દોસ્તી કે દુનિયા..?? Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

દોસ્તી કે દુનિયા..??


ત્રણ-ચાર મકાનની એ નાનકડી શેરીમાં અંદર જતાં જમણી બાજુનું ત્રીજું મકાન એટલે મારા મામાનું ઘર.અને એના પછીનું એક મકાન અને એની બાજુમાં આ ગામની પાણીની ટાંકીઓ. જો પાણીની ટાંકીની બાજુએથી પ્રવેશ કરીએ તો આ ઘરનો મોટો દરવાજો અને પેલી બાજુએથી પ્રવેશ કરીએ એક નાનકડો દરવાજો એટલે કે મારા નાનાની દુકાન. આ મામાનું ઘર એટલે અહીં માત્ર નાના અને નાની રહે.જ્યારે આ જ દુકાનના નાનકડા દરવાજામાંથી પ્રવેશ કરીએ તો આ ઘરની ઓશરી અને એ મોટા દરવાજામાંથી પ્રવેશ કરીએ તો આ ઘરનું ફળિયું આવે આ ફળિયાની બાજુમાં ઓશરી અને ઓશરી પુરી થાય એટલે ફળિયાનાં વૃક્ષો એ આંબા ,જમરૂખડી, દાડમડી, લીંબુડી, લીમડો...જાણે મારી નાનકડી વાડી... અને આ ઘરનો નાનકડો દરવાજો કે નાના ની દુકાન એટલે અમારો સાંજના સમયે બેસવાનો અડ્ડો, કારણ કે અહીંયા બંને બાજુએ પવનની લહેરો આવતી હોય અને એય વાતો કરવાની અને બેસવાની મજા કંઈક અલગ જ હોય.. અહીંયા મોટા ભાગે વેકેશનમાં જ આવવાનું પણ આજે મારા ભણતરના લીધે દોઢેક વર્ષથી અહીંયા જ છું હવે જ્યારે આ ઓટલે બેસું છું ને ત્યારે બસ નાનપણમાં સરી જાવ છું

પણ જીવનમાં આ મામાના ઘરની બાળપણની યાદોમાં જ્યારે પણ ખોવાઈ જાવ છું ત્યારે એક ઘટનાક્રમથી ખબર નહિ આ બાળપણનો ખજાનો ક્યારેક ડરામણો લાગે છે.

મને હજુ યાદ છે, એ દિવસે ઉતરાયણ હતી.ત્યારે મારુ ભણતર ભાવનગરમાં હતું.પણ રજાના લીધે બસ અહીંયા મામાના ઘરે હતી.એ દિવસે દરેક પોતપોતાની અગાશી પર મારા સિવાય... કારણ કે અહીંયા અગાશી જ નથી આ પતરાંવાળું મકાન.અને આમ પણ મારા એકલા હોવાના લીધે ઉતરાયણ કેમ ઉજવવી...પહેલી વાર એવું બન્યું હતું કે મેં ઉત્તરાયણમાં પતંગને હાથ નહોતો લગાવ્યો. પણ છતાં હું ખુશ હતી.પણ એ સવારમાં આવેલો ફોન...

સવારમાં સાડા દસ વાગ્યાનો સમય હતો.મારા મોબાઇલ ફોનની રિંગ રણકી..મેં ફોન ઊંચક્યો...એના સ્ક્રીન પર નામ વાંચી મારા ચહેરા પર બહુ જ સરસ એવું હાસ્ય આવી ગયું..."હેલ્લો... હીમા...બોલ ,બોલ.." મારો આ અવાજ પણ એ જ ખુશીમાં નીકળી ગયો...

એ હીમા, હમેશાં મને બેન કહીને બોલાવતી અને હું એને દેવી, દિદલી, બેન, ઢીંગલી, ડોશી...કેટલાય નવીન નામોથી બોલાવતી...

