લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 6 Jigna Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 6

અને જાણ જે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને કટકેય નહીં મૂકું,
મામાનું લૂણ. "

"ભાઈ ! મારે વેર નથી લે__! "

"ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્વોહનું પાપ ! યાદ રાખજે_
સોમવારે , શિવાલય, સાંજરે ! "

એટલું બોલી રાખાઈશે ઘોડી વાળી. અંધારામાં એના ડાબલા ગાજા રહ્યા. કોઈએ કોઈનું મોં પણ જોયું નહિ. આંખો ન મળી. ફકત અવાજે અવાજ ભેટયા. "ઉભો રહે ભાઈ "એવો સાદ કરતો મૂળરાજ અટારીમાં ઉભો રહ્યો.
"વાહ મારા ફરજંદ ! વાહ સોલંકી ! રંગ તારા શામધરમને ! ને રંગ તારા પુત્રધરમને ! "

પ્રાગડના દોરા ફૂટે તે પહેલા તો રાખાઈશ આટકોટના ગઢમાં દાખલ થઈ ગયો. ખાસદારે તો ઊનું પાણી તૈયાર રાખ્યું હતું. ખાસદારે ઘોડીને નવરાવી માલીશ કરી. જાણે એક ગાઉનીય મજલ ન કરી હોય એવી તાજી ફૂલમાળ બની રહી.
લાખાનો રિવાજ હતો કે સવારે આવી ને પોતાના ઘોડાના શરીરે હાથ ફેરવવો. એ આવ્યો. ફૂલમાળ પર હાથ ફેરવવા લાગ્યલાગ્યો. કાંઈ ફરક ના લાગ્યો. ત્યાં લાખાની નજર ઘોડીના કાનમાં ગઈ. એણે કાનમાં આંગળી ફેરવી. આંગળી ઉપર માટી બેઠી. ડોળા કાકાઢીને એણે પૂછયું ! "ખાસદાર ફૂલમાળ કલે રાત્રે કયાં ગઈ હતી ? "
"કયાંય નહીં બાપુ ! તમારી આજ્ઞા જાણું છું "

"ખોટું ! આ ધૂળ જોઈ ? આ ધૂળ સોરઠની નો'ય બોલ. કોણ ચડેલું ? "

ખાસદાર થંભી ગયો.

"કોણ ભાણાભાઈ ? "

ચાકર ડોકું ધુણાવ્યું.

"હા ! સમજાયું ! " લાખાની બેય ભમર ખેંચાઈને ભેડી થઈ.

આજે સોમવાર છે. મામા શિવાલય જાય છે. સાથે સૈન્ય તૈયાર થાય છે. કોઈ દિવસ નહિ. ને આજે રાખાઈશ હથિયાર બાંધે છે. મામાએ ભાણેજની તૈયારી જોઈ. ભાણેજના શરીરે કેસરિયા છાંટણા દેખ્યા. ભાણેજની આંખોમાં છેલ્લી વિદાયના રંગ જોયાં. આજ દગો થવાનો. મામાએ લશ્કરને હથિયાર બાંધવાનો હુકમ દિધો.
આગળ ભાણેજ ને પાછળ મામાએ. ભાદરમાં સ્નાન કરી ધોતિયું પહેરી ત્રિપુટી તાણી. મામા શિવાલયમાં બેઠાં. ૐકારના ધ્વનિ એના ગળામાંથી ગામના લાગ્યા. ઘી ના દિવા થંભી ને લાખાના સ્તવનો સાંભળી રહયાં છે. શિવાલયના પગથિયે, મામાના હથિયાર અને બખ્તર લઈને રાખાઈશ બેઠો છે. તલવારની મૂઠ ઉપર પોતાનું દૂધમલિયુ માથું ટેકવ્યુ છે. મામાના મોંમાંથી ૐકારની સાથે એકતાલ બનીને ભાણેજ મોંમાંથી નિસાસા છૂટે છે. ભાદરને બંને કાંઠે લશ્કરનો વ્યુહ રચાવા માંડ્યો છે.
આંભમાં આંધી ચડે છે. સૂરજ ધૂધંળો થાય છે. બધરતીના પડ ધણધણી હાલ્યા છે. સોલંકીના સહસ્ત્ર સહસ્ત્ર ભાલા કોઈ મહા દાવાનળની શિખા સળગતી હોય તેવા ચડકી ઉઠયા
કાળી નાગણીઓ જીભના લપબકારા લેતી હોય તેવી તલવારો ઝડહળવા લાગી. ભારને કાંઠે ભેટભેટા થઈ. લોહીના પરનાળા બંધાઈ ગયાં.

એ આટકોટના યુદ્ધમાં આટકોટના યોદ્ધાઓ કપાઈ ગયાં. સોલંકી નું સૈન્ય સામે કાંઠે થી આ કાંઠે આવી પહોંચ્યું. એ વખતે લાખની પૂજા ચાલું હતી. પૂજા પૂરી થયા સુધી આસપાસ યુદ્ધનાં ધમાસણા બોલાતા હતા. તોય લાખો ડગયો નહોતો. હવે એ ઉઠયો. સામે ભાણેજ ને બેઠેલો ભાળ્યો. " હાય હાય હમણાં જ મને કાપી નાખશે. મારા હથિયાર એની પાસે છે. બહાર નીકળીશ એટલી જ વાર છે. "એવી મને ફાળ પડી. ભાણેજે ઉઠીને મામાને લૂગડાં દીધાં. બખ્તર પહેરાવ્યુંપહેરાવ્યું. હથિયાર સોંપ્યા, અને કહ્યું, "ચાલો "

"ઓ. ..હો ! આખું લશ્કર ખળુ થઈ ગયું ! " લાખો જોઈ રહ્યો.

મૂળરાજ લગોલગ આવી પહોંચ્યો. મામો ભાણેજ કંઈકને કાપતાં કાપતાં મૂડદાંના ગયો ઉપર પગ મેલીમેલીને આગળ વધે છે. ભાણેજ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.

ઓ ઊડે ગરજાણ (જને) ગોકીરે ગજબ થિયો,
હેડા, હાલ્ય મેરાણ, રણ જેવા રાખાશનું.