અનુભૂતિ એક પ્રેમ ની - 15 Nicky Tarsariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અનુભૂતિ એક પ્રેમ ની - 15

15

“ચલો, કઈ તો મળ્યું તને. કોન્ગ્રેસુલેશન ભાઈ.”પીયૂષે પણ સામે મેસેજ કરતા કહ્યું.

છેલ્લા કેટલા દિવસથી બંને વચ્ચે કોઈ વાતચીત જ નહોતી થઈ. આજે પીયૂષે ને કહેવવા પરમે તેને મેસેજ કર્યો બાકી તો તે ઉંજાં માંથી ફ્રી થાય તો વાતો કરે ને કોઈ ની સાથે. અત્યારે પણ તેને પિયુષ ની સાથે વધુ વાત કરવાનો સમય ના હતો. પિયુષ ને બાય કહેતા તે ઉંજાં ની રૂમમાં ઉંજાં પાસે ગયો.

ઉંજાં તેનો કબાટ વીખી ને જ બેઠી હતી. આખા રૂમ માં તેના વિખરાયેલા કપડાં પડ્યા હતા. એમાં તે બરાબર દેખાતી પણ ન હતી. પરમ ને જોતા જ તેને પરમ ને કહ્યું.

“જો ને પરમ, આ બધા કપડાં માં તો મને કઈ સમજ નથી આવતું કે હું ક્યાં રાખું અને ક્યાં મૂકી દવ.” એક એક કપડાં ઉંચા કરતા તે પરમ ને પૂછવા લાગી.

“એક કામ કર તું ત્યાંથી ઊભી થઈ જા. હું પહેલા બધા કપડાં બરાબર કરું પછી તને જે જોઈએ તે રાખજે.” પરમ ના કહેતા ઉંજાં તરત જ ઉભી થઇ બેડ પર બેસી ગઈ.

પરમ ઉંજાં ની જગ્યા પર બેસતા તેને એક એક કરતા બધા જ કપડાં ને અલગ કર્યા. ઉંજાં બેડ પર બેઠા પરમ ને જોઈ રહી. એમાં તે ક્યારેક પરમ ને હેરાન કરવા માટે તેના કાન પાસે ખુજલી કરતી. પરમ ને જો કે મજા આવતી એટલે તે કઈ ઉંજાં ને કંઈ કહ્યા વગર બસ જેમ કરે તેમ કરવા દેતો. પરમ ને ચૂપ જોતા તે વધુ તેને હેરાન કરતી.

“આ રાખું??”એક એક કરતા પરમ બધા કપડાં ઉંજાં ને બતાવવા લાગ્યો. ઉંજાં જે કહે તે કપડાં તે સાઇટ પર મુકતો અને બીજા તે બીજી સાઇટ પર મુકતો.

“એક મિનિટ, આ તે જ ટોપ છે ને જે તું લાવ્યો હતો મારા માટે.”પરમ ના હાથ માં ટોપ જોતા ઉંજાં એ કહ્યું.

“તને નથી ગમતું ને તે??”પરમે ઉદાસ થતા પૂછ્યું.

“કોણે કીધું નથી ગમતું. ગમે છે એટલે જ પહેર્યા વગર પડ્યું છે. તને ખબર છે મને જે વસ્તુ બોવ ગમે તેને હું આમ જ સાચવી રાખું.”ઉંજાં એ કહ્યું.

“ગમતી વસ્તુ ને સાચવી થોડી રાખવાની હોય!તેને પહેરવાની હોય. સાચે તને ગમે છે તો તું આજે આ પહેરી લેજે.”પરમે તેના બાજુ ટોપ કરતા કહ્યું.

“તું કહે છે તો અત્યારે જ પહેરી લવ.’એમ કહેતા તે પરમ સામે જ કપડાં બદલવા લાગી. પરમ ને થોડું અજીબ લાગ્યું.

“ઉંજાં એક મિનિટ , હું બહાર જતો રહું પછી તું કપડાં બદલ.”પરમે ઉભા થતા કહ્યું.

“એમાં બહાર જવાની શું જરૂર છે.”ઉંજાં એ પરમ નો હાથ પાછળ થી પકડતા કહ્યું,’ તું પાછળ ફરી જા. હું કપડાં બદલી લેવા તો પણ. “ઉંજાં આટલી ફીડમ બની શકે તેના માટે તે તેને વધુ અજીબ જ લાગી રહ્યું હતું.

જાણે ઉંજાં સામેથી જ તેને તેની નજીક આવવા ઈશારો કરી હોય એવું લાગતું પણ તે તેની નજીક જાય તો કેમ જાય એમ વિચારી ચૂપ થઈ જતો. તે પાછળ ફર્યો ત્યાં ઉંજાં એ કપડાં બદલી લીધા. ખરેખર તેના પર આ ટોપ બોવ મસ્ત લાગી રહ્યું હતું.

તે વિશે કોઈ વાત ના કરતા ફરી તે તેના કામમાં લાગી ગયા. પરમે એકદમ વ્યવસ્થિત રીતે બધા જ કપડાં કબાટમાં મૂકી દીધા. તે પછી બંને બપોર નું લંચ કરવા રસોડામાં ગયા. પરમ રોસાય બનાવી અને ઉંજાં તેની પાસે જ બેસતા તેને જે જોઈએ તે આપવામાં તેની મદદ કરતી. રસોઈ બનતા તે બંને જમવા બેઠા. જમી ઉંજાં તેની રૂમ બાજુ ગઈ અને પરમે તેનું કામ પુરુ કર્યુ.

તે કામ પૂરું કરી હજુ તો ફ્રી થઈ તેની રૂમ માં જય જ રહ્યો હતો કે ઉંજાં તેને બોલાવવા માટે આવી ગઈ. તેને રૂમ માં એકલા કંટાળો આવી રહ્યો હતો તો તે પરમ સાથે બેસી ટીવી જોવા માંગતી હતી. હવે ઉંજાં બોલાવે અને પરમ ના જાય એવું ક્યારે બની શકે! ઉંજાં ને કહેતા જ તે તેની સાથે રૂમ માં ગયો.

ઉંજાં ની રૂમ માં એક બોવ મોટું એલ એ ડી ટીવી મુકેલ છે. રૂમમાં જતા તે ઉંજાં એ ટીવી ઓન કર્યું બંને એક જ બેડ પર સુતા સુતા મુવી જોવા લાગ્યા. ઉંજાં નું આમ નજીક એકદમ જ સૂવું પરમ ના મન ઉલજાવતું જતું. તે તેનાથી થોડા દૂર રહેવાની કોશિશ કરતો તો ઉંજાં વધુ તેની નજીક આવી જતી. પરમ ને કરન્ટ ઇફેક્ટ જેવું થતું, પણ તે તેને રોકવાની કે દૂર રહેવાનું ના કહી શકતો. જો કે ઉંજાં તેની નજીક આવે તે તેના માટે જ ફાયદા કારક હતું,

મુવી જોતા તેમની વાત પણ ચાલતી જય રહી હતી. વાતો વાતોમાં જ ઉંજાં ને કંઈક યાદ આવી ગયું. હમણાં ઘણા દિવસથી તેને પરમ પાસે માલિશ નહોતું કરવાયું, તો આજે મોકો પણ છે અને સમય પણ છે તો તેને પરમ ને માલિશ કરવાનું કહ્યું.

એક તો તેના પાસે બેસતા પણ દિલ ની ધડકન ધબકવાનું શરૂ કરી દેતી તો આ તેના સ્પર્શ થી ખબર નહિ શું શું થવા લાગશે. પણ ઉંજાં એ કહ્યું એટલે તે ના પણ ન જ કહી શકે! ઉંજાં ના ડેસિંગ પાસેથી તે માલીશ તેલ લઇ આવ્યો અને ઉંજાં ના પગ પર હળવા હાથે લગાવવા લાગ્યો.

“પરમ, કમર પર પણ કરી આપજે. કાલે મારે કમર ની એક્ટિંગ કરવાની થશે તો થોડી હળવાશ રહે.”ઉંજાં ના કહેતા પરમ તેના કમર પર પણ માલિશ કરવા લાગ્યો.

ખરેખર ઉંજાં શું કરવાની કોશિશ કરી રહી છે તે સમજવું પરમ માટે થોડું અઘરું બનતું જય રહ્યું હતું. તેને તેને આઈ લવ યુ પણ નથી કહેતી અને પરમ ને તેની નજીક લાવવા ની પુરે પુરી કોશિશ કરી રહી છે.

******

તું શું તે પણ પરમ ને પ્રેમ કરે છે પણ તેને કહેતા ડરે છે કે કંઈક બીજું તોફાન તેની અંદર ચાલી રહી છે??શું ઉંજાં સાચે પરમ ને તેના હમસફર સાથી તરીકે પસંદ કરી શકે એવું ક્યારે બની શકે??તો તે આટલી પરમ ની નજીક કેમ જય રહી છે તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની “

રેટ કરો અને રિવ્યુ આપો

GIRISH AHIR

GIRISH AHIR 5 માસ પહેલા

Kalpana Patel

Kalpana Patel 5 માસ પહેલા

name

name 5 માસ પહેલા