Janki - 37 books and stories free download online pdf in Gujarati

જાનકી - 37

નિહાન અને જાનકી સુતા હતા, નિહાન કબાટ માંથી એક બેગ લઈ ને આવે છે જાનકી તેને જોઈ રહી હતી કે આ શું છે..!? જાનકી ના સવાલ ચાલુ થાય તેની પેહલા જ નિહાન બોલ્યો...
" આ તારા માટે છે.. ઘણા ટાઈમ થી લઈ ને રાખ્યું હતું પણ આપવા નો મોકો જ ના મળ્યો.. આ લે..."
જાનકી બેગ ખોલે છે તેમાં અંદર થી એક panda નીકળે છે જે ના સાવ નાનું કે ના મોટું એવું હતું કે તેને બહાર પણ જાયે તો બેગ માં લઇ જઈ શકાય... જાનકી તેને જોઈ ને એક દમ ખુશ થઈ ગઈ.. એક તો panda તેને બોઉ ગમે... અને આ તો નિહાને આપેલ એટલે આ તેના માટે કંઈક વધારે જ ખાસ હતું... તે panda ને લઈ ને તેને હગ અને કિસ કરતા બોલી..
" Jaan આ મસ્ત છે.. આજ થી જ્યારે તું બાજુમાં નહીં હોય ત્યારે આ pando હશે ઈ પાક્કું જ છે..."
નિહાન જાનકી ને આમ નાની છોકરી ની જેમ ગમતું રમકડું મળતા જેમ ખુશ થાય તેમ ખુશ થતાં જોઈ રહ્યો હતો... અને બોલ્યો ..
" એટલે જ આપ્યું છે, jaanna... આપણે જ્યારે સાથે ના હોઈએ, આ રીતે રોજ મળી ના શકીએ ત્યારે આ હશે તારી સાથે મારી જેમ..."
જાનકી આ સાંભળી ને જરા નીચી આંખ કરી ને panda ને જોઈ રહી હતી... પછી તે ફરી તે નિહાન સામે જોવા લાગી... જાનકી કંઈ બોલે તે પેહલા જ નિહાન બોલી ગયો..
"જાનકી કંઈ બોલવાની જરૂર નથી..." અને જાનકી ને ગળે લગાવી લે છે... જાનકી પણ તેને ગળે લગાવી ને બોલી..
" Thank you jannn 🫂"
રાતે નિહાન જાનકી ને ગળે લગાવી ને આમ જ આખી રાત સૂતો હતો, અને જાનકી એક હાથ માં panda ને પકડી ને સૂતી હતી અને બીજા હાથે નિહાન ને પકડી ને... સવારે નિહાન ની આંખ જરા વેલી ખુલી ગઈ હતી, જાનકી બ્લેન્કેટ ને ગળા સુધી ઓઢી ને સૂતી હતી માત્ર ચહેરો જ દેખાઈ રહ્યો હતો.. અને નિહાન તરફ પડખું ફરી ને સૂતી હતી... નિહાન બસ જાનકી ને આમ જ આજીવન જોવા તૈયાર હતો રોજ સવારે... તે જાનકી ના કાન પાસે જરા હાથ ફેરવે છે.. જાનકી તેનો હાથ પકડી લે છે.. પણ નિહાન ધીમે થી હાથ છોડાવે છે... પછી જાનકી ની વધુ નજીક જઈ ને જાનકી ને પોતાની બાહો માં ભરી ને આંખ બંધ કરી ને આ પળ ને માણવા માગતો હતો... થોડી વાર તેને ફરી થી ઊંઘ આવી જાય છે.. સવાર ના બંન્ને માંથી કોઈ ને આજ કોલેજ જવું ના હતું એટલે વેલું ઉઠવાની ચિંતા પણ ના હતી.. મોડી સવારે જાનકી ની આંખ ખૂલે છે તે પોતાને આમ નિહાન બાહો માં જોઈ ને જરા મન માં મલકાઈ છે... પછી નિહાન ના ગાલ પર અને હોઠ પર કિસ કરી ને બોલી...
"Good morning Love "
નિહાન આંખ ખોલે છે.. અને બોલ્યો..
" Good morning Jaaana"
બંન્ને ના ચહેરા પર એક અલગ જ સ્માઈલ છે... બંન્ને તૈયાર થઈ ને સીધા બહાર જમવા જાય છે પછી જાનકી તેના ઘરે જવાની હોય છે... આમ જ રોજ કોલેજ માં મળતા, પછી ફ્રી થઈ ને નિહાન ના ઘરે મળતા... આવી રીતે બે થી અઢી મહિના નીકળી જાય છે તેની ખબર નથી પડતી.... જોતા જોતા ફેરવેલ આવી જાય છે.. આવતા વીક માં ફેરવેલ હોય છે.. બંન્ને ને ખબર છે પછી કદાચ આમ મળવા નું નહીં થાય... બંન્ને થોડા દિવસ થી એક બીજા થી એક મિનિટ પણ દૂર રહવા માંગતા ના હતા.... બંન્ને ને ખબર હતી કે એક બીજા ના મન માં શું ચાલે છે, એટલે જ કંઈ વધારે બોલી ને કંઈ જતાવા ના માંગતા ના હતા બધું ખબર છે બંન્ને કે શું કેહવુ છે કે જાણવું છે.. આંખ બધું બોલી લેતી હતી, કંઈક વધારે પ્રેમ જતાવી દેતી હતી આજ કલ તે... જે કદાચ હોઠ બોલી ને જતાવી શકાય... જાનકી નિહાન નો હાથ છોડતી જ નહીં ચાલુ ક્લાસ માં પણ.. પછી આવ્યો એ દિવસ જેની રાહ કોઈ ના જોઈ રહ્યું હતું.. આજ સવાર થી એક એક મિનિટ તે બંને ને ખુબ અઘરી લાગતી હતી... પણ આ જરૂરી હતું..
મેસેજ માં કોઈક વાર વાત કરશું... અને જરૂરી કામ હશે ત્યારે મળશું આવું નક્કી કર્યું...બધા ફેરવેલ માં પ્રોગ્રામ માં હતા અને આ બંન્ને ક્લાસ માં અને ત્યાં થી એક છેલ્લી વાર નિહાન ના ઘરે જવા નીકળ્યા હતા.. ઘર માં હજુ એક બે વસ્તુ ફેરવી ને જાનકી બોલી..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED