One unique biodata - 2 - 38 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૮

દેવ સવારના નવ વાગે એના કેબિનમાં બેસીને કામ કરી રહ્યો હતો.આજ દેવ સવારે વહેલા જ ઓફિસમાં આવી ગયો હતો અને કેબિનમાં ટેબલ પર પડેલ ફાઈલોને આમથી તેમ કરી રહ્યો હતો અને વળી પાછો લેપટોપમાં વ્યસ્ત થઈ જતો.ચહેરાથી થોડો ગંભીર અને બેચેન જણાઈ રહ્યો હતો.સવારે વહેલો નીકળ્યો હોવાથી કંઈ જ નાસ્તો નહોતો કર્યો જેના કારણે ભૂખ લાગવાથી થોડો ચીડચિડો પણ થઈ રહ્યો હતો.એટલામાં જાનકી આવીને કેબિનના દરવાજા પર ઉભી રહીને પૂછ્યું,"મેં આઈ કમ ઇન સર?"

"યસ"

"ગુડ મોર્નીગ સર"

"ગુડ મોર્નીગ જાનકી"

"સર,તમે આટલું વહેલા....."

"કેમ,ના આવી શકું?"

"વ્હાય નોટ સર.બટ,આજ તો કોઈ મીટિંગ પણ નથી તો"

"મારે થોડું કામ હતું.સો,આઈ કેમ ટૂ ઓફીસ અર્લી"

"ઓકે સર"

"જાનકી,ફોર મી વન કોફી પ્લીઝ"

"સ્યોર સર"કહીને જાનકી કેબિનની બહાર ગઈ અને વેઈટર દ્વારા દેવ માટે કોફી મોકલાવી.

જેવો વેઈટર કોફી આપીને કેબિનમાંથી બહાર ગયો કે તરત જ દેવના ફોનમાં રિંગ વાગી.માનુજનો કોલ હતો.દેવે કોલ રિસીવ કર્યો.

"હેલો"

"હાઈ દેવ"

"હાઈ માનુજ,ગુડ મોર્નીગ"

"ગુડ મોર્નીગ,વ્હેર આર યૂ દેવ?"

"ઓફીસ"

"ઓહહ"

"વ્હાય આર યૂ આસકિંગ?"

"તે નિત્યાને સમજાવ્યું નથી હજી?.મને લાગ્યું તું ઘરે છે તો એને સમજાવ કે આ બહુ જ મસ્ત ઓપોચ્યુનીટી છે એના માટે.કંઈક અલગ એક્સપિરિયન્સ કરવા મળશે.અને એનામાં એટલું ટેલેન્ટ છે કે આ કામ પરફેક્ટલી એ જ કરી શકશે"

"પણ એને તો કાલે ડાઇનિંગ ટેબલ પર જ તને કહ્યું હતું ને કે એ રેડ્ડી છે.બસ એને થોડો ટાઈમ જોઈએ છે તો હવે તું આ શું બોલી રહ્યો છે મને કંઈ ખબર નથી પડી રહી"

"હા,એ વખતે એણે હા કહ્યું હતું પણ હમણાં એનો કોલ આવ્યો હતો કે એ આ પ્રપોઝલ રિજેક્ટ કરે છે"

"ઓહહ,આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ.હું તો આજે સવારે સાત વાગે જ ઘરેથી ઓફીસ આવવા નીકળી ગયો હતો"

"હમમ,મને લાગ્યું તું ઘરે હોઈશ તો સમજાવીશ"

"ગીવ મી સમ ટાઈમ,આઈ વિલ ટ્રાય"

"એક્સાઇટમેન્ટમાં મેં કાલ ઘરે આવ્યા પછી મારી બોસને મેસેજ પણ કરી લીધો હતો કે નિત્યા રેડ્ડી છે.જો નિત્યા નઈ માને તો મારી રેપ્યુટેશન ગઈ સમજી લે"

"એવું કંઈ જ નહીં થાય,ડોન્ટ વરી.હું નિત્યા સાથે વાત કરું છું"

"હા ભાઈ કરજે"

"ઓકે બાય,આઈ ટોક ટૂ યૂ લેટર.ગીવ મી સમ ટાઈમ.આઈ વિલ ટ્રાય"

"ઓકે બાય"

ફોન મુક્યા પછી માનુજ મનમાં ગણગણતો હતો કે,"હે ભગવાન નિત્યા દેવની વાત માનીને સેમિનાર કરવા તૈયાર થઈ જાય તો સારું નહિ તો હું મેમને શું જવાબ આપીશ?"

એટલામાં દિપાલી આવી અને એણે માનુજને જોઈને કહ્યું,"શું બણબણ કરો છો?"

"કંઈ જ નહીં"

"નિત્યાએ ના કહ્યું એટલે તમે અકળાયા છો?"

"અકળાયો નથી યાર,ટેનશન થાય છે કે બોસને શું કહીશ"

"ડોન્ટ વરી,કંઈક રસ્તો મળી જશે.નિત્યાએ ના કહી મતલબ કે કોઈ મોટું કારણ હશે"

"હા,એટલે જ તો મેં દેવને કોલ કર્યો"

"શું.......તમે દેવભાઈને કોલ કર્યો?"

"હા"

"યૂ શુડ નોટ હેવ ડન ધેટ,આનું પરિણામ ખબર નહીં શું આવશે"

"હા,હવે મને પણ એમ લાગે છે.નિત્યાએ સમજી વિચારીને જ ના કહ્યું હશે અને જો દેવ એને ફોર્સ કરશે તો એ બંને વચ્ચે મહાયુદ્ધ થશે જેને ઠંડુ પાડનાર કોઈ જ નહીં હોય"

"એક વાર મનાલીમાં એમની વચ્ચેનું મહાયુદ્ધ જોયેલું છે.હવે એવું ના થવું જોઈએ માનુજ.ચાલો આપણે બંને ત્યાં જઈએ"

"હા,ચાલ.કદાચ દેવ નિત્યાની ઓફિસે જવા માટે નીકળી ગયો હશે"

માનુજ અને દિપાલી દેવ અને નિત્યા પાસે જવા માટે નીકળ્યા.

દેવ નિત્યાની ઓફીસ જવા માટે નીકળ્યો.રસ્તામાં દેવ વિચારી રહ્યો હતો કે,"નિત્યાએ અચાનક માનુજનું પ્રપોઝલ કેમ રિજેક્ટ કર્યું.શું કાલ રાતે અમારા બંને વચ્ચે જે વાત થઈ હતી એના લીધે નિત્યાએ આ ડિસીઝન લીધું હશે?"
પછી દેવે ગુસ્સો કરતા પોતાની જાતને જ કહ્યું,"શીટ યાર.....મારે નિત્યા સાથે આમ વાત નહોતી કરવી જોઈતી.મારી જ ભૂલ છે.મારા મનમાં ક્રિએટ થયેલ થોટ એને ખબર પડી ગઈ હશે જેના કારણે એને એનું ડીસીઝન ચેન્જ કરી લીધું.હું પણ બીજા હસબન્ડ જેવો જ નીકળ્યો,પોતાની પત્ની પર હુકમ ચલાવવાવાળો. આજ સુધી મેં નિત્યાને કઈ જ કરતા રોકી નથી.ખબર નઈ કાલ રાત શું થઈ ગયું હતું મને.આ બધું અજયના કારણે થયું છે.અજય વચ્ચે બોલ્યો એટલે મને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સો નિત્યા પર નીકળી ગયો.પણ હું નિત્યાને આ સેમિનાર માટે મનાવીને જ રહીશ"આવા ઈરાદા સાથે દેવ નિત્યાની ઓફીસ પહોંચ્યો.

દેવ જેવો કારમાંથી પાર્કિંગ સ્લોટ ઉતર્યો કે તરત જ એણે અજયને જોયો.અજય ઉભો ઉભો ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો અને નિત્યાના ઓફિસની બિલ્ડિંગ તરફ જોઈ રહ્યો હતો.અજયને નિત્યાની ઓફિસના પાર્કિંગમાં જોઈ દેવ શોક થઈ ગયો.એને એવું લાગ્યું કે અજય ફોન પર નિત્યા સાથે વાત કરી રહ્યો હતો.દેવ વિચારવા લાગ્યો કે,"અજય અહીંયા શું કરે છે?.શું નિત્યાને મળવા આવ્યો હશે?.નિત્યાએ મારા પહેલા અજયને કેમ જણાવ્યું હશે કે એને એનું ડિસીઝન ચેન્જ કર્યું છે?.શું અજય પણ મારી જેમ નિત્યાને મનાવવા આવ્યો હશે?.પણ મને આ બધાથી કેમ આટલો ફરક પડી રહ્યો છે?"

દેવની અકળામણ સહેજ વધી ગઈ હતી.નિત્યાની ઓફીસ એ નિત્યાને મનાવવા આવ્યો હતો પણ અજયને જોઈને એ ભૂલી જ ગયો હતો કે એ કેમ આવ્યો હતો.અજયને જોઈને એને મનોમન નક્કી કરી લીધું કે આજે તો એ અજયને પૂછી જ લેશે કે એ નિત્યા વિશે શું વિચારતો હતો.જેવો એ જોશમાં અજય તરફ જતો હતો એવો એનો પગ મચકોડાયો અને એ નીચે પડતા પડતા રહી ગયો.ત્યાંના વોચમેને આવીને એને સંભાળી લીધો અને પૂછ્યું,"સર,આર યૂ ઓકે?"

