"પિનલ, પિનલ, એક વાર તો પ્રયત્ન કરી જો..."
"જાનવી, મેં ઘણાં પ્રયત્નો કર્યા છે દરેક વખતે માત્ર મને સંબંધોની નિષ્ફળતા જ મળી છે"
"પણ પિનલ તને શું વાંધો છે , ધવલ જોડે friendship કરવામાં?"
"મારે કશું નથી સાંભળવું...જાનવી, તું દરેક વખતે કોઈને કોઈ તારા મિત્રો સાથે વાતો કરવા કહે છે. મને અનુકૂળ નથી , જાનવી, bye હું જાઉં છું.'
"પિનલ, પિનલ ઉભી રહે તને હું કઉ એ તો સાંભળ... ધવલ આ બધા કરતાં અલગ છે....તને એની સાથે કોઈ problem નહીં આવે.'
"listen ...જાનવી...આ last year છે...મને શાંતિથી પૂરું કરી લેવા દે...તારી આ friendship ના ચક્કરમાં હજી હું મિતરાજ નો પીછો નથી છોડાવી શકી...તને કેટલાય દિવસથી કહું છું તું તારા એ મિત્ર ને સમજાવી દે ...પણ નહીં તારા એ મિત્રને મારી પાછળ ફર્યા સિવાય કશું આવડતું જ નથી..અને i think આ ધવલ પણ એની સાથે જ હોય છે, તારા મિત્ર ને તું સંભાળ, ok."
"ok , ok, પિનલ દેવી શાંત થઈ જાવ , શ્વાસ ચડી ગયો તમને, દેવી માફ કરો."
ને બંને એકબીજાની સામે જોઈ ખડખડાટ હસી પડી...
"ok, દેવી તમને જેમ ગમે તેમ કરો . પણ પ્રયત્ન જરૂર કરજો"
" જાનવી , તું પાછી ફરીથી ત્યાં જ આવી ગઈ."
"ok , sorry, બસ ,દેવી"
"સારું ચાલ હું lecture માં જાઉં છું."
"હા તું lecture જ ભર ને હું બન્ક મારુ મારા મિત્રો સાથે."
"સારું ચાલ . bye , take care."
"હા, same to you."
*
" hii , જાનવી."
"hii, ધવલ, મિતરાજ અને દર્શન... પિનલ ની ભાષામાં મારા મિત્રો.."
(ચારેય ખડખડાટ હસી પડ્યા..)
"બસ, બસ...મિતરાજ તારા લીધે જ પિનલ નથી અહીંયા."
"કેમ મેં હવે શું કર્યું?"
" એનો પીછો કરવાનું મૂકી દે હવે , મિતલા."
" યાર, જાનવી એને કે ને તું કે friendship કરવામાં શું વાંધો છે? એ કેટલી સુંદર છે...એ એક પણ boys જોડે બોલતી જ નથી."
"એ એનો problem છે , મિતરાજ, તમે બધાં શું કામ પડો છો એમાં? અને ઈચ્છા થશે ત્યારે બોલશે."
"ઓહોહો.. ધવલ, તું પિનલની બાજુએ જ છો, એ મારી friend છે, પણ તું બહુ care કરે છે, નહીં ?"
"બસ, જાનવી હું care નહીં કરતો, હું વાત કરું છું."
"મિતુ ને જાનવી, ચૂપ એ ખાલી વાત જ કરે, બાકી છોકરીની જેમ મૂંગો બેસી રહે...એને રહેવા દો. ચાલો બીજી વાત કરો."
"હા , દર્શન , right, ચાલો કેન્ટીનમાં જવું છે?"
"હા , જાનવી ચાલો."
"મારે નહિ આવવું, હું lecture માં જાવ છું."
"ok, mr. ધવલ ."
"bye, bye"
(છેલ્લા એ જાનવીના શબ્દો બાદ ત્રણેય કેન્ટીન તરફ વળ્યા અને ધવલ એ કલાસરૂમ તરફ.)
*
દિવસો ઉપર દિવસો જતા રહ્યા...રોજે બસ પિનલને જાનવીનો આગ્રહ અને ધવલ સાથે થતી અપમાનજનક વાતોનો ઘટનાક્રમ ચાલતો રહ્યો...બસ ધવલ ચુપચાપ સહન કર્યા કરે...ક્યારેક અંદર રહેલો મર્દ જાગી જાય પણ એ ને એ શાંત પાડ્યા કરે....
છેલ્લા આ કોલેજના ત્રણ વર્ષમાં ભાતભાતના
આગ્રહ બાદ પણ પિનલના ક્યારેક કડવા તો ક્યારેક સારા અનુભવો એને પુરુષ મિત્ર બનાવવાની ના જ પાડતા...પણ એના જીવનનો એ કોલેજના farewell function ની રાતનો એ કિસ્સો અને એક શીખ જરૂર આપી જાય...
*
આમ ને આમ કૉલેજના ત્રણ વરસ વીતી ચુક્યા હતા... આજે કૉલેજનો farewell function
છે,તેથી આજે સાંજના છ વાગ્યે પણ કોલેજમાં વિદ્યાર્થીનો મેળો ભરાયો હતો..થોડી જ વારમાં એ function શરૂ થઈ ગયો...અને એ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો, પ્રતિભાવો પણ
રજૂ કર્યા...
કોલેજના પ્રોફેસરે પણ બધાને શુભ આશિષ આપ્યા હતા...પણ આ પ્રોગ્રામ નું હેન્ડલિંગ કરનાર એટલે પિનલ મહેતા...અને જાનવી તો એના મિત્રો સાથે જ મશગુલ હતી...જાનવી અને પિનલે આજે સાથે ઘરે જવાનું નક્કી કર્યું હતું .. પણ આ પિનલની આ function ના કામકાજમાં એને ઘણું મોડું થયું હતું...જાનવીના એ ત્રણેય મિત્રો તો ઘરે જવા નીકળી ગયા હતા...
એ કૉલેજની ઘડિયાળમાં સાંજના નવ વાગ્યાનો ટંકોરો સંભળાયો ...
"પિનલ , હવે હું કંટાળી ગઈ તારી રાહ જોઇને..."
"હા , જાનવી બસ આવતી'તી ત્યાં તું સામી મળી ગઈ...હશે, ચાલ, હવે આપણે જઈએ."
"જો પિનલ કેટલું અંધારું થઈ ગયું, હવે કોઈ વાહન પણ નહીં મળે."
"મળી જશે, જાનવી તું ચિંતા ન કર."
(થોડા સમય પછી)
"પિનલ, સાડા નવ થઈ ગયા .હજી પણ આપણને કોઈ વાહન ન મળ્યું..હવે શું થશે..?કંઈ રીતે જશું?"
"જાનવી એક કામ કરીએ...આપણે ચાલતા થઈએ.. રસ્તામાં વાહન મળશે તો બેસી જઈશું....નહિ ,તો છેલ્લા દિવસની મજા માણતા અને વાતો કરતા પહોંચી જઈશું.."
"હા.. પિનલ...પણ ખબર નહિ.., આજે મને થોડો ડર લાગે છે."
"એમાં શું ડરવાનું, જાનવી, આપણે બે સાથે જ છીએ ને."
"ok, સારું ચાલ."
(બંને સાથે ચાલતા ચાલતા ગપ્પાં મારતાં મારતાં બસ એ કૉલેજનો મેઈન હાઈ વે કેમ જતો રહ્યો તેમ ખબર જ ન પડી.. જો કે જાનવી અને પિનલ બંને એક જ ઍરિયા માં જ રહે પણ બસ બે ગલીનું અંતર..કોલેજનો એ હાઇવે અને પછી એક ઝૂંપરપટ્ટી વાળો રોડ અને પછી એમનો એ એરિયો..એ ચાલતાં ચાલતાં બસ એ ઝૂંપરપટ્ટી વાળા રસ્તા પર આવી પહોંચ્યા હતા...આ રસ્તો એકદમ શાંત રસ્તો , સુનસાન રસ્તો..જ્યાં રાતનો સમય એટલે જોખમી ...
પણ રસ્તો ટૂંકો એટલે મોટા ભાગે કંઇ સમસ્યા ન આવે..પણ ક્યારેક આ જગ્યા ભયાનક પણ બની જતી.)
"પિનલ, આ બધી વાતો અને યાદો ઠીક ..પણ ખરેખર હવે મને ડર લાગે છે .આ રસ્તા પર.."
