મૃગતૃષ્ણા - ભાગ 36 Hiral Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગતૃષ્ણા - ભાગ 36

( RECAP )
( અનંત અને દેવાંગી આદિત્ય ના લગ્ન ની વાત થી ખુબ જ નિરાશ થઈ જાય છે. ધનરાજ આદિત્ય પાસે જઈને દિવ્યા એ આપેલા 6980 રૂપિયા આદિત્ય ને આપે છે. સંજય સર ઓફિસ નથી આવ્યા એ જાણી અનંત ખૂબ જ શૌક થઈ જાય છે.બીજી તરફ દિવ્યા ની વાત સમજી પાયલ દિવ્યા ના લગ્ન માટે તૈયાર થઈ જાય છે. )

_____________________________________
NOW NEXT
_____________________________________
પાયલ ના ફોન ઉપર રાજ નો કોલ આવે છે. પાયલ ફોન ઉઠાવી રાજ સાથે વાત કરે છે
પાયલ : હા બોલ..શું કામ છે તારે?
રાજ : ક્યાં છે તું?
પાયલ : નર્ક માં છું. નોકરી લાગી છે મારી અહીંયા , તમારા કંપની નાં માલિક છે ને એમના પાપ નોંધુ છું. લીસ્ટ જેવું તૈયાર થઈ જશે એટલે ઈમેઈલ કરી આપીશ તમને , આપી દેજો તમારા સર ને.
રાજ : પાયલ આજે સંજય સર ઓફિસ નથી આવ્યાં.
પાયલ : હા તો નંબર છે ને એમનો , ફોન કરી ને પૂછ.
રાજ : પાયલ એમને ઓફિસ માંથી રીઝાઇન આપી દીધું છે.
પાયલ : વૉટ???ગજબ માણસ છે એ. શું જરૂર હતી આવું કરવા ની. એમના માટે તો હું નીકળી ગઈ કે એમને કોઈ તકલીફ નાં થાય.
રાજ : પાયલ...હવે તારે જ કંઈ કરવું પડશે. એક કામ કર એમના ઘરે જા અને વાત કર એમની સાથે.
પાયલ : સારું... હું વાત કરું છું એમને. જે હશે એ સાંજે ઇન્ફોર્મ કરીશ તને.
રાજ : ઓકે...બાય

_________________________________


સંજય ના ઘરે ડોર બેલ આજે છે અને સ્વાતિ દરવાજો ખોલે છે. અનંત ને ઘરે જોઈ સ્વાતિ સ્માઇલ કરે છે.
સ્વાતિ : આવો...પધારો.
અનંત ઘર માં આવી આજુબાજુ જોઈ સ્વાતિ ને સવાલ કરે છે.
અનંત : ક્યાં ગયાં???
સ્વાતિ : ઉપર છે આવશે હમણાં રેડી થઈ , ત્યાં સુધી બેસો.
અનંત : ઓકે
સોફા પર બેસી અનંત સ્વાતિ સામે જોવે છે.
સ્વાતિ : કોફી લાવું??
અનંત હસી ને સ્વાતિ ને જવાબ આપે છે.
અનંત : ઘર માં ચા નથી?
સ્વાતિ : છે પણ તમારા માટે નથી🤣🤣
અનંત : સારું લઈ આવો તમને જે ગમે એ.

