દાદા, હું તમારી દીકરી છું - 1 Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદા, હું તમારી દીકરી છું - 1

સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ કાને સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહારતા હતા. આજના દિવસે તો એમના ઘરે સોનેરી સવાર ઉગી હોય એવુ લાગે છે.

જયંતીભાઈ સવારમાં તડકે બેસીને જુના ગીતોની સાથે તાલ મળાવતાં હતા. તેમના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી એટલામાં જ તેમના દોસ્ત ભરતભાઈ આવ્યા "અરે શું વાત છે! આજે એટલા વર્ષો બાદ મારાં દોસ્ત ના ચેહરા પર આટલી ખુશી દેખાઈ રહી છે. આજે કઈ ખાસ છે? " સહજ ભાવથી તેમણે પૂછ્યું.

જયંતીભાઈ એ વળતો જવાબ આપ્યો " આજે આટલા વર્ષો બાદ મારાં દીકરા અને દીકરાવહુ આવે છે અને તને ખબર છે તેની સાથે મારી નાની ઢીંગલી પણ આવે છે. તે અહીંયા વેકેશન કરવા માટે આવે છે. બાકી તારી ભાભીના ગયા પછી તો જાણે આ ઘર એક ઓરડું જ થઈ ગયું હતું, પણ હવે મારાં દીકરાના આવવા થી આ ઘર ઘર થઈ જશે.

ભરતભાઈ આ વાત જાણીને ખુશ થાય છે અને મીઠાઈ લાવવા માટે કહે છે. ભરતભાઈ અને જયંતીભાઈ બંને મીઠાઈ લેવા જાય છે. ભરતભાઈ આ વખતે દીકરા વહુ ની સાથે તેમને શહેરમાં જતા રહેવા માટે કહે છે. આમ પણ અહીંયા ગામમાં એકલા રહેવાનો કઈ ફાયદો નથી. જમવાનું પણ ત્યાં સરસ ગરમગરમ મળશે. અને તારો દીકરો જયારે આવે ત્યારે તને શહેર આવી જવા માટે કહે જ છે ને!

જ્યંતિભાઈ જવાબ આપે છે " હા, એ તો છે દીકરા અને વહુ મને સાચવે બહુ છે પણ ત્યાં શહેરમાં ગામ જેવી તો મજા ના જ આવે. ગામમાં લોકો બહુ ભાવુક લોકો રહે છે. એકબીજા સુખ અને દુઃખમાં ભાગીદાર થાય છે જ્યારે શહેરમાં તો કોઈને પાસે બેસવાનો પણ સમય નથી હોતો. દીકરો આખો દિવસ કામે જાય અને વહુ ધરનું કામ કરતા હોય. નાની એવી તો ત્યાં ઓરડી હોય છે બહાર કોઈ બેસવાવાળું પણ નથી હોતું. “

ભરતભાઈને જ્યંતિભાઈની વાત સાચી લાગે છે એટલે કઈ બોલતા નથી. બંને મીઠાઈ લઇને આવે છે. જયંતીભાઈ તેમના મિત્ર ભરતભાઈ ને ત્યાં જમતા હતા અને તેમના પત્નીની થોડા વર્ષ પેહલા મુત્યુ થઈ ગઈ હતી, તેમના પત્નીના અવસાન બાદ તો તેમને બોલવાનું પણ ઓછું કરી નાખ્યું હતું.

બસ રેડિયોમાં ગીતો સાંભળીને તેમના પત્નીને યાદ કરતા વળી કોઈક બેસવા આવી જાય તો તેમની સાથે થોડી વાર હસતા. બસ આમનામ તેમની જિંદગી દરરોજ પસાર થતી હતી. આજે તેમના પત્નીના અવસાન બાદ આટલા વર્ષ પછી તેમના ચેહરા પર અલગ જ તેજ દેખાયું હતું.

તેમના દીકરાનો ફોન આવ્યો કે બસ હવે અમે પહોંચવા જ આવ્યા છીએ એટલામાં તેમની પૌત્રી ( અર્ચના )હાથમાંથી ફોને ખેંચીને કહે છે " દાદા તમે મારાં માટે શું લાવ્યા. " અર્ચનાને સહુ કોઈ આંચુ કહીને બોલાવતા હતા. આંચુ તો દાદાના કાળજાનો ટુકડો હતી. આંચુને જોવા માટે જયંતીભાઈની આંખો તરસી રહી હતી.

આંચુ માટે જયંતીભાઈ તેના પસંદની ચોકલેટ, કપડાં, લાવ્યા હતા. પોતાના દીકરા અને વહુની મનપસંદ મીઠાઈ લાવ્યા હતા. ઘર આજે અલગ જ ચમક થી ખીલી ઉઠ્યું હતું એટલામાં જ એક કોલ આવે છે " જ્યંતિભાઈ બોલો છો. હું પોલિશસ્ટેશન માંથી વાત કરું છું. આપના દીકરા અને વહુ અમારી સાથે છે. તમને હું જે એડ્રેસ મોકલું ત્યાં તાત્કાલિક આવી જાઓ. "

જયંતીભાઈ એ તો જાણે તેમનો હોશ જ ખોઈ બેઠા હતા. તેમના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. બાજુમાં ભરતભાઈ આ જોઈને જયંતીભાઈને પાણી આપે છે અને બેસવાનું કહે છે. તેમને પૂછે છે કે તને કોનો ફોને આવ્યો હતો? તું આટલો ગભરાઈ કેમ ગયો છો?

જ્યંતિભાઈ ડરેલા અવાઝમાં બોલે છે " પોલિશસ્ટેશન થી ફોને હતો. મારો દીકરો અને વહુ..... " આટલુ કેહતા અટકી જાય છે. ભરતભાઈ પોલિશસ્ટેશનમાં ફોન કરે છે અને બધી વાત જાણે છે. ભરતભાઈ ને તો આ વાત પર વિશ્વાસ જ નથી થતો તો પણ એ હિંમત રાખીને જયંતીભાઈને હિંમત રાખવાનું કહે છે.તમને શું લાગે છે એવુ તો શું થયું હશે?

Priya talati