સામે છેડેથી અવાજ આવ્યો.."બેન ,મારે તને એક વાત કહેવી છે."
"બોલ ને હિમા."
"બેન, તને ખબર છે પેલો ત્યાં આપણી સામે રહે છે."
"કોણ? ક્યાં? દિદલી...કોણ ?"
"અરે પેલો નનકો...એની સાથે હું વાત કરું છું as a friend..."
"ઓહ ...એમાં શું થઈ ગયું દરેકને friend હોય એ સારો પણ છે..હિમા એમાં કહેવાની શું જરૂર."
"ના , બેન આ તો તને કહી દઉં."
"ઓકે, સારું ચાલ..."ત્યાં ફોન કપાઈ ગયો.પણ હિમાના અવાજમાં કઈક અલગ જ મુંઝવણ હતી

*

આ નનકો એટલે એ મામાના ઘરે સામેના ઘરે રહેતો છોકરો.અમારી એ દુકાન સામે પણ એક મકાનનો દરવાજો અને મોટા દરવાજા સામે પણ એક મકાન...અને મોટા દરવાજા સામેનું મકાન એટલે આ નનકાનું... એમના ઘરનો દરવાજો બીજી શેરીમાં પડે..પણ એમના ઘરની દીવાલ અમારા ઘર સામે અને એક પાળી પણ...અત્યારે તો એ પાળી બંધ છે.પણ નાના હતા ત્યારે અમે સૌ ત્યાં એ પાળી ઓળગીને જ એના ઘરે જતાં... એ ત્રણ ભાઈઓ સૌથી મોટો ભદ્રેશ એને સૌ ગોપો, ગોપાલ કે ગોપલો કહીને બોલાવતા, એનાથી નાનો અજય એને સૌ નનકો કહીને બોલાવતા અને સૌથી નાનો બાલો.. એનું સાચું નામ તો મને પણ આજ સુધી ખબર નહિ પડ્યું.અને ત્રણેયની મોટી બહેન એટલે રુચિતાબેન...હું ,હિમા,અને આ ચારેય નાના હતા ત્યારે દર વેકેશનમાં સાથે રમતા...પણ જેમ વર્ષો વધતા ગયા તેમ અંતર પણ અને વિચારધારા પણ વધતી રહી.આજે અમે એકબીજાને સામે પણ નહીં જોતા...એ દોસ્ત અને એ સુદદડીની રમતો અને એ મિત્રતા નાનપણમાં જ છૂટી ગઈ...આજે એ નાનપણના મિત્રો સાથે વાત કરવા વડીલોને પૂછવું પડે છે..આજે નાનપણના એ મિત્રો સાથે જ્યારે ફરીથી સુદદડી રમવાની ઇરછા જાગે ત્યારે દુનિયા સામે અમારું સ્ત્રીત્વ નડી જાય છે.પણ શું મિત્ર માટે મિત્ર સ્ત્રી પુરુષ ના પારખાં થવા જરૂરી છે ?

*

એ ઉત્તરાયણના દિવસે એ ફોન બાદ હું મારા નાની સાથે ફળિયામાં બેઠી હતી..પણ ઉત્તરાયણ હતી..આથી સામેના મકાનમાં અગાશી પર નનકો , ગોપો, બાલો, એના કાકાનાં છોકરાં હાર્દિક, અંકિતા, સુમિતા બધા ભેગા થયા હતા...ત્યારે પહેલી વાર એ નનકાએ , એ મિત્ર એ પૂછ્યું હતું કે "શું થયું ?"એ પણ એ મોબાઈલ ફોનના ઇન્સ્ટાગ્રામમાં ...કારણ કે ઘરે ના પાડવાથી હિમાને છુપાઈને વાત કરવું જોખમી લાગતું હતું...આથી હિમા એ નનકાને ના પાડી દીધેલી..પણ નનકાનું એક જ રટણ શરૂ હતું.. ગોપાલના લગ્ન સુધી વાત કર.એનું કારણ પૂછવા છતાં પણ ન મળ્યું કારણ કે એ માણસને મારા પર ખૂબ જ ગુસ્સો આવે છે જો કે એનું પણ કારણ છે...

જ્યારે સૌ પ્રથમ પહેલી વાર નનક એ મારી હિમાના મોબાઈલ ફોનમાં મેસેજ કર્યો હતો ત્યારે હિમા એમના જવાબ ના આપતી...મને ખબર હતી કે હિમાના ફોનમાં મેસેજ આવે છે પણ હું ચૂપ હતી...પણ એનાં મમ્મીને ખબર પડી ગઈ હતી..એટલે એમના કહેવાથી નાછૂટકે મારે નનકાને ફોન કરીને મમ્મી ની સામે ખીજાવું પડ્યું...કારણ કે આજે મોટા ભાગનાં લોકો એવું વિચારે છે કે એક છોકરી અને એક છોકરા વચ્ચેનો સંબંધ એટલે માત્ર પ્રેમ સંબંધ... પણ શું એ જ હોઈ એ જરૂરી છે...પણ આજે આ દુનિયા ઘોડા પર બેસાડે પણ છે અને ઉતારી પણ દે છે...