સ્વાતિ કિચન માં જતાં જ હોઈ છે ત્યાં પાયલ અચાનક ભાગી ને ઘર ની અંદર આવે છે. અને અનંત ને જોયા વગર સ્વાતિ ને પૂછે છે.
પાયલ : ક્યાં જોમ્સ બોન્ડ??
પાયલ અને અનંત એક બીજા સામે જોવે છે. સ્વાતિ બંને ને જોઈ હસી પડે છે. અને પાયલ ને જવાબ આપે છે.
સ્વાતિ : તૈયાર થાય છે આવે છે હમણાં નીચે. ત્યાં સુધી બેસ અહીંયા. કૉફી પીશ???
પાયલ : હા... પણ with chocolate 😄
સ્વાતિ કિચન માં જાય છે. પાયલ અનંત ની સામે જોઈ નજર ફેરવી લેઇ છે અને સામે ના સોફા પર બેસી જાય છે. અનંત વાઘ ની જેમ એની હરકતો જોયા કરે છે. પાયલ બાજુ માં પડેલા રિમોટ થી ટીવી ચાલુ કરે છે.
પેહલી ચેનલ પર સોંગ આવતા હોય છે એટલે પાયલ અનંત સામે જોઈ તરત ચેનલ બદલી નાખે છે. બીજી ચેનલ પર news આવતાં હોઈ છે , જેમાં એંકર બોલી રહ્યો હોઈ છે કે
" पुणे में युकोन कंपनी के मालिक की हुई बड़ी बेहरेमी से हत्या , आरोपी हुआ फरार , जांच पड़ताल से मालूम पड़ा कि अगले दिन हुई थी एम्प्लॉय से बड़ी बहस , पुलिस शक्श को पूरे शहर में तलाश कर रही है , मगर एम्प्लॉय की फिलहाल कोई खबर नहीं है "

પાયલ : ઓહ હો હો હો હો....ગજબ છે નઈ. ખાલી બોલ ચાલ થઈ અને સાહેબ ને પતાઈ નાખ્યો , ખરેખર મગજ બોવ ખતરનાક થઈ ગયા મેનેજરો ના😌😌
અનંત પાયલ ની સામે જોઈ રહ્યા હોઈ છે. પાયલ એમની સામે નજર કરી , ખોટી ખોટી સ્માઇલ આપી ને ચેનલ બદલી નાખે છે.
પાયલ : વાહ... ડોરેમેન બેસ્ટ.
સ્વાતિ અંદર થી કૉફી લઈ ને આવે છે. અને એમના બાદ તરત જ સંજય સર એમના રૂમ માંથી થી નીચે આવી રહ્યા હોઈ છે. આવી ને એ અચાનક અનંત અને પાયલ ને સાથે જોઈ ને વિચાર માં પડી જાય છે.
સંજય : કેમ આજે બંને સાથે??
પાયલ : એક મિનિટ...એક મિનિટ...સાથે નથી. અને પોસિબિલ પણ નથી.
સંજય : પેલાં તું એક કામ કર આ ટીવી બંધ કર. હવે તો તું કાર્ટૂન જોવા નું બંધ કર.
અનંત : કાર્ટૂન એ કાર્ટૂન જ જોશે
પાયલ : શું ???
અનંત : સંજય...શું પ્રોબ્લેમ છે ઓફિસ નો.
સ્વાતિ : પેહલા આ કૉફી પી લો પછી વાતો કરો.
સંજય : 11: 30 થયાં મેડમ. જમી ને જશે બંને.
અનંત : નાં મારે નીકળવું છે હમણાં.
સંજય : હા...તો હમણાં નીકળો ચાલો.
સ્વાતિ : સંજય કંઈ પણ નઈ બોલો.
સંજય : હું ક્યાં એને કંઈ કહું છું. ફક્ત એટલું કહ્યું કે જમી ને જા.હવે એને કામ હોઈ તો થોડો રોકું હું એને.
સ્વાતિ : અનંત જમી ને જા.
અનંત સ્વાતિ ની વાત માની જાય છે અને પાયલ સ્વાતિ સાથે કિચન માં હેલ્પ કરવા જાય છે.

