પ્રણય પરિણય - ભાગ 33 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 33

પ્રણય પરિણય ભાગ 33:

રઘુના ગયા પછી એક ઉંડો શ્વાસ લઈને વિવાને વિક્રમને ફોન લગાવ્યો.

 

'હેલ્લો વિક્રમ..'

 

'યસ બોસ..'

 

'ઓફિસમાં બધુ બરાબર?'

 

'યસ સર એકદમ બરાબર.'

 

'એની પ્રોબ્લેમ?'

 

'નો સર..'

 

'રાઠોડ પર ધ્યાન રાખજે. એના બિઝનેસની બારિકમાં બારિક હિલચાલ પર કડક નજર હોવી જોઈએ.'

 

'યસ બોસ, ડોન્ટ વરી. બધી ગોઠવણ થઈ ગઈ છે.'

 

વિવાને ફોન કટ કરીને દાદીને લગાવ્યો.

 

'હાય માય ડાર્લિંગ દાદી..'

 

'મારે તારી સાથે વાત જ નથી કરવી જા..' દાદી રિસાઈને બોલ્યાં

 

'શું કામ ભલા?' વિવાન બોલ્યો.

 

'તમને બેવને કોઈ જવાબદારી કે શરમ જેવું છે? આજ પાંચ દિવસ થઈ ગયા. નથી તારો કોઈ પત્તો કે નથી રઘુની કોઈ ખબર.. જીવ ઉંચો થઈ ગયો છે અમારો.. ક્યાં રખડો છો તમે બેઉ?' દાદીના અવાજમાં ઠપકો હતો.

 

'સોરી દાદી.. ફોન કરવાનો સમય જ ના મળ્યો..' વિવાનનો અવાજ ઢીલો થઇ ગયો.

 

'વિવાન..' દાદીને અણસાર આવી ગયો કે વિવાન કંઈક મૂંઝવણમાં છે.

 

'હમ્મ..'

 

'બેટા શું થયું છે? તારો અવાજ કેમ આમ ઢીલો થઈ ગયો છે?' દાદીને ચિંતા થઈ.

 

'ડોન્ટ વરી દાદી, કશું નથી થયું. એક મગજમારી વાળી બિઝનેસ મિટિંગ છે એમાં થોડો બિઝી છું. એનો સ્ટ્રેસ છેને એટલે. બકી બીજુ કશું નથી.'

 

' પાક્કુને?'

 

'હા.. અચ્છા દાદી અહીંથી આવતાં તારા માટે શું લઇ આવું?'

 

'હું કહું એ જાણે તુ લાવવાનો છે..!'

 

'કહો તો ખરા દાદી.. શું જોઈએ છે?'

 

'વહુ લેતો આવ..' દાદી હસીને બોલ્યા. વિવાન એક ધબકારો ચૂકી ગયો.

 

'શું દાદી.. તમે પણ..' વિવાને શરમાવાનો ડોળ કર્યો.

 

'બેટા, મારે કશું નથી જોઇતું. બસ તારા ચહેરા પરની ખુશી પાછી લેતો આવ.. મને ખબર છે કે કાવ્યા માટે થઇને તુ કેટલો પરેશાન રહે છે.. તારો ઉતરેલો ચહેરો જોઈને અમારુ મન કોચવાય છે. હવે આ ઉંમરે બાળકોની ઉદાસી જોવાતી નથી.' દાદી લાગણીશીલ બની ગયા.

 

'મારા પ્યારા દાદી.. મારી એટલી બધી ચિંતા ના કરો.. મને કંઇ નથી થયું. હું કાલે આવું છું.'

 

'ધ્યાન રાખજે બેટા..'

 

'હાં દાદી' કહીને વિવાને ફોન મુક્યો અને મનમાં બોલ્યો: 'તમારી ઈચ્છા જલ્દી જ પુરી થઈ જશે.. તમારા માટે સુંદર અને સુશીલ વહુ લેતો આવું છું.. જેનાથી બધાના ચહેરા પર ખુશી છવાઈ જશે.'

 

'ચલો રાણી સાહેબા શું કરી રહ્યા છે એ જોઈએ..' એમ બોલતો વિવાન ગઝલનિ રૂમમાં ગયો.

 

ગઝલ રડી લીધા પછી એમ જ બેડ પર પડી હતી. વિવાનનો પગરવ સાંભળીને તેણે આંખો એકદમ બંધ કરી લીધી.

 

વિવાન તેની નજીક ગયો અને બાજુમાં બેઠો. રડી રડીને તે લાલ થઈ ગઈ હતી. તેના આંસુઓ ગાલ પર આવીને સૂકાઈ ગયાં હતાં. તેની આવી દશા જોઇને વિવાનને ખૂબ દુખ થયું.

 

'ગઝલ..' વિવાને તેને બોલાવી. તેનો અવાજ સાંભળીને ગઝલના ધબકારા વધી ગયાં તો પણ તે એમ જ ચૂપચાપ પડી રહી.

 

'ગઝલ..' વિવાને તેને ફરીથી બોલાવી. પણ તેણે કંઈ રિસ્પોન્સ ના આપ્યો.

 

'મને ખબર છે તુ જાગે છે.. સાંજના આપણે મુંબઈ જવા નીકળવાનું છે.. તૈયાર રહેજે..' કહીને વિવાન તેની રૂમમાંથી જતો રહ્યો.

દરવાજો ખૂલીને બંધ થવાનો અવાજ સાંભળીને તેણે આંખો ખોલી અને ફટ કરતી ઉભી થઇને બેડ પર બેઠી.

 

આપણે મુંબઈ જવા નીકળવાનું છે એમ સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવ્યું. તેનું અલ્લડ મન ખુશીથી ઉછાળા મારવા લાગ્યું.

 

'મુંબઈ જઈને બધુ સરખું થઇ જશે.. હું ભાઈને બધુ કહી દઈશ, એટલે એ મને ઘરે લઈ જશે.' તે ખુશ થઈને મનમાં જ બોલી.

 

**

 

નક્કી થયા મુજબ સાંજના ચાર વાગ્યે રઘુ અને વિવાન નીકળવા માટે તૈયાર હતાં.

 

'તમે ભાભીને લઈને આવો હું હેલિકોપ્ટરને બોલાવી લઉં છું.' કહીને રઘુએ પાઇલટને મેસેજ કર્યો. અને વિવાન ગઝલના રૂમમાં ગયો.

 

મુંબઈ જવાનું હતું એટલે ગઝલ મસ્ત તૈયાર થઈને મિરર સામે ઉભી હતી. વિવાન તેને જોતો દરવાજા પર જ ઉભો રહી ગયો. ગઝલએ મિરરમાંથી જ વિવાન સામે જોયું. અને તેની તરફ ફરી. હવે તેના ચહેરા પર ઘણી ફ્રેશનેસ દેખાતી હતી. એ જોઈને વિવાનને પણ રાહત થઇ.

 

'રેડી?' વિવાને પુછ્યું. ગઝલએ માથું હલાવીને હાં કહ્યુ.

 

'કમ.' વિવાને તેના તરફ હાથ લંબાવ્યો. ગઝલ તેની તરફ આવી અને મોઢું મચકોડી તેની નજીકથી પસાર થઈને આગળ વધી ગઈ.

 

'અઘરી છે.' વિવાન માથુ ખંજવાળતો બબડ્યો.

 

બંને ફાર્મહાઉસની બહાર આવ્યાં. તેમને જોઇને બ્રુનો દોડતો તેમની નજીક આવ્યો. ગઝલએ ગભરાઈને વિવાનનો હાથ પકડી લીધો.

 

'બ્રુનો..' વિવાન તેના માથે હાથ ફેરવતાં બોલ્યો.

બ્રુનો પુછડી પટપટાવતો તેમની ફરતો ચક્કર લગાવવા લાગ્યો.

 

ગઝલ ગભરાઈને વધુ જોરથી વિવાનનો હાથ પકડીને બ્રુનો સામે જોઈ રહી હતી.

 

'બ્રુનો… ગો..' વિવાને તેને રઘુ પાસે જવાનો ઈશારો કર્યો. તરત બ્રુનો દોડતો રઘુ પાસે જતો રહ્યો.

 

'એનાથી એટલું ગભરાવાની જરુર નથી.. એ કંઈ વાઘ નથી કે તને ખાઈ જાય.. રિલેક્સ, એ તને કશુ નહીં કરે.'

 

'વાઘ નથી તો વાઘ કરતા ઓછો પણ નથી..' ગઝલ છંછેડાઈને બોલી. એ સાંભળીને વિવાનને હસવું આવ્યું. જીણી આંખો કરીને તેણે ગઝલની સામે જોયું.

 

'આપણે મુંબઈ જઈએ છીએ ને?' ગઝલએ વાત બદલાવી.

 

'યસ..'

 

'તો કાર ક્યાં છે?'

