સાઈટ વિઝિટ - 18 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 18

18.

છેલ્લાં પ્રકરણોમાં જોયું કે આ નવલકથાનો નાયક લોકોને ખેલ બતાવી, ડ્યુન પર નાચી પૈસા ભેગા કરે છે. તેનું પાકીટ ચોરાઈ ગયું છે. તેને ઓચિંતી પોતાની કાર મળે છે. તે તેની આસિસ્ટન્ટ ગરિમાને પણ મુશ્કેલ સંજોગોમાંથી છોડાવી શકે છે. તેઓ પરત જતાં રણમાં ફસાય છે. તેમની કારનું ટાયર ફાટે છે. આખી રાત રણમાં ગાળવી પડે છે. તેને એક ફરિશ્તા જેવો ઓમાની પોતાને ઘેર લઈ જઈ મહેમાનગતિ કરે છે. તેઓ હવે કાઈં પણ વિચાર્યા વગર મસ્કત તરફ ભાગે છે. જ્યાંથી કાર ચોરાયેલી ત્યાં તેઓ આવી પહોંચે છે. શું નાયકને તેનું ખોવાયેલું પાકીટ મળે છે? શું હવે તેમની યાતનાનો અંત આવ્યો? તો વાર્તા આગળ કેમ ચાલે?

તો વાંચો એ હેરતભરી વાત આગળ.

**

અમને સાચી આરબ મહેમાનગતિનો સાવ અજાણ્યા ઓમાની આરબ પાસેથી અનુભવ થયો. અમે મનોમન તેનો આભાર માનતાં આગળ વધ્યાં ત્યાં મારું ધ્યાન બેક સાઈડ મીરરમાં ગયું. અજાણ્યો પરોપકારી મિત્ર બિન ખાલિદ પાછળ એની મીની ટ્રક લઈને આવતો હતો.

મેં રસ્તાની એક સાઈડમાં કાર પાર્ક કરી. તે ફટાફટ આવ્યો અને.. લે, આણે તો મારું પાકીટ આપ્યું.

તે કહે એણે આજુબાજુની રેસ્ટોરન્ટ અને દુકાનોમાં પૂછ્યું કે કોઈ આવું પાકીટ આપી ગયું છે. બાજુમાં એક ગ્રોસરી અને મોબાઇલનો ધંધો કરતા દુકાનવાળાએ કહ્યું કે કોઈ પાકિસ્તાની રૂપિયાના ઓમાની રીયાલ લેવા આવેલો. એણે પાકીટમાંથી પાકિસ્તાની ને બદલે ભારતીય રૂપિયા આપ્યા. તેની પાસે પાસપોર્ટ દુબઈનો હતો. આ પૈસા ક્યાંથી મળ્યા એમ દુકાનદારે પૂછતાં એણે સાચું કહ્યું કે એક પાકીટ આજે સવારે ઝપાઝપી થઈ એમાં પડી ગયું છે તેમાંથી. દુકાનદારે પાકીટ માગ્યું અને પોતાની પાસે રાખી લીધું. એ માણસ બીજાને લઈ આવ્યો, તે દુકાનદારને એ લોકોએ ધમકીઓ આપી, તેને ચોર ઠરાવી જેલ ભેગો કરશે એમ કહ્યું પણ તે મક્કમ રહ્યો. છતાં તે ફરિયાદ નોંધાવવા બાજુના ગામમાં પોલીસમાં ન ગયો.

તેણે બિન ખાલિદને રેસિડન્ટ કાર્ડ બતાવ્યું. મારો ફોટો હતો. તમે આ માણસને ક્યાંથી ઓળખો તેમ દુકાનદારે પૂછ્યું. એણે અમુક ટ્રાવેલ કંપનીની કાર આ ભાઈ ચલાવે છે તેમનું છે તેમ કહ્યું. "ખબર નહીં, દુકાનદારે કારનો નંબર કેમ પૂછ્યો." તેણે કહ્યું.

મેં કહી દીધું કે કાર મારી છે પણ તેઓ ઉઠાવી ગયેલા.

"મુરખ છે સાલાઓ. અહીંના કાયદા ખુબ કડક છે. એ લોકો બહારથી ખાલી ઊંટ અને ઘેટાં બકરાં પાળવા આવીને વસેલા રખડતા લોકો છે. આમ તો તેઓ સદીઓથી એ રીતે આવજા કરે છે. પડોશના દેશોમાંથી. બધા એવા નથી હોતા.

જો ભી હો, આપ અબ ભાગો ઘર કો. જરૂર હો તો યાદ કરના. આ જાઉંગા. ખુદા હાફિઝ."

જતાં પહેલાં મારાં પાકીટમાંથી તેની પુત્રીને આપવા રીયાલ જોઉં તો એક પણ નહીં. એ લોકોએ તાંબાના સિક્કા જે અલ અલિંદમ બંદર પર ઢાબા વાળાએ આપેલા એ પણ છોડ્યા ન હતા. પાકીટ સાવ ખાલીખમ! તેણે પહેલાં તો મને પૈસા આપવા કર્યું પણ મેં પેટ્રોલ પંપ તરફ પરત જઈ એટીએમ થી લઈ લઉં છું એમ કહ્યું.

તેની ટ્રક પાણીના બાટલા લઈને જતી હતી. તેણે એક બાટલો ખોલી અમારી બોટલ ભરી આપી. પછી ટ્રક રિવર્સમાં લઈને કહે એ મને યાદ રાખશે. મેં કહ્યું તમે તો ફરિશ્તા છો. અલ્લાએ તમને અમારી મદદ માટે મોકલેલા.

હું ખૂબ ખુશ થયો અને તેને માટે અંતરથી દુઆ કરી.

મેં ગરિમાને કહ્યું સારું યાદ કરાવ્યું એણે.

ગરિમા આખરે ઘર તરફ જવા મળવા ખુશ હતી. તેણે 'તેરી ઝલક.. અશરફી..' ગીત મોટેથી મૂક્યું.

મેં કહ્યું કે આપણી સાથે મેં નાનપણમાં જોયેલી ફિલ્મ જુમાંજી જેવું થતું લાગે છે. પહેલાં બધું અવળું જ પડે, પછી આપમેળે સવળું પડવા લાગે.

મેં કહ્યું કે પંપ સુધી સીધા રસ્તે ક્રૂઝ મોડમાં તેને ચલાવવી હોય તો તે એમ કરે. તે તરત થેંક્યુ કહેતી બારણું ખોલી ઉતરી અને અમે સીટ ચેન્જ કરી.

રસ્તે તેણે કહ્યું કે અગાઉ ઓચિંતો જિંદગીનો એ પ્રથમ અનુભવ થયા પછી કાલે તેને એક બાજુ ફરી એ અનુભવ લેવાની ઈચ્છા થવા લાગેલી તો બીજી બાજુ સ્ત્રી સહજ સંકોચ કે હું પહેલ કરું તો કેવું લાગશે? તેને ખૂબ શરમ પણ આવતી હતી અને મન ફરી એ માટે તડપતું પણ હતું. તેણે કહ્યું "I hope તમને મારું શરૂનું વર્તન અજુગતું નથી લાગ્યું."

મેં તેની પીઠે હાથ ફેરવતાં કહ્યું કે મને ઉલટું માન ઉપજ્યું કે તું સંયમ પણ રાખી શકે છે અને સંયમોની પાળ તોડી પણ શકે છે.

મેં કહ્યું કે આ અનુભવ નશા જેવો છે. એક વાર લત પડે પછી રોક્યા રોકાઈ શકીએ નહીં. હવેથી હું પોતે પૂરો સજાગ રહીશ. મારા તારી સાથેના સંબંધ આત્મીય જરૂર રહેશે પણ મર્યાદા ઓળંગીશ નહીં.

આ સંભારણું મગજમાં સાચવી રાખશું.

આમ વાત થતી હતી ત્યાં ગૂગલ મેપે જમણે વાળવા કહ્યું. એટીએમ અને પંપ આવી રહ્યાં હતાં.

મેં તેને ટર્ન લેવા કહ્યું ત્યાં આગળ એક ઓમાન પોલીસની કાળી જીપ જતી જોઈ. મેં ગરિમાને રસ્તાની બાજુમાં ઉભાડવા કહ્યું જેથી હું લાયસન્સધારી વ્યક્તિ ડ્રાઇવ કરી શકું.

ઓમાન પોલીસે અમને જોઈ લીધાં હતાં. તેમણે જીપ ઊભાડી અને અમે આવતાં જોયાં એટલે એક પોલીસે બારીની બહાર ડોકું કાઢ્યું.

અમે નજીક આવતાં તેમણે સીટી મારી કાર ઊભી રખાવી.

"Girl driving? Licence?" તેણે પૂછ્યું. અહીં કોન્સ્ટેબલો પણ અધકચરું અંગ્રેજી સાચું બોલી શકે છે. પણ તેના અધિકારીઓ જેવું સાવ સાચું નહીં.

મેં કહ્યું "No. I driving. She had motion sickness."

એણે સામે જોયું. એ શબ્દનો અર્થ તેને ખબર ન હતી. મેં ઉલ્ટી જેવો ઉબકો ખાધો.

"So on road? Dirty? Fine."

"No officer. Plastic bag."

મેં કહ્યું. નાટકને સારી રીતે ભજવવા ગરિમાએ ફરી ઊબકો ખાધો.

"Ok. Go. Don't ફિરસે." આપણી ભાષાઓમાં કેટલાક સામાન્ય શબ્દો છે. મેં પોલીસને સેલ્યુટ મારી, પટ્ટો પહેરતાં કાર સ્ટાર્ટ કરી.

બીજા ઓફિસરે ફરી સીટી મારતાં અમને 'સ્ટોપ' નો ઈશારો કર્યો. તેણે બહાર આવી ધ્યાનથી કારનો નંબર જોયો. મને નીચે ઉતાર્યો. ઓચિંતી મને એક જોરદાર થપ્પડ મારી દીધી.

"Thiefing car? Taking girl selling? Come. Come. Arrest you."

મારા છક્કા છૂટી ગયા. હું પંપ પર રેસ્ટરૂમ (વોશરૂમ. અહીં તેને માટે રેસ્ટરૂમ શબ્દ વપરાય છે.) ગોતવાનો જ હતો. લાગ્યું કે પેન્ટ અહીં જ ભીનું થઈ જશે.

પોલીસની થપ્પડ વાગતાં થોડું તો ભીનું થઈ જ ગયું! પણ મારો એવો તે શું વાંક હતો!

ક્રમશઃ