જીત હારેલા ની.... - 3 Komal Sekhaliya Radhe દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીત હારેલા ની.... - 3

સવારે વહેલા ઊઠી પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી તૈયાર થઈ એ નક્કી કર્યું કે પહેલા રમેશ કાકા ને મળશે ને પછી ઓફિસ જશે.
પોતાનો ફ્લેટ બંધ કરી લોક કરી ક્રિષ્ના સીડીઓ નીચે ઉતરતી હતી ત્યાં બહાર નીચે કોઈ વોચ મેન જોડે જગડી રહ્યું હતું.
ફટાફટ જઈને જોયું તો ત્રણ ચાર છોકરા ઓ વોચમેન ને મારી રહ્યા હતા.
ક્રિષ્ના:(પોતાનું ટિફિન ને પર્સ નીચે ફેંકી ક્રિષ્ના દોડી) હેય શું કરો છો?છોડો કાકા ને છોડો....
આટલું બોલી એ છોકરાઓ વચ્ચે પડી ને ને કાકા ને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.
એક છોકરા એ ધોલ મારી ને ક્રિષ્ના સીધી જમીન પર પડી.
એમાંનો એક છોકરો દોડી ને આવ્યો ને ક્રિષ્ના ને હાથ આપ્યો..
છોકરો:આઇ એમ સોરી......રિયલી
ક્રિષ્ના:(છોકરા નો ટેકો લીધા વિના)વાહ!એક બુઝર્ગ ને મારી રહ્યા છો ને એક લેડી ને સોરી?????અશેમ ઓન યુ!
છોકરો:સોરી બોલા નાં.જ્યાદા હોશિયારી નઈ ચાહીયે ઓકે.
ક્રિષ્ના:(ઉઠતા )તો કેમ મારી રહ્યા છો કાકા ને??
એ છોકરા એ બૂમ પાડી ને બાકીના છોકરાઓ ને બંધ થવા કહ્યું.છોકરાઓ એ મારવા નું બંધ કર્યું.
ક્રિષ્ના ગુસ્સે થઈ ને છોકરાઓ ને જોવા લાગી.
છોકરો:સ્ટોરી લાંબી છે મેડમ કેમ કાકા ને માર્યો એ.ઓકે આગે સે ઇસ બુદ્ધે ને અગર જૂઠા કેશ કિયા તો પૂરા કર દેંગે સલે કો. ચલો રે ઇસકો છોડો અબ...
આટલું બોલી છોકરો પોતાના મિત્રો ને લઈને રવાના થઈ ગયો.
ક્રિષ્ના:(કાકા ને ઉઠડતા)કાકા કેમ આ છોકરાઓ એ તમને માર્યા? આવું તો સુ કર્યુતું તમે?
કાકા:બેટા જવાદે ને આ અમીર બાપ ની બગડેલી ઓલાદો.
ક્રિષ્ના:કાકા જવાદો હું એમ્બ્યુલન્સ ને બોલાવી લઉં.
કાકા:નાં નાં દીકરી રહેવાદે.ખોટી પોલીસ ની માથાકૂટ.મોટા માણસો ને આપણાં જેવા ગરીબ નાં પહોચી શકે.
ક્રિષ્ના:(મોબાઇલ ને પાછો પર્સ માં મુકતા)ઠીક છે કાકા ઊભા રો હું રિક્ષા બોલાવું એમાં આપણે જઈએ.
કાકા:બેન તમે ખોટી મારી ચિંતા કરો છો.(કણસતો કાકો બોલ્યો)
ક્રિષ્ના:હું તો ખાલી તમારી મદદ કરું છું કાકા.
કાકો:બેન તમે તમારા કામે જાઓ ખોટું કોઈ તમને જોશે તો તમારું અહી રેહવું ભારે પડશે.
ક્રિષ્ના:રેહવુ ભારે પડશે?કાકા કોઈની મદદ કરવી ગુનો છે??
કાકો:બેન બે હાથ જોડું છું. તમે અહીથી જાઓ..
ક્રિષ્ના કાકા નાં વર્તન થી દુઃખી થઈ નીકળી ગઈ.
સીધી હોસ્પિટલ જવા નીકળી.સ્ટેન્ડ પરથી રિક્ષા મળી ગઈ ને દુઃખી દુઃખી હોસ્પિટલ પહોંચી.
સીડીઓ પર ચડી રહી હતી ત્યાં પાછળ થી કોઈએ બૂમ પાડી.પાછળ જોયું તો એક લેડી બોલાવી રહી હતી.
ક્રિષ્ના:ખાસ યાદ નથી આવતું કે કોણ છે આ લેડી.
લેડી:(ક્રિષ્ના સામુ જોઈ ને એની નજીક આવીને)ક્રિષ્ના રાઈટ???
ક્રિષ્ના:હા બટ તમે?
લેડી:હા યાદ નાં હોય ને કેટલા વર્ષો થઈ ગયા ?હું શોભા.તને યાદ છે તારા પાપા નોકરી કરતા હતા ત્યારે આપણે નજીક નજીક નાં સરકારી વસાહત માં હતા.તમે લોકો નીચે નાં ફ્લોર માં હતા ને અમે ઉપર નાં.
ક્રિષ્ના:(પોતાના માથા માં ખંજવાળતા) અરે હા શોભુ દીદી....
શોભા:હા હું એજ શોભું દીદી!
ક્રિષ્ના:તમે અહી કેવી રીતે?
શોભા:મારા લગ્ન અહી થયા છે.મારે બે બાળકો છે.મારા ઘરે થી અહી હોસ્પિટલ માં જોબ કરે છે.
ક્રિષ્ના:અહી આ હોસ્પિટલ માં?
શોભા:હા ડૉક્ટર છે...
બંને ચાલતા ચાલતા વાતો કરતા ગયા..
શોભા:ચાલ તારા જીજા ને મળવા લઈ જાઉં.
ક્રિષ્ના:હા ચાલો.
બંને ડૉક્ટર રૂમ માં ગયા.
શોભા:(દરવાજો ખખડાવ્યો)ક્યાં હમ્ અંદર આ સકતે હૈ?
ડૉક્ટર: હેય શોભૂ પ્લીઝ કમ ઈન સાઈડ!
શોભા એ ક્રિષ્ના ને અંદર બોલાવી.બંને ડૉક્ટર રૂમ માં ગયા.
શોભા:તમને યાદ છે હીરેન આ ક્રિષ્ના છે ?જ્યારે તમે મને જોવા આવેલા ને તમારા જૂતા છુપાવી ને ભાગી ગયેલી એ આજ મસ્તીખોર ક્રિષ્ના!!
હિરેન:અરે હા હા કેમ યાદ નાં હોય... બેસો બેસો..
હિરેન એ વોર્ડ બોય ને બોલાવ્યો ને બંને માટે ચા મંગાવી.
શોભા:જો ક્રિષ્ના આ તારા જીજા આખી હોસ્પિટલ નાં જીવ છે.એમના વગર પાંદડું પણ ના હાલે.
ક્રિષ્ના:મારા એક અંકલ દાખલ છે અહી એમને મળવા આવી છું.
હિરેન:(ચા પીતા પીતા)સુ નામ છે એમનું?
ક્રિષ્ના:રમેશભાઈ હિરાણી.
હિરેન: કાર્ડિયાક પેશન્ટ છે.એમની સર્જરી મારે કરવાની છે.સ્ટેન્ટ મૂકવાનું છે એમને.
ક્રિષ્ના:સ્ટેન્ટ?સુ થયું છે એમને?
હિરેન:હાર્ટ ની મેઇન નળી બ્લોક છે.
ક્રિષ્ના:(ચા પીતા પીતા અટકી ગઈ)બ્લોક???
હિરેન:હા ...
ક્રિષ્ના:તો હવે????
હિરેન:કંઈ નઈ નાનું ઓપરેશન છે પછી રેડી થઈ જશે.
ક્રિષ્ના:તો માટે હંસા માસી ને મળવા જવું જોઈએ સર...શોભા દી હું નીકળું.થેંક્યું સર....
આટલું બોલી ક્રિષ્ના પોતાનું પર્સ લઈ નીકળી પડી.
આઇસીયુ બહાર જોયું તો હંસા માસી એકલા બેઠા હતા.દોડી ને ક્રિષ્ના એમની બાજુ માં બેઠી.
હંસા માસી:(ક્રિષ્ના ને જોઇને આંખ માં આંસુ આવી ગયા.)તું આવી ગઈ બેટા.
ક્રિષ્ના:લો માસી મારે તો આવવાનું હતું ને?હું નાં આવતી તો બીજું કોણ આવતું?
હંસા માસી:જો તારા કાકા ને હૃદય ની નળી બંધ હે તો બલૂન છોડવાનું કીધું દાક્તર સાહેબે..
ક્રિષ્ના:(હંસા માસી નો હાથ પોતાના હાથ માં લઇ)માસી તમે બિલકુલ ચિંતા ના કરો કાકા સાજા થઈ જશે એકદમ.
હંસા માસી:(રડતા રડતા) હાચે જ તારા કાકા ઠીક થઈ જહે??
ક્રિષ્ના:સો ટકા માસી.તમે ચિંતા નાં કરો.તમે નાસ્તો કર્યો કે નાં?
હંસા માસી:હા દીકરી હું નીચે જઈને આવી.
ક્રિષ્ના:ઠીક છે માસી હાલ હું ઓફિસ જાઉં છું.સાંજે હું અહીં આવી જઈશ ટિફિન લઈને પછી જોડે જમીશું ને હું અહી રોકાઈશ તો વાતો પણ કરીશું ને તમને પણ સારું લાગશે.
હંસા માસી:ટિફિન તો દિકરી નીચે છે જમવાની સુવિધા તું મળવા આવજે બેટા.
ક્રિષ્ના:નાં માસી ટિફિન તો મારા ઘર નુજ.
હંસા માસી:સારું થઈ શાબ તું કે એ હાચુ.
હંસા માસી ને ભેટી ને ક્રિષ્ના ઓફિસ માટે નીકળી ગઈ.
બહાર નીચે રસ્તા પર ઊભી હતી ત્યાં રિક્ષા આવી ને સીધી ઓફિસ માટે નીકળી ગઈ.
ઓટો માંથી ઉતરી ને ભાડું આપી સીધી ઓફિસ માં પહોચી ગઈ.
કૉલ સેન્ટર માં જોબ હોવાથી ટાઈમ વધારે ભરવાનો થતો.ને રજા નાં મળતી.પોતે એકલી હોવાથી જોબ કરવાંથી એકલતા દૂર હોય એવું લાગતું.
કૉલ અટેન્ડ કરી રહી હતી ત્યાં પટાવાળા ભાઈ આવ્યા ને બધા ને મીટીંગ માં આવવાનું છે એમ કહી નીકળી ગયા.
બધા એક બીજા સામુ જોવા લાગ્યા કે કૉલ સેન્ટર માં સેની મીટીંગ??
ક્રિષ્ના ને એની બે ત્રણ ફ્રેન્ડ ને બાકી નાં સ્ટાફ ,સ્ટાફ રૂમ માં મીટીંગ માટે ભેગા થયા.
એમના બૉસ આવ્યા તો બધા ઊભા થઈ ગયા.બૉસ એ બધા મે બેસવા કહ્યું.બધા બેઠા.
બૉસ:(ઊભા થઈ ને હાથ માં માઈક લઈને બધા ને સંબોધતા)મારા વહાલા સ્ટાફ મિત્રો.. આજે આપણી વચ્ચે એક નવા માણસ ની એન્ટ્રી થવા જઈ રહી છે.
આપણી કંપની નાં ઓનર નાં દીકરા શ્રી હેમંત શાહ આજથી આપણી ઓફિસ માં બેસશે.તો આપણે બધા વેલ કમ કરીશું શ્રી હેમંત શાહ સર ને....
( ક્રમશઃ)