શંકા - જીવનની એક સમસ્યા Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

શંકા - જીવનની એક સમસ્યા

એક ભાઈ, કે જે ખૂબ ભણેલા હતાં અને જેમની પત્ની પણ ખૂબ ભણેલી અને અત્યાધુનિક હતી, તેના પોતાનાં વિશે કહેવા લાગ્યાં, “અમારાં પ્રેમ લગ્ન થયેલાં છે. અમે એકબીજાને ખૂબ ચાહીએ છીએ, ખૂબ કમાયો છું, સુંદર, સંસ્કારી ને ભણેલાં બે બાળકો પણ અમને છે. છતાં એક પ્રશ્ન અમારા જીવનમાં ક્યારેક ક્યારેક ઊભો થાય છે અને ભયંકર કડવાશ મીઠાં જીવનમાં વ્યાપ્ત થઈ જાય છે.”

પ્રશ્ન એ છે, કે હું કોઈ પાર્ટીમાં, લગ્નમાં કે કોઈ મિત્રને ત્યાં કોઈ અન્ય સ્ત્રી સાથે જરાક હસીને વાત કરું, શુધ્ધ ભાવથી, તો પણ મારી પત્નીનું મોઢું ત્યાં જ ચઢી જાય, કોઈ સ્ત્રી મારી બાજુમાં આવીને બેસી જાય, તોય તેને તાવ આવી જાય અને ઘેર પાછાં વળતાં આખે રસ્તે અને ઘણીવાર આખી રાત આ વાતને લઈને મોટો ઝગડો થઈ જાય.

ઘણીવાર મારાથી કોઈ સ્ત્રીનાં સહેજાસહેજ વખાણ થઈ જાય, તો તરત જ એને ઝાળ લાગે ને બોલી ઊઠે, “તમને તો બીજી બૈરીઓ જ સારી લાગે. પોતાની બાયડી તો દીઠી ગમતી નથી.” ક્યારેક જમવાની પાર્ટીમાં કોઈ મિત્રને ત્યાં બોલાઈ જાય, કે બેન તમે સમોસા બહુ જ સારા બનાવો છો ! એટલે ઘેર આવીને પાછું પત્નીનું ચાલું થઈ જાય, “તમને મારી રસોઈ જ ક્યાં ભાવે છે ? હું મરી મરીને બનાવું, તોય તેની તમને કદર જ ક્યાં છે ? બધાંય મારી રસોઈને વખાણે છે, પણ તમને તો પારકાં બૈરાનાં હાથનું જ ભાવે છે. તો ત્યાં જઈને રહો ને, એના હાથનું જમવા ત્યાંજ પડી રહો ને ! અહીં શું દાટ્યું છે તે ?”

આની જાણ ક્યારેક બાળકોને પણ થઈ જાય છે ને તેમની ઉપર પણ ખોટી અસર પડે છે. મેં મારાં જીવનમાં પોતાની પત્ની સિવાય ક્યાંય ક્યારેય જરાય આડુંઅવળું કર્યું નથી. છતાં આવું ? આનું શું કારણ ? અને આનો શો ઉપાય ?

આનું કારણ શોધીએ, તો આ એક સાયકોલોજી છે. જે સ્ત્રીને પોતાના પતિ ઉપર ખૂબ જ પઝેસિવનેસ હોય, ત્યાં આવી શંકાને અચૂક સ્થાન મળી જાય છે. પુરુષની જ આ ફરિયાદ છે એવું નથી, પણ કેટલીય સ્ત્રીઓને પણ પતિ તરફથી આ જ ફરિયાદ હોય છે. પતિનું સ્ત્રી જલ્દી ઉઘાડું નથી કરતી ને પતિ જલ્દી ઉઘાડું કરી નાખે છે. કેટલીય સ્ત્રીઓનું જોવામાં આવે છે, કે એનો પતિ એને કોઈ પુરૂષ સાથે વાત પણ કરવા દેતો નથી. અને ક્યાંય પાર્ટી કે લગ્નમાંય લઈ જતો નથી, એમાં જો પત્ની ખૂબ જ રૂપાળી હોય, તો પ્રોબ્લેમ વધી જાય છે !

આ શંકાનું ક્યારેય સમાધાન ના થાય, કારણ, માત્ર પઝેસિવનેસમાંથી જન્મેલી આ શંકા છે. વાસ્તવિકતામાં આવું કશું જ હોતું નથી. બન્નેને દિલમાં ઊંડે ઊંડે તો ખાતરી છે જ, આમાં તથ્ય નથી જ, પણ છતાંય એને એની બુદ્ધિ ભમાવે અને દિલને દબાવી દે છે ને ધમસાણ મચાવી દે છે. સ્ત્રીની શંકાને તો પુરૂષ ગાંઠતો નથી, એને દબાવી દે છે દમદાટીથી, પણ સ્ત્રીને પુરુષની શંકા આગળ ભયંકર લાચારી અનુભવવી પડે છે. સ્ત્રી સતત અંદર તનાવ અનુભવતી હોય છે. પતિની હાજરીમાં કોઈ પુરુષ સાથે વાત કરવાનું એવોઈડ કરતી રહે છે અને અંદર સતત ભયમાં જીવતી હોય છે, કે ક્યાંક મારા પતિને શંકા ના પડે. છતાંય, શંકા ક્યારે ને ક્યાં પડી જાય, તેનું કોઈ ઠેકાણું નથી હોતું. પોતે પ્યોર હોવા છતાં તેની પ્યોરીટી તે સ્વીકારાવડાવી શકતી નથી અને અંતે ઘરડાં થાય ત્યારે જ આપોઆપ શંકા બંધ થઈ જાય છે. કારણ કે, પછી આ માલને કોઈ ખરીદનાર નથી. વાત માટે નિશ્ચિંત થઈ જાવ તો આનો ઉકેલ આવે ! ત્યાં જો દિમાગને દાબી, દિલની વાત સાંભળે તો જીવન કેવું સુવાસમય બની જાય !

એક બહેન કહે, ‘મનથી તો મારા પતિ કેટલીય વાર સ્લીપ થતા હશે ! એની હું ક્યાં ગણતરી રાખી શકું એમ છું !? ને કોઈ પારકી સ્ત્રી સાથે મારો પતિ વાતો કરે તેમાં મારે શા માટે મન બગાડવું ? અને મન બગાડીને જીવન વિષમય બનાવવું તેના કરતાં પતિ પર પ્રેમથી અને વિશ્વાસથી જ કેમ ના રહું ? જેથી હું ને મારા બાળકો સુખમાં રહીએ. માટે સહેજ સમજણ સવળી રાખું, તો જીવનમાં નર્યું સુખ, સુખ ને સુખ જ છે ને !

અને મારો શંકા કર્યાનો અનુભવ શીખવે છે, કે શંકા થાય ત્યારે મને અંદર કેટલો બધો ભોગવટો આવે છે ?! અને મોટાભાગે તો શંકાઓ સાચી હોતી નથી. અને સાચી હોય તો તેને સોલ્વ કરવામાં શક્તિ વાપરવું કે શંકા કરીને ભોગવટામાં શક્તિ વેડફું ?! આવું બધું ઘણું મંથન કર્યા પછી મારામાં અંદર દ્રઢ મક્કમતા આવી ગઈ છે, કે પતિ-પત્ની વચ્ચે ક્યારેય શંકાની ફાચર વાગવા દેવી જ નથી. અને ત્યારથી જ અમારું જીવન ખરેખર સ્વર્ગસમાન બની ગયું છે !’

ધન્ય છે નારી તારી સમજણને!