What should be done to get more marks in the exam? books and stories free download online pdf in Gujarati

પરીક્ષામાં વધારે ગુણ મેળવવા શું કરવું જોઈએ ?

પરીક્ષામાં વધારે ગુણ મેળવવા શું કરવું જોઈએ ?


વ્હાલાં બાળકો, નમસ્કાર.

આજે હું તમારાં માટે એવી મસ્ત મજાની વાત લઈને આવી છું કે જે વાંચવાથી તમને જે સફળતા મળે છે તેનાથી સૌ પ્રથમ તો તમે, તમારાં શિક્ષક અને તમારાં માતા પિતા ખૂબ જ ખુશ થઈ જાય છે અને હા, આ સફળતા હર હંમેશ ટકાવી રાખવા અહીં આપેલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં વધારે ગુણ મેળવવા એટલે દરેક જગ્યાએ અવ્વલ નંબરે રહેવું. વધારે ગુણ હશે તો જ આપણને મોટાં થઈને સારી કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મળે છે તો છો ને તૈયાર ? તો ચાલો, આપણે જોઈએ.


સંપૂર્ણ ઈચ્છા શક્તિ :


કોઈપણ કાર્ય કરવા માટે પ્રથમ તો આપણી ઈચ્છા શક્તિ ખૂબ જરૂરી છે. ઈચ્છા શક્તિ વિના કંઈ જ મેળવી શકાય નહીં. અને તમે જાણો છો ? જેવી આપણી ઈચ્છા એવું જ આપણું ફળ.


એક લક્ષ :


તમે તમારું એક લક્ષ નક્કી કરી લો કે તમારે કેટલાં માર્કસ જોઈએ છે? આપણે એમ જ બસમાં બેસી જઈએ તે ન ચાલે. આપણે જે ગામ પહોચવું હોય તેની ટિકિટ આપણે કંડકટર પાસેથી લઈએ છીએ ને? જે તે જગ્યાએ પહોંચવાની ટિકિટ એ આપણું લક્ષ.


આદર્શ આયોજન :


આયોજન એ સફળતાની ચાવી છે. આપણે આપણાં લક્ષને પ્રાપ્ત કરવા માટે દરરોજ કેટલાં કલાક વાંચવું જોઈએ? તેનું આયોજન આપણી પાસે હોવું જોઈએ. પરીક્ષાની તૈયારી તમે ક્યાં સુધીમાં પૂરી કરી દેશો અને પુનરાવર્તન ક્યારથી શરૂ કરશો તેનું આયોજન ખૂબ જ જરૂરી છે. આયોજનથી બધાં જ વિષયોને ન્યાય મળે છે. આયોજન વિના આડેધડ વાંચવાથી આપણે આપણાં રસનાં વિષયો પર જ વધુ ધ્યાન આપતાં હોઈએ છીએ. જેથી આયોજન પૂર્વક વાંચવાથી બધાં જ વિષયોને યોગ્ય ન્યાય મળે છે.


આત્મ વિશ્વાસ :


તમે તમારાં લક્ષને પ્રાપ્ત કરશો જ તેવો આત્મ વિશ્વાસ કેળવો. જો તમે દ્રઢતાપૂર્વક આગળ વધશો તો જોશો કે તમારો આત્મ વિશ્વાસ વધી રહ્યો છે. પોતાના લક્ષને સૂતાં પહેલાં અને સવારે ઉઠ્યા પછી તરત જ સ્પષ્ટ રીતે તેને દોહરાવો, જેથી તે અચેતન મનમાં બરાબર દ્રઢ થઈ જાય છે. લક્ષ પૂરું થવામાં સંપૂર્ણ વિશ્વાસ રાખો. સહેજ પણ શંકા ન કરો કે જરાપણ ચિંતા ન કરો. સતત મંડ્યા રહો અને પ્રયોગ ચાલુ રાખો. અચેતન મનની પરિસ્થિતિ એવી સ્થિતી પેદા કરશે કે પરિણામ તમને અનુકૂળ આવશે.


આજનું કામ આજે જ કરો. :


સફળતા પ્રાપ્તિ માટે આ પણ એક અગત્યનું પરિબળ છે. બાળકો, આજનું કામ આજે જ કરો. કાલ પર કામ છોડવાથી કામ બમણું થઈ જાય છે અને આપણો બોજ વધી જાય છે જેને કારણે આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ જેને કારણે કોઈપણ કામ થઈ શકતું નથી. અને આપણે ચિંતાતુર બની જઈએ છીએ. બિમાર હોઈએ કે કોઈ અગત્યના કામને લીધે જો આજનું કામ અટક્યું હોય તો પણ રાત સુધીમાં તે કામ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો અને જો ન જ થાય તો બીજા દિવસે બીજા દિવસનું જ કામ પહેલાં ઝડપથી પૂર્ણ કરી આગળનું બાકી કામ કરો.


સતત મહાવરો :


બાળકો, આપણને ગાડી ફેરવવાનો સમય છે પણ તેમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવાનો સમય નથી. મહાવરો એ ઈંધણ જેવું કામ કરે છે. જો તમે દોડ્યા જ કરશો તો થાકી જશો. માટે જ જે કંઈ પણ થોડું થોડું તૈયાર થાય તેનો મહાવરો કરતાં રહો. બીજા દિવસે ડબલ મહાવરો કરો. આમ, મહાવરો કરતાં કરતાં શાંતિથી આગળ વધો. દરરોજ રાત્રે સૂતી વખતે; પથારીમાં બેઠાં બેઠાં આંખો બંધ કરીને, આજે તમે શું શીખ્યા ? શું તૈયાર કર્યુ? આ બધું જ યાદ કરી લો. પછી જ સૂઈ જાઓ.


તો છો ને તૈયાર ? ચાલો ઉઠો અને કમર કસી તૈયાર થઈ જાઓ મનપસંદ પરિણામ મેળવવા!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED