અનુભૂતિ એક પ્રેમ ની - 5 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભૂતિ એક પ્રેમ ની - 5

05

પૂરણ ભાઈ સાથે વાત કરી પરમ ત્યાંથી ઉંજાં પાસે જવા નીકળ્યો. ઉંજાં હજુ તેના રૂમમાં જ પુરાઈ બેઠી હતી. તેની સાથે શું વાત કરવી તેના કોયડા મનમાં જ ઉકેલતા પરમ ધીમે ડગલે, તેના રૂમ બાજુ જવા નીકળ્યો.રૂમમાં જતા તેના પગ થંભી રહ્યાં હતા. કંઈક ઉંજાં સાથે ની આ પહેલી મુલાકાત તેના જીવનની નવી શરૂઆત ને શરૂ થયા પહેલા પુરી ન કરી દેય!! એક ડર પણ હતો અને સાથે ચિંતા પણ હતી.

તે જાણતો હતો કે ઉંજાં તેની સાથે વાત કરવા ક્યારે તૈયાર ન થઇ શકે!! તેને તે ભલે બીજી વખત જોઈ રહ્યો હોય પણ ઉંજાં તો તેને પહેલી વખત જ જોવાની હતી. આમ કોઈ અજાણ ઉપર તે વિશ્વાસ પણ કઈ રીતે કરી શકે!! મન ના એવા કેટલા બધા વિચારો પછી તે રૂમના દરવાજા પાસે આવ્યો. દરવાજો ખુલ્લો હતો. છતાં પણ તેને અંદર જવાની પરમિશન તો લેવી જ પડે ને !! તેને દરવાજા ખડખડવાયો.

ઉંજાં બેડ પર ઉલટી સુતા તેની સામે નાચતી ઢીંગલી ને જોઈ રહી હતી. દરવાજા પર અવાજ આવતા તેને પાછળ ફરી જોવાની તકલીફ ના ઉઠાવી અને એમ જ સુતા સુતા તે બોલી,”પપ્પા , પ્લીઝ મારે કોઈ વાત નથી કરવી, તમે આમ વારે વારે મારી સાથે વાત કરવા માટે ના આવ્યા કરો.”

“ઉંજાં, હું છું, તમારા પપ્પા નથી. શું હું તમારી પાસે આવી શકું. પ્લીઝ ના નહિ કહેતા મારે તમારી સાથે બોવ જરૂરી વાત કરવી છે.” પરમે ત્યાં દરવાજા પાસે ઉભા રહેતા જ કહ્યું.

ઉંજાં તરત જ તેની જગ્યા પરથી ઊભી થઈ. એ જોવા કે તે વ્યક્તિ કોણ છે??પરમ ને જોતા તે કઈ બોલી ના શકી. તેની ખામોશી માં તેની હા સમજતા પરમ ઉંજાં ની રૂમમાં આવી પણ ગયો. ઉંજાં નો રૂમ કોઈ રાજકુમારી થી અલગ નહોતો.પરમ નું આખું ઘર બની જાય ત્યારે આ એક ઉંજાં નો રૂમ બનતો. જેમાં પણ આ રૂમ ને કેટલી ખુબસુરત રીતે શણગાર્યો હતો.

રૂમ ની વચ્ચે જ ઉંજાં નો બેડ હતો. બેડ ની સામે એક ટેબલ હતું તેમાં ઉંજાં ના નાનપણ ના રમકડા સરસ રીતે ગોઠવેલા હતા. જેના મધ્યમમાં હસતી ખેલતી, બોલતી, નાચતી ઢીંગલી હતી. જે ઉંજાં ની સૌથી પ્રિય લાગી રહી હતી.

બેડ ની આ બાજુ એક બીજું ટેબલ હતું. જ્યાં પુસ્તકો નો ખજાનો પડ્યો હતો. તે ટેબલ પાસે બારી ની બહાર નો નજરો ખુબસુરત રીતે દેખાતો હતો. તેમાં પણ ટેબલ પર એવા અસંખ્ય પુસ્તકો જે કયારે વાંચ્યા જ ન હોય એમ વ્યવસ્થિત રીતે થપ્પો કરી પડેલા હતા. બેડ ની બીજી બાજુ ડ્રેસિંગ કાચ હતો. જ્યાં ઉંજાં ને તૈયાર થવાનો સામાન પડ્યો હતો. જે એકદમ થી વેરવિખેર પડ્યો હતો. જે જોતા એવું લાગે કે ઉંજાં સૌથી વધુ ઉપયોગ તેનો જ કરતી હશે. ખરેખર તે હકીકત જ છે એવું તેના લુક પરથી દેખાઈ આવે.