 

'આપણે કારમાં નથી જવાના..' વિવાન ટાઈમ જોતાં બોલ્યો.

 

'તો.?'

 

'લૂક ધેર..' એમ કહીને વિવાને એક હાથ વડે તેનો ચહેરો થોડો ઉંચો કર્યો અને બીજા હાથની આંગળી આકાશ તરફ ચીંધી.

 

ગઝલ ઉંચે આકાશ તરફ જોવા લાગી. થોડી ક્ષણો સુધી તેને કંઈ દેખાયુ નહીં. પછી અચાનક તેને આકાશમાં એક હેલિકોપ્ટર ચકરાવો લેતું દેખાયુ. થોડી વાર પછી તેની ઘરઘરાટી સંભળાઈ.. ખૂબ અવાજ કરતું હેલિકોપ્ટર ધીરે ધીરે ફાર્મહાઉસના મેદાનમાં ઉતર્યું.

 

ગઝલ આંખો ફાડીને એની સામે જોઈ રહી.

 

'કમ..' વિવાને ગઝલને કહ્યુ.

 

'તમારો મતલબ.. આપણે આમા મુંબઈ જવાના છીએ?' ગઝલ તેની મોટી મોટી આંખો પટપટાવતી તેની સામે આશ્ચર્યથી જોતા બોલી.

 

'રાઈટ..'

 

'નો..'

 

'ગઝલ.. કંઈ નહીં થાય ચલ.'

 

'બિલકુલ નહીં..' કહીને ગઝલ ફાર્મહાઉસના અંદરના રૂમમાં જતી રહી.

 

'ગઝલ.. વેઈટ..' વિવાન તેની પાછળ ગયો.

 

'ઉભી રે ગઝલ..'

 

'નહીં.. હું બિલકુલ એમા નહીં બેસુ..'

 

'પણ શું કામ?'

 

'શું કામ શુ..? મને ડર લાગે છે..' ગઝલના અવાજમાં રીતસરનો ડર હતો.

 

'પણ તુ પ્લેનમાં તો ઘણી વખત બેઠી હશેને?' વિવાને પૂછ્યું.

 

'હાં, પણ પ્લેનની વાત અલગ છે, હું આમા તો નહીં જ બેસુ.'

 

'ડોન્ટ વરી.. હું તારી સાથે છું, તને કંઇ નહીં થાય આપણે મુંબઈ પહોંચવામાં મોડું થશે.. ચલ..' વિવાન તેની સામે હાથ લંબાવીને બોલ્યો.

 

'હેલિકોપ્ટરમાંથી મને નીચે પડી જવાની બીક લાગે છે.. તમે કાર મંગાવો..'

 

'કંઇ નહીં થાય ટ્રસ્ટ મી..'

 

'નહીં.. તમારો તો મને બિલકુલ ભરોસો નથી.. તમે મને ક્યાંક નીચે ફેંકી દીધી તો?' ગઝલ આંખો ઝીણી કરીને બોલી.

 

'હું તને રાક્ષસ લાગુ છું કે?' વિવાને ગુસ્સાથી તેની સામે જોયું.

 

'રાક્ષસ નહીં.. ડેવિલ, વિલન.. શયતાન છો તમે.. આઈ ડોન્ટ ટ્રસ્ટ યૂ.. હું બિલકુલ તેમા બેસવાની નથી..'

 

'પાક્કુ?'

 

'સો ટકા..' ગઝલ હાથની અદબ વાળીને બોલી.

 

'ઓકે..' કહીને વિવાને આંખો પર ગોગલ્સ ચઢાવ્યા. શર્ટની બાંય ફોલ્ડ કરી, પછી ગઝલની પાસે ગયો અને તેને ખભા પર ઉંચકી લીધી. ગઝલ ગભરાતી, મુંઝાતી તેની પીઠ પર મુક્કા મારતી હાથપગ ઉછાળવા લાગી. તેના મુક્કાઓથી વિવાનને કોઈ ફરક નહોતો પડતો.. એ તેને ખભા પર નાખીને ફાર્મહાઉસની બહાર નીકળ્યો.

 

'વિવાન છોડો મને..' ગઝલ તેના નાજુક હાથેથી તેની પીઠ પર મુક્કા મારતી બૂમો પાડી રહી હતી.

 

'આઈ એમ સોરી.. મારા પાસે આના સિવાય બીજો કોઇ રસ્તો નથી..' વિવાને કહ્યુ.

તેઓને આવી રીતે આવતા જોઇને રઘુને ખૂબ હસવું આવી રહ્યું હતું. તે ફટાફટ મોબાઈલ કાઢીને એ લોકોના ફોટા પાડવા લાગ્યો.

 

"લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે..

 

રહ જાયેંગે રહ જાયેંગે.. મલ્હાર કે ઘરવાલે દેખતે રહ જાયેંગે..

 

દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે.."

ગણગણતો રઘુ ફોટા પાડી રહ્યો હતો.

 

વિવાને તેને હળવેથી હેલિકોપ્ટરમાં બેસાડી. ગઝલના કપડાની બેગ અને બીજો સામાન વગેરે મૂકીને રઘુ પાઇલટની બાજુની સીટમાં ગોઠવાયો.

હેલિકોપ્ટર હવામાં ઉંચકાયુ. ડરની મારી ગઝલ વિવાનને વળગી ગઈ. તેણે પોતાનો ચહેરો વિવાનની છાતીમાં છૂપાવી લીધો, જોરથી આંખો બંધ કરીને વિવાના શર્ટનો કોલર મુઠ્ઠીમાં કસીને પકડી લીધો.

ગઝલ એટલી નજીક આવી એટલે વિવાનને તો મજા આવી રહી હતી. તેના ગભરાટનો તે આનંદ લઈ રહ્યો હતો.

 

'રામ રામ રામ રામ..' ગઝલ હોઠ ફફડાવી રહી હતી.

 

'કોણ રામ? મારુ નામ તો વિવાન છે..' વિવાન મસ્તી કરતાં બોલ્યો.

 

'શટ અપ, ભગવાનનું નામ લઉં છું.. રામ રામ રામ..'

 

'ઓહ, ઓકે. પણ શું કામ?' વિવાન તેનો ડર ભગાવવા માટે તેને વાતોમાં બીઝી રાખવા માંગતો હતો.

 

'એ રાવણ જેવા માણસોને ના સમજાય..'

 

'હું રાવણ?'

 

'હાં, રાવણ.. રાક્ષસ.. ડેવિલ.. શયતાન બઘુજ છો તમે..'

 

'હું એટલું બધું છું..?'

 

'એ બાધાને ભેગા કરીએ એના કરતાં પણ ચાર ચાસણી ચઢે એવા દુષ્ટ છો તમે..' ગઝલ ચહેરો ઉપર કરીને બોલી.

 

'સાચે! હું એટલો બધો ખરાબ છું?' વિવાન મોઢુ બગાડીને બોલ્યો.

 

'હમ્મ.. એટલે જ હું ભગવાનનું નામ લઉં છું. નીચે પડીએ તો એ જ આવશે બચાવવા..'

 

'તો પછી કાલે તુ બાલ્કનીમાં લટકી હતી ત્યારે તને આવો ડર નહોતો લાગતો?'

 

'ક્યાં એ રુમની હાઈટ અને ક્યાં આની હાઈટ.. અહીંથી નીચે જુઓ તો ખબર પડે..' કહીને ગઝલએ સાઈડમાં ગરદન ફેરવીને નીચે જોયું. ક્ષણભરમાં એના ચહેરા પરના ભાવ બદલી ગયા.

 

'વા..ઉ…!! સો બ્યૂટીફુલ..!' તે નીચે જોઈને બોલી.

 

'હમ્મ.. વેરી બ્યૂટીફુલ..' વિવાન તેની તરફ જોઈને બોલ્યો. પછી પૂછ્યું: 'હવે તને ડર નથી લાગતો?

 

'નહિ તો..! કેટલું સુંદર દ્રશ્ય છે..' કુદરતનો નઝારો જોવામાં ગઝલ થોડીવાર માટે બાકી બધુ ભૂલી ગઈ.

 

તેની પારદર્શક નિર્દોષતા પર વિવાન ઓવારી ગયો.

'એન્જોય..' વિવાને કહ્યું.

 

.

.

ક્રમશઃ

 

**

વિવાન પોતાના ઘરવાળાને આ લગ્ન વિશે કેવી રીતે સમજાવશે?

 

ગઝલ ઘરે જઈને મિહિર અને કૃપાને બધી હકિકત કહશે તો શું થશે?

 

મિહિર અને કૃપાનો સામનો વિવાન કેવી રીતે કરશે?

 

મલ્હાર હવે શું કરશે?

 

**

 

❤ તમારા સરસ મજાના પ્રતિભાવોની હું રાહ જોઇશ. ❤