" જાનવી, આમ જ આપણી વાતો શરૂ રાખ..જેમ એ હાઈ વે કપાઈ ગયી તેમ આ રસ્તો પણ જતો રહેશે."
"હા પણ પિનલ, થોડુંક.."
"જાનવી, હા, થોડુંક અજુગતું તો મને પણ લાગે છે."
"કંઈ નહીં, ચાલને હમણાં રસ્તો કપાઈ જશે...આપણે શું વાત કરતા હતા..પિનલ."
(બસ આમને આમ એ સુનસાન રસ્તા પર ચાલતા ચાલતા એ બંનેનો અવાજ ગુંજતો હતો..ક્યારેક ડરતાં તો ક્યારેક વાતોમાં મશગુલ બસ રસ્તામાં વચ્ચોવચ્ચ પહોંચવાની જ તૈયારીમાં હતા...આજે ખબર નહિ આ રસ્તો રોજ કરતાં વધારે શાંત લાગતો હતો..પણ આજુ-બાજુ ઝૂંપડામાંથી વિચિત્ર ઝીણા ઝીણા અવાજો આવતા હતા..પણ પવનના સુસવાટા આ અવાજો ધીમાં પાડી દેતો.)
(એવામાં પિનલ-જાનવી રસ્તાની વચ્ચે પહોંચવાની તૈયારીમાં હતા.પરંતુ અચાનક એક ચીસ સંભળાય છે અને બંને ડરી ગયા.)
*
"પિનલ,આ અવાજ ...અવાજ શેનો હશે.."
"હા , જાનવી ..બહુ વિચિત્ર અવાજ હતો...પણ આપણે શાંતિથી ચુપચાપ જલ્દી અહિંથી જતું રહેવું જોઈએ."
"હા, પણ આ અવાજ મેં સાંભળેલો હોઈ એવું લાગે છે..કોઈ એવા છોકરાનો આ અવાજ છે. જેને હું ઓળખું છું."
"હા , ભલે , જાનવી , તું છોકરાઓની બાબતમાં બહુ interest લે માં, તું ચાલ અહીંથી."
"તું મારો હાથ છોડ પિનલ... અને એક મિનિટ તું આટલી બધી ધ્રૂજે છે કેમ.."
"ડર લાગે છે આ અંધારાનો મને ...તું ચાલ."
"hiii ,girls...કે..કે..મ..છો...?..આ..ટ..લુ..બધું ..મો...ડુ..ક્યાં... જા... વુ..છે.."
"તું..તું..મિતરાજ..તું..આવી પીધેલી હાલતમાં શું કરે છે અહીંયા...ચાલ નીકળ... જવા દે..અમને..."
"ઓહ જાનવી...shut up... હું તારી સાથે વાત નથી કરતો....કે..મ...પી..ન..લ...બે..બી.."
"મિતરાજ...દૂર..રહે...મારાથી.."
"પિનલ...આજે તો કોઈ નથી..આજે તો નહીં જવા દઉં..."
"મારો હાથ છોડ , મિતરાજ."
"હા, મિતરાજ પિનલ નો હાથ છોડ..'(,જાનવી એ મિતરાજ ને સહેજ ધક્કો માર્યો.)
"મને ધક્કો મારે છે તું , ચાલ નીકળ."(મિતરાજે જાનવીનો એટલી ક્રૂરતાથી ધક્કો માર્યો કે જાનવી દૂર ફેંકાઈ ગઈ...જાનવી જ્યાં ફગોવાઈ ત્યાં એને કોઈના પગ દેખાયા..)
"દર્શન, દર્શન... મિતરાજ ને સમજાવ ને ..જવા દે અમને.."
"તું જા અહીંથી..જાનવી.."
"તું..પણ ..તું પણ પીધેલી હાલતમાં..'
" અરે..જાનવી.. તું જા..આમ..જો..તારા હાથમાંથી લોહી નીકળે છે તું ઘરે જા પાટો બાંધજે ..હો.."
"બચાવ... કોઈ છે ..બચાવ."
"ચૂપ..પિનલ...આમ ચીસો પાડીશ ને તો પણ આજે કોઈ નહિ..આવે."(ને મિતરાજે એના હાથથી મોં બંધ કરી દીધું)
" પિનલ ને છોડ હરામી.."
"જાનવી, હવે તું તારી પણ ખાલી જગ્યા ખોઈ બેસીશ... તું જા અહીંયાંથી"
(જાનવી એના એ આંસુ રોકી ના શકી)
"દર્શન ...મિતરાજ... મને પણ શરમ આવે છે..કે મારા આવા મિત્રો છે...કાશ મેં પિનલ ની વાત માની લીધી હોત.."
"બસ હવે બહુ થયું, જાનવી.."
"દર્શન....છોડ...છોડ.. મને...હહહ...મારા વાળ છોડ...દર્શન.."
(દર્શને જનવીના વાળ પકડી જોરથી ધક્કો માર્યો કે જાનવી નીચે પટકાઈ અને બેભાન થઇ ગઇ.. અને બસ એ દબાયેલો પિનલના મોં માંથી માત્ર ઉહકારા જ સંભળાતા હતા...અને સાથે એ બે રાક્ષસોના હસવાનો અવાજ.)
***
"જાનવી, જાનવી...(એ પાણીનાં છાંટકાવથી જાનવી સફાળી બેઠી થઈ ગઈ)
"પિનલ...પિનલ...તું ઠીક છે...ને ..કંઈ થયું નથી ને..." ને જાનવી જોરથી રડી પડી..
" ના ..જાનવી...બસ ભગવાનની દયા..કે સમયસર ધવલ પહોંચી ગયો..જો એ ન આવ્યો હોત તો.."
"thank you , ધવલ.."
" બસ , જાનવી , ચાલ ...તમને ઘરે મૂકી જાઉં...ઉભી થા.."
"ધવલ..તું આ બાજુ કંઈ રીતે.?"
"મને દર્શને ફોન કર્યો'તો કે તું જતો રહેજે અમે લોકો આજે મોજ કરવાના છીએ..તું ઢીલો છે..એટલે નહિ ચાલે.. મેં અને પૂછ્યું હતું કે ક્યાં?" એણે આ રસ્તો કહ્યો હતો..હું પણ ત્યારે કોલેજમાં જ હતો..હું આજે જાણતો હતો કે તમે સાથે અને એકલા જવાનાં છો એટલે મને આ બંને પર શંકા હતી."
"તો એ બંને ક્યાં ગયા"
"મેં પોલીસને inform કરી દીધું હતું.."
"બસ , જાનવી હવે બહુ પશ્ન કર્યા.. હવે થોડું ઝડપથી ચાલ....ઘરે રાહ જોતા હશે."
(થોડા સમય પછી)
"સારું, ચલો તમારું ઘર અહીંથી નજીક છે..હવે અહીંયા સુનસાન પણ નથી.."
"હા,ધવલ."જાનવી ના આ શબ્દો આભાર વ્યક્ત કરતાં હતાં.
"ધવલ , એક મિનિટ.."
"હા, પિનલ..બોલ.."
"ધવલ, મારા જનવીને સમજાવા છતાં એ માનતી નહોતી..એ બંનેને છોડવા માટે..પણ ખરેખર આજે તું મિત્રની જેમ ભલે તું મારી સાથે રહ્યો નથી.. કે બોલ્યો નથી..કે પછી કંઈ પણ રીતે વ્યવસ્થિત મળ્યા નથી..છતાં તું આજે ખરી મિત્રતા નિભાવી ગયો.."
"એક suggestion આપું તમને બંનેને... જાનવી.. તું ભલે મિત્રો બનાવવામાં માનતી હોય પણ સાચા અને સારા મિત્રોની ઓળખ કરવી પણ જરૂરી છે..અને હા પિનલ, દરેક છોકરો ખરાબ નથી હોતો.. ક્યારેક છોકરાઓ છોકરીઓ કરતાં પણ વફાદારી પૂર્વક મિત્રતા નિભાવે છે...બસ એનો આધાર તો આપણી ઓળખક્ષમતા પર છે....અને હા જાનવી..હું માનું છું છોકરો છું છતાં શાંત અને શરમાળ છું એવા તારા શબ્દો હતાં ને.. પણ એ પણ સાચું છે કે શાંત પાણી હમેશાં ઊંડા હોય."
સારું ચાલો આવજો..god bless you and best of luck for future.."
બસ એના એ શબ્દો આજે પણ પિનલ અને જાનવીના કાનમાં અથડાયા કરે છે...
-Gohil hemali @Ruh @rashu