અનુભૂતિ એક પ્રેમ ની - 19 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 19

19

ઉંજાં સાથે વિતાવેલા દિવસો યાદ આવતા જઈ રહ્યા હતા. પોતે કરેલી ભૂલ તેને હંમેશા માટે ઉંજાં થી અલગ કરી દેશે તેને ક્યારેય વિચાર્યું ન હતું. તે દરવાજા પાસે જ ઉભા રહેતા ઉંજાં ના બહાર આવવાનો ઇંતજાર કરતો રહ્યો. પણ એમ જ ઉંજાં હવે કેમ આવે!

ક્યાં સુધી એમ જ રાહ જોયા પછી તે ત્યાંથી ધીમે પગલે ચાલવા લાગ્યો. ઉંજાં ની ઓળખાણ સિવાય તેની પાસે બીજું કઈ ના હતું. એમાં પણ તેની હાલત જોતા તો કોઈ તેની સામે પણ જોવે તેમ ન હતું. પૂરણ ભાઈ તેને કપડાં બદલવાનો મોકો પણ નહોતો આપ્યો.

તે રસ્તામાં એમ જ ચાલતા પોતાની જાત ને વિચારતો જય રહ્યો હતો. આ હાલત વચ્ચે તો લોકો તેને પાગલ સમજી રહ્યા હતા. એમાં જો કોઈને દયા આવતી તો તે વધ્યું ઘટ્યું ખાવાનું તેની બાજુ મૂકી જતા. કેવો તે ઉંજાં ના રાજ માં આમિર ની જિંદગી જીવતો અને ઉંજાં વગર તે ભિખારી જેવો બની ગયો હતો. ખરેખર ઉંજાં વગર તેની જિંદગી કઈ નથી.

બપોર સુધી તે એમ જ રસ્તા પર ચાલતો રહ્યો પછી એક ગાર્ડનમાં આવી બેઠો. મન ના વિચારો એ તેને એકદમ થી ઘેરી લીધો હતો. એમાં તો એવા કેટલાક વિચારો મરવા બાજુ તેને ધકેલી રહ્યા હતા. પછી અચાનક જ તેને યાદ આવ્યું કે મરતા પહેલા એક વખત તે પિયુષ સાથે વાત કરી જોવે. તેને પિયુષ ના તે શબ્દો યાદ આવ્યા.

‘તું જે પણ કરે કોઈ ની જિંદગી ખરાબ કરવાની કોશિશ નહીં કરતો. તને ખબર છે આનું પરિણામ છેલ્લે શું મળશે. તારી પાસે કઈ નહિ રહે.”ખરેખર આજે તેની પાસે કંઈ જ ના હતું.

કંઈક પિયુષ પણ તેને ઠુકરાવી ના દયે. પણ હવે ક્યાં તેને પિયુષ સાથે રહેવું હતું કે આ દુનિયામાં જીવવું હતું. તે તો બસ છેલ્લી વખત તેની સાથે વાત કરી તેને અલવિદા કહેવા માંગે છે. એમ વિચારતા તેને પિયુષ ને ફોન કરવા ફોન કાઢ્યો.

કપડા ની બેગ માં પૂરણ ભાઈ મોબાઈલ મુક્યો હતો તે એક બસ તેની પાસે સહારો હતો. તેને ફોન હાથમાં લેતા પિયુષ નો નંબર ડાયલ કર્યો અને પિયુષ ને ફોન લગાવ્યો.

પિયુષ ને શું કહેવું કઈ સમજાતું ના હતું. તેની સામે કઈ ના બોલતા તેનાથી રડાઈ ગયું.”ઉંજાં નો પરમ હારી ગયો. તે ઉંજાં વગર નહિ જીવી શકે. આઈ એમ સોરી મેં તારી વાત ના માનતા મારી જ વાત પર તેની પાછળ બધું પૂરું કરી દીધું. છેલ્લે તો હું તારી દોસ્તી પણ ભૂલી ગયો. મારી પાસે હવે કઈ ના વધ્યું. હું એકલો આ દુનિયામાં શું કરી??તેના કરતા હું આ દુનિયા છોડી જતો રહું. બીજો જન્મ મળશે તો આપણે ફરી મળીશું. બાય “એમ કહેતા તે ફોન કટ કરવા જ જતો હતો કે પીયૂષે તેને રોક્યો.

“ક્યાં છે તું અત્યારે??કોને કહ્યું તને કે તું એકલો છે હું છું તારી સાથે! તું જ્યાં પણ હોય ત્યાં જ બેઠો રહે હું બસ હમણાં જ આવું છું.”પીયૂષે કહ્યું.

‘હવે કોઈ મતલબ નથી. હું જાવ છું.”પરમે કહ્યું.

“પાગલ છે તું. બે દિવસ શું વાત ના થાય તું તો સબંધ જ ભૂલી ગયો.તું ઉંજાં વગર જીવી નહિ શકે તો શું હું તારા વગર જીવી શકી!!હું તને મળવા માટે ના નથી કેહતો. તું બસ થોડી વાર રુકી જા તો હું પણ તારી સાથે જ મરવા આવું. હવે ચલ ફટાફટ તારું લોકેશન મોકલ હું અહીં મુંબઈ જ છું.”પિયુષ ની વાત થી પરમ ને થોડી હસી આવી. પણ તે હસવા ના મૂડ માં બિલકુલ ના હતો.

તે તેની હસી ને છુપાવતાં પિયુષ ને પોતાનું લોકેશન મોકલી આપ્યું અને ફોન કટ કર્યો. ફોન કટ કર્યા ના બીજા જ દસ મિનિટ માં પરમ તેની પાસે આવી બેસી ગયો.

“બોલ હવે, શું થયું???’પિયુષ ને આટલા જલ્દી આવતા જોઈ તે પરમ ને અજીબ લાગ્યું.

‘તું અહીં ક્યારથી છે??”પરમે પોતાની વાત કરતા પહેલા પિયુષ ને સવાલ કરી દીધો.

“તે પછી કહું પહેલા તું તારી વાત કર. મારે તારી દાસ્તાન સાંભળ્યા પછી પાર્ટી કરવાની છે. સાલા મેં કહ્યું હતું ત્યારે તો તને કઈ સમજાણું નહિ અને હવે આમ રોવા ધોવા બેઠો છે.”પિયુષ મજાકિયા લહેરકમાં કહ્યુ.

“તને તો આ જાણી બોવ ખુશ થઇ હશે ને! પણ એટલી ખુશ થવાની જરૂર નથી ઉંજાં મને પ્રેમ કરે મારા માટે આટલું પૂરતું છે.”

“તો મારવાની વાતો કેમ??

‘આર જો ને તેના બાપે મને ઘર ની બહાર કેવી હાલતમાં નીકાળી દીધો.”

‘અને ઉંજાં તે જોતી રહી.’

‘ના,”પરમે પછી જે કઈ બન્યું તે બધું જ પિયુષ ને કહ્યું.

“તું હવે શું કરીશ તું??”

“ઉંજાં ની ગલતફેમી ને દૂર. તને તો ખબર જ છે ને હું ઉંજાં ને સાચો પ્રેમ કરું છું. મેં જે કઈ કર્યું તે તેના માટે જ કર્યું છે.’

‘જો પરમ કોઈ છોકરી નો જયારે વિશ્વાસ તૂટે ને ત્યારે તેના દિલમાં ફરી વિશ્વાસ જગાડવો બોવ અઘરો છે. હું એમ નથી કહેતો તું તેને ભૂલી જા. બસ તેને થોડો સમય આપ. જે દિવસ તે તારા પ્રેમ ને સમજવાની કોશિશ કરશે તે દિવસે તે ફરી આવશે તારી પાસે. “

‘નહિ આવી તો??”

‘જો તે તને પ્રેમ કરે છે તે જરૂર આવશ. નહીં તો પછી સમજી જવાનું કે આ પ્રેમ એક તરફી હતો. જો તું સામે થી ફરી કંઈક કરવાની કોશિશ કરી તો ઉંજાં તારી થતી હશે તો પણ નહિ થાય એટલે હાલ તેને છોડી દે.”

“પણ…”

“આ વખતે માની લે ને મારી વાત હું તારા માટે જ કહ્યું છું.”પીયૂષ ની વાત પર પછી પરમ કઈ ના બોલ્યો અને તેને પિયુષ ને એકદમ થી ગળે લગાવી લીધો.

*****
શું પરમ પિયુષ ની વાત માની ચૂપ રહી શકશે??શું ઉંજાં ખરેખર ફરી આવશે???જો ઉંજાં પરમ ને ના મળી તો પરમ ઉંજાં વગર શું કરશે??વાર્તા બસ અંત બાજુ જઈ રહી છે ત્યારે વાર્તા નો અંત શું હશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “

રેટ કરો અને રિવ્યુ આપો

name

name 5 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 5 માસ પહેલા