The Author Violet અનુસરો Current Read એ છોકરી - 17 By Violet ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... ફરે તે ફરફરે - 41 "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર... ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Violet દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 20 શેયર કરો એ છોકરી - 17 (7) 1.7k 3.1k એ છોકરી - ભાગ-17 (ભાગ-16માં આપણે જોયું કે રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હતું અને હવે તેની શાળા શરૂ થવાની હતી) જુઓ આગળ રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હોવાથી તે બહુ ખુશ હતી. રૂપાલીની શાળા શરૂ થવાને એક અઠવાડીયાની વાર હોવાથી અમે બંન્ને તેના માટે શાળાનો સ્કૂલ ડ્રેસ અને બીજી જોઈતી વસ્તુઓનું શોપીંગ કરી આવ્યા હતા. રૂપાલી ઘરે પણ અભ્યાસ કર્યા જ કરતી હતી. સમય મળે અમે બંન્ને અવનવી વાતો પણ કરી લેતા હતા. ખરૂ કહું તો રૂપાલી હવે શહેરના રંગમાં રંગાવા લાગી હતી. સોમવારથી રૂપાલીની શાળા શરૂ થવાની હતી અને આજે પહેલો દિવસ હોવાથી તેને મૂકવા માટે હું જવાની હતી. તેની શાળાનો સમય પણ સવારનો હોવાથી રૂપાલી નિત્યક્રમ મુજબ વહેલી ઊઠીને પરવારીને ડાઈનીંગ ટેબલ પાસે આવી ગઈ હતી. તેના શાળાના ડ્રેસમાં તે ખુબ જ સુંદર લાગતી હતી. રૂપાલીને બે ધોરણ સાથે ભણવાના હોવાથી આ બાબત ચોક્કસ તેના માટે અઘરી રહેવાની હતી પણ રૂપાલીની કુશાગ્રતા જોતા એમ લાગતુ હતું કે તેને વાંધો આવશે નહીં રોનક પણ આજે વહેલા નીચે આવી ગયા હતા. રૂપાલીને તેમણે પણ અભિનંદન આપ્યા. હું અને રૂપાલી શાળાએ જવા નીકળ્યા. તેને મૂકીને હું ડાયરેક્ટ કોલેજ જવાની હતી. રૂપાલીને મૂકવા અને લાવવા માટે મેં વાનની પણ વ્યવસ્થા કરી દીધી હતી. શહેરના રસ્તાઓથી હજુ તે અજાણ હોવાથી મારે આ વ્યવસ્થા કરવી જરૂરી હતી. અડધા કલાકમાં અમે શાળાએ પહોંચી ગયા. રૂપાલીને ઊતારીને હું કોલેજ જવા નીકળી. રૂપાલી જાતે જ બધુ હેન્ડલ કરી શકે માટે હું તેને છેક અંદર સુધી મૂકવા ગઈ ન હતી, અને તે હોંશિયાર હતી તેથી મને વિશ્વાસ હતો કે ચોક્કસ તે બધુ મેનેજ કરી જ લેશે. છૂટવાનો સમય 1.30 ના હતો તેથી હું તેને જણાવીને જ આવી હતી કે મારા આવવા સુધી તેણે રાહ જોઈને બેસવું. આમ આજથી રૂપાલીની શાળા લાઈફ શરૂ થઈ ગઈ હતી. હું પણ ખૂબ જ આનંદિત હતી. આ બધા વિચારોમાં હું કોલેજ ક્યારે પહોંચી ખ્યાલ જ ના આવ્યો. લગભગ 2 વાગ્યે હું રૂપાલીની શાળાએ તેને લેવા પહોંચી, મને જોઈને દોડતી દોડતી તે આવી અને કારમાં બેસી ગઈ. હજુ તો હું કાંઈ પૂછુ એ પહેલા જ એ બોલવા લાગી. વીણાબહેન ખરેખર મારી લાઈફમાં આ દિવસ હું કદી ભૂલીશ નહીં. પછી આજે ક્લાસમાં શું ભણી, કોની સાથે ઓળખાણ થઈ વગેરે બાબતો તે મને કહેવા લાગી. તે બોલતી જ ગઈ અને હું સાંભળતી રહી. બસ મારી મહેનત સફળ થઈ રહી હતી તેનો આનંદ કંઈક ઓર જ હતો. ઘરે આવીને ચા નાસ્તો કર્યા બાદ તેના બાપુજીને પણ ફોન પર સમાચાર આપી દીધા હતા. આમ રૂપાલીનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે તે દરરોજ જાતે જ શાળાએ વાનમાં આવ-જા કરવા લાગી હતી. નિયમિતપણે અભ્યાસ પણ કરી રહી હતી. અને ઘરના કામમાં પણ ધ્યાન આપવા લાગી હતી. તેની ભાષા, પહેરવેશ, બોલ ચાલ બધુ બદલાઈ ગયુ હતું, તેનું ભવિષ્ય ઉજ્જવળ હતુ તે નક્કી હતુ. બસ હવે રૂપાલીનો અભ્યાસ પૂરો થાય બારમા ધોરણ સુધીનો પછી એને કઈ લાઈન લેવી તે નક્કી કરીને આગળ વધવાનું હતું. (હવે જોવાનું હતું રૂપાલી કઈ લાઈન પસંદ કરે છે) જુઓ આગળ ભાગ-18 એ છોકરી - ભાગ-17 (ભાગ-16માં આપણે જોયું કે રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હતું અને હવે તેની શાળા શરૂ થવાની હતી) જુઓ આગળ રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હોવાથી તે બહુ ખુશ હતી. રૂપાલીની શાળા શરૂ થવાને એક અઠવાડીયાની વાર હોવાથી અમે બંન્ને તેના માટે શાળાનો સ્કૂલ ડ્રેસ અને બીજી જોઈતી વસ્તુઓનું શોપીંગ કરી આવ્યા હતા. રૂપાલી ઘરે પણ અભ્યાસ કર્યા જ કરતી હતી. સમય મળે અમે બંન્ને અવનવી વાતો પણ કરી લેતા હતા. ખરૂ કહું તો રૂપાલી હવે શહેરના રંગમાં રંગાવા લાગી હતી. સોમવારથી રૂપાલીની શાળા શરૂ થવાની હતી અને આજે પહેલો દિવસ હોવાથી તેને મૂકવા માટે હું જવાની હતી. તેની શાળાનો સમય પણ સવારનો હોવાથી રૂપાલી નિત્યક્રમ મુજબ વહેલી ઊઠીને પરવારીને ડાઈનીંગ ટેબલ પાસે આવી ગઈ હતી. તેના શાળાના ડ્રેસમાં તે ખુબ જ સુંદર લાગતી હતી. રૂપાલીને બે ધોરણ સાથે ભણવાના હોવાથી આ બાબત ચોક્કસ તેના માટે અઘરી રહેવાની હતી પણ રૂપાલીની કુશાગ્રતા જોતા એમ લાગતુ હતું કે તેને વાંધો આવશે નહીં રોનક પણ આજે વહેલા નીચે આવી ગયા હતા. રૂપાલીને તેમણે પણ અભિનંદન આપ્યા. હું અને રૂપાલી શાળાએ જવા નીકળ્યા. તેને મૂકીને હું ડાયરેક્ટ કોલેજ જવાની હતી. રૂપાલીને મૂકવા અને લાવવા માટે મેં વાનની પણ વ્યવસ્થા કરી દીધી હતી. શહેરના રસ્તાઓથી હજુ તે અજાણ હોવાથી મારે આ વ્યવસ્થા કરવી જરૂરી હતી. અડધા કલાકમાં અમે શાળાએ પહોંચી ગયા. રૂપાલીને ઊતારીને હું કોલેજ જવા નીકળી. રૂપાલી જાતે જ બધુ હેન્ડલ કરી શકે માટે હું તેને છેક અંદર સુધી મૂકવા ગઈ ન હતી, અને તે હોંશિયાર હતી તેથી મને વિશ્વાસ હતો કે ચોક્કસ તે બધુ મેનેજ કરી જ લેશે. છૂટવાનો સમય 1.30 ના હતો તેથી હું તેને જણાવીને જ આવી હતી કે મારા આવવા સુધી તેણે રાહ જોઈને બેસવું. આમ આજથી રૂપાલીની શાળા લાઈફ શરૂ થઈ ગઈ હતી. હું પણ ખૂબ જ આનંદિત હતી. આ બધા વિચારોમાં હું કોલેજ ક્યારે પહોંચી ખ્યાલ જ ના આવ્યો. લગભગ 2 વાગ્યે હું રૂપાલીની શાળાએ તેને લેવા પહોંચી, મને જોઈને દોડતી દોડતી તે આવી અને કારમાં બેસી ગઈ. હજુ તો હું કાંઈ પૂછુ એ પહેલા જ એ બોલવા લાગી. વીણાબહેન ખરેખર મારી લાઈફમાં આ દિવસ હું કદી ભૂલીશ નહીં. પછી આજે ક્લાસમાં શું ભણી, કોની સાથે ઓળખાણ થઈ વગેરે બાબતો તે મને કહેવા લાગી. તે બોલતી જ ગઈ અને હું સાંભળતી રહી. બસ મારી મહેનત સફળ થઈ રહી હતી તેનો આનંદ કંઈક ઓર જ હતો. ઘરે આવીને ચા નાસ્તો કર્યા બાદ તેના બાપુજીને પણ ફોન પર સમાચાર આપી દીધા હતા. આમ રૂપાલીનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે તે દરરોજ જાતે જ શાળાએ વાનમાં આવ-જા કરવા લાગી હતી. નિયમિતપણે અભ્યાસ પણ કરી રહી હતી. અને ઘરના કામમાં પણ ધ્યાન આપવા લાગી હતી. તેની ભાષા, પહેરવેશ, બોલ ચાલ બધુ બદલાઈ ગયુ હતું, તેનું ભવિષ્ય ઉજ્જવળ હતુ તે નક્કી હતુ. બસ હવે રૂપાલીનો અભ્યાસ પૂરો થાય બારમા ધોરણ સુધીનો પછી એને કઈ લાઈન લેવી તે નક્કી કરીને આગળ વધવાનું હતું. (હવે જોવાનું હતું રૂપાલી કઈ લાઈન પસંદ કરે છે) જુઓ આગળ ભાગ-18 ‹ પાછળનું પ્રકરણએ છોકરી - 16 › આગળનું પ્રકરણ એ છોકરી - 18 Download Our App