અનુભૂતિ એક પ્રેમ ની - 17 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 17

17

આજ નો આખો દિવસ બંને સાથે સમય વ્યતીત કરવા માંગતા હતા. કાલે કદાચ પછી બંને ને સાથે સમય મળી શકે તેમ ન હતો. આમ પણ ઉંજાં ના પપ્પા આવ્યા પછી આમ ઉંજાં ની રૂમ માં રહેવું કદાચ તેના પપ્પા ના પણ ગમી શકે!

બપોર પછી રેડી થઈ શોપિંગ કરવા નીકળ્યા. સાંજે બહાર જ ડિનર કર્યું અને પછી થોડીવાર બહાર ગાર્ડનમાં બેઠા.

‘પરમ, હું પપ્પા ને વાત કરી દેવા આપણા બંનેની. જેવું પ્રેથમ વખતે થયું એવું હું આ વખતે થવા દેવા નથી માંગતી. મારે તારી સાથે જિંદગી ભર રહેવું છે.”પરમ ના ખંભા પર માથું ટેકવી તે પરમ સાથે વાતો કરતી જય રહી હતી.

“હું પણ તારી સાથે જ જીવવા માંગુ છું. આપણ ને બંને ને હવે કોઈ અલગ ન કરી શકે!”પરમ તેના માથા ને પંપાળતા તેને વિશ્વાસ આપવાની કોશિશ કરી રહ્યો હતો.

કોણ માની શકે કે બે એકદમ જ અલગ કહેવાતા વ્યક્તિ એક બીજા ના પ્રેમ માં પડી જશે! પરમ અને ઉંજાં ની જોડી બિલકુલ મેચ નથી ખાતી. ના પરમ ઉંજાં ની હેસિયત થી લાયક છે. ના ઉંજાં ની ખુબસુરતી સાથે. જો કોઈ બંને ની જોડી ને જોવે તો પણ એમ જ કહે કે પરમ ઉંજાં ની ખુબસુરતી પાછળ દીવાનો થઇ તેને ફસાવવાની કોશિશ કરી. પણ પ્રેમ આ બધું ક્યાં વિચારે છે. તેને તો બસ દિલ નો એક અહેસાસ જ કાફી હોય છે.

બંનેની વાતો મોડી રાત સુધી ચાલતી રહી. ગાર્ડનમાંથી તે ઘર બાજુ આગળ વધ્યા. રસ્તામાં જતા બંને એ આઈસ્ક્રીમ ખાધું અને ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા સુધીમાં સમય ઘણો થઇ ગયો હતો. આખા દિવસ આમ જ આટા ફેરા કરતાં થાક પણ ઘણો લાગ્યો હતો. ઉંજાં તેની રૂમ માં જય સીધી સુઈ જ જવા માંગતી હતી.પછી વિચાર આવ્યો કે કાલે તો પપ્પા આવી જશે પછી આમ સાથે રહેવાનો સમય નહિ મળે! તેને પરમ ને તેની સાથે રાતે સુવા કહ્યું અને બંને એક જ રૂમ માં સાથે સુવા માટે ગયા.

ફ્રેશ થઇ કપડાં બદલી બંને બેડ પર સુતા. વાતો કરતા ઉંજાં ને કયારે નિંદર આવી ખબર જ ના રહી. ઉંજાં ને પોતાની બાહોમાં ભીડતા પરમ પણ તેની સાથે જ સુઈ ગયો. આખી રાત બને એમ જ એક બીજા ની બાહોમાં સુતા રહ્યા.

સવારે વહેલા જ ઉંજાં ના પ્પપા આવ્યા. તેને અહીં આવવાનો સમય નહોતો કહ્યો. આ બંને એમ જ હતું કે તે મોડા મોડા આવશે પણ તે સવારે વહેલા જ હજુ બંને સુતા હતા ત્યાં આવી પહોંચ્યા. આવતા જ તે સીધા ઉંજાં ના રૂમ માં ગયા. ઉંજાં અને પરમ એમ જ એકબીજાની બાહોમાં લપેટી ને સુતા હતા. એમાં પણ ઉંજાં એ એકદમ જ શોર્ટ કપડાં પહેર્યા હતા અને પરમે ખાલી એક સડો જ પહેર્યો હતો. આ સીન નજર સામે જોતા પૂરણ ભાઈ એકદમ ગુસ્સે થી ભરાઈ ગયા/

“આ માટે મેં તને અહીં મોકલ્યો હતો કે તું મારી છોકરી એકલી છે તેનો ફાયદો ઉઠાવી શકે!! પરમ પર ગુસ્સો કરતા તેને પરમ ને બેડ પરથી નીચે ઉતારી દીધો.

તે અહીં કેટલા ખુશ ખુશ થઇ આવ્યા હતા. તેને એમ કે હું ઉંજાં ને સરપ્રાઈઝ આપું પણ અહીં તો તે પોતે સરપ્રાઈઝ બની ગયા. પૂરણ ભાઈ નો ગુસ્સેથી  ભરેલા અવાજ સાંભળતા ઉંજાં અને પરમ બંને એકદમ થી ચોકી ગયા. પરમ ની તો હજુ આંખ બરાબર ખુલી પણ ન હતી ત્યાં પૂરણ ભાઈ તેને બહાર ફેંકી દીધો.

ઉંજાં અને પરમ કઈ વિચારે તે પહેલા તો શબ્દો ના ઘા પરમ ના આંખ ના આસું બની રહી ગયા. તે પુરણ ભાઈ ને કહે તો પણ શું કહે!! જે નજર સામે તેને જોયું હતું તે જોતા કયો બાપ એવા છોકરા પર વિશ્વાસ કરી શકે!

“મેં અહીં તને કેટલા વિશ્વાસ સાથે મોકલ્યો હતો. મને એમ કે તું ગરીબ ઘરનો છોકરો છે તો તું ઉંજાં ની નજીક આવવાનું નહીં વિચારે! પણ તું મારા જ વિશ્વાસ પાછળ ખિલવાડ કરી રહ્યો હતો.આ માટે મેં તને અહીં ઉંજાં સાથે મોકલ્યો હતો કે તું મારી ગેરહાજરીમાં તેનો ઉપયોગ કરી શકે! “બહાર ફેંકાતા ની સાથે પૂરણ ભાઈ એક બે થપ્પડ પણ પરમ ના ગાલ પર ચોટાડી દીધા.

છતાં પણ તેની હિંમત નહોતી કે તે સફાઈમાં પૂરણ ભાઈ ને કઈ કહે! તે ચૂપ બસ પૂરણ ભાઈ ને સાંભળતો રહ્યો. પૂરણ ભાઈ ને છુપી જોય વધુ ગુસ્સો આવતો જય રહ્યો હતો. તે ગુસ્સા માં ને ગુસ્સામાં બે ફામ પરમ ને મારતા જય રહ્યા હતા.

ઉંજાં તેને રોકવાની કોશિશ કરતા તેની પાછળ આવતી જય રહી હતી પણ પૂરણ ભાઈ ને તેની પણ વાત સમજાય નહોતી રહી. તેની અંદર એટલો ગુસ્સો ભરાઈ ગયો હતો કે તે ઉંજાં ની વાત પણ સાંભળવા તૈયાર જ ન હતા.

ઉંજાં કહેતી,’પપ્પા એક વખત મારી વાત તો સાંભળો.”પણ પૂરણ એમ ક્યાં હવે વાત સાંભળવાના હતા.

તેને તો બેટી સાથે સુવાનું કોઈ બોવ મોટું પાપ કરી દીધું હતું. પૂરણ ભાઈ ના વધુ મારતા હવે તો પરમ ની હાલત પણ ખરાબ થવા લાગી. છતાં પણ પૂરણ ભાઈ તેને છોડવા જ નહોતા માંગતા.આજે તો તે પરમ ને મારી જ નાખવા માંગતા હતા. પરમ ની આવી હાલત હવે ઉંજાં થી જોવાતી નહોતી. તે પૂરણ ભાઈ વચ્ચે જ આવતા પરમ ને મારતા રોકી લેવા માંગતી હતી પણ પુરુણ ભાઈ તેને સાઈટ કરી ફરી પરમ ને મારવા લાગ્યા.

હવે ઉંજાં થી હદ પાર જય રહ્યું હતું તે પરમ ની વચ્ચે આવતા જોર થી તેના પપ્પા પર સિલાઈ. “બસ પાપા તે મરી જશે. તમારે તેની જરૂર નથી પણ મારે તેની જરૂર છે.આઈ લવ પરમ. હું પરમ ને પ્રેમ કરું છું.’

******
ઉંજાં ની વાત નો સ્વીકાર કરતા શું પૂરણ ભાઈ પરમ ને માફ કરી દેશે??શું ઉંજાં પૂરણ ભાઈ ને ખિલાફ ઉભી રહી પરમ સાથે લગ્ન કરશે??પરમ અને ઉંજાં ની જિંદગી વચ્ચે એક નવું તોફાન આવ્યું છે ત્યારે શું પરમ માટે લડી શકશે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની "

રેટ કરો અને રિવ્યુ આપો

Kalpana Patel

Kalpana Patel 5 માસ પહેલા

name

name 5 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 5 માસ પહેલા