એકાગ્રતા વધારવા શું કરી શકાય? Jagruti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

એકાગ્રતા વધારવા શું કરી શકાય?

_______________________અધ્યયનમાં એકાગ્રતા વધારવા શું કરી શકાય ?


નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને? તમારી પરીક્ષા હજુ સુધી પૂર્ણ થઈ નથી. અત્યારે બરાબર પુનરાવર્તનનો સમય છે. આ કિંમતી સમયને બરાબર સાચવી લેજો. અભ્યાસમાં જે કંઈ નબળાઈ છે તે બધી જ નબળાઈઓ પૂરી કરો. પરીક્ષા પછી તો મઝા જ મઝા છે. બાળકો હું આજે એકાગ્રતાથી અભ્યાસ કઈ રીતે કરાય તે વાત લઈને આવી છું તો તમે બધાં છો ને તૈયાર? તો ચાલો જાણીએ.


લક્ષ્ય કેન્દ્રિત :


એકાગ્રતાથી તમે તમારા લક્ષમાં કેન્દ્રિત થઈ જાઓ છો અને અવરોધોને નિયંત્રિત કરી શકો છો એકાગ્રતાનો આધાર તમારા સમર્પણ,લગન, યોગ્યતા ,શારીરિક તથા ભાવનાત્મક અને વાતાવરણ પર રહેલો છે. એકાગ્રતામાં સૌથી મોટો અવરોધ તે કાર્ય કે વિષયમાં રસ ન હોવો તે છે. જે વાંચવામાં તમને રસ પડે છે અને મનોરંજન મળે છે તેમાં તમારું મન એકાગ્ર થઈ જાય છે, અને વાંચેલું જલ્દી યાદ રહી જાય છે. કંટાળાજનક અને નીરસ સામગ્રી વાંચવામાં એકાગ્રતા રહેતી નથી અને યાદ પણ રહેતું નથી.


નિરસ લાગતાં વિષયને રસિક બનાવો :


જે વિશે વાંચવામાં એકાગ્રતા ન સધાતી હોય તેમાં રસ પેદા કરો , તેની મનોરંજક બનાવો. રુચિવાળી સામગ્રી વાંચવામાં એકાગ્રતા આવી જાય છે. રુચિ પેદા કરવા માટે જે વિશે વાંચવામાં રસ ન પડતો હોય તે વિષયને વાંચવાથી અને તેમાં યોગ્યતા વધારવાથી મને શું લાભ થશે ? તે વિચાર કરશો તો તેમાં વધારે રસ જાગૃત થશે. દા. ત. તમને ગણિત ભણવામાં રસ નથી તો તમે પોતાને સમજાવો કે ગણિતમાં દાખલો સાચો પડતાં પૂરેપૂરા ગુણ મળે છે. ગણિત તમારાં ભવિષ્યને ઉજજવળ બનાવી શકશે. એવું ચિંતન કરો કે હું ગણિતમાં હોશિયાર બની જઈશ મને ઊંચી સફળતા મળશે જ. સુંદર સ્વપ્નની કલ્પના તમારા ઉત્સાહ તથા રસમાં વધારો કરશે. આવું વિચારવાથી ગણિતમાં રસ પેદા થશે અને તેમાં એકાગ્રતા પણ સધાશે.


અભ્યાસનું સ્થળ, સમય અને સ્થાન:


હા, બાળકો આ સામાન્ય જણાતી વાત પણ એટલી જ મહત્વની છે. ભણવાનું સ્થળ અને સમય દરરોજ નક્કી હોવા જોઈએ. એક જ સમયે અને એક જ સ્થાન પર અભ્યાસ કરવાથી તમારો મૂડ આપોઆપ બની જશે. અભ્યાસમાં એકાગ્રતા પણ જણાશે. સમયપત્રક બનાવીને અભ્યાસ કરો. જરૂર લાગે તો તેમાં ફેરફાર કરો. અને આ સમયપત્રકનું દ્રઢતાપૂર્વક પાલન કરો. તમે જરૂર એકાગ્રતા કેળવવા માટે સફળ થશો.


ગુરુસત્તાનું ધ્યાન :


વાંચવાનું શરૂ કરતા પહેલા મનમાં દોહરાવો કે આ મારો વાંચવાનો સમય છે. હવે હું વાંચવાનું શરૂ કરી રહ્યો છું. ગાયત્રી મંત્ર અથવા તો તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરીને, ગુરુ સત્તાનું ધ્યાન કરીને વાંચવાનું શરૂ કરો. ગુરુસત્તા તમારાં અભ્યાસ માટેનાં વાતાવરણનું નિર્માણ કરી આપશે અને તમે જરૂર એકાગ્ર થશો.


ત્રાટક અને ભ્રામરી પ્રાણાયામ :


આ બંને યોગિક પ્રયોગો છે. અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે એક અંધારા ઓરડામાં તમારી આંખોની સીધમાં એક હાથ જેટલા અંતરે દીવા કે મીણબત્તીની જ્યોત પર મટકું માર્યા વગર સતત જોતા રહો. જ્યાં સુધી આંખમાંથી આંસુ ન નીકળે ત્યાં સુધી ચાલુ રાખો. પ્રકાશમાં આ પ્રયોગ કરવા માટે મીણબત્તીની જગ્યાએ સફેદ કાગળની વચ્ચે કાળા રંગનું એક નાનું વર્તુળ બનાવીને પણ પ્રયોગ કરી શકાય છે. યોગમાં આને ત્રાટક ક્રિયા કહે છે. ભ્રામરી પ્રાણાયમ માટે બંને કાનોમાં હાથનો અંગૂઠો અને આંખો પર આંગળીઓ રાખીને તમે એક ઊંડો શ્વાસ લો અને ભમરાની જેમ ગુંજન કરતાં કરતાં શ્વાસ બહાર કાઢો. ભ્રામરી પ્રાણાયમ તમારી બુદ્ધિમાં વધારો કરશે.


આ સિવાય અન્ય બે પ્રયોગો છે જે પણ અનુકૂળતાએ કરી શકાય. ચાલતી વખતે ૪ થી ૬ ડગલા મનમાં ગણીને શ્વાસ લો અને ચારથી છ ડગલામાં શ્વાસ બહાર કાઢો બંને એકાગ્ર કરવાનો આ સરળ અભ્યાસ છે.


ઘડિયાળના સેકન્ડ કાંટાને મનમાં આંક બોલતા બોલતા જોતા રહો. દિવસમાં ત્રણ વાર બે બે મિનિટ સુધી આ પ્રયોગ કરો. જે તમારી એકાગ્રતા વધારશે.


તો જોયુને, અભ્યાસમાં એકાગ્રતા વધારવી કેટલું સરળ છે? આવાં નાના નાના પ્રયોગો તમે રમતાં રમતાં કરો અને આનંદથી પરીક્ષાની તૈયારી કરો. જરૂર એકાગ્રતાથી અભ્યાસ કરી શકશો. તો છો ને તૈયાર ? તો લાગી જાઓ તૈયારીમાં. જીવનમાં કશું જ અશક્ય નથી. મનમાં નિશ્ચય અને ઈચ્છાશક્તિ જ તમારાં ઘણાં બધાં કામો કરી આપે છે.