું. હું અંકલ ને કહી દેવા કે ઉંજાં સેફ અને મારી સાથે જ છે. “પરમે કહ્યુ. તેને ખ્યાલ જ હતો તેને જોયા પછી ઉંજાં ની રિકેશન કંઈક આવું જ હશે!

“કોઈ જરૂર નથી. પપ્પા એ કહ્યું છે તો તેને કંઈક વિચારી ને જ કહ્યું હશે. તું મારી સાથે રહી શકે છે. પણ યાદ રહે મારી નજીક આવવાની કોશિશ બિલકુલ ન થવી જોઈએ.” ઉંજાં એ સાફ શબ્દોમાં પરમ ને કહી દીધું.

જે માટે તે આવ્યો છે તે જ બંધન મળતા પરમ ને થોડું ખરાબ ફીલ તો થયું પણ આ સમય કઈ કહેવાનો કે ઉંજાં ને સમજાવાનો ના હતો. તેને બધું જ સમય પર છોડી ઉંજાં ની વાત નો હકાર માં જ જવાબ આપ્યો.

‘ઓકે તો મારો સમાન મારી રૂમ માં લઇ આવ. “ એમ કહેતા તે હોટલ બાજુ આગળ વધી.

શાનદાર હોટલમાં તેની જેવી ખુબસુરત છોકરીઓ તો રોજ આવજાવ કરતી હોય એટલે કોઈ ની નજર તેના પર ન ગઈ. પણ ઉંજાં ને લાગી રહ્યું હતું કે મને જોતા બધા જ તેનું કામ પડતું મૂકી મારી સામે જોવા લાગશે. તે નીચે નજરે જ તેની પોતાની રૂમ બાજુ આગળ વધી. પેહલા થી રૂમ અને બધું જ નક્કી હતું એટલે અહીં કોઈ ને પૂછપરછ કરવાની જરૂર ન હતી, તે રૂમ માં પહોંચી.

પરમ પણ તેની પાછળ પાછળ જ તેનો સમાન લઇ ઉંજાં ની રૂમમાં આવ્યો. ઉંજાં ને પોતાનો સામાન આપી તે તેની રૂમમાં જવા લાગ્યો.

‘કોઈ પણ વસ્તુ ની જરૂર હોય કે અહીં થી કંઈક બહાર જવાનું મન હોય તો તમે મને બોલાવજો. હું અહીં બાજુ ની રૂમ માં તમારી સાથે જ છું.” ઉંજાં ને કહી તે તેની રૂમમાંથી બહાર નીકળી ગયો.

આજે કંઈક અલગ જ ફીલિંગ જાગી રહી હતી. આમ અહીં આવવું તે પણ ઉંજાં સાથે!! તેને બહાર ઉભા રહી એક સેલ્ફી લીધી અને પિયુષ ને ફોટો મોકલ્યો. પછી તે રૂમમાં ગયો. શાનદાર હોટલ એટલે રૂમ પણ અંદર શાનદાર જ હોવાની.

ઉંજાં ની સાથે આવવાથી ખાલી જો આટલી બધી સુવિધા મળી શકતી હોય તો તેની સાથે તેનો જીવન સાથી બનવાથી કેટલી બધી સુવિધા મળી શકશે!!મનનો આ વિચાર પોતાના જ મન ને હસાવી રહ્યો હતો.

તેને રૂમ માં બધે આટા ફેરી કરી લીધા. ખરેખરે આ રૂમ ઉંજાં ની ખુબસુરતી જેટલો જ સુંદર લાગી રહ્યો હતો. તેમાં પણ બાલ્કની માંથી દેખાઈ આવતો સુંદર દરિયા નો નજારો. હવે તેને સમજાય રહ્યું હતું કે પૂરણ ભાઈ ઉંજાં માટે આજ હોટલ કેમ બુકિંગ કરી!ઉંજાં ને કુદરતી વાતાવરણ બોવ ગમે! તે જ્યાં પણ જાય ત્યાં પૂરણ ભાઈ તેના માટે એવી જ વ્યવસ્થા કરી આપતા જેવી ઉંજાં ને અનુકૂળ હોય.

અહીં એમ તો તેનું કલાસીસ ઘણું દૂર છે છતાં પણ આ જગ્યા ઉંજાં ને વધુ પસંદ આવે એટલે તેને દૂર હોવા છતાં અહીં જ રહેવાની વ્યવસ્થા કરી આપી. તે બહાને પરમ ને પણ આવી ખુબસુરત જગ્યાએ રહેવાનો મોકો મળ્યો. તેને બેડ પર સુતા પૂરણ ભાઈ ને અહીં પહોંચ્યા ના સમાચાર આપ્યા અને પછી પિયુષ ને વિડિયો કોલ કર્યો.

*******
પરમ ઉંજાં સાથે આવી તો પહોંચ્યો પણ શું તે બંને વચ્ચે પ્રેમ થશે કયારે ??શું ઉંજાં પરમ ને તેને લાઈક કયારે માની શકે??શું પરમ એમાં જ ખુશ રહેશે કે પછી ઉંજાં ની નજીક જવા માટે કોઈ પણ હદ પાર કરશે??શું થશે ઉંજાં અને પરમ ની આ લવસ્ટોરી નું તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “

રેટ કરો અને રિવ્યુ આપો

Chintal Patel

Chintal Patel 6 માસ પહેલા

name

name 6 માસ પહેલા