સોનલ આડુંઅવળું કયાંય જોયા વગર પોતાના માર્ગ ચાલવા લાગી. લોકો કુતુહલવશ આટલી નીડર, સ્વરૂપવાન યુવતીને જોતાં જ રહી ગયા. એ સમયે રાજમહેલના ઝરૂખામાંથી 'બોલાડીગઢ'નો પ્રતાપી અને પરાક્રમી રાજા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. એ જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે આટલી સામથ્યૅવાન, સ્વરૂપવાન અતૂલ સૌદર્યવાન શકિતશાળી સ્ત્રી ને પેટે પુત્ર જન્મ થાય તો એ પુત્ર કેટલો પરાક્રમી, સુંદર અને વીરપુરુષ બને. ! !
ઈ. સ ૮૪૩ માં કંથકોટ નો કિલ્લો ચડાઈ ગયોગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો ચડાવી પોતાનું મુલ્લક આબાદ કરવા મચી પડયો. જામ સાડની ચડતી જોઈ તેનો સાળો ધરણ વાઘેલા ઇષૉની આગમાં શેકાવા લાગ્યો. તેનું રાજય પચાવી પાડવા એક દિવસ સાડને મિજબાનીમાં બોલાવી દગા થી મારી નાખ્યો. ત્યારે વિક્રમ સંવત હતી ૮૯૯.જામ સાડના મૃત્યુ સમયે તેમનો પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો. હવે ધરણ વાઘેલા એ ફૂલકુમાર ને મારી નાખવાનો વિચાર કર્યો. ત્યારે ફારક નામની દાસી ફૂલકુમાર ને લઈ સિંધ તરફ ભાગી ગઈ. ધરણ વાઘેલા પાછળ જ હતો. દાસીએ પોતાના પુત્ર અને રાજકુમાર ના કપડાં ની અદલાબદલી કરી. ધરણ વાઘેલા એ દાસી પુત્રને ફૂલકુમાર સમજી મારી નાખ્યો. દાસીએ નિમકહલાલી નિભાવી તેને બાંભણસરમાં દુલાર પાદશાહના રાજયમાં લઈ આવી. ત્યાં ત મોટો થયો. દાસી એ રાજને બધી સાચી વાત કરી. પાદશાહે દાસીની સ્વામીભકિત થઈ ખુશ થઈને પોતાની દીકરી ના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા. થોડા વષૅ પછી પોતાના પિતાનું વેર વાળવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો. કચ્છમાં આવી મામા ધરણ વાઘેલા ને ફાંસી ચડાવી મારી નાખ્યો. કચ્છ બનીમાં એક ડુંગર પર સારું સ્થાન જોઈ ત્યાં પિતા ની જેમ કિલ્લો ચડવાનું શરૂ કર્યું. નામ રાખ્યું 'બોલાડીગઢ' કિલ્લો તૈયાર થયો, વિકસ્યો.થોડા વરસો બાદ એક દિવસ રાજમહેલના ઝરૂખામાંથી જામ ફૂલ ની નજર પાડાને થપાટ મારતી અત્યંત સ્વરૂપવાન યુવતી પર પડે છે. એ યુવતી એટલે સોનલ !
રાજા જામ ફૂલ અને સોનલના લગ્ન થયા. રબારી ની અપ્સરા જેવી દિકરી રાણી બની. જામ ફૂલ ને અન્ય ચાર રાણીઓ હતી. જામ ફૂલ અને સોનલને પુત્ર લાખો જનમ્યો. અત્યંત સ્વરૂપવા અને નીડર સોનલ અને પુત્ર લાખો રાજાના ખુબ માનીતા થઈ ગયા. આથી અન્ય રાણીઓની ઇષૉ અને અદેખાઇ દિવસે ને દિવસે વધવા લાગી. વર્ષો વીતવા લાગ્યા લાખો મોટો થતો ગયો.
વસંતઋતુના સમયે રંગમહેલમાં વસંત નો ઉત્સવ ઉજવાઈ રહયો હતો. સૌ એકમેકમાં કેસુડાના લાલ રંગની પીચકારીઓ છોડી રહયા હતા. લાખોકુમાર પોતાની ભાગી સાથે રંગથી રમી રહયા હતા. રંગ ઉડાડતા ઉડાડતા ઓરમાન માતા સોઠી પાસે પહોંચી , રંગ નાખી બેઠો. રાણી ગુસ્સે થઈ. સાવકો દિકરો માતા પર રંગ નાખી જ કેમ શકે ? લાખાએ પગમાં પડી માફી માંગી. સોઠી રાણી ક્રોધાયમાન થઈ રાજા જામ ફૂલ ને ફરિયાદ કરી. માતા સાથે હોળી ખેલવાની મર્યાદા લાખાએ ઓળંગી છે એ સાંભળીને જામ ફૂલ ઉશ્કેરાઇ ગયો . લાખા નો એક પણ શબ્દ સાંભળ્યા વિના પોતાની સૌથી વહાલી રાણી ના કુવર બોલી ઊઠયો. "જા તને દેશવટો આપું છું. નીકળી જા મારા દેશમાંથી" લાખા નું અંતર ઉકળી ઉઠયું. તિરસ્કૃત થયેલો લાખો ત્યારના રિવાજ મુજબ કાળા ઘોડા પર કાળા લૂગડાં પહેરી સીમા બહાર નીકળી ગયો. લાખો ફરતો ફરતો સામંતસિંહના ચાવડા ના અણહિલપુર પાડશે પહોંચ્યો. એ સમયે ત્યાં રાજખટપટથી ભારે અશાંતિ તંગદિલી સજૉઈ હતી. લાખાએ પોતાની કુનેહ અને કાયૅકુશળતા થી રાજયમાં શાંતિ સમૃદ્ધિ પાછા લાવ્યાં. તેના જેવા મહાન પરાક્રમી અને પ્રતાપી વીર ને અનાયાસે પોતાના રાજયે આવી પડલો જોઈ સામંતસિંહ ઈશ્વર નો આભાર માન્યો. પોતાની પ્રસન્નતાની ભેટરૂપે લાખાને રાજયનો જમાઈ બનાવ્યો.