લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 3 Jigna Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 3

જે દિવસે લાખો જનમિયો, ધરાવતા કાછ ધરાવે,
તે દિવસે પિરાણા પાટણજા, કોઠા લોટ કરા.

કચ્છનો ધરાવતી લાખો જે દિવસે જનમ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો,

સૂરજનો કુમાર આવા વીર શુકન લઈને ધરતી પર ઉતર્યો, એના જન્મની ખુશાલીનો ડંકો ચોરીની ઝાલર ઉપર નહી પણ ગુજરાતના પાટનગર ગઢની દિવાલ ઉપર વગાડયા, એની છઠ્ઠીના લેખ લખવાની વિધાતા મોળો, અક્ષર કાઢતાં કાંપી ઉઠી હશે.

બાપની સાથે લાખાને અણબનાવ થયો. મોઢું જોવાનુંયે સગપણ ના રહયુ. સૂરજનો પુત્ર યુવાનીના રંગ રમવા સોરંઠને કાંઠે ઊતર્યો. કંઈ ઘમસાણ બોલાવ્યા. આઠ આઠ કોટની રચનાવાળુ એક નગર બાંધ્યું. લીલી અને સૂકી બબ્બે ભાદર નદીઓનાં નીર જયાંથી પહેલવહેલા વહેવા માંડે છે. એ દેવતાઈ નગર ઉપર હજયે આટકોટ નગર ઉભું છે. પ આ આઠ કોટ તો માટે ભેળા મળ્યા છે.બખ્તર કાઢી નાખી ને કોઈ ક્ષત્રી કેમ જાણે નદીને નિજૅન કાંઠે ઉભે ઉભે પોતાની આગવી જાહોજલાલી યાદ કરતો હોય. .!!
કાંધે ગંગાજળની કાવળ ઉપાડીને રાજ બીજ બે ભાઈઓ ભગવે લૂગડે દ્વારકા જાય છે. આટકોટના પાદરમાં ઉતારો પડયો છે. આંહીં એક ટંકારા વાગે ને એનો રણકાર જેમ આઘે આઘે પથરાય જાય તેવી રીતે બીજકુમાર ની કીર્તિ એટલા વખતમાં તો ચારણોએ અનેક રજવાડામાં પહોચાડી દીધી હતી. જેને જેને ખોટી સાક્ષી ઘોડા હતા તે તમામ એ અશ્વ-પરીક્ષાની તપાસ કરાવતા. લાખા ફુલાણીને જાણ થઈ. પાંખપસર નામના પોતાના ઘોડાને બતાવવા લાવ્યા. પાંખોવાળા પંખીની વેગે ચાલનાર એ માનીતો ઘોડો કોણ જાણે શા કારણે એક પગ ઊચો રાખતો હતો.ઓસડ બહું કર્યા હતાં તોય ઘોડો પગ માંડતો નહીં.
આંધળાએ બીજે ઘોડાની આખી કાયા પર હાથ ફેરવી જોયો. એણે કહ્યું. લડાઇ નો ડંકો દેવરાવો, નોબત ગડેડાવો. રણશિંગાનો શોર મચાવો. આખા લશ્કરને સજજ કરી બહાર કાઢો. હોકારા પડકારા કરાવી દિશાઓ ગજાવી મૂકો.
રંડી બાબ ! રંડી બાબબાબ ! લડાઇ ના ડંકા વાગ્યા. નેજા ચડયા. નોબતે ઘાવ દેવાણા તૂરી ભેરી વગડીયા. આકાશ ધૂધડો થયો. લશ્કર નીકળ્યું. ઘોડાની હણહણાટી ને આદમીઓના હોકારા પડકારા એ શોરબકોર સાંભળતાં ત્રણેય પગે ઉભેલા ઘોડાએ ઝડપી દઈને ચોથો પગ નીચે મૂક્યો. હણહણાટી દીધી. ખીલો કઢાવી નાખવા ઝોટ મારી.
બીજે ચોથો પગ જાલીડ લીધો. તેલ દવા મદૅન કર્યા. ઘોડાની ખોટ ટરી. માણસો મોંમાં આગળા ઘાલી ગયાં.
"રાવ લાખા ! "અંધ બીજ બોલ્યાં આમા બીજો ઇલમ નહોતો. ઘોડાને સ્વપ્ન ઘા થયો હતો. લડાઇ નું એને સ્વપ્ન આવેલ કે લડતાં લડતાં જાણે પોતાનો પગ ઘવાણો છે એટલી ભ્રાતિ થવાથી એ પગ નીચે નહોતો માંડતો.
લાખો કહે ! "દેવતાઇ પુરુષ મારી બહેન સયાજીનું પાણીગ્રહણ કરો"
બીજ બોલ્યાં " બાપા લાખા રાવ! મઃરી વિદ્યાને કોઈ નું શોકયપણુ ના ફાવે મરજી થતી હોય ઓ રાજને જમાઈ કરો. ઉઘડતા ગુલાબ જેવો રાજ શોભતો હતો. એની વિદ્યા એક જ હતી ને તે મસ્તકમાં નહોતી. ભૂજામાં હતી. એ જયારે માંથું
લાવતો ત્યારે સાવજ જાણે પોતાની કેશવાળી ખંખેરતો હોય એવો પ્રતાપી દેખાતો. લાખાના બહેન બીજા કોને પરણી શકે ? વેલડી આંબાને વીંટાય તેમ સંયાજી રાજને પરણી.
આંધળો બીજા ખભે કાવળ ધરી રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો. રાજ આટકોટમા જ રહ્યો છે. સંયાજી ને ઓધાન રહયું છે.રાત દિવસ ગામ ખુલતો જાય છે _સુભદ્રા ના પેટમાં જાણે અભિમન્યુ !
કાળ આવ્યો છે એક દિવસ સાળો બનેવી સોગઠની રમત માંડે છે સામસામા પઘડા પાકે છે કાંકરીઓ ઢીબાય છે અને ગોઠણભેર થઈ થઈ ને બંને જણા પાસા ફેંકે છે લાખાની એકજ સોગઠી રહી.એ સોગઠી ને પાકીને ઘરમાં જવાની વાર નહોતી