ડ્રેસિંગ કાચ ની બાજુમાં જ તેના કપડા નો કબાટ હતો. જે ના બહાર નો ભાગ પારદર્શક કાચ નો હતો એટલે તેમાં મુકેલા કપડા બહાર થી સાફ નજર આવતા હતા. જેની પાસે રહેવા માટે નો આટલો મોટો રૂમ હોય તેના કપડાં ની ગણતરી કઈ રીતે કરી શકાય!! ઉંજાં પાસે એવા હજારો કપડાંનો ઢગલો પડ્યો હતો. જો તે વર્ષ માં રોજ એક દિવસ અલગ પહેરે તો પણ ચાલે એવું હતું.

આ બધું જોતા પરમ ની આખો તો પહોળી ને પહોળી જ રહી ગઈ. હજુ તેની નજર ઉંજાં ને મળી નહોતી. ઉંજાં બેડ ના પડદા વચ્ચે છુપાયેલી હતી એટલે બહાર થી બરાબર દેખાતી ન હતી. બેડ પર ચારે ફરતી આછો નેટ નો પડદો લટકાવેલો હતો. જેમાં ઉંજાં થોડી થોડી દેખાઈ આવતી હતી.

‘કોણ છે તું અને અહીં કેમ આવ્યો છે??શું વાત કરવી છે તારે મારી સાથે?” ઉંજાં એ ત્યાં જ બેઠા બેઠા જ પરમ પર સવાલો શરૂ કરી દીધા.

“કોઈ ખાસ તો નહિ પણ બસ ખાલી એટલું કહેવા આવ્યો છું કે કોઈ બીજા માટે તમે તમારી ખુબસુરતી છુપાવી અહીં બેસી રહો તે યોગ્ય નથી. આપણા આ આખા શહેરમાં તમારું નામ વિખ્યાત છે. તમને બધા ઓળખે છે.” પરમ તેના વખાણ કરતા થાકતો ન હતો પણ વધુ વખાણ કરવા તેને યોગ્ય નહોતા લાગી રહ્યા એટલે તે જાણી જોઈ આટલું બોલી વાત કરતા અટકી ગયો.

“હા તો??તમે શું કહેવા માંગો છો?’ઉંજાં ને પરમ ની વાતો માં રસ પડી રહ્યો હોય એવું લાગ્યું.

“એ જ કે જો તમે આમ છુપાઈ બેસી રહેશો તો તમારી જગ્યા બહાર કોઈ બીજું લઇ લેશે. આજ સુધી જે ઉંજાં ના દીવાના થઈ ફરતા હતા તે તમને ડરપોક હારેલા સમજી તમને ભૂલી જશે. હવે વિચારો જો ખરેખર એવું બન્યું તો??તમારું નામ, તમારું ખૂબસૂરત હોવું આ બધા નો શું મતલબ રહેશે.”પરમ જાણતો હતો ઉંજાં ક્યારે તે બધું ખોઈ ન શકે! તેને દુનિયા સામે પોતાની વાહ વાહ સાંભળવી બોવ જ ગમે છે. એટલે તે આવું તેને કહી રહ્યો હતો.

“એવું ના બની શકે. મારી જગ્યા કોઈ ના લઈ શકે!!મિસ વર્લ્ડ હું જ છું તો હું જ રહીશ.” ઉંજાં એ થોડા ઘમંડી અવાજમાં કહ્યું.

‘એવું તમે માનો છો. પણ જો તમે અહીં જ છુપાઈ ને બેઠા રહેશો તો શું મિસ વર્લ્ડ ને પછી કોઈ ઓળખ છે??એમ તો તમે પણ જાણો છો આ સમયે કોમ્પિટિશન કેટલી છે. તમારી જગ્યા કોઈ પણ લઇ શકે!”પરમે વાત ની પકડ વધારતાં કહ્યું. તે સાંભળી ઉંજાં ને તો જાણે રોમેં રોમ જતી રહી.

‘હું એવું નહિ થવા દવ. હું કોઈને મારી જગ્યા લેવા જ નહિ દવ.”

‘અરે થવા દેવાની વાત જ ક્યાં આવી? થવા લાગ્યું છે. લોકો તમને દેવદાસ નું નામ આપવા લાગ્યા છે. તમે ન્યુઝ માં જોયું નહીં???હું તો કહું છું આ ન્યુઝ વાળા ને તમે ખોટો સાબિત કરી દો. તમારા વિશે કોઈ આવી વાતો કરી જાય તે તમને બરદાસ્ત કઈ રીતે થઈ શકે છે!” ઉંજાં ના દિલ ને ઉજાગર કરવાનું કામ પરમ કરી તો રહ્યો હતો પણ તેનું પરિણામ શું હશે તેનું તે તે વિચારવા નું ભૂલી રહ્યો હતો.

******

તો શું પરમ ઉંજાં ને સમજવામાં કામયાબ થશે??શું પૂરણ ભાઈ પરમ ને ઉંજાં ની નજીક જવામાં મદદ કરશે??શું ઉંજાં પરમ જેવા છોકરા સાથે તેના જીવનની રાહ વિચારી શકે તે જાણવા વાંચતા રહો”અનુભૂતિ એક પ્રેમ ની”