અનુભૂતિ એક પ્રેમ ની - 6 Nicky@tk દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભૂતિ એક પ્રેમ ની - 6

06

પરમ ની વાતો ઉંજાં ના દિમાગ માં ધીમે ધીમે બેસી રહી હતી. પરમ કોઈ ખામી છોડવા નહોતો માંગતો ઉંજાં ના વખાણ કરવામાં કે પછી તેમને ઉત્સાહિત કરવામાં. થોડી સાચી તો થોડી ખોટી એવી કેટલી બધી વાતો તે કરી ગયો. પણ ઉંજાં કોઈ નાની બાળકી તો નહોતી કે પરમ ની બધી વાતો માની જાય. તે આમ કોઈ પર ક્યારેય વિશ્વાસ ન કરતી એટલે તો હજુ તે પડદા ની બહાર નીકળી નહોતી.

પરમે તે પણ કોશિશ કરી જોઈ કે ઉંજાં તેની સામે આવે પણ એવું ન બન્યું. તેમની વાત પૂરી થતા ઉંજાં એ તેને જવા માટે કહી દીધું. હવે તે અહીં જો ઉભો રહે તો ઉંજાં ને મળ્યા પહેલા જ તેની નજર માંથી ઉતરી જાય. એટલે તેને અહીં થી જવામાં જ સમજદારી લાગી.

તે ઉંજાં ના રૂમમાંથી બહાર આવી ગયો. પુરણ ભાઈ હજુ ત્યાં જ તે જગ્યા પર બેઠા હતા. પરમ તેની પાસે ગયો. ઉંજાં નો ચહેરો જોવા ન મળ્યો તે દુઃખ તેને હતું પણ તે ઉંજાં સાથે વાત કરી શક્યો તે વાતની ખુશી વધુ હતી.

તેના ચહેરા ને જોઈ પૂરણ ભાઈ વાત ને સમજી ગયા. તેને પરમ ને એમ જ પૂછ્યું,”તારી વાત સમજમાં આવી ઉંજાં ને કે??”

“એ તો ખબર નહીં, પણ મારા જતા તે તમારી પાસે આવશે એ હું ચોક્કસ કહી શકું છું. તો હવે મારે વધુ સમય અહીં ન બેસવું જોઈએ. આમ પણ મારે હજુ ઘણા કામ છે.” એમ કહેતા પરમ ત્યાં થી જવા માટે નીકળ્યો.

પરમ ને રોકવા કે કંઈ કહેવા માટે પૂરણ ભાઈ પાસે કોઈ શબ્દ નહિ હોય એવું લાગ્યું. તે પરમ ને જતા જોઈ રહ્યા. કંઈક ને કંઈક તેને પરમ પસંદ આવી ગયો હતો. પણ ઉંજાં સાથે તેની જોડી ના જામી શકે એમ મનમાં વિચાર આવતા તે ઉદાસ થવા લાગ્યા. પરમ ઉંજાં ની તદ્દન વિરોધી લાગી રહ્યો હતો. ઉંજાં જેટલી ખૂબસૂરત દેખાતી હતી એટલો જ પરમ બેયસુરત લાગી રહ્યો હતો. તે બંને ની જોડી નું બંધ બેસવું મુશ્કેલ હતું. કદાચ પૂરણ ભાઈ પરમ નો સ્વીકાર પણ કરી લેય પણ ઉંજાં!! તે ક્યારે શક્ય જ ન બની શકે.

આ બાજુ ઉંજાં ના વિચારો ફૂલ ઝડપે ભાગવા લાગ્યા. તેને પરમ ની વાત ઉડે ઉડે સુધી ઉતરી ગઈ હતી. પ્રથમ ના વિચારોમાંથી બહાર આવી તે પરમ ના વિચારોમાં ખોવવા લાગી. પરમ ની વાત ભલે સાચી ખોટી હતી પણ તેની વાત કંઈક સમજવા જેવી વાતો હતી.

ઉંજાં ને ખરેખર હવે એવું લાગતું હતું કે તે આટલા દિવસો ખોટા ખરાબ કરી બેઠી હતી. તેને હવે સમય ના બગાડવો જોઈયે. જો ખરેખર કોઈ તેની જગ્યા લઇ લેશે તો તેની આ ખુબસુરતી નો કોઈ મતલબ નહીં રહે!મનમાં જ વિચારતા તે ત્યાં થી ઉભી થઇ અને રૂમ ની બહાર નીકળી.

કેટલા દિવસો પછી તે આજે રૂમની બહાર નીકળી હતી. તેને બહાર જોતા તેમના નોકરો પણ ખુશ થવા લાગ્યા. તે તો તરત જ ઉંજાં પાસે આવી પણ પહોંચ્યા. કોઈ તેને જમવા માટેનું પૂછવા લાગ્યા તો કોઈ તેને બહાર જવાનું પૂછવા લાગ્યા. હંમેશા હાજર માં ઉભા રહેતા તેના સેવકો જેવા નોકરો તેની હાજરી માં હાજર થઇ ગયા. આજે કેટલા દિવસ પછી ઘરમાં જાણે ચહલપહલ જોવા મળી હતી.

તે જોતા પૂરણ ભાઈ ની ખુશી નહોતી સમાતી તે મનોમન પરમ નો આભાર વ્યક્ત કરવા લાગ્યા. બધા ની સાથે તે પણ દોડી ઉંજાં પાસે ઉપર આવ્યા. તેને જોતા ઉંજાં તરત જ ભેટી પડી.

પૂરણ ભાઈ ની આંખો આસું થી છલકાઈ ગઈ. આ કોઈ તકલીફ ના આસું નહોતા. આ ખુશી ના આંસુ હતા. પૂરણ ભાઈ ને તો એ જ ડર હતો કે કંઈક ઉંજાં તેનું અસ્તિત્વ ખોઇ ના બેસે પણ આજે જયારે ઉંજાં ઉત્સાહ અને ઉમંગ માં જોય તો તેને એમ થયું કે નહિ તેની ઉંજાં ક્યારે કઈ ખોવાઈ ન જાય.

“પપ્પા, મને પણ મિસ વર્લ્ડ માં પાર્ટીસિપેટ કરવું છે.” ઉંજાં ના શબ્દો સાંભળી પૂરણ ભાઈ ને સમજતા વાર ના લાગી કે પરમ તેને શું કહી અહીં લઈ આવ્યો છે.

“તું તો મિસ વર્લ્ડ જ છે તારે હવે તેમાં પાર્ટીસિપેટ કરવાની શું જરૂર છે.”પૂરણ ભાઈએ પૂછ્યું.

“નહિ પપ્પા, હું તો ખાલી બારડોલી ની મિસ વર્લ્ડ છે. મારે ઇન્ડિયા લેવલ સુધી બનવું છે. શું તમે તેમાં મારી મદદ નહિ કરી શકો??’

‘અરે કેમ નહિ, મારી પ્રિન્સેસ કઈ બનવા માંગે અને હું તેનો સાથ ના આપું એવું ક્યારે બની શકે!!”

“થેંક્યુ પપ્પા, આઈ લવ યુ.” ઉંજાં એ ફરી હક કરી લીધો. પછી કંઈક વિચારતા તે પૂરણ ભાઈ થી અલગ થઇ.

“શું થયું??ફરી કેમ ઉદાસ થઈ ગઈ છે.” ઉંજાં ના ચહેરા પર ઉદાસી જોતા પૂરણ ભાઈ પૂછ્યું.

“એક પ્રોબ્લેમ છે મને છ મહિના માટે મુંબઈ જવું પડશે.”આ સાંભળતા પૂરણ ભાઈ પણ ઉદાસ થઈ ગયા.

તે ઉંજાં થી એક દિવસ પણ દૂર ના રહી શકે તો આ છ મહિના ની વાત હતી. તે આ છ મહિના કઈ રીતે રહી શકે!!હવે તે ઉંજાં ને ના પણ કહી શકે તેમ ન હતા. ઉંજાં ની ખુશી માટે તેને આજ સુધી બધું જ કર્યું હતું. આજે પણ તે તેની ખુશી માટે તે બધું જ કરવા માગતા હતા. પણ આમ ઉંજાં ને એકલી મુકવી તેને ઠીક નહોતું લાગી રહ્યું.

“તારે જવું છે ને??કઈ નહીં હું તારા માટે વ્યવસ્થા કરી આપું છું. પણ ત્યાં ગયા પછી તું મને ફોન કરવાનું કે મારી સાથે વાત કરવાનું બંધ નહિ કરે! પ્રોમીસ??”

‘આઈ પ્રોમિસ પાપા, મને જ્યારે પણ સમય મળશે હું પહેલા તમને કોલ કરી. હવે હું જવાની તૈયારી કરું ??” પૂરણ ભાઈ હકારમાં જ માથું હલાવ્યું. તે જોતા ઉંજાં એકદમ જ ખુશ થઈ ગઈ, પૂરણ ભાઈ ને થેન્ક યુ કહી ઉંજાં તેની રૂમમાં જતી રહી.

પૂરણભાઇ હા તો કહી દીધી પણ તેનો નો ડર વધવા લાગ્યો. તે ઉંજાં ને જવા તો કહી દીધું પણ ત્યાં આમ એકલું ઉંજાં નું રહેવું!કંઈક ફરી તે કોઈ ના પ્રેમમાં પડે અને તે તેને છોડી જતો રહે તો! આ હાલત વચ્ચે તે ઉંજાં ને ફરી કઈ રીતે સંભાળી શકશે!! પણ ઉંજાં ની ખુશી માટે તે તેને રોકી શકે તેમ પણ ન હતા.

******
તો શું ઉંજાં ને તે આમ એકલી મુંબઈ જવા દેશે???જેના માટે પરમ લડી રહ્યો હતો તે તો મુંબઈ જવાની તૈયારી કરી છે તો શું પરમ નું હવે તેને મળવું શક્ય બની શકશે??શું તે એમાં ઉંજાં ની નજીક આવી શકશે કે નહિ તે જાણવા વાંચતા રહો “અનુભૂતિ એક પ્રેમ ની”