સાઈટ વિઝિટ - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

સાઈટ વિઝિટ - 5

5.

તો આગલા ભાગોમાં આપણે વાંચ્યું કે એક કુશળ આર્કિટેકટને તેનાં મસ્કત શહેરથી છ કલાક ઉપરના રસ્તે એક એકાંત જગ્યાએ નવું બનાવવાનો પ્રોજેક્ટ મળે છે. ત્યાં એ માટે જરૂરી વાતોની ચર્ચા વિચારણા માટે એક્ષપર્ટસ અને માલિક તેને મળવાના હોય છે તેની આગલી રાતે જ આર્કિટેક્ટને જાણ થાય છે. તે રાત્રે ત્રણ વાગે તેની સુંદર, યુવાન અને ત્વરિત વિચારશક્તિ ધરાવતી આસિસ્ટન્ટ ગરિમા સાથે ન છૂટકે પોતાની જ કારમાં નીકળે છે.

કારમાં પેટ્રોલની જરૂર લાગતાં ગૂગલ સર્ચથી એક ગામની સીમમાંથી જવા જતાં ગલી કુંચીઓમાં અટવાય છે. કોઈ ગ્રામવાસી તેને રસ્તો બતાવે છે પણ એ રસ્તે જતાં સીમના જંગલી કુતરાઓનો તેમને સામનો કરવો પડે છે. પેટ્રોલપંપથી નીકળતાં રસ્તો સાવ સીધો અને અફાટ રણમાંથી જાય છે. દોઢ કલાક સીધા ગયા પછી તેને ખબર પડે છે કે મોબાઈલમાં સિગ્નલ ન મળતાં તેઓ રસ્તો ચૂકી કોઈ બીજા જ એકાંત રસ્તે રણમાં જ ચડી ગયાં છે. તે કાર પાછી લે છે. હજી તેને શંકા છે કે તેઓ સાચે રસ્તે છે કે કેમ. ત્યાં ફરી સિગ્નલ મળે છે અને તેઓ જુએ છે કે બીજી કોઈ કેડી તેમને મૂળ રસ્તે લઈ જઈ શકે છે. તેઓ એ રસ્તો લે છે.

તો વાંચો આગળ.

**

ગૂગલ મેપ વાળી બોલી 'turn left, then sharp right to merge with express way'.

હું એકદમ ડાબે વળ્યો. કાર ઝૂકી અને ગરિમા આગળથી મારી ઉપર પડી. મારી કોણી સ્ટીયરિંગ પકડ્યું હોઈ તેને સ્તનો પર અડી. અમારા આ સ્પર્શથી તે શરમાઈને નીચું જોઈ જશે કે અણગમો બતાવશે એમ લાગ્યું. તેનાં મોં પરથી આ ઓચિંતા સ્પર્શથી તેને વાંધો નહોતો એમ લાગ્યું. જમણે શાર્પ ટર્ન લેતાં તે મારી સાથે ફરી ઘસાઈ. અમે કોઈ સ્પીડ બ્રેકર કે પત્થર આવતાં ઉછળ્યાં. તે ફરી લપસી પડી અને મારા ખોળામાં પડી. મેં જોયું કે તેણે બેલ્ટ નહોતો બાંધ્યો.

"બેલ્ટ તો બાંધ! રસ્તો ખરાબ છે." મેં કહ્યું.

"એટલે જ સ્તો." તેણે તોફાની અદામાં કહ્યું.

મારે શું સમજવું?

મને સમજવાનો સમય જ ન મળ્યો. કાર રસ્તો એટલે કેડી પરથી ઉતરી ઊંડી રેતીમાં ઘૂસી ગઈ હતી અને પૈડાં ત્યાં ને ત્યાં જ ગોળ ફરતાં હતાં. ગૂગલે જ્યાં sharp right કહ્યું ત્યાં કેડી તૂટી ગઈ હશે કે હતી જ નહીં. કાર થોડું રેતીમાં જ ગતિને કારણે ધસતી અંદર રણમાં જતી રહેલી અને હવે તેનાં ઊંચાં વ્હીલ પણ અર્ધા ઉપરાંત રેતીમાં ઘૂસી ગયાં હતાં.

"માય.. વળી ફસાયા. આ રેતીમાંથી બહાર નીકળવું અશક્ય છે. કોઈએ આપણને ખેંચવાં પડે." મેં ગુસ્સાથી મુઠ્ઠી પછાડતાં કહ્યું. ગરિમા પણ આ સ્થિતિ માટે તૈયાર ન હતી. મેપ વળી બોલ્યો "turn sharp right".

અમે કારનું એન્જિન બંધ કરી દીધું. મને એમ હતું કે આ કેડીએથી મેઈન રોડ પકડાતાં અમે દસ પહેલાં, લગભગ સાડાનવે તો પહોંચી જશું. તેને બદલે અહીં જ નવ, હવે 9.20 થએલી. ગરિમા પણ થોડી ગભરાયેલી દેખાતી હતી. મેં તેને ગુજરાતી સવાનવને પાંચ એટલે લપ સ્કૂલમાં લખતા તે કહ્યું. વળી તે મરકી. આમ તો ખુલ્લું હસે. તે પણ કોઈ વિચારમાં હતી.

"સર, તમને નથી લાગતું કે ક્લાયન્ટ મેસર્સ અલ ખુર્શીદને ઇન્ફોર્મ કરી દેવા જોઈએ?"

મને પણ એ જ યોગ્ય લાગ્યું. મેં ફોન કર્યો. ઉપડતો જ ન હતો. સામે રીંગ વાગ્યા કરી. આખરે ઉપડ્યો. મેં શરૂ કર્યું , " અસ સલામ આલેકું. … હિયર."

"વાલેકું સલામ. I am on way. Driving. Will call you in a few minutes" કહી એણે ફોન કટ કર્યો. હું સમજ્યો કે એ પણ રસ્તામાં જ છે. એને અમને કાઢવા કોઈ વાહન મોકલવું જોઈશે. એ ખેંચે તો અમે બહાર નીકળી શકીએ.

અમે શાંતિથી બેઠાં. એમ ને એમ દસ વાગી ચુક્યા. રણનો સૂરજ તો કાઈં તપે! અગ્નિ સળગતો હોય અને અમે જ્વાળાઓમાં પાવન થવા ઊભાં હોઈએ એવું લાગ્યું.

કોઈ દૂર રસ્તે દેખાય તો બોલાવવા મેં મારું શર્ટ કાઢ્યું. ગરિમા તો ટીશર્ટ અને જીન્સ લેગીન્સમાં હતી. દુપટ્ટો હોત તો એને કહેત.

રણમાં બપોર પડે એટલે કોઈ નીકળે નહીં. આમેય આ આખો રસ્તો સાવ નહીંવત ટ્રાફિક વાળો હતો. મેં શર્ટ ફરકાવવા સાથે 'હેલ્પ હેલ્પ' ની બૂમ પણ પાડવા માંડી.

"સર, અહીં આવી ધગધગતી ગરમીમાં આવાં રણમાં કોઈ આવશે નહીં. મારું માનો. કોઈક રીતે આપણે કાર જોર કરી કાર બહાર લઈએ. અઘરું છે પણ અશક્ય નથી. એમ કરો, હું ડ્રાઇવ કરવા લાગું. તમે ધક્કો મારો."

"રણની રેતી વ્હીલની ગ્રીપ જ નહીં લે. છતાં ચાલ. હિંમતે મર્દા તો મદદે ખુદા."

મને વારેવારે કહેવતો સૂઝે છે. અમલ કરું તો હું સાચો.

એણે કહ્યા મુજબ મેં ધક્કો માર્યો. એણે ફૂલ એક્સેલેટર આપ્યું. મેં ફરી જોરથી ધક્કો માર્યો. પૈડાં અંદર જ ફર્યા કર્યાં. પછી અમે બે નીચે ઉતરી એન્જિન ચાલુ રાખી ધક્કો મારવા લાગ્યાં. કદાચ કાર સરકી અને અને બેય રેતીમાં પડ્યાં અને ખૂંચી ગયાં. કાર વધુ ખૂંચી. અતિશય ગરમી હોઈ અમે પરસેવે રેબઝેબ થઈ ગયાં.

"કાર સરકી હતી? કે મારો ભ્રમ હતો?" મેં ગરિમાને પૂછ્યું.

" સરકી હોય તો ટાયર પાછળ પટ્ટો હોય. હું નીચે ઘૂંસી જોઉં." કહેતી તે નીચે ગઈ અને બહાર આવી.

"સાચે જ સરકી છે. થોડા ઇંચ. તો કરીએ પ્રયત્ન. Let's not give up till the end." તે બોલી.

"આશા અમર છે." મારામાં નો કહેવતકાર બોલી ઉઠ્યો.

"પણ તે ગઈ કેવી રીતે? એ જ રીતે ઇંચ થી ફૂટમાં ને ફૂટથી મીટરમાં ખસેડીએ." તે બોલી અને નીચે જોઈ નિરીક્ષણ કરવા લાગી.

નીચે કાઈંક બે ચાર ટીપાં જેવું ભીનું હતું. કેવી રીતે એ ભગવાન જાણે.

"એમ કરો સર, આપણે કૂતરો, કૂતરી બની જઈએ.."

"What do you mean?" મેં એને વચ્ચે થી અટકાવી.

"સુનો તો સહી, સર! મુઝે ભી લગી હૈ, તમને પણ લાગી હશે. હું જાઉં પાછળ અને તમે જાઓ આગળ. ટાયર પર જ મૂત્ર વિસર્જન કરીએ એટલે એની ડિઝાઇનમાં ફસાયેલી રેતી પલળે અને કાઈંક ટ્રેકશન મળે."

તેની વાતમાં દમ હતો. અમે આર્કિટેક્ટસ ક્યારેક આઉટ ઓફ ધ બોક્સ વિચારીએ.

અમે તેમ કર્યું. ટાયરો પલળ્યાં.

શું અમે બહાર નીકળી શક્યાં?

ક્રમશ: