જીત હારેલા ની.... - 4 Komal Sekhaliya Radhe દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીત હારેલા ની.... - 4

તો વેલકમ કરીએ શ્રી હેમંતભાઈ શાહ ને....
તાળીઓ નાં ગડગડાટ વચ્ચે હેમંત શાહ આવીને ઉભા રહ્યા... હેમંત ભાઈ ને જોઈ ક્રિષ્ના હક્કી બક્કી થઈ ગઈ.
પોતાની ફિલિંગ ને વશ માં કરતા ક્રિષ્ના તાળીઓ પાડવા લાગી ને ખોટી ખોટી સ્માઇલ આપવા લાગી.
વાદળી રંગ ની હળવી લાઈટ માં વાદળી ચેહરા વાળા બધા હેમંત શાહ ને વેલકમ કરી ને હાથ મિલાવી રહ્યા હતા.બધા ને મળતા મળતા હેમંત શાહ ક્રિષ્ના જોડે આવ્યા.ક્રિષ્ના એમને જોઈ ચૂપ ચાપ ઉભી રહી.હેમંત શાહ એ હાથ લાંબો કર્યો ત્યારે અચકાતા અચકાતા ક્રિષ્ના એ હાથ મિલાવ્યો.
હેમંત શાહ:(હસતાં હસતાં) અચ્છા તો સમાજ સેવીકા અહી જોબ કરે છે?
ક્રિષ્ના:(ધીમે થી) જી સર...
હેમંત શાહ હસ્તા હસ્તા નીકળી ગયા.બધા પોત પોતાની કેબિન માં જઈને બેસી ગયા ને કામે વળગી ગયા.
ત્યાં પટાવાળા ભાઈ આવ્યા ને એમણે ક્રિષ્ના ને કહ્યું કે નાના સર બોલાવે છે એમની કેબિન માં.
ક્રિષ્ના ચિંતા માં આવી ગઈ.કે બૉસ ક્યાંક જોબ માંથી કાઢી નાં મૂકે.
ક્રિષ્ના ધીમે પગલે બૉસ ની ઓફિસ માં પહોંચી.
ક્રિષ્ના:(દરવાજો ખખડાવ્યો)મે આઇ કમીંગ સર?
હેમંત શાહ:(હાથ માં રહેલી ફાઈલ ને ટેબલ પર મુકતા)યેસ પ્લીઝ કમ!
ક્રિષ્ના ચૂપચાપ આવીને ઊભી રહી હેમંત ની સામે.
હેમંત શાહ:અરે સીટ પ્લીઝ.ફીલ કંમ્ફર્ટેબલ.
ક્રિષ્ના હેમંત ની સામે ની ચેર પર બેઠી.
હેમંત શાહ:સો મિસ ???
ક્રિષ્ના:(પોતાનું નામ બોલતા)ક્રિષ્ના ક્રિષ્ના સર!
હેમંત શાહ:સો મિસ ક્રિષ્ના!કેવું ચાલે અહી?
ક્રિષ્ના:જી????
હેમંત શાહ:જી?????વોટ???
ક્રિષ્ના:સારું ચાલે સર સારું...
હેમંત શાહ:કામ કરી લો છો બધું?
ક્રિષ્ના: ટેલેકોલિંગ માં છું સર.
હેમંત શાહ:આજથી ઇન્ફેક્ટ હાલ થી જ તમે મારા સેક્રેટરી.
ક્રિષ્ના:જી?????
હેમંત શાહ: હાંજી.
ક્રિષ્ના:સોરી સર બટ મારી એજ્યુકેશન પ્રમાણે મને કદી સેક્રેટરી ની પોસ્ટ ઓફર નથી કરવામાં આવી.
હેમંત શાહ:હું આપુ છું ને??
ક્રિષ્ના :જી સર માં અનુભવ નથી સો થોડા દિવસ કઈ મિસ્ટેક કરું તો માફ કરજો...
હેમંત શાહ:ઓલ રાઈટ! મારી ઓફિસ માં જ તમારું ટેબલ મુકાવી દવ છું.
ક્રિષ્ના:ઓકે સર.
હેમંત એ બેલ વગાડી ને માણસો આવ્યા એમણે ક્રિષ્ના માટે નું ટેબલ હેમંત ની ઓફીસ માં ગોઠવ્યું.
હેમંત શાહ ની નજર માં કેદ થઈ ગઈ ક્રિષ્ના.
હેમંત શાહ:ક્રિષ્ના મેમ?
ક્રિષ્ના:યેસ યેસ સર.(ચેર માંથી ઊભા થતા)
હેમંત શાહ:અબ લંચ કરના હૈ મુજે.
ક્રિષ્ના:યેસ સર હાલ જ મંગાવી લઉં છું.
હેમંત:(ટેબલ પર નો ગોળ કાચનો બોલ ફેરવતા)હા પણ તમારી પસંદ નું મંગાવજો!
ક્રિષ્ના: મ. મા... મારી....મારી પસંદ નું કેમ સર??
હેમંત:(ક્રિષ્ના ની એકદમ નજીક આવતા)તમારે મારી પસંદ નું ખાવાની ઈચ્છા છે??
ક્રિષ્ના:(પરસેવો સાફ કરતા)નો નો સર!!
હેમંત: અચ્છા મારી પસંદ નું નઈ ખાવું એમ??
ક્રિષ્ના:નો સર...આઇ મીન યેસ..આઇ મીન......
હેમંત :વોટ યુ મીન?
ક્રિષ્ના એ ફોન લીધો ને ફટાફટ પોતાની ચોઇસ નું ફૂડ ઓર્ડર કરી દિધો.
હેમંત : ઇન્ટેલિજન્ટ હો!આઇ લાઇક ઇટ!
હેમંત કઈક પેપર લઈ આવું છું લંચ આવે એટલે એટલું કહી નીકળી ગ્યો.
હેમંત નાં ગયા પછી ક્રિષ્ના એ આખી બોટલ પાણી પીધું અડધું ઢળ્યું ને અડધું પેટ માં ગ્યું....
ક્રિષ્ના:(એકલી બબડતા)હાશ! ચાલ્યા ગયા...કેવી રીતે સહન કરીશ આ માણસ ને??
માથું પકડી ને ખુરશી માં બેઠી.અડધા કલાક માં ડિલિવરી બોય જમવાનું આપી ગયો.
એણે કાર્ડ માંથી હેમંત નો મોબાઈલ નંબર લીધો ને... ક્રિષ્ના:લંચ આવી ગયું છે સર,
હેમંત: સોરી ડીયર જરૂરી મીટીંગ અટેન્ડ કરી રહ્યો છું.વાર લાગશે.
ક્રિષ્ના:જમવાનું ઠંડુ થઈ જશે સર..
હેમંત:કેમ ઓફિસ માં ઓવન નથી???
ક્રિષ્ના:(કંટાળી ને)જી સર....
મોબાઈલ એપ ખોલી ને નોકરી ની સાઈટ માંથી જોબ શોધવા લાગી.સમજી ગયેલી કે હવે આ કંપની ની નોકરી તો ગઈ.
ક્રિષ્ના બેસી ને બીજા દિવસ માટે નું કામ તૈયાર કરવા લાગી. લગભગ સાંજ નાં ચાર વાગી ગયેલા ત્યારે હેમંત આવ્યો.
હેમંત: ચાલો ચાલો ફટાફટ જમી લઈએ.આઇ એમ સો હંગ્રી!
ક્રિષ્ના ગાંડા ની જેમ હસવા લાગી.
ક્રિષ્ના:(હસ્તા હસ્તા)સોરી સર બધું હું ખાઈ ગઈ.તમે નાં આવ્યા ને મારી પસંદ નું હતું ખાવાનું તો મારાથી કંટ્રોલ નં થયો.
બટ હું હાલ જ ઓર્ડર કરી દુ છું સર!
હેમંત : આર યુ સરિયસ???
ક્રિષ્ના કંઈ બોલ્યા વિના ફૂડ ઓર્ડર કરવા લાગી.
સાડા પાંચ વાગે ખાવાનું આવ્યું.
હેમંત ગૂરી ને કતરાઈ ને ક્રિષ્ના ને જોવા લાગ્યો ત્યાં ક્રિષ્ના આમ તેમ જોવા લાગી ને હેમંત માટે પેન્ટ્રી રૂમ માં જમવાનું લગાવ્યું.
ક્રિષ્ના ની ટેબલ રેડી કરવાની ને એની ચોઈસ નું ફૂડ બધું જોઈ હેમંત ખુશ થઈ ગયો.
જમતા જમતા છ વાગી ગયા ને ક્રિષ્ના નો જવાનો ટાઈમ થઇ ગયો.
ક્રિષ્ના:સર મારો ટાઈમ??
હેમંત:જો મેરા ટાઈમ વો આપકા ટાઈમ...
ક્રિષ્ના:(અપસેટ થતાં)જી સર...
ત્યાં ક્રિષ્ના નો મોબાઇલ વાગ્યો.ક્રિષ્ના એ કૉલ રિસિવ કર્યો.
ક્રિષ્ના:હલ્લો...
સામે થી કઈક કોઈ બોલ્યું ત્યારે..
ક્રિષ્ના:આજે??
સામે વાળા નો જવાબ સાંભળી....
ક્રિષ્ના:નાં આજ્ તો નઈ સેટ થાય. આજ ઓફિસ માં ગણું કામ છે ને રમેશ કાકા દાખલ છે ને તો એમને મળવા પણ હોસ્પિટલ જવાનું છે.
કૉલ કાપી એ હેમંત ની આગળ બેસી ગઈ.
હેમંત:ચાલો હવે ઘરે નીકળીએ?
ક્રિષ્ના: એજ યુ વિશ સર.....
હેમંત: નેવર આસ્ક એબોટ માય વિશ!!
ક્રિષ્ના ચૂપ ચાપ ત્યાં ઉભી રઈ.
હેમંત પોતાની બેગ લઈ નીકળી ગ્યો.પાછળ પાછળ ક્રિષ્ના પણ ચપક ચપક ચાલવા લાગી.
હેમંત પાર્કિંગ માંથી પોતાની ગાડી લઈને આવ્યો ને સડસડાટ કરતો નીકળી ગ્યો.
ક્રિષ્ના ઓટો સ્ટેશન પર ઊભી રહી ને ઓટો ની રાહ જોવા લાગી.ત્યાં આગળ એવેંજર બાઇક ઉભી રહી.
ક્રિષ્ના:અરે વાહ મુજે સ્ટોક કર રહે હો??
બાઇક વાળી વ્યક્તિ:અરે નહિ રે તુમ્હારે અલાવા કિસ્કો સ્ટોક કરું બોલો...
ક્રિષ્ના:રોની થેંક્યું!
રોની:કયું?
ક્રિષ્ના:મુજે લેને આ ગયે.
રોની: ઓ હલ્લો!મે કોઈ તુમ્હે લેને નહિ આયી.મે તો અપને કામ સે આયી હું.
ક્રિષ્ના:કામ આઉટ યહાં?ક્યાં?
રોની:તુમ્હારે હાથ કા ખાના!!!
બંને હસી પડ્યાં.રોની એ સીધું બાઇક ક્રિષ્ના નાં ફ્લેટ નીચે ઉભુ રાખું પાર્કિંગ માં ને બંને ઉપર ગયા.
ક્રિષ્ના ફ્રેશ થઈ ને આવી ને કિચન માં ચાલી ગઈ.
ક્રિષ્ના:રોની તુમ્હારા કોઈ બોય ફ્રેન્ડ નહિ હૈ ક્યા?
રોની:(પોતાનો મોબાઈલ સાઈડ માં મુકતા)બોય ફ્રેન્ડ ઔર મેરા???
ક્રિષ્ના:હા
રોની:મુજે તો ગર્લ ફ્રેન્ડ ચાહીયે તુમ્હારે જૈસી હોટ....
ક્રિષ્ના: લેસ્બો હો ક્યાં??
બંને જોર થી હસવા લાગ્યા ત્યાં અચાનક લાઈટ ગ્યું ને દરવાજા માંથી કોઈ અંદર આવ્યું હોય એવો પગ નાં ચાલવાનો અવાજ આવ્યો...
ક્રિષ્ના એ રોની નો હાથ જોર થી પકડી લીધો ને
ક્રિષ્ના કંઈ બોલે એ પહેલા .......
(ક્રમશઃ)