" શું વાત છે ...ગોપલા ...આપ અચાનક કેમ સુધરી ગયા....હમણાં થી કોઈ ગાળો પણ નહિ બોલતા...કોઈ ને ધમકી પણ નહીં આપતા...કઇ થઈ ગયું કે શું...?"
"ના ના જય કઈ નહીં થયું ...just એમ જ"
આ ગોપલો એટલે ગોપાલ અને એનો નાનો ભાઈ એટલે જય...આજે જય ને નવાઈ લાગતી હતી કે જે માણસ ને એના પરિવાર ની ચિંતા નહોતી એ કાલે job પર જવાનો છે.. જે માણસ મનફાવે તેમ ગાળો બોલે એ બધું અચાનક જ બંધ થઈ ગયું...જે માણસે એની પત્ની ને છોડી દીધી અને ગામમાં ભટકવાનું શરૂ કર્યું હતું એ પણ બંધ થઈ ગયું...એ ના આવા વિચિત્ર વર્તન ના લીધે ગામમાં કોઈ એમને respect ના આપતું ...અને એનું જાણીતું નામ 'ગોપલો'
"કઈ નહીં ગોપાલ જે થયું એ સારું જ છે ને"
" હા પણ મારા માટે નહીં..જય.."
"જવા દે તું તારી job પર તો જા...તારા પર જીવે છે આ લોકો.."
"હા ...પણ આજ સુધી.."
"હા.."
"એક વાત કઉ ગોપાલ..."
"હા ,બોલ ને..."
"ગોપાલ ...કઈ તો થયું છે પણ તું છુપાવે છે...નહીં આટલા સમય પછી તું આ આપણી સ્પેશિયલ જગ્યા ..એટલે કે ઘર ની સામે ની પાણીની ટાંકી પાસે ના બેસે...બોલ ને શુ થયું.."
ઘરે થી દેખાતું આ દ્રશ્ય જોઈ ને ઘરના સભ્યો ને પણ આનંદ થયો કે સતત લડતા બંને ભાઈ આજે સાથે છે
હા આ સભ્યો એટલે ગોપાલ થી મોટી બહેન અને જય થી નાનો ભાઈ અને એમના મમ્મી -પપ્પા.....
"હા ...જય છે કારણ ...એ મને છોડીને જાય છે..અને હું કશું કરી શકું એમ નથી..."
"કોણ ? કોણ જાય છે..."
"એ જે આપણા ઘર ની પાછળ ના ઘરે રહે છે... અનન્યા.."
"હા પણ એ તો વેકેશન માટે આવી હતી એટલે જતી જ રે ને.."
"હા પણ એણે મારી જિંદગી સુધારી તો નાખી પણ એના વિહીન ની જિંદગી હું કેમ વિતાવીશ...?"
"ગોપાલ...એવું તો શું જાદુ કર્યું એને કે ભેંશ આગળ ભાગવત સફળ થઈ ગઈ.."
"જય , તને મજાક સુજે છે.."
"અરેરે.. sorry ગોપલા તું રડીશ નહીં....શુ થયું કહીશ મને..."
"હું જ્યારે વેકેશન ના શરૂઆતમાં જ ગાળો બોલીને આપણા ઘર ની બહાર નીકળીને ભટકતો હતો ત્યારે મેં એને પહેલી વાર જોઈ હતી...ઘણા વર્ષો પછી એને જોઈ હતી...નાના હતા ત્યારે બાળપણમાં બસ એક વાર સાથે સુદદડી રમ્યા હતા...એ પછી અનુ ને જોઈ જ નહોતી...પણ એ દિવસે એને જોઇ ત્યારે બસ એને જોયા જ કરું...એની સાથે વાતો કરું એવું થતું હતું...એ એ દિવસે એના ઘરની બહાર એ એના ભીનાં વાળ ને રમાડતી હતી...એની બાલિશ રમતોમાં મારી લાગણી બંધાઈ ગઈ હતી...પણ એ મને જોઈને તરત જ અંદર જતી રહી..બસ પછી એ દિવસથી હું એને શોધ્યા જ કરું અને એ સામે મળે તો જોયા જ કરતો એને....
થોડા દિવસો પછી અચાનક જ એણે મને પૂછી નાખ્યું કે "કઈ પ્રોબ્લેમ છે મારાથી ? " એનું બિંદાસપણુ જોઈને હું ચોકી જ ગયો...એને આટલા બધા ની સામે જ મારી સામે આવીને પૂછી નાખ્યું...even એમના નાના અને નાની પણ હતા
હું કઈ બોલી જ ના શક્યો..એણે ફરીથી પૂછ્યું એ પણ english માં ..જો કે શહેરી કહેવાય ને પણ હું પણ આખરે ગ્રેજ્યુએટ ને
"any problems with me?"
