અનુભૂતિ એક પ્રેમ ની - 20 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભૂતિ એક પ્રેમ ની - 20

20

પરમ પિયુષ સાથે જવા માટે નીકળ્યો. જેટલો સમય પરમેં ઉંજાં પાછળ ખરાબ કર્યો એટલા સમયમાં પિયુષ પોતાના દમ પર ઉભા રહેતા શીખો ગયો હતો. જે બેંકમાં તે જોબ કરતો હતો તે બેંક માંથી પ્રમોશન મળતા તેને ત્રણ મહિના પહેલા અહીં મુંબઈમાં મેનેજર ની પોસ્ટ મળી ગઈ. આજે તે સારા પગાર ની નોકરી પણ છે અને બાકી બધી રીતે ખુશ પણ છે.

પિયુષ ને મળ્યા પછી મન ની થોડી પીડા ઓછી થઇ હોય એવું લાગ્યું. છેલ્લે તો દોસ્ત જ હોય છે જે મન ની તકલીફ ને સમજી શકે! બાકી તો બધા આવે છે અને પછી જતા રહે. પરમ ને સમજાવતા પિયુષ તેને તેની સાથે કામ કરવા પણ જોડવા માંગતો હતો. આમ પણ આ બધું વિચારી બેસવાથી ખોટું માઈન્ડ ડિસ્ટપ થાય તેના કરતા કામ પર ધ્યાન રહે તો સારું લાગે. પરમ ની વાત ને માનતા તે તેની સાથે તો કામ કરવા માટે જવા તૈયાર થયો. આમ પણ હવે તેને ઉંજાં તેની સાથે ફરી આવશે એવી કોઈ આશા ન હતી.

કોઈ પણ રીતે પૂરણ ભાઈ તેને તેની થવા ના દેય. જો કદાચ તેની પાસે કંઈક એવું હોત તો પણ તે વિચારી શકે!પણ તેની પાસે તો એવું કંઈ હતું પણ નહિ. ઉંજાં સાથે લગ્ન કરવા તેને તે લાઈક પણ બનવું જ પડે! ખાલી પ્રેમ જિંદગી જીવવા માટે કાફી નથી હોતો. તેના માટે કામ પણ હોવું જરૂરી છે. કયો બાપ એક દીકરી ને એવા છોકરા સાથે લગ્ન કરાવી આપે જેની પાસે રહેવા માટે ઘર પણ ના હોય અને પોતાની છોકરી ને ખવરાવી શકે તેવી કોઈ આવક ના હોય! પરમ આ વાત સમજતો હતો એટલે તેને પોતાની જાતે જ ઉંજાં ને છોડવાનો નિર્ણય કરી લીધો.

હવે જ્યાં સુધી તે ઉંજાં ને લાઈક ના બને ત્યાં સુધી તે ઉંજાં ની પાસે નહિ જાય. જો તેના પ્રેમ સાચો હશે તો ઉંજાં તેનો ઈંતજાર કરશે.

આ બાજુ ઉંજાં ની હાલત પણ પરમ જેવી જ કંઈક બની ગઈ હતી. તેનું દિલ અંદર થી જ તૂટી ગયું. પૂરણ ભાઈ તેને સમજવાની કોશિશ કરતા હતા પણ ઉંજાં ને તેની કોઈ વાત હવે સમજાતી ન હતી. પરમ ના વિચારો તેના દિલમાંથી દૂર જતા જ ન હતા. તેનું ઉંજાં સાથે અહીં આવવું, ઉંજાં ને એક નવી રાહ બતાવી. તેની મદદ કરવી, તેની સાથે દોસ્તી થવી અને પછી તેનો દિલમાં અહેસાસ થવો.

“પપ્પા બધા જ કેમ મારી સાથે આવું કરે!શું મેં કોઈનું કઈ બગાડ્યું છે?”ઉંજાં રડતા અવાજે પૂરણ ભાઈ ને પૂછી રહી હતી.

તે કોઈનું કઈ નથી બગાડ્યું. બસ ક્યારેક સમય એવો આવી જાય.”પુરણ ભાઈ ઉંજાં ને સમજાવતા કહ્યું.

“પરમે મારી સાથે આવું કેમ કર્યું. મેં તેના પર કેટલો વિશ્વાસ કર્યો અને તેને મારાથી જ આ વાત છુપાવી રાખી. શું કોઈ પ્રેમ માં આટલું પણ આંધળું બની જતું હશે કે તેના સાચા ખોટા ની ખબર પણ ભુલાઈ જાય.”ઉંજાં એ નર્મશ અવાજે કહ્યું.

“આ બધું વિચારી તું તારા આજ ને ખરાબ ના કર બેટા. તારે મિસ વર્લ્ડ બનવાનું છે તું તેના પર ધ્યાન આપ.”પૂરણ ભાઈ ના કહેતા ઉંજાં ને તરત જ યાદ આવ્યું કે તેને તો અત્યારે ક્લાસ પર જવાનું હતું.

તે પૂરણ ભાઈ ની વાત નો કઈ જ જવાબ ના આપતા નાહવા માટે જતી રહી. તેનું મન પરમ વગર કઈ પણ જવાનું બિલકુલ ના હતું પણ જે માટે અહીં આવી છે તે પૂરું કર્યાં વગર હવે ફરી જવા પણ નહોતી માંગતી. આમ પણ વારે વારે આવું થયા પછી બધી વાતો પરથી વિશ્વાસ ઉડી જાય. તેને પ્રેમ પરથી વિશ્વાસ ઉડી ગયો હતો. તે ખરેખર કોઈ વિશે કઈ વિચારવા જ માંગતી ના હતી.

તૈયાર થઈ તે રૂમની બહાર નીકળી.પૂરણ ભાઈ પૂછ્યું તે ક્યાં જાય છે પણ તે જવાબ આપવાના કોઈ મૂડમાં ન હતી એટલા એ વગર જવાબ આપે જ બહાર જતી રહી. ઉંજાં ની તકલીફ ને સમજતા પૂરણ ભાઈ ને પણ તેને કંઈ કહેવાનું કે તેની સાથે વધુ વાત કરવી યોગ્ય ના લાગી. ઉંજાં ને તેની જ રીતે સમજવા દેવાનો એક મોકો આપવો જરૂરી છે.

ઉંજાં પણ આ વખતે તૂટી ને બેસી રહેવા નહોતી માંગતી. તે કંઈક બની પોતાની જાતને સાબિત કરી દેવા માંગતી હતી કે તેને પણ કોઈ ની કઈ જરૂર નથી. તે ક્લાસીસ પર પહોંચી. મેમે તેનો જ ઈંતજાર કરી બેઠા હતા. આજે તેને કોમ્પિટેશન હોલ પર જોવા જવાનું હતું. કાલ થી તેની કોમ્પિટેશન શરૂ થવાની હતી. તે મેમે સાથે જ કોમ્પિટેશન હોલ પહોંચી.

અહીં તેના જેવી કેટલી ખુબસુરત છોકરીઓ હતી. જે બધી જ અહીં પોતાના સપના પુરા કરવા માટે આવી હતી. તે બધી વચ્ચે તેનો નંબર આવશે કે નહીં કઈ કહી શકાય એમ ન હતું. જો આજે અહીં પરમ તેની સાથે હોત તો તેની હિંમત બની રહેત. પણ હવે તેને એકલા જ આ લડત પોતાની રીતે લડવાનું હતું.

બધી છોકરી ને મળતા તેને પ્રેક્ટિસ શરૂ કરી. આખો દિવસ તે તેના કામ માં વ્યસ્ત રહી એટલે તે બધી વાતો યાદ ના આવી. સાંજે ઘરે જતા તેને પરમ ની યાદ સતાવી રહી હતી. પ્રથમ સાથે ની યાદ એટલી બધી હોવા છતાં તેને ક્યારે પ્રથમ વિશે વિચાર નહોતો આવતો જ્યારે પરમ વિશે તે વિચારવાનું ભૂલતી જ ન હતી.

કંઈક ને કંઈક તેને પરમ ની ચિંતા પણ થઇ રહી હતી. પરમે તેની સાથે જે કર્યું તે પણ તે પ્રેમ માં જ કર્યું હતું ને! પણ તે સાથે જ પરમ ના તે શબ્દો યાદ આવતા તેનું મન હતાશ થઇ જતું. તેને જે પણ કર્યું તે બધું જ જાણી જોઈ કર્યું. તે પ્રેમ ના નામે તેની લાગણી સાથે રમી રહ્યો હતો.ફરી પ્રેમ ગુસ્સો નું રૂપ ધારણ કરતા તેને પરમ સાથે નફરત થઈ આવતી.

******

ઉંજાં અને પરમ બંને એકબીજા ના રસ્તે અલગ જય રહ્યા છે ત્યારે શું હવે બંને એક થઈ શકશે??શું પરમ ઉંજાં માટે એટલો કામયાબ બની શકશે??શું ઉંજાં ક્યારે પરમ ને માફ કરી શકશે??પ્રેમ ની રાહ બે દિલ ને અલગ કરી ગઈ ત્યારે આગળ શું થશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “