સાઈટ વિઝિટ - 19 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 19

19.

પોલીસ, કદાચ કોન્સ્ટેબલ હશે, તેણે મને પકડીને તેની જીપમાં લીધો. ગરિમા તરત કહે "ઓફિસર, He is innocent."

કોન્સ્ટેબલ નહીં, તે થોડો સિનિયર લાગ્યો. પણ પોલીસ થોડો innocent નો અર્થ સમજે? એ તો કારનો નંબર જોઈ મને મારી જ કારનો ચોર ઠેરવતો હતો.

"I am also coming. Police station." તે બોલી અને મારી મદદમાં આવવા તરત કારમાંથી ઉતરી. ખૂબ મદદ કરે એવી છે છોકરી. બિચારીને પહેલો પગાર હજી ગઈ 10મીએ આપેલો. જો કે કેટલાક આર્કિટેક્ટસ તો એમના આસિસ્ટન્ટસને ક્લાયન્ટના પેમેન્ટ ન આવે ત્યાં સુધી, ક્યારેક ચાર છ મહિના પગાર કરતા જ નથી. હું એવો નથી. આ સાઈટ વિઝીટનાં ચક્કરમાં સાથે ફસાયા પછી એ મારી જુનિયર ને બદલે મારી નિકટની વ્યક્તિ બની ગઈ હતી.

"You needed. Say officer how much money he sold you. Whom."

એની વ્યાકરણની ભૂલ ન કાઢતા. એ પોલીસ ઓફિસર, એ પણ ઓમાનમાં જ્યાં બ્રિટિશરોએ રાજ નથી કર્યું, ત્યાં રહે છે. એણે એમ કહ્યું કે અમને તારી જરૂર છે. તને કેટલામાં ને કોને વેંચી હતી એ જાણવા.

અમને પોલીસ સ્ટેશન લઈ ગયા. એણે કાઈંક તુત્તુ તુત્તુ અલ બલા કલા.. જેવું તોતડું અરેબિક તેના સાહેબને કહ્યું. તેમણે કહ્યું "we ask this girl something. privately. We take you on remand. First tell us why you stole this car."

મારા મોતિયા મરી ગયા. પોલીસ રિમાન્ડની વાતો વાંચેલી, સાંભળેલી અને ફિલ્મોમાં જોયેલી. ત્રણેમાં અલગ અલગ વર્ઝન હતાં. મારો રિમાન્ડ કેવો હશે? એ લોકો મને મારશે? હું માર ખાઈને મરી જાઉં તો મારી પત્નીનું ને ચકુ નું શું? મારાં પ્રોજેક્ટના બાકી પૈસાનું શું? સાલું જીવી જાઉં તો એકાદા આવા પૈસા બાકી રાખતા ક્લાયન્ટ પર મને અહીં થાય એ મેથડ અજમાવું.

મારી વિચારધારામાં ભંગ પડ્યો. એક અંધારા અને છત ઉપર ઓપરેશન થિયેટર જેવી ફ્લેશ લાઈટ વાળા રૂમમાં મને લઈ જવામાં આવ્યો. એક ટેબલ પર થોડા સિનિયર, મોં પરથી ભણેલા લાગતા મસ્ક્યુલર ઓફિસર બેઠેલા. તેમની બાજુમાં આ ઇન્સ્પેકટર બેઠા.

એ સાહેબે પૂછ્યું કે મેં આ કાર ચોરી છે?

મેં ના પાડી. કહ્યું કે કાર મારી પોતાની છે. એ આ ગામ પાસેથી ચોરાઈ ગયેલી. લોકોએ ઝગડો કરી મારી સાથેની ગર્લ ને ઉપાડી…

સાહેબ કહે "stop making stories." તારી કાર હોય તો પેપર્સ લાવ. કાર આ ટો કરી લાવ્યા તે બહાર ઊભી છે.

ટો? નુકસાન થશે તો હું મસ્કત કેવી રીતે પહોંચીશ?

હું એક કોન્સ્ટેબલ સાથે બહાર ગયો અને કારનું ગ્લોવ કંપાર્ટમેંટ ખોલ્યું. કોઈ જ પેપર નહીં. મેં કહ્યું મારી પાસે બિલ, ધોફર કંપનીનો ઇનસ્યોરન્સ, છેલ્લી સર્વિસનું બિલ બધું જ હતું. અત્યારે ચોરાઈ ગયું લાગે છે.

તે ખડખડાટ હસ્યો અને મને ફરી અંદર લઈ ગયો. "નો પેપર્સ." તેણે કહ્યું. ઓફિસરે કરડી આંખે મારી સામું જોયું

મેં વાત સમજાવી. મેં 2017 માં જે શો રૂમમાંથી લીધેલી એનું નામ કહ્યું. કિંમત કહી. "I had also preserved photos and scanned copies in my mobile. Unfortunately mobile is also stolen." મેં બચાવ કર્યો.

"બધું સાલા તારી સાથે જ કેમ થાય છે?" એમણે પૂછ્યું.

મેં કહ્યું કે બધું એક સાથે થયેલું. અજાણ્યા લોકો દ્વારા ઝગડો, મારી ફ્રેન્ડને ઉપાડી જવી, મારું તેને છોડાવવા દોડવું અને એ દરમ્યાન કાર ઉઠાવી જવી, પાકીટ અને મોબાઈલ પણ.

"તો તારી પાસે બિલ કે કોઈ જ પેપર્સ નથી. અને આ લોકોએ તો એ નંબરની કાર ચોરાયાની ફરિયાદ કરી છે. પેલા સેન્ડ ડયુન પાસેથી."

"હા. હું ત્યાં પહોંચેલો. પોલીસ સ્ટેશન ગોતતો. રસ્તામાં બેભાન થઈ ગયો એટલે આ લોકો મને ઉઠાવી ગયા. કાર મારી જ છે. કમભાગ્યે મારી પાસે હાલમાં પ્રૂફ નથી."

"તેં એ કાર કેટલામાં લીધેલી?"

"6000 રીયાલ. ઑગસ્ટ 2016." (અહીંના 12 લાખ.)

"તો જો. આ એક ઉસ્માન કબીબએ પોતે ઇસ્માઇલ મોહમ્મદ ગની પાસેથી 1700 રીયાલમાં પહેલી એપ્રિલ 2022 ના લીધી એવો દસ્તાવેજ છે."

"એક મિનિટ સર. જેનું હોય એ વેંચી શકે. ઇસ્માઇલ મોહમ્મદ ગનીએ ક્યારે ખરીદેલી? એનાં પેપર્સ એટલિસ્ટ માર્ચ 22 સુધીનાં હશે?"

"તેં ઇસ્માઇલને વેંચીને દસ્તાવેજ ડીસ્ટ્રોય કરી નાખ્યો. ઇસ્માઇલ પાસે તો હતો જ. એણે પહેલી એપ્રિલે આ કાર વેંચી."

મેં માથું ખંજવાળ્યું. ઓચિંતો મગજમાં ફ્લેશ થયો. મેં કહ્યું કે સર, મેં મસ્કતમાં મોલ ઓફ ઓમાનમાં મારી કાર કોઈએ ઠોકેલી તેને ઇનસ્યોરન્સ સામે રીપેર કરાવેલી. 12 એપ્રિલ. મને જો ફોન આપો તો હું વાત કરાવું.

સાહેબની આંખોમાં પણ ફ્લેશ થયો. તેમણે પોતાના હાથમાં જ ફોન રાખી મને નંબર બોલવા કહ્યું. હું અવારનવાર તે ગેરેજમાં જ આપતો હોઈ એ નંબર મને મોઢે હતો.

તેમણે પોતે ફોન ઉપાડ્યો અને મને કારનો નંબર પૂછ્યો. તેમણે કહ્યું કે હું આ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ છું. 12 એપ્રિલે તમારી પાસે આ નંબરની કારનું રીપેરીંગ આવેલું? એનું બિલ કોના નામનું હતું? કાર કોના નામની હતી? અચ્છા. તો તેઓ દર વખતે તમારી પાસે રીપેર કરાવે છે? એમ કરો. એ બિલની સ્કેન કોપી મને આ એડ્રેસ પર મેઇલ કરો.

સામેનું ગેરેજ કેરાલીનું હતું. તેણે મારા ખબર પણ પૂછ્યા કે કાર અને હું સલામત છીએ ને!

ફોન પતતાં તેમણે પણ બેનિફિટ ઓફ ડાઉટ આપી મને રિમાન્ડ રૂમની બહાર કાઢ્યો.

તેમણે મને તેમની કેબીનની બહાર બેસાડ્યો.

હાશ! કોઈએ મને મરચાં વાળી લાકડી.. ઊંધા સુવાડી.. બરફની પાટ.. કે એવું કર્યું નહીં. આ ફિલ્મ નહોતી અને હું ઓમાનમાં છું. ભારતનાં અમુક ખાસ રાજ્યમાં નહીં.

બિલ આવતાં જ તેમણે મેં તાત્કાલિક વિચારીને કહ્યા મુજબ ઇનસ્યોરન્સ કંપનીનો નંબર લઈ મારી પોલિસીની ડિટેઈલ્સ મંગાવી. એમાંથી year, month of purchase જોઈ મેં કહ્યું તે કન્ફર્મ કર્યું.

મને બોલાવી કહે માલિકી તમારી હતી. તમે ઈસ્માઈલ ગનીને ક્યારે વેંચી?

મેં કહ્યું મેં કોઈને વેંચી જ નથી. મારી ઉતાવળમાં ખુલ્લી રહી ગયેલી કાર ઉઠાવી જવાઈ છે. એ ઇસ્માઇલ જ પેમેંટની પ્રૂફ બતાવી કહે કે મેં એને ક્યારે વેંચી. એ કેશમાં લીધી કહે તો બેંકમાંથી એટલી કેશ ક્યારે ઉપાડી તેનું સ્ટેટમેન્ટ બતાવે.

ઓફિસરે ઉસ્માન કબીબને બોલાવવા સમન્સ કાઢી તેની ઉપર સહી કરી. મને પોલીસ સ્ટેશન તો નહીં પણ પોલીસ સાથે જઈ નજીકનાં ગામમાં એક હોટેલમાં મોકલ્યો. ગરિમા સલામત રહેશે કહી એને બીજે ક્યાંક મોકલી જેથી એને હું અષ્ટમ પષ્ટમ સમજાવું નહીં.

મેં પ્રાર્થના કરી કે ગરિમા સલામત રહે અને તેને કોઈ હેરાનગતિ ન થાય. મને તેને કે કોઈને મળવા દીધા વગર પોલીસ પોતાની સાથે મને તેમની કારમાં હોટેલ લઈ ગયા. રસ્તે પેટ્રોલિંગ કરતાં બે ચારનો દંડ કરતા.

ગરિમાને હું જોઈ શક્યો નહીં.

ક્રમશઃ