"no..i talk with you sometimes "
" ok 4 pm એ નદી કિનારે.."
એ દિવસે મને પણ નવાઈ લાગતી હતી કે એણે હા પાડી પણ એ આવશે કે નહીં એ વાત ની શંકા હતી કેમ કે એ પછી એ પાછી જતી હતી ત્યારે એમના નાની બોલ્યા હતા કે એવા છોકરાં ને ના બોલાવાય એ રખડુ છે...
પણ મારી શંકા ખોટી પડી...એ આવી હતી એ દિવસે ઍકજેટ 4 વાગ્યે...હું તો જો કે પહેલે થી જ ત્યાં આવી ગયો હતો....
"hii ,ગોપુ.."
"hii, અનન્યા.."
"it's ok તું મને અનુ કહી શકે છો...if you don't mind... આપણે ત્યાં પથ્થર પર બેસી શકીએ...મને પાણીમાં પગ પલાળવા ખૂબ ગમે soo..."
"હા , sure "
એને આ રીતે જોઈ ને મને નવાઈ લાગતી હતી..એ ખુલ્લી કિતાબ જેવી હતી...ખબર નહીં હું most of છોકરીઓ ને ખરાબ નજરથી જોતો..પણ એની વાતો મને ...એની બાલિશ લાગણીઓ એ નજર મારી ક્યાંય ખોઈ નાખી હતી...
"ગોપુ..મને સાચો જવાબ આપીશ તો હું કંઇક પૂછવા માંગુ છું.."
"હા ...અનુ..બોલ ને.."
" તારો past જાણી શકું હું...."
"ખબર જ છે તને તો કેમ પૂછે છે.."
"કેમ ..કે લોકો બંને બાજુ બોલે છે...તું કહે તો કદાચ તારું સાચું મળી જાય મને.."
"સાચું.."
"હા હું નથી માનતી કે તારો જ વાંક હોય..."
"હા એ મારા મામા ની દીકરી સાથે મારા marriage નક્કી કર્યા હતા...એનું નામ અનિશા હતું..."
"હા તો પછી તને એ કેમ ગમતી નથી...?મેં તો એવું પણ સાંભળ્યુ કે તારે ગર્લફ્રેન્ડ છે એટલે..."
"ના એ તો એ મને ગમતી નહોતી એટલે..."
"હા ,ગોપુ..તું મને કે તું એ વાત પહેલા પણ કહી શકતો હતો ને ..તો શાયદ આ તારા લગ્નનો ખર્ચો બચી જાત...plus એ છોકરી ની જિંદગી તો બંધાઈ ના જાત...."
"એ છે જ....."
"ગોપુ....ગાળ atleast મારી સામે તો ના બોલ...અને હા તું તારા marriage ના દિવસે જોરદાર નાચ્યો હતો હો બાકી..."
"હા ..એ થઈ ગયું હવે..."
"તારા રખડવાનું કાંઈ કારણ?"
"નહીં બોલતા કોઈ ઘરે એટલે..."
"કેમ..."
"તારે આવી બધી વાત કરવી હોય તો જા મારા ઘરે જા...કઉ છુ થઈ ગયું એ થઈ ગયું.."
" ok ok clam down... sorry બસ...હા તારે વાત કરવી હતી ને"
"કંઈ નહીં હવે mood નથી..."
"please કે' ને "
એની આનાકાની... એની વાતો બસ ..પહેલી વાર મારો ગુસ્સો તરત જ શાંત થઈ ગયો હતો...
"please.... please..."
"કઈ નહીં પહેલું એ કે પ્રોમિશ કર કે તું મને રોજ અહીં મળીશ..."
"પણ કેમ ?"
"કરે છો કે નહીં.."
"હા ok બસ જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી રોજ મળીશ ...ok.."
"thank you..."
"ok તો હું જાઉં હવે.. કાલે મળીયે...."
"અનુ...i love you..."
"ગોપુ ...આપણે કાલે મળીયે...? "
બસ એ ખિલખિલાટ હસતી હસતી જતી રહી....પણ મેં પહેલી વાર કોઈ ને thank you કીધું હતું...અને પહેલી વાર કોઈ ખરાબ ઈરાદા વગર નું i love you...
બસ પછી અમે એ જ રીતે અમે બીજા દિવસે પણ મળ્યા....
"hii , ગોપુ..."
"hii, અનુ....અનુ ..i love you..."
"અનુ ...હસે છો કેમ ....i love you.. અનુ.."
"ગોપુ...હું કઈ રીતે માનું... કે .તું મને પ્રેમ કરે છે.."
"અનુ ...તું કહે કરવા તૈયાર છું તારા માટે...આપ કહે તો આપકે લિયે ચાંદ તારે તોડ લાઉ મેં ...."
"બસ ...બસ...ગોપુ...તે એક પ્રોમિશ લીધું મારી પાસેથી...હું પણ લઇશ...બસ એ પુરું કર એટલે હું માની લઉં..."
"હા.. બોલ ને અનુ..હું પ્રોમિશ જરૂર પૂરું કરીશ..."
"હું અહીં 16 દિવસ છું...તો હું તને રોજ અહિયાં એક task આપીશ...એ તારે પૂરું કરવું પડશે અને નહીં કરે તો મને એ દિવસે મળીશ નહીં..."
"હા પણ કેવું task..."
"પહેલા પ્રોમિશ.. અને હા એ task બદલાશે નહીં અને કરવું પડશે..."
"ok ok.. પ્રોમિશ બસ..."
"પાક્કું હો ...પછી પૂરું ના કર્યું તો ખોઈ બેસીશ મને.."
"ના હું વિચારી પણ ના શકું..તને ખોવાનું...."
"ok... today's task...."
"આજથી જ...."
"આ તે પ્રેમ પણ આજથી જ કર્યો ને..."
"હા ...હા ..બોલ.."
"આજથી રોજ તું ઘરે જમીશ....ઘરે જઈ ને aunty ને કે જે જમવાનું બનાવે તારા માટે રોજ.."
"અરરે યાર... નહીં..."
"તો પ્રેમ cancle ને..."
"ના હવે... ok બસ...તૈયાર હૈ એ બંદા..."
"good.... ચાલો તો કાલે મળીયે....જો જે ખોટું ના બોલતો...તારા ઘર ની પાછળ જ રહું છું..."
એ દિવસે મમ્મી ને કહેતા જીભ નહોતી ચાલતી...પણ પછી મેં બહુ પ્રયત્નો પછી કહી જ દીધું...જો કે ઘરે કોઈ કઇ બોલ્યા નહીં ...પણ એમને અંદર ખુશી તો હતી કે મેં ઘરે જમવાનું શરૂ કરી દીધું...
હા એનું કારણ અનુ...અનુ જ્યારે પણ મળે એટલે એ એની બાલિશ પ્રવૃતિઓ થી બસ મારો ગરમ મિજાજ હળવો બનાવી જ દેતી...એ પછી એણે પ્રેમ ના નામે 16 ટાસ્ક આપ્યા.... હું પણ એના પ્રેમના ઝનૂન માં જ કરતો ગયો...તો ક્યારેક એ એની વાતો થી ...મારા ઠરી ગયેલા પ્રેમ માં એ ઝનૂન ભરી પણ દેતી...
એ પછી નું એનું બીજું task એટલે ગાળો બોલવાનું બંધ...મેં થોડી આનાકાની પણ કરી પણ એ પ્રેમ એટલું બોલે ત્યાં હું શાંત....એ પણ કરી નાખ્યું....આખરે એનો ચહેરો જોવો હતો મારે બીજે દિવસે...
ને ત્રીજું task ઘરે બધા ને sorry કહેવું....ચોથું ભટકવાનું પણ જોબ શોધવા માટે....પાંચમું છોકરીઓ ને છેડવાનું બંધ....અને પછીનું ટાસ્ક એટલે જોરદાર...એ દિવસ તો...
"hii ,ગોપુ...આજે તારું ટાસ્ક બહુ મસ્ત છે..."
"hii, અનુ..શું.."
"sorry , આપણે છેલ્લે જતી વખતે ટાસ્ક ની વાત કરીએ છીએ પણ...આજ નું ટાસ્ક તારે મારી સામે કરવું પડશે..."
"શું... છે ...આજે બકરા ને હલાલ કરવા માટે..."
"બસ ..ગોપુ ..મસ્તી નહિ... લાવ તારો ફોન આપ.."
"શુ વાત છે તારો નંબર આપે છો.."
"no ...સાંભળ....તું આજે કોઈ ને friend માટે request કરીશ ..."
" કોને ?"
"અનિશા ને.... તું આજે અનિશા ને ફોન કરીશ..અને એને ગાળો દેવાને બદલે એને સમજાવીશ...કે બીજા લગ્ન કરી લે અને જે કાંઈ થયું એ માટે sorry પણ કહીશ... "
"no ..no.. અનુ હવે આવું ન કરાવ મને.."
" પ્રેમ ..delete.... ચાંદ તારે ક્યાં તોડોગે રહેને દો.... byy આજે હું જાવ તો.."
"ના ,ના ok હું કરું છું call બસ.."
"good boy "
બસ એ દિવસે એણે હું જેને નફરત કરતો હતો એ અનિશા ને મારી friend બનાવી દીધી...બસ એના ટાસ્ક થોડા અઘરા હતા પણ મારા માટે આજે સાચા ઠર્યા....
પછી નું સાતમું ટાસ્ક જય જોડે લડવાનું બંધ ને એના પર હાથ પણ નહીં ઉપાડવાનો...આઠમું ટાસ્ક મમ્મી પપ્પા ને દીદી ને respect આપવાની...નવમું ટાસ્ક વાળ વ્યવસ્થિત ઓળવાના..દસમું ટાસ્ક કપડાં વ્યવસ્થિત પહેરવા ના.. અગિયારમું ટાસ્ક દાઢી ના વાળ બહુ વધારવા નહિ અને દર રવિવારે કાપી નાખવા..બારમું ટાસ્ક પગમાં સ્લીપર ની જગ્યાએ શૂઝ પહેરવાં...તેરમું ટાસ્ક ગાડી વ્યવસ્થિત અને ધીમે ચલાવવી...ચૌદમું ટાસ્ક ગામમાં બહુ વટ પાડવો નહિ...અને પંદરમું ટાસ્ક હંમેશા ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવું
આ બધાં ટાસ્ક તો એટલે પુરા થઈ જતા કેમ કે બીજા દિવસે હું એને જોવા , એને મળવા હું આતુર હતો...અને હા આટલા દિવસમાં જ્યારે હું એને રોજ પૂછતો કે તું મને શું માને છે ત્યારે એટલું જ કહેતી કે" નટખટ, નાજુક અને નમણા આ દિલ માં છુપાયેલો દોસ્ત."
બસ એના આવા શબ્દો જ મને એનાથી દુર થવા નથી દેતા..ટાસ્ક તો એક બહાનું એનું મને સુધારવાનું અને મારું એને મળવાનું....આજે 16 મો દિવસ છે એ આજે સાંજે નીકળી જશે એના શહેર માં જવા...આજે એ મને છેલ્લું ટાસ્ક આપશે.. પણ મને ડર છે કે કંઈક એનું એ ટાસ્ક એને છોડવાનું ના હોય...
એના બાલિશ સ્વભાવ ને કારણે મને એના આ ટાસ્ક એટલે કે સુધારવાનું મન થયું ...બાકી જો એણે મને તમારી જેમ કઠોર શબ્દોમાં કીધું હોત તો હું એને પણ ગાળો જ આપેત.... એનામાં મને એક બાળક ની નિર્દોષતા દેખાઈ...એક મિત્રનો પ્રેમ દેખાયો...અને એક સાથ આપવાનો સહકાર...એની બાલિશ લાગણીઓ માં હું પણ ક્યારે બદલાઈ ગયો એ ખબર જ ના પાડી...બસ આજે એના વગર એવું લાગે છે કે હું બદલાઈ ગયો....
"ગોપાલ, સાડા ત્રણ વાગી ગયા..આજે પણ વહેલો જઈ ને એની રાહ નહીં જુએ..."
"જય.."
"હા ...ગોપાલ...જા એને કહી દે તારા મનની વાતો....ને રોકી લે એને..."
"હા..જય..તું જા તું આજે late થઈ ગયો.."
"હા..ગોપુ..." ને જય અને ગોપાલનું પહેલું હાસ્ય એકબીજા સામેનું....
આજે પણ દરરોજ ની માફક ગોપાલ વહેલો જઇ ને બેસી ગયો...
"hii.. ગોપુ.."
"hii.. અનુ..."
"વાહ ...આજે ટાસ્ક અડધું જ પૂરું કર્યું એમને.."
"કેમ અડધું...?"
"પહેલા એ કે શું હતું કાલનું ટાસ્ક.."
"ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવું.."
"હા તો જનાબ બીજાની ખુશી દેખાઈ છે તો આપની ક્યાં ગઈ.."
"અનુ ...તું સાચે જ જતી રહીશ..?"
"ગોપુ....તું ના પાડીશ તો પણ જવું જ પડશે મારે..."
"કેમ..તે કહ્યું એ તો કર્યું મેં હવે તો તું માની લે કે i love you..."
"ગોપુ..answer me... મારી age કેટલી ?"
"20"
"અને તારી..?"
"22...પણ એને આની સાથે શું લેવાદેવા?"
"listen... ગોપુ..હજી તો તારે કાલે જોબ પર જવાનું છે..આ age છે હજી તારે ઘરે તારે કમાઈને બધાને ખુશ રાખવા...."
"stop... અનુ...હું એ બધાની નહિ તારી અને મારી વાત કરું છું...તું બીજા નું નહીં તારું અને મારું કર...તું શું માને છે મારા વિશે...?"
"પણ ,ગોપુ મારી વાત તો પુરી સાંભળ..."
"નહિ સાંભળવું મારે...તું હા કે ના માં જવાબ આપ.."
"પણ..ગોપુ.."
"ok.... તારે જવું જ છે ને જા હું જોઈ લઈશ મારે શું કરવું એ..."
"ગોપુ.."
ને અનન્યા ભેટીને રડી પડી ગોપાલ ને...આ એમનો પહેલો અને આટલો નજીકનો સ્પર્શ હતો...એ સ્પર્શ થતા જ ગોપાલ પણ ના રહી શક્યો એ પણ રડી પડ્યો...
"please ...અનુ મને છોડીને ના જા..."
અચાનક જ અનુ અને ગોપાલ છુટ્ટા પડ્યા અને અનુ એ ગોપાલ ના આંસુ લૂછીને એના ગાલ પર હાથ મુક્યો...
"સાંભળ ..ગોપુ....તારો પ્રેમ હું જાણું છું.... તું અનહદ પ્રેમ કરે છે મને ....અને પણ તારી પણ કંઈક ફરજો છે અને મારી પણ...એટલા માટે જવું પડશે..."
"તું મને એ જવાબ આપ...અનુ..તું મને પ્રેમ કરે છે...અનુ... will you marry me?..."
એના જવાબમાં બસ અનુ એ કઈ કીધું નહીં....બસ એના મધુર અને મીઠા નમણા હોઠોને ગોપાલ ના હોઠો પર ચાંપી દીધા....
"હવે તું જ શોધી લે જવાબ...ગોપુ.."
"નટખટ...અનુ....thank you..."
"હા ...પણ ગોપુ મારે જવું તો પડશે જ....આ પકડ...'
" ચિઠ્ઠી.... sorry love later..."
"no.. my contact nombar.... જો એક દિવસ પણ call ના કર્યા વગર ગયો ને તો મારાથી ખરાબ કોઈ નહીં.."
"વાહ ....અનુડી...love you..."
"સારું હું જાઉં હવે...byy... take care.."
અનન્યા જેવી જવા માટે પાછળ ફરી કે તરત જ ગોપાલે અનુને કમરથી ખેંચીને એની બાહોમાં લઇ લીધી...ગોપાલ ના કમરમાં વિટાળેલાં હાથથી છૂટવા અનુ પ્રયત્ન કરવા ને બદલે એના માદક સ્પર્શ ને માણવા માંગતી હતી...
"ગોપુ...કોઈ જોઈ જશે..."
"અનુ ....ભલે જોવા દે ને અનુ...આજનો દિવસ છે પછી તું થોડી ને મળીશ મને..."
"ગોપુ...તું મને miss કરીશ ને..?"
"અનુ ...એ પૂછવાનું હોઈ....?"
અનુ સળવળી ને ગોપાલ ને સામે ફરીને..જોઈ ને બોલી..."ગોપુ ...love you to..."
"સાચું...અનુ...?"
ને ગોપાલ ના હાથ છૂટી ગયા...ને અનુ ચાલવા લાગી
"byyy .....ગોપુ....મારે મોડું થાય છે...મારા ગયા પછી બગડી ના જતો...always be happy... take care.. sorry.."
"હા ..હા.જોઈ લઇશ તને હો....byy.."
બસ begining. ....their love story......અનન્યા...the love of life
job પણ શરૂ કરી દીધી ગોપાલે અને હવે ગોપાલ નું ફેમિલી પણ ખુશ છે હવે ગોપાલ થી...
બસ હજી પણ ગોપાલ ને મળ્યા કરે ટાસ્ક નવા નવા.
*******************************************
@Rashu
@Ruh