દેવ પોતાના વાળ સરખા કરતા કરતા બોલ્યો,"યા....યા....આઈ એમ ઓકે"કહીને અજય જ્યાં ઉભો ત્યાં જોયું.પણ ત્યાં કોઈ જ ઉભું ન હતું.દેવે આમ-તેમ નજર ફેરવી પણ અજય ક્યાંય દેખાયો નહિ.દેવ અજયને શોધવા માટે આખા પાર્કિંગ સ્લોટમાં ફર્યો પણ કદાચ અજય ત્યાંથી નીકળી ગયો હશે.કેનેડાની ઠંડીમાં પણ દેવને હાંફ ચડીને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.દેવ પોતાની કાર પાસે ગયો.કારમાંથી પાણીની બોટલ નીકાળીને પાણી પીધું.પછી પેન્ટના પોકેટમાંથી રૂમાલ નીકાળ્યો અને પરસેવો લુછવા લાગ્યો.દેવ પાણીની બોટલ કારમાં મુકવા જતો જ હતો એટલામાં કોઈએ એના ખભા પર હાથ મુક્યો.દેવે પાછળ ફરીને જોયું તો નિત્યા હતી.

"દેવ,તમે અહીંયા?"

"હા,અહીંયા"

"ઓકે....કંઈ કામ હતું?"

"કામ વગર ના આવી શકું?"

"આવી શકો પણ......"નિત્યા પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ દેવ ટોન્ટમાં બોલ્યો,"પણ......તમારે અહીંયા નહોતું આવવું જોઈતું રાઈટ?"

દેવના આવા ટોન્ટવાળા પ્રશ્નથી નિત્યાને થોડું ખોટું લાગ્યું પણ એ વાતને વધારવા નહોતી માંગતી એટલે એ ચૂપ રહી અને આંખો બંધ કરી મન શાંત કરતા બોલી,"નોટ એટ ઓલ દેવ.તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે આવી શકો છો.મેં તો બસ તમને અચાનક અહીંયા જોયા એટલે પૂછી લીધું.સોરી,ઇફ આઈ હર્ટ યૂ"

નિત્યાના માફી મંગવાથી દેવ શાંત થતા બોલ્યો,"ઇટ્સ ઓકે.હું અહીંયા તારી સાથે વાત કરવા જ આવ્યો હતો પણ........"

"પણ શું દેવ........"નિત્યાએ દેવની અકળામણનું રિઝન જાણવાની ઉત્સુકતાથી પૂછ્યું.

"નથિંગ"દેવ વાતને ખતમ કરવા માટે બોલ્યો.

"લેટ્સ ગો ઇનસાઈડ એન્ડ ટોક"

"ઓકે"

દેવ અને નિત્યા ઓફિસની અંદર ગયા.જેટલા પણ નિત્યાના કલિક્સ દેવને ઓળખતા હતા એ દેવને ત્યાં જોઈને આશ્ચર્ય પામ્યા.કારણ કે દેવ ક્યારેય નિત્યાની ઓફિસની અંદર નહોતો ગયો.કોઈક વાર નિત્યાને પિક-અપ કે ડ્રોપ કરવા ગયો હોય તો એ બહારથી જ પાછો જતો રહેતો.દેવ નિત્યાના કલિક્સ સાથે હાઈ-હેલો કરીને દેવ અને નિત્યા બંને નિત્યાના કેબિનમાં ગયા.
નિત્યાએ દેવને પાણી આપ્યું અને મસ્તીમાં પૂછ્યું,"બોલો,શું વાત કરવી હતી જેના લીધે તમે તમારા પાવન પગલાં મારી ઓફિસમાં પાડ્યા?"

"વ્હાય આર યૂ ટોન્ટ મી?"

"જાણે તમે તો આવતાની સાથે મારા પર ફૂલોની વર્ષા કરી હતી.તમે પણ ઓછા ટોન્ટ નથી માર્યા"

"હા હવે,હું થોડો ગુસ્સામાં હતો"

"કઈ વાતનો ગુસ્સો દેવ.હું કાલનું તમને નોટિસ કરું છું કે તમે મારી સાથે આમ રુડલી બીહેવ કરો છો"

"એવું કંઈ નથી"

"કંઈક તો છે.પણ જવાદો,અત્યારે તમારે શું વાત કરવી હતી એ કહો"

દેવે ડાઈરેક્ટ મુદ્દાની વાત કરતા પૂછ્યું,"તે માનુજનું પ્રપોઝલ રિજેક્ટ કેમ કર્યું?"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED