The Scorpion - 100 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ-100

રાજા ધ્રમુન આસવ પીને ધૂત થયેલો. એણે માહીજાને પણ આસવ પીવરાવેલો. માહીજા આસવ પીને રીતસર નશાની પરાકાષ્ઠા પર પહોંચી ઢોળીયા પર પડી ગઇ. રાજા ધ્રુમન એને પ્રેમ કરવા એની પાસે ગયો. એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં એનાં વસ્ત્રો ઉતારી આગળ વધે ત્યાં રોહીણી એકદમ કૂબામાં આવી એણે રાજા ધ્રમુનને કહ્યું “રાજા તમને આવું શોભે છે ? તમે આ શું કરી રહ્યાં છો ? આ કૂબો...”

ત્યાં રાજા ધ્રમને આસવના નશાનાં તોરમાં કહ્યું “તું અહીથી બહાર જા.. હું હજી કબીલાનો રાજા છું એણે મને આમંત્રણ આપ્યું છે તું બહાર નીકળ તને આમ અચાનક અંદર આવવું તને શોભતું નથી. આપણાં કબીલાનો રીવાજ છે એ ફારગતી લઇને આવી છે. હું એને..”.

ધ્રુમન આગળ બોલે પહેલાં રોહીણી ગુસ્સા અને નફરતથી બહાર નીકળી ગઇ અને કૂબાનો દરવાજો જોરથી બંધ કર્યો. રાવલો કબીલાનાં સૈનિકો જે કૂબાની અને કબીલાની સંરક્ષણ કરવાવાળા એમની સાથે અગત્યની ચર્ચા કરી રહેલો. રોહીણી એની પાસે ગઇ.. એ કંઇ બોલે પહેલાં રાવલાએ કહ્યું “રુહી હું બધું જાણું છું શું કહેવા તું આવી છે. હમણાં શાંત રહેજે હું આનો કાયમી ઉકેલ લાવી દઇશ. ભલે મારો બાપ રહ્યો થોડી ધીરજ રાખ.”

રાવલો અને રોહીણી વિવશ લાગ્યાં રાજા ધ્રમુનને કેવી રીતે સમજાવવા કે સજા આપવી એનાં અંગે વિચારવા લાગ્યાં.. રાવલાએ રોહીણીનો હાથ પકડ્યો અને કબીલામાં આવેલાં શેષનારાયણનાં મંદિરમાં ગયાં..

રાજા ધ્રુમને આસવનાં ફરી ઘૂંટ પીધાં હવે એને વાસના સિવાય કંઇ સૂજતું નહોતું એણે માહિજાનાં નગ્ન શરીર પર ચઢાઇ કરી એનું શરીર ચૂંથવા માંડ્યું અને બેભાન જેવી માહીજા સાથે સંભોગ કરવા માંડ્યો એ પરાકાષ્ઠાએ પહોચ્યો ત્યારે માહીજા પણ એને વળગી પડી એને સાથ આપવા માંડી બંન્નેનાં નગ્ન શરીર એકબીજાને વળગીને રતિક્રીડાનાં અંતિમ પડાવે પહોચી ગયાં.

રાજા ધ્રુમને કહ્યું "તને પ્રેમ કરી આજે હું સંપૂર્ણ સંતૃત્પ થયો છું તું મારી સાથે લગ્ન કરી લે. આપણે કબીલામાં રહી મજા કરીશું.” માહીજા એને વળગી પડી.

**************

મઠ પાસે પહોંચી અને ગાડીઓનો રસાલો ત્યાં ઉભો રહ્યો. જેવાં ગાડીમાંથી નાનાજી, નાની, દેવ, દેવમાલિકા ઉતર્યા, મંઠમાંથી સાધુ જેવા સેવકો દોડીને નાનાજી પાસે આવ્યાં. એમનો સત્કાર કરતાં કહ્યું “આવો આવો ચંદ્રમોલીજી આપનું સ્વાગત. મઠાધીશ ગુરુએ આજે કીધેલું કે આપ પધારવાનાં છો એટલે ખાસ હવનયજ્ઞનું આયોજન કરેલ છે.”

નાનાજીએ આભાર માનતાં કહ્યું “એ ગુરુનાં સંકેત મને પણ મળેલાં એતો ત્રિકાળજ્ઞાની છે એમને બધી ખબરજ હશે મારી સાથે મારી વ્હાલી દોહીત્રી અને એનાં જેની સાથે લગ્ન થવાનાં છે એ દેવ પણ સાથે આવ્યો છે એમને દર્શન કરાવવા અને ગુરુજીનાં મઠાધીશનાં આશીર્વાદ લેવાજ આવ્યાં છીએ.”

સંત સેવકોએ બધાને અંદર લઇ જવા માટે સંકેત કર્યો. દેવ બધું આશ્ચર્યથી અને આનંદથી બધું જોઇ સાંભળી રહેલો.

બધાં પહાડની ગુફાનાં પ્રવેશદ્વારે પહોંચ્યાં. ત્યાં પ્રવેશદ્વાર પર જાણે સાક્ષાત નાગદેવ હાજર હોય એવી એમની મૂર્તિ હતી એટલી પ્રભાવશાળી હતી કે જાણે હમણાં બોલી ઉઠશે.

બધાં ગુફા પ્રવેશ કરે છે સાવ નાનો માનવકદનો એવો ભાગ જેમાંથી સાચવીને પ્રવેશ કરવો પડે શરૂઆતમાં આછું અજવાળું હતું અંધારાનો ભાગ ભર દિવસે વધારે હતું અને થોડાં પગલાં ચાલ્યા પછી ગુફાનો અંદરનો ભાગ જોઇ દેવ આશ્ચર્ય પામી ગયો. એણે દેવીનો હાથ પકડીને કહ્યું “આવી જગ્યા આટલું પવિત્ર સ્થળ આવી વિશાળ ગુફા પ્રથમવાર જોઇ છે.”

પ્રવેશ પછી થોડું અંધારામાં, આછા અજવાળામાં પસાર કર્યા પછી વિશાળ ગુફાનાં દર્શન થયાં એકદમ તેજોમય અજવાળું અને વિશાળતા જોઇને આપોઆપ હાથ જોડાઇ જાય. ત્યાં બધાં નાગપંથી સાધુઓ હાજર હતાં બધાં હવનયજ્ઞની વ્યવસ્થામાં પરોવાલેયલાં હતાં.

ત્યાં નાનાજીએ કહ્યું “હવે તું અહીં પ્રથમવાર આવ્યો છે દેવી તો આવી ગઇ છે ઘણીવાર મારી સાથે આ ખૂબ પવિત્ર જગ્યા છે. અહીંના બધાં સાધુઓ નાગપંથી છે ભગવાન શેષનારાયણાયને માનનારાં છે અહીંના પીઠાધીશ જે મઠનું સંચાલન કરે છે એ ત્રિકાળજ્ઞાની અને કદાચ 150 વર્ષથી વધુ ઉંમરનાં છે છતાં એવું લાગશે માંડ 35-40 વર્ષનાં છે એટલાં તેજસ્વી છે. એમને ઊંમરનો કોઇ સ્પર્શ નથી એ મહાજ્ઞાની અને શેષનારાયણનો સાક્ષાત્કાર કરેલો છે અહીંની હિમાલયની પહાડીઓ, પંચતત્વનાં સાક્ષાત્કર સમાન બધી વનસ્પતિ અને બધાનું સંરક્ષણ કરે છે. એમની કાળજી લે છે એમનું નામ વિવાસ્વાન મહારાજ છે”.

“આપણે પહેલાં એમની ગુફામાં જઇને આશીર્વાદ લઇએ તને પ્રથમવાર મળી રહ્યાં છીએ એમનાં ચરણોમાં બેસી પહેલાં જ્ઞાનનું રસપાન કરીશું પછી એમનાં આદેશ પ્રમાણે આગળ કાર્ય કરીશું.”

આમ વાતો કરતાં એને નાનાજી જે જાણકારી આપી રહેલાં એ વિસ્મયથી સાંભળતો દેવ હાથ જોડીને બધું સાંભળી રહેલો. ત્યાં નાગપંથી સાધુઓએ કહ્યું “અંદર ભગવન વિવાસ્વાન વિરાજમાન છે. આપ અંદર જાઓ તમને એમની પાસે લઇ જવાનો આદેશ છે.”

નાનાજી -નાનીજી -દેવમાલિકા - દેવ બધાં બીજી અંદરની ગુફામાં પ્રવેશ કરે છે.

ગુફામાં પ્રવેશતાંજ ગુફામાં જાણે હજારો દીવા દૈદીવ્યમાન હોય એવું તેજ હતું ત્યાં પત્થરનાં આસન પર વાધ્રચર્મ પર ભગવન વિવાસ્વાન બેઠેલાં હતાં એમનાં ચહેરા પર અદમ્ય તેજ હતું એમનાં કપાળે મોટો મણી હતો જાણે ત્રીજી આંખ... એમને બધાં ત્રિનેત્ર સ્વામી મહારાજ પણ કહેતાં એમનાં હોઠ પર સ્મિત હતું નાનાજી એમનાં પગ પાસે માથું નમાવીને આશીર્વાદ લીધાં. પછી સૂરમાલીકાની માં ઉમામાલિકાએ માથું નમાવ્યું.

દેવમાલિકાએ તો એમનાં પગ પકડીને આશીર્વાદ લીધાં. એમનો હાથ આશીર્વાદ મુદ્રામાંજ હતો હોઠ પર સ્મિત. પછી દેવ એમની પાસે ગયો એ સાવ જાણે સમર્પિત થઇ ગયો હોય એમ એણે પણ પગનો સ્પર્શ કરી માથું નમાવ્યું અને એ ધુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યો એનાં આંખનાં આંસુ...વધુ આવતા અંકે ---- પ્રકરણ-101
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED