અનુભૂતિ એક પ્રેમ ની - 16 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 16

16

ઉંજાં ની નજીક જતા લાગણી અહેસાસ બની ખીલી રહી રહી હતી. મન થતું હતું ઉંજાં ને પોતાની બાહોમાં જકડી ઉંજાં ને પ્રેમ કરે!! મનમાં હજુ તે આવું કંઈક વિચારી જ રહ્યો હતો કે ઉંજાં એ પડખું ફર્યું. પરમ તેની ઉપર અને ઉંજાં તેની નીચે! બે વચ્ચે બસ એક નાક નું અંતર જ રહી ગયું હતું. પરમેં તેનાથી દૂર થવા ઉભા થવાની કોશિશ કરી પણ ઉંજાં એ તેના બને હાથ પરમ ના ગળા પર વીટીવી દીધા.

“કહે છે પ્રેમ કરે છે અને હવે દૂર જવાના બહાના બનાવે છે.કેમ શરમ આવી રહી છે.”ઉંજાં એ મજાક કરતા કહ્યું.

પરમે નકારમાં જ માથું હલાવતા તે ઉંજાં સામે જોય રહ્યો. ઉંજાં નું મન ખરેખર રોમાન્સ ના રંગે ચડ્યું હતું. “અચ્છા, તો ચહેરા પર બારા ક્યુ બજે હે”એમ કહેતા તેને પરમ ના ગાલ પર કિસ કરી લીધી.

પરમ તો એક પળ માટે એકદમ જ સ્તંભ જ બની ગયો. આ દિવસ નો તે કેટલા સમય થી ઈંતજાર કરતો હતો જયારે આ પળ સામેથી તેને મળી રહી છે તો તે ઉંજાં ને પોતાની નજીક જોતા ડરી રહ્યો છે.

ઉંજાં ની મજાક ભરી વાતો સાથે તેનો રોમાન્સ શરૂ જ હતો. પરમ ના એક ગાલ પર થી બીજા ગાલ પર તે કિસ કરતી જઈ રહી હતી. ઉંજાં ના રોમાન્સ સાથે હવે તો પરમ ને પણ ધીમે ધીમે રોમાન્સ નો રંગ ચડવા લાગ્યો. તે ઉંજાં ના હોઠ પર કિસ કરવા જ જતો હતો કે ઉંજાં એ તેનો ચહેરો પરમ થી દૂર કરી લીધો.

‘અબ ક્યાં હુવા, તુમારે ચહેરા તો શરમ સે લાલ હોતા જ રહા હે.”ઉંજાં સાથે મજાક કરતા તે ઉંજાં ના હોઠ પર કિસ કરવા ઉંજાં ને તેના બાજુ ખેંચી રહ્યો હતો પણ ઉંજાં એમ કઈ થોડી તેના હાથમાં આવી જાય.

 

રોમાન્સ ની આ પળો એક અલગ કહી શકાય તેવી મહેફિલ લઇ આવી હતી. બંનેના ચહેરા પર એક સૂકુંન દેખાઈ રહ્યું હતું.. ધીમે ધીમે આ રોમાન્સ બંને દિલ ને એક કરવાની કોશિશ કરતો જય રહ્યો હતો. ઉંજાં ને તેની નજીક ખેંચતા પરમે તેના હોઠ પર તેના હોઠ મૂકી દીધા. લાગણી અહેસાસ બની વરસી ગઈ અને બંને એકબીજામાં ખોવાઈ ગયા.

કિસ થી આગળ બંને વધે તે પહેલા ઉંજાં ના ફોન પર તેના પપ્પા નો ફોન આવી ગયો. કેટલા દિવસ થી વાત નહોતી થઇ એટલે ઉંજાં એ પહેલી જ રિંગે તેમનો ફોન ઉપાડી લીધો.

“કોન્ગ્રેચ્યુલેશન બેટા,”પૂરણ ભાઈ ઉંજાં ના ફોન ઉપાડતા જ કહ્યું.

“થેન્ક યુ પપ્પા. હવે તમે ક્યારે અહીં આવો છો??મારે તમને બીજી પણ એક જરૂરી વાત કરવી છે.”ઉંજાં એ ખુશ થતા કહ્યું.

“બસ જો આજે મારું કામ પૂરું થઇ જાય તો કાલે આવું. પછી જ્યાં સુધી તું મિસ વલ્ડ ના બને ત્યાં સુધી તો હું તારી સાથે જ રહી.” પૂરણ ભાઈ એ કહ્યું.

“ત્યાં સુધી તમારું કામ પછી??”ઉંજાં ને મજાક માં જ પૂછ્યું.

“કામ ને!!મારી બેટી ની ખુશી કરતા વધુ જરૂરી થોડું છે. તે થઇ જશે.”

“રિયલી પપ્પા, તમે તમારું કામ છોડી ને આટલા બધા દિવસો રહેશો??મને તો વિશ્વાસ નથી રહી રહ્યો કે તમને તમારા કામ માંથી ફુરસદ મળી શકે!છતાં પણ તમે કહો છો તો હું કાલે તમારા આવવાનો ઇન્તજાર કરી.”

“એ બધું છોડ, પરમ ક્યાં છે??તે ફોન પણ નથી ઉપાડતો??”

‘તેનો ફોન કદાચ બહાર રહી ગયો હશે તે અહીં મારી સાથે મારી રૂમ માં જ છે.”

“તારી રૂમ માં તારી સાથે!

“હા. આજે હું ફ્રી હતી તો અમે બંને ટીવી જોઈએ છીએ.’

“ઠીક છે. તમે ટીવી જોવો હું પછી વાત કરું. “

‘ઓકે પપ્પા બાય, લવ યુ.”એમ કહેતા ઉંજાં એ ફોન કટ કર્યો અને તે પરમ બાજુ જોઈ હસી.

“શું થયું.”પરમે એમ જ તેને હસતા જોઈ પૂછ્યું.

‘પપ્પા આવે છે કાલે તારી અને મારી વચ્ચે.’તે ફરી હસી. તે શું કહેવા માંગે છે પરમ ને સમજતા વાર ના લાગી.

“ઓહ!તો હવે??”પરમે જાણી જોઈ ને પૂછ્યું.

‘હવે કઈ નહિ. તારી છૂટી. તું પછી તારી રીતે બીજું કામ ગોતી લેજે.’ઉંજાં ની મજાક ભરી વાતો પરમ ના મન ને ધીમે ધીમે અશાંત કરવા લાગી.

થોડીવાર તો એમ જ ચલાતું રહી પછી ઉંજાં એ પરમ ના ગાલ પર કિસ કરતા કહ્યું,’તારી છૂટી હું થવા દવ ક્યારે??તને તો હમેશા હવે મારી પાસે રાખવા માંગુ છું. આઈ લવ યુ.’ઉંજાં આ એટલા શબ્દો પરમ ના આંખ ના આસું બની રહી ગયા.

સાચે ઉંજાં તેને પણ પ્રેમ કરે છે તે વાત નો વિશ્વાસ નહોતો આવી રહ્યો. પણ આ હકીકત છે તે સાંભળતા તે પોતાના મન ને રોકી નહોતો શકતો. આજે હવે તેને બધું જ મળી ગયું. જેના માટે તે અહીં સુધી આવ્યો તે ઉંજાં આખિર તેને મળી જ ગઈ.

કઈ ના બોલતા તેને ઉંજાં ને પોતાની બાહોમાં સમાવી લીધી. બંને બાજુ અહેસાસ લાગણી બની ખીલી રહ્યો હતો. બે દિલ ફાઈનલી આજે એક થઇ ગયા.

“તે મને અને મારા દિલ ને જીતી લીધું. તને ખબર છે ને હું એમ કોઈ ના પ્રેમ માં ના પાડું પણ તે મને તારા પ્રેમ માં પાડી જ દીધી. થેન્ક યુ સો મચ મારી જિંદગીમાં આવી મને એક નવી રાહ બતાવવા માટે. થેન્ક યુ મને સમજવા માટે, થેન્ક યુ મારી એકલતા દૂર કરવા માટે.” ઉંજાં વધુ આગળ કઈ કહે તે પહેલા જ ઉંજાં ના હોઠ પર પરમે તેના હોઠ મૂકી દીધા.

શબ્દો ખામોશ થી બેસી ગયા અને દિલ ની લાગણી વગર શબ્દો એ ઘણું બધું કહેવા લાગી.

*****

પ્રેમ ની આ રાહ બે દિલ ને સાચે એક કરી રહી છે ત્યારે શું ઉંજાં અને પરમ ના લગ્ન થઇ શકશે??શું તેના પપ્પા આ લગ્ન માટે તૈયાર થશે ??? કંઈક ફરી પ્રથમ ઉંજાં ની જિંદગીમાં આવશે તો??તો શું થશે તે જાણવા વાંચતા રહો “અનુભુતી એક પ્રેમ ની”

રેટ કરો અને રિવ્યુ આપો

Kalpana Patel

Kalpana Patel 5 માસ પહેલા

name

name 5 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 5 માસ પહેલા