અનંત : મે કંઈ પૂછ્યું છે તમને
સંજય : અનંત...મારે એ ટોપિક પર હવે કોઈ ચર્ચા નથી કરવી.
અનંત : પ્રોબ્લેમ શું છે તમારી , વારે વારે છોકરી ની જેમ રિસાઈ જાવ છો. બધાં સામે આવું કરો છો તમે , મારું નઈ કમસેકમ પોતાનું વિચારો , ફક્ત એક છોકરી નું નઈ કંપની માં કામ કરતા બીજા લોકો નું પણ વિચારો.આમ ગુસ્સા માં આવી ને ઓફિસ નઈ આવા નો કોઈ મતલબ નથી.
સંજય : અનંત વાત કરવા ની એક તમીઝ હોય અને એ તો આપણ ને આવડવી જ જોઈએ. મારા ખ્યાલ થી મારા કરતાં વધારે તું આ વાત જાણે છે. તો પછી આવી ભૂલ કેમ થાય આપણાં થી કે સામે વાળા ને નીચું જોવું પડે. કંપની ના માલિક છે ભગવાન નઈ. હું ફક્ત પાયલ ની વાત નથી કરતો. કોઈ પણ કેમ નાં હોઈએ. આપણ ને એટલું તો સમજાવવું જોઈએ કે વાત કંઈ રીતે થાય.

અનંત : આજ સુધી મે બીજા કોઈ પણ સાથે આવી રીતે વાત નથી કરી.

સંજય : હા...તો પાયલ માં શું વાંધો છે?
અનંત : મારે એ વ્યક્તિ વિશે વાત જ નથી કરવી. હું ફક્ત તમારા માટે આવ્યો છું, જો તમારો ફેંસલો બદલાઈ તો આવી શકો છો તમે.
સંજય : નથી આવવું મારે.
અનંત થોડી વાર માટે ફક્ત સંજય ને જોયા રાખે છે.
અનંત : કોઈ ફર્ક નથી બંને જણા માં
સંજય : કેટલી વાર હું સમજાવું તને કે બધાં તારા જેવા ના બની શકે. જો તું મને અહીંયા લેવા જ આવ્યો હોય તો એટલું સમજી લે કે જો પાયલ આવશે તો જ હું આવીશ. એનાં વગર તું આખો દિવસ અહીંયા બેસીશ તો પણ મને કંઈ ફર્ક નઈ પડે.

અનંત : કંઈ વાંધો નઈ, આપણે નવો મેનેજર શોધી લઈશું.
સંજય : 🤣🤣Very Good
પાયલ બાર આવી સંજય ને જમવા બોલાવે છે.
સંજય : ચાલો..જમી લઈએ.
અનંત : હું નીકળું છું.
સંજય : ઊભોરે...🤣 ચાલ તમે મીઠાઈ ખવડાવું , જમી ને જા.નવો મેનેજર શોધવા હિંમત જોશે તારે.

બધાં સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે. અનંત અને પાયલ બંને નું મૂડ ખરાબ હોય છે એકબીજા સામે હોવાથી.બધાં સાથે જમી ને આગળ ના રૂમ માં આવે છે. સંજય સર પાયલ ને પૂછે છે કે શું કામ હતું , અનંત સામે હોઈ છે એટલે પાયલ વાત કરવા માં થોડી અંનકમફોર્ટેબલ થઈ જાય છે. થોડી જ વાર માં અનંત ના ફોન ઉપર ધનરાજ નો કોલ આવે છે અને એ વાત કરવા બાર જાય છે. ત્યાં મોકો શોધી પાયલ સંજય ને પૂછે છે ,

પાયલ : તમે ઓફિસ નઈ ગયાં.રાજ નો ફોન આવ્યો હતો. કોણે કહ્યું તું તમને રીઝાઈન આપવા નું
સંજય : પાયલ મને કોઈ જ રીતે ઓફિસ જવા માટે મજબૂર નઈ કરતી. જો તું આવીશ તો જ હું ઓફિસ માં પગ મૂકીશ. એટલે તારે શું કરવું છે એ નક્કી કરી લે.

અનંત બહાર આવી ધનરાજ નો કોલ ઉઠાવે છે.
અનંત : બોલો ભાઈ
ધનરાજ : તારું કામ છે હમણાં ફટાફટ ઓફિસમાં આવ
અનંત : કેમ અચાનક...કંઈ પ્રોબ્લેમ થયો?
ધનરાજ : કંઈ જ નથી થયું , મારે જરૂરી કામ છે તારું. વાત કરવી છે એક એટલે જલ્દી આવ.
અનંત : સારું...કલાક માં આવું.
અનંત ફટાફટ અંદર ઘર માં આવે છે. અને સંજય ની વાત નો જવાબ આપે છે.

અનંત : સાંભળો...મારે જલ્દી જવું પડશે એટલે હું નીકળું છું અને તમારા માંથી જેને ઓફિસ આવું હોય એ આવી શકે છે બસ ખાલી ખોટા નાટકો નઈ કરશો ત્યાં. ઓફિસ કામ કરવા માટે છે મજાક કરવા માટે નહિ , અને એવા મજાક તો બિલકુલ પણ નઈ કે જેના લીધે એક ઇમ્પોર્ટન્ટ ડીલ કેન્સલ થઈ જાય. એક એમ્પ્લોઇ અને એક બોસ એ એક બીજા સાથે કેવી રીતે રેહવું જોઈએ એ મારે તમને સમજાવવા ની જરૂર ના પડવી જોઈએ. ભૂલ થશે તો 100 વખત સુધારવી પડશે પછી એ ઓફિસ ના જનરણ મેનેજર હોઈ કે બીજું કોઈ એમ્પ્લોઇ. મારા માટે બધાં સરખા છે.
અનંત પાયલ ની પાસે જઈ ને ઉભા થઇ જાય છે અને એને કહે છે , " મને કોઈ ના થી કોઈ પ્રોબ્લેમ નથી બસ ખાલી આપણે ઘર માં કઈ રીતે રહેવું અને ઓફિસ માં એક એમ્પ્લોઇ ની રીતે કેવી રીતે રહેવું એ આપણ ને ખબર હોવી જોઈએ. આ કંપની જેટલી મારી છે એટલી સંજય ની પણ છે. એને કાઢવાનો કોઈ સવાલ નથી આવતો. જેને હું બોલ્યો છું એ કોઈ પરફેક્ટ રિઝન નાં લીધે બોલ્યો છું. અને પોતાની ભૂલો જાણી એમાં સુધારો લાવવાથી કોઈ નાનું નથી થઈ જતું."
ચાલો સ્વાતિ મારે કામ છે એટલે હું નીકળું હવે , જેને ઓફિસ પહોચવું હોઈ એ પહોચી જાઓ , આજે હાજર નાં થાય એની મારે કાલે પણ જરૂર નથી.ચાલો મળીએ ઓફિસ માં

સ્વાતિ : અનંત...પાણી આપું ???
અનંત : નાં....
અનંત વાત કરી ને નીકળી જાય છે. પાછળ થી સંજય સર પાયલ ને ઓફિસ જવા માટે મનાવી લે છે. અને બંને લોકો સાથે ઓફિસ જતાં રહે છે. પાયલ ને ઓફિસ બિલકુલ જવું ન હતું પણ સંજય ની વાત સમજી એમનું માન રાખી એ ઓફિસ જવા રાજી થઈ જાય છે.
______________________________


અનંત થોડી જ વાર માં ધનરાજ ની ઓફિસ માં આવે છે , ધનરાજ અનંત ને પોતાની કેબિન ની અંદર આવવા કહે છે.
અનંત : બોલો.....શું કામ હતું??
ધનરાજ : બેસ તો ખરો પેહલા શાંતિ થી...થોડું પાણી લે. કૉફી મંગાવું???

અનંત : નાં...સંજય ના ઘરે જમી લીધું હમણાં.
ધનરાજ : અરે વાહ....તને એના ઘરે જવાનો ટાઈમ તો મળ્યો😀
અનંત : નથી હોતો ટાઈમ , પણ અમુક વાર નથી સમજતા લોકો એટલે સરખી રીતે સમજાવવા પડે.
ધનરાજ : હા તો સારું છે ને એ...કોઈ ને સાચો રસ્તો બતાવવો ખોટી વાત તો નથી.
અનંત: તમારે શું કામ હતું.
ધનરાજ:😂😂તને જાણ્યા વગર ચેન નઈ પડે ને. સાંભળ..કાલે હું અને દેવાંગી આદિત્ય સાથે જઈ રહ્યા છે આદિત્ય ના લગ્ન ની વાત કરવા મારા મિત્ર ના ઘરે. અને તારે અમારી સાથે તારે આવવા નું છે.

અનંત : મારે નથી આવવું આ બધી વાત માં. તમે લોકો જઈ તો રહ્યા છો. મારું કોઈ કામ જ નથી ત્યાં. ઓફિસ માં આટલું કામ છે જલ્દી થી એ પતાવવા નું છે મારે.

ધનરાજ : અનંત મે તને પૂછ્યું નથી કહ્યું છે કે તારે આવવાનું જ છે.
અનંત : હું નથી આવવાનો આ વાતો માં , મને ખરેખર આ બધું નઈ સમજાતું , એના કરતાં તમે જઈ આવો અને તમને જે ઠીક લાગે એ કરો.

ધનરાજ : તારે આવવું પડશે કાલે સવારે 11 વાગે તૈયાર રેહજે. જો સાંભળ...કાલે દેવાંગી મારા પર ગુસ્સે થશે તો એનો ગુસ્સો કન્ટ્રોલ કરવાં તો કોઈ જોઈએ ને😂મને બચાવા માટે કોઈ તો જોઈશે ને.

અનંત : ભાઈ શું કામ કરો છો આ બધું?? તમે જાણો છો કે ઘર માં કોઈ ખુશ નથી તો પછી શું કરવા આદિત્ય ને હેરાન કરો છો. કરવા દો ને એને થોડા વર્ષ કામ , થોડું એના રીતે કેપેબલ થઈ જાય પછી કરજો ને જે તમને ગમે એ.

અનંત કંઈ પણ વિચાર્યા વગર ધનરાજ સામે આ બધું બોલી જાય છે અને છેલ્લે ધનરાજ ને સોરી કહે છે , ધનરાજ એમને બોવ પ્રેમ થી જવાબ આપે છે ,
" અનંત..😊😊😊કાલે 11 વાગે તમારા ભત્રીજા કહો , મિત્ર કહો કે બીજું જે પણ કહો એમના લગ્ન માટે આપણે જઈ રહ્યાં છે , એટલે જરાં પણ વિલંબ કર્યા વગર નિર્ધારિત સમય પર અચૂક હાજર થઈ જવું. "

અનંત : નિમંત્રણ આપો છો કે ધમકી આપો છો.
ધનરાજ : હું તો નિમંત્રણ જ આપું છું તારે ધમકી સમજવી હોય તો સમજી શકે. મને કોઈ વાંધો નથી.
અનંત ધનરાજ સામે જોઈ રહ્યાં હોય છે. ધનરાજ ફાઈલ જોતા જોતા અનંત ને કહે છે કે " અનંત...આમ નઈ જો , હું ડરવા નો નથી તારાથી એટલે ઘુરવા નું બંધ કર🤣🤣"
અનંત થોડી સ્માઇલ કરી ધનરાજ છે જવાબ આપે છે ,
"સારું...તમારું કામ પત્યું હોય તો હું નીકળી શકું હવે ?? "
ધનરાજ : બેશક...મે ક્યાં રોક્યો તને. બસ ખાલી કાલે સવારે 11 વાગ્યા નું યાદ રાખજે ભુલાઈ નઈ.

________________________________


પાયલ અને સંજય સર ઓફિસ માં જાય છે અને બધાં ખુશ થઈ જાય છે પાયલ ને જોઈ ને , રાધિકા પાયલ ને થોડું સમજાવે છે કે ઓફિસ માં થોડું વધારે ધ્યાન આપવું જોઈએ એને. બધાં પોતાના કામ માં વ્યસ્ત થઈ જાય છે.
બીજી તરફ આદિત્ય પોતાની ઓફિસ માં અને દિવ્યા પોતાના ક્લિનિકમાં એકબીજા ને ખુબ યાદ કરી રહ્યાં હોય છે. બંને વિચારી રહ્યા હોય છે કે કાલ નાં દિવસે ફાઈનલી એ લોકો એકબીજા થી અલગ થઈ એક નવા રસ્તે જઈ રહ્યા છે. મમ્મી પપ્પા ની ખુશી માટે પોતાના પ્રેમ ને છોડી તો દીધો હતો પણ બંને એ જ ચિંતા માં હતા કે શું એ લોકો પ્રમાણિક પણે આ નવા સફર ને પાર કરી શકશે કે હારી જશે. બંને ના ચહેરા ઉપર દર સાફ સાફ હતો એક નવી શરૂઆત નો , એક નવા પડાવ નો , એક અજાણ્યા વ્યક્તિ ને મળી એની સાથે જીવન વિતાવવા નો. એક બીજા ને ભૂલાવવા નાં પ્રયાસ માં બંને એકબીજા ને જ યાદ કરી રહ્યાં હતાં. બંને સમજદાર અને સહનશીલ છે. પણ ક્યાંક ભૂતકાળ ની યાદો હજી વિસરાય એટલી પણ જૂની નતી. એટલે બંને જાણતા હતા કે આટલી જલ્દી એક બીજા ને ભૂલવું અશક્ય છે એટલે જીવન હવે જે દિશા માં લઇ જાય એ દિશા જ સાચી. શું ખબર કાલ ની સવાર બંને નાં જીવન માં શું બદલાવ લાવશે.

_______________________________


અનંત એમની ઓફિસ માં લેપટોપ ઉપર કામ કરી રહ્યા હતા. પાયલ એક ફાઈલ લઈ ને આવે છે.

પાયલ : may I coming sir??
અનંત ઉપર જોઈ પાયલ ને અંદર આવવા કહે છે.
પાયલ : સર...આ બંસલ ની ફાઈલ છે. મે એનો લોકો સાથે વાત કરી અને માફી માંગી. એ લોકો ફરી મિટિંગ કરવા માની ગયા છે. એટલે થોડાં જ દિવસ માં એ લોકો મિટિંગ માટે પાછો કોલ કરશે.
અનંત : Ok...
પાયલ ને ત્યાં ને ત્યાં ઊભી જોઈ અનંત એને પૂછે છે.
અનંત : કામ પતી ગયું હોય તો જાવ...અહીંયા સમાધિ નથી લાગવાની.

પાયલ : સર એક કામ હતું.
અનંત : બોલો
પાયલ : કાલે મારે એક કામ છે ઘરે , એટલે હું ઓફિસ નઈ આવું તો.
પાયલ ની વાત સાંભળી અનંત આંચકા સાથે ઉભા થઈ જાય છે અને પાયલ ની સામે જોઈ તરત કહે છે કે , " એક કામ કરો ને તમે અમુક દિવસ પણ ઓફિસ આવવા ની તકલીફ કેમ લો છો , ઘરે જ રહો , હું 30 દિવસ ની સેલરી નાખીશ દઈશ તમારા એકાઉન્ટમાં , તમારે તમારા બિઝી સ્કેડ્યુલ માંથી ટાઇમ બગાડી ઓફિસ આવવા ની કોઈ જરૂર નથી. "

પાયલ : સર અર્જન્ટ છે કાલે.
અનંત : સમજ પડે છે હું શું કવ છું ??? કાલે શું થયું યાદ છે એ, આજે સવારે શું થયું એ યાદ છે. તમે લોકો ઓફિસ કેમ આવો છો એ નઈ સમજાતું મને.

પાયલ : સર..મારી 4 CL જમાં છે.
અનંત : બુદ્ધિ ઉધાર મૂકી છે.
પાયલ : શું ???
અનંત પાયલ ની પાસે જઈ ને સાફ સાફ શબ્દો માં એને જણાવે છે
" જોવો મિસ પાયલ મહેતા મે કોઈ બગીચો નથી ખોલ્યો , કે જેને જ્યારે મન પડશે ત્યારે આવશે અને મન નઈ હોઈ તો ઘરે બેસી જશે. આજે આ જગ્યા પર તમે એટલે જ છો કારણ કે સંજય ચાહે છે. બાકી મારી કોઈ જ મન ની મરજી નથી કે હું રોજ આવી આ નખરા સહન કરું. સંજય સામે હવે મારે કોઈ તમાશો નથી હોતો એટલે જ છેલ્લી વખત કહું છું જે કામ માટે અહીંયા છો એ કરો , કામ પતે એટલે ઘરે જાઓ , બીજું કોઈ બકવાસ સાંભળવા નો મને શોખ નથી , મારી પાસે તારા થી વધારે ઇમ્પોર્ટન્ટ કામ હોય છે. કાલે ઓફિસ માં 8 વાગે હાજરી જોઈએ મને. જઈ શકો છો હવે.

પાયલ અનંત સામે જોઈ ને , ગુસ્સે થઈ ને જતી રહે છે.

_____________________________________


સાંજે ધનરાજ દેવાંગી ને શોધતાં શોધતાં કિચન માં આવે છે.
દેવાંગી જમવા નું બનાવતાં હોય છે એટલે ચૂપચાપ એમની પાછળ જઈ ને ઉભા રહી જાય છે. કામ કરતાં કરતાં દેવાંગી નાં હાથ માંથી એક ડબ્બો પડવા જાય છે અને તરફ ધનરાજ એ ડબ્બો પકડી લેઇ છે.અને દેવાંગી એમના તરફ જોઈ રહે છે.
ધનરાજ : જોવો.. જોવો...જોવો..ક્યાં ધ્યાન છે તમારું. જમવાનું બનાવતા સમયે પણ મારી યાદો માં ખોવાઈ રેહશો તો આવું કંઈ રીતે ચાલશે.

દેવાંગી : મારું ધ્યાન મારા કામ માં છે.
ધનરાજ : અને મારું તમારાં માં 😄
દેવાંગી : લાઇનો મારવા નું બંધ કરો , છોકરાઓ ને શોભે આ બધું , બુઢ્ઢાઓ ને નઈ.
ધનરાજ : 😳😳 બુઢ્ઢો કોણ ??
દેવાંગી : અહીંયા બીજું કોઈ દેખાઈ છે તમને.

ધનરાજ : વાહ...very good. તો સાંભળો બુઢ્ઢા ના beautiful wife , કાલે મારાં છોકરાં ના લગ્ન ની વાત માટે જવાનું છે ત્યાં તો આવશો ને આ બુઢ્ઢા નો સાથ આપવા , કે પછી સાથ છોડવાં નો ઈરાદો છે.

દેવાંગી : બીજો કોઈ રસ્તો છે મારી પાસે?
ધનરાજ : રસ્તો હોત તો શું કરેત દેવાંગી?
દેવાંગી : મારો છોકરો મારો જીવ છે રાજ , મારા જીવ ને નઈ તડપાવશો.
દેવાંગી ત્યાં થી જાય છે અને ધનરાજ તરત એમને હાથ પકડી ને રોકી લેઇ છે. અને એમની સામે ઉભી ને પ્રેમ થી સવાલ કરે છે.
ધનરાજ : વિશ્વાસ સંબંધ નો પાયો છે દીશા , તને તડપાવિશ તો મને કંઈ નઈ મળે એટલે સમજી ને વિચારી ને જો.સંબંધ ના ચક્રવ્યૂહ માં ઘણી વખત વિશ્વાસ નામ નો વીર હારી જતો હોય છે એમાં કોઈ નવાઈ નથી
મારા પર વિશ્વાસ હોઈ તો કાલ ના દિવસે તૈયાર રહેજો 11 વાગે , તમારા પતિ નો સાથ આપવા. અને નઈ આવો તો આ બધું જે થઈ રહ્યું છે એનો કોઈ અર્થ નથી.સંબંધ ના ચક્રવ્યૂહ માં ઘણી વખત વિશ્વાસ નામ નો વીર હારી જતો હોય છે એમાં કોઈ નવાઈ નથી.
દેવાંગી ને આટલું કહી ધનરાજ ત્યાં થી જતાં રહે છે.

______________________________________


રાધિકા સાથે એક્ટિવા પર વાત કરતા કરતા પાયલ રાધિકા ને બધી વાત કરે છે.
રાધિકા : પાયલ શું કામ વારે વારે પંગો લેઇ છે તું સર સાથે ?
કાલે આટલું થઈ ગયું તો પણ નઈ સમજાતું તને

પાયલ : રાધિકા...મને આ માણસ સમજાતો જ નથી અને હવે મારે સમજવો પણ નથી. અને હવે ડેડ ને પણ મારે આ બધી વાતો માં નથી લાવવા , અને રહી વાત કાલ ની તો પાયલ આજ સુધી કોઈ નું નથી માની તો હું આ સ્ટોન ઓબરોય ની વાત પણ નહિ જ માનું🤣🤣😂એને એની મનમાની કરવી હોય તો હું મારી મનમાની કરીશ. ઓફિસ માંથી કાઢવા નો ડર મને બતાવવાં થી કંઈ નઈ થાય.
રાધિકા : પાયલ તું સુધારવા ની જ નહિ
પાયલ : મારે સુધારવા નો ટ્રાય પણ નઈ કરવો , કારણ કે સુધરેલા કેવા હોઈ એ ઓફિસ માં આજકાલ બધાં જ જોવે છે. કેટલી શાંતિ હતી પેલાં ઓફિસ માં. જ્યારથી આ સુધરેલું પ્રાણી આવ્યું છે ને ત્યારથી પથારી ફરી ગઈ છે બધાં ની🤣🤣😂હોશિયારી હાડી કામ થી કામ નઈ રાખતી , મને શીખવાડે છે પાછું કે મારે કંઈ રીતે રહેવું. અને હવે જંગ થઈ તો ડેડ વચ્ચે નઈ આવે. ડાયરેક્ટ મુકાબલો જ થશે. એક સાથે બધી હોશિયારી નીકળી જશે સ્ટોન ઓબરોય ની😂

રાધિકા : પાયલ બોસ છે એ આપણાં , બોલવા માં ધ્યાન રાખ. અને હા આવી ચેલેન્જો નઈ કરીશ એમને.

પાયલ : બોસ તમારા બધાં ના હશે , મારા તો જન્માક્ષર ના દોષ છે એ. આપોઆપ નીકળે તો સારું. નકર મારે કંઇક કરવું પડશે😌અને વાત રહી ચેલેંજ ની તો એ તો કાલે સીધી સીધી નિશાના ઉપર લાગશે.😌😌😉
રાધિકા : હૈ ભગવાન !
પાયલ : ભગવાન નઈ યમરાજ નો કાકો છે આ , યમરાજ ને એમનું કામ શિખવાડે ને એ ટાઈપ નું માણસ છે આ ડોઢડાયું.

રાધિકા : જવા દે એ બધી વાતો , દિવ્યા દી ને best of luck કેજે.

પાયલ : સારું ચાલો મળીએ કાલે... sorry sorry કાલે નઈ પરમ દિવસે. કાલે જાહેર રજા છે મારી , કહી દેજો તમારા અનંત ઓબરોય સાહેબ ને. BYE BYE 👋🏻🤣🤣

★★★★★★★

THANK FOR READING 🙏🏻
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️.