"બાપ, તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયાં, "
"બોલો એને કોણે માર્યા ? મારી એક આંખમાં ઝેર કેમ ઝરે ?"
"એને મામાએ માર્યા _ તારા અન્નદાતાએ. "
"મારા કૂળમાં કોઈ સગુ ના મળે ? "
"અણહિલપુરનો રાજા મૂળરાજ તારો ઓરમાયો ભાઈ થાય છે ને અને તારા મોટાબાપુ ત્યાં જ રહે છે. "
"ત્યારે આપણે અહીં શીદ રહયે છીએ ? "
"આપણે કિયા જઈએ ? કોણ સંઘરે ?"
"મારા બાપુ પાસે જઈએ _ત્યાં સ્વૅગમાં. "
માં સમજી ગઈ. ડળકડળક પાણીડા પાડતી એ દિકરાના માથે હાથ મેલીને બોલી. "જો જે હો બાપ, રજપુતાણીનો દિકરો ! બાપનું વેર લેવા જતાં લૂણહરામી ના થતો. તારા રૂંવે રૂંવે તારા મામાનું અન્ન ભર્યું છે. રાખાઈશ ! વેર લેતા આવડતું હોય તો જાજે. " માડી તમારી કૂખ નહીં લજાવું. ધરપત રાખજે ! "
રાત પડી , જગત આખું પહેલી પહોરની નીંદરમાં પડયું છે. શસ્ત્ર સજીને રાખાઈશ ઘોડારમાં આવ્યો છે:ખડગ ખેંચીને ખાસદારને કહયું:
"ફૂલમાં ઉપર સામાન માંડ ! "
"અરરર બાપુ ! મામા ગરદન મારે,ફૂલમાળ ઉપર બીજા કોઈનો હાથ નથી અડતો.! "
"મામા તો સવારે મારશે, પણ હું તો અત્યારે જ પ્રાણ લઈશ.! "
ખાસદારને બીજો આરો નહતો, ફૂલમાળ ઘોડી પર ચડીને કાળી રાતે રાખાઈશ પંથ કાપવા માંડ્યો. હાલાર વટાવી. પાંચાળના ભેંકાર ડુંગરા વસાવ્યા, ઝાલાવાડની ઝીણી ઝીણી રેતીનાં ડમર માથી પાર નીકળ્યો. અને મધરાતનો પહોર ભાંગ્યોભાંગ્યો તે વખતે પાટણના ગઢને દરવાજે ટકોરા દીધા. દરવાજા ઉઘડાવ્યા. ગુજૅરપતિને માંઠ મેડી સામે જઈને જાણે રાજને અવાજે ભાઈ ભાઈ સાદ કરતો તેમ સાદ પાડયો. મૂળરાજ ભાઈ ! એ ભાઈ ! "
મૂળરાજ ઊંગે છે.
ફરી સાદ કર્યો. "એ બાપ ! આવડી બધી ઊઘ ! બાપનું વેર લીધા વિના આટલું બધું ધારણ વરી ગયું. ! આ કયાં સુખની સવાર ઊઘ, ! "
"અંધારી અધરાતે કિલ્લાની મૂંગી સવાર દિવાલો સામા પડગા દેવા લાગી. ! "મૂળરાજ ! ભાઈ મૂળરાજ ! "
આભમાંથી જાણે ઠપકો આવે છે _" આવડી બધી ઊઘ! આવડું બધું ધારણ ! "
દરવાજા ઉપરની મેડીમાંથી એક આંધળા ડોસાએ ડોકયું કાઢ્યું, પુછયું , "કોણ છે? "
"હું છું"
"ઓ હો હો હો ! ઓળખાણો એ સાદ ! મારો બાપ આવ્યો રાખાઈશ આવ્યો ! મારું પેટ આવ્યો ! મારી આંધળા ની આંખનું બીજું રતન આવ્યો ! "
"બાપુજી ! "રાખાઈશ ના ગળામાં પિતૃભકિતનું સંગીત બંધાઈ ગયું ! "
"બાપુજી ! જાગો છો! "
"જાગું છું બેટા! " હું અઠાર વરસથી જાગું છું આવ્ય બાપ ! તને છાતીએ ભીંસીને પછી મરું. "
"બાપુજી ! " આજ નહિ આવતે અવતાર. આજ આ છાતી અપવિત્ર છે. મારે વરસ વરસ જેવડી ઘડી જાય છે. બોલાવો ભાઈને જટિલ બોલાવો . ! "
મૂળરાજ ે અટારીમાંથી હોકારો સાંભળ્યાંસાંભળ્યાં ડોકયું કાઢ્યું "ભાઈ ! "
" હો ભાઈ ! ભાઈ શબ્દ તે રાત્રિએ ધન્ય બન્યો. જગતમાં જાણે પહેલી વાર ભાઈએ ભાઈને બોલાવ્યો.
"આવડી બધી ઊઘ ! બાપનું લોહી તો હજું લીલું છે. બાપનો મારતલ હજુ રાજ ભોગવે છે.! "
"બાપ ! તારો મામો ! આશ્રયદાતા ! "
"ફિકર નહિ તને બોલાવા આવયો છું સોમવારે ભાદરવા કાંઠે શિવાલય ઉપરસાંજરે. "
"અને તું "
"હું રજપૂત થઈને પૂછછ ? હું મારા અન્નદાતાનાં મોઢા આગળ રહીશ. મરતાં પહેલાં એનો હિસાબ ચૂકવીશ. એની આગળ સાત ડગલાં રહીને મરીશ. પણ જોજે હો હયું પોચું ન પડી જાય. ! !
જોજે ! ભાઈ માથે એ વખતે હેત ના આવી જાય ઝીંકી ને મારી છાતી પર ઘા કરજે.