એક બાજુ હિમાના મારા પર ફોન પર ફોન આવે કે હું શું કરું...હું મમ્મી ને કહી દઉં...પણ મને ખબર હતી કે જો એ આન્ટીને કહેશે તો આભ તૂટી પડશે. કારણ કે આન્ટી તો ખૂબ સારા હતા.એમનો પ્રેમાળ સ્વભાવ પણ મનમોહક હતો.પણ એ હમેશાં એક જ રટણ રટે કે સમાજ શુ કહે...એમના આ વાક્યનો ડર મને એ સમયે લાગતો હતો કે જો હિમાના મમ્મી ને ખબર પડે તો એ હિમાને ગમે તે કહી દેશે..એના પર ખોટા આરોપ મૂકશે...

પણ આખરે જે વાતનો ડર હતો એ જ થયું...મેં હિમા અને નનકાને બંને ને સમજાવવાની કોશિશ કરી હતી...પણ એ પણ નિષ્ફળ ગઈ..યાદ છે મને એ confrence call ......નનકાનો મારા પ્રત્યેનો ગૂસ્સો નડી ગયો...એણે ગુસ્સાના લીધે મારો conference call ત્રણ વાર કાપી નાખ્યો...પછી આખરે કંટાળીને હિમાએ કહી દીધુ એના મમ્મીને... અને થઈ મોટી બબાલ.....

એ દિવસે હું હિમાને તો સમજાવી શકી હતી પણ એ ના સમજ્યો કે જો બંનેએ સમજણથી વચ્ચેનો રસ્તો કાઢ્યો હોત તો આજે બંનેને એના સંબધોનું નુકસાન ન મળ્યું હોત..

હિમા અને નનકા વચ્ચેની વાતચીતો તો હું સારી રીતે નહિ જાણતી....પણ એ બંનેની મિત્રતાને શું સાબિત કરવી જરૂરી છે?

હા, આજે આ દુનિયા દરેક સંબંધની સાબિતી અને પુરાવા શોધે છે.

મને યાદ છે જ્યારે જ્યારે પણ નાના-નાની ને જરૂર પડી છે.ત્યારે ત્યારે નનકા એ સૌથી વધુ મદદ કરી છે...એ વ્યક્તિ નો આભાર માનવાને બદલે આજે સૌને એની ભૂલો દેખાય છે..હા,થાય દરેક માણસ નાની મોટી ભૂલો કરે છે.પણ આજે આ દુનિયા

નાના-નાની વૃદ્ધ હતા...જ્યારે પણ તેમને કંઈ પણ જરૂર પડતી ત્યારે વેકેશન સિવાયના દિવસોમાં એ મદદ કરતો અને આજે હું જે જગ્યાએ બેઠી છું...એક સમય એવો પણ હતો કે ત્યાં એ બેસતો હતો.જો કે નુકસાન તો અમને જ થયું એણે તો માત્ર સંબંધ ખોયો પણ અમે એ બે એકલા અટૂલા વૃદ્ધનો સહારો ખોયો...
જો કે આમાં વાંક કોઈનો નથી , વાંક તો છે આપણી વિચારધારાનો..આપણી હકારાત્મકતા અને નકારાત્મકતાનો.....
આજે હિમા પણ દરેકના મહેણાંઓ સાંભળીને કંટાળીને જીવે છે .. પણ આ સમાજને એક મારો એક પ્રશ્ન છે શું આ લાખો કરોડો જીવોમાંથી એક સારો મિત્ર શોધવો કોઈ ગુનો છે ? શું એક સ્ત્રી પુરુષ વચ્ચે માત્ર એ જ પ્રેમ સંબંધ હોય શકે ? કોઈ મિત્ર , સખી, ભાઈ-બહેનનો સંબંધ ના હોઈ શકે ?

હિમા અને નનકા વચ્ચેની વાતચીતો તો હું સારી રીતે નહિ જાણતી...પણ એ બંને ની મિત્રતાને શું સાબિત કરવી જરૂરી છે ?

હા, આજે આ દુનિયા દરેક સંબંધની સાબિતી અને પુરાવા શોધે છે.

મને યાદ છે જ્યારે જ્યારે પણ નાના-નાની ને જરૂર પડી છે ત્યારે ત્યારે નનકાએ સૌથી વધુ મદદ કરી છે.એ વ્યક્તિનો આભાર માનવાને બદલે આજે સૌને એની ભૂલો દેખાય છે હા, થાય દરેક માણસ નાની-મોટી ભૂલો કરે છે.પણ આજે આ દુનિયા ભૂલને પહેલાં જોવે છે અને પછી સંસ્કારો અને માણસાઈ પર એ ભૂલના ફૂલ ચડાવીને એની દફનવિધિ કરી દે છે.

હિમા પણ આજે પોતાના પર તો ક્યારેક નનકા પર દોષના ટોપલાં ઢોળે છે...ક્યારેક દુનિયા છોડી જવાની વાતો તો ક્યારેક નનકા પ્રત્યે ગુસ્સાની વાતો...પણ શું કોઈ પણ સ્ત્રીને એ વાતોનાં મહેણાં ટોણા મારવાને બદલે એની હકારાત્મકતા લાવી ના શકાય?

ક્યારેક આ મનમાં એવી ભાવના ખીલી ઉઠે છે કે કાશ ! એ બાળપણમાં જ હોત જયાં કોઈ ભેદભાવ તો ન જોવા મળતો... અને એ સુદદડીનો દડો મારવા એ આતુરતા અને એકબીજાના પ્રોત્સાહન અને એમની વચ્ચે એ સાત પથ્થરો ગોઠવવાની મજા....અહીં, કોઈ કવિની પંક્તિ મને યાદ આવે છે..

"એ બાળપણનો જમાનો હતો,
જેમાં ખુશીઓનો ખજાનો હતો,
ચાહત ચાંદ ને પામવાની હતી,
પણ , દિલ પતંગિયાંનું દિવાનું હતું.. "

મેં વચ્ચે એક વાર નનકાને સમજાવવાનું પણ વિચાર્યું હતું..પણ ખબર નહિ જ્યારે પણ અમે મેસેજમાં વાત કરી ત્યારે ત્યારે આગના તણખલા જ ઉડે એટલે એ પણ છોડી દીધું.
હા, હું એ પણ સ્વીકારું છું કે દરેકને દુનિયા નથી નડતી કે દરેકને સમાજ નથી નડતો...પણ ક્યારેક આ અમુક સમાજની વિચારધારાઓ કોઈક વ્યક્તિની જિંદગીના પાસાઓ ઉલટ સુલટ થઈ જાય છે..
આ ઘટનાક્રમ ખૂબ જ નાનો અને સામાન્ય છે..પણ આજે બે વૃદ્ધની સહાયરૂપ લાકડી તૂટી ગઈ અને કુટુંબમાં વખણાતી કોઈ સ્ત્રી આજે મહેણાં ટોણા ને લીધે લઘુતાગ્રંથિ નો શિકાર બની ગઈ અને એની સમકક્ષ સ્ત્રીઓ પર ઘણા પ્રતિબંધ લાગી ગયા..

અહીં કાજલ ઓઝા વૈદ્ય ના એ હકારાત્મક શબ્દો ચોક્કસ યાદ આવે કે "હું સ્ત્રી છું , સ્ત્રી હોવાનું ગૌરવ છે, પરંતુ મારા અનેક પુરુષ મિત્રો છે અમે ગાળો બોલીએ છીએ, ધબ્બા મારીએ છીએ, ઝઘડીએ છીએ, એકબીજાની સાથે સાવ અંગત વાતો શેર કરી શકીએ છીએ..એનું કારણ કદાચ એ છે કે એમણે મને એમનામાંની એક તરીકે સ્વીકારી લીધી છે હું હવે એમના માટે 'સ્ત્રી' નથી, દોસ્ત છું "

જ્યારે જ્યારે પણ મારા જીવનમાં પુરુષ મિત્રો આવ્યા છે મને એક પ્રશ્ન ચોક્કસ સંભળાયો છે કે આ સમાજ શું કહેશે , આ દુનિયા શું કહેશે... યાર ...દોસ્તી કે દુનિયા ?



#hemali gohil

@ruh

@rashu