એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૭ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૭

કાવ્યાએ નોટિસ કર્યું કે ડાઇનિંગ ટેબલ પર એ લોકો વિશે વાત થઈ રહી હતી એટલે કાવ્યા બોલી,"આ લોકો આપણા ટોપિક પર વાત કરતા લાગે છે"

"હા,ઇવન આઈ ઓલ્સો નોટીસ"યશ બોલ્યો.

"શું વાત કરતા હશે?"હેલીએ પૂછ્યું.

"હું પૂછીને આવું"કાવ્યા બોલી.

કાવ્યા ડાઇનિંગ ટેબલ પાસે ગઈ.નિત્યાની પ્લેટમાંથી પાપડનો ટુકડો લઈને ખાતા બોલી,"શું વાત ચાલી રહી છે?"

"તારી અને યશની વાત ચાલી રહી હતી કે તમે બંને સેમ ટુ સેમ ટોમ એન્ડ જેરી જેવા છો.એકબીજાની સાથે ખૂબ ઝગડો કરો છો પણ એકબીજા વગર ચાલતું પણ નથી"દિપાલીએ કહ્યું.

"હા,બરાબર.શું કરું?,જેવો પણ છે એ બંદર મારો ફ્રેન્ડ છે"કાવ્યાએ જવાબ આપ્યો.

યશ પણ ડાઇનિંગ ટેબલ પાસે આવ્યો અને કાવ્યાના વાળ ખેંચી કાવ્યાની વાત પર ટિપ્પણી કરતા બોલ્યો,"હા,આ બંદરિયા પણ જેવી છે એવી મારી ફ્રેન્ડ છે"

યશને કાવ્યાના વાળ ખેંચતા જોઈ માનુજે યશને આંચકો કર્યો પણ કાવ્યાએ માનુજને ઇશારામાં ઇટ્સ ઓકે કહ્યું એટલે માનુજ આગળ કઈ બોલ્યો નહીં.

"હા,તો જે વાત કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ એ વાત પર ડિસ્કસ કરીશું હવે?"માનુજે બધાની સામે જોતા પૂછ્યું.

દેવે હાથથી ઈશારો કરીને વાત આગળ વધારવા કહ્યું.

"તો નિત્યા,અમારી ઓફિસમાં દર છ મહિને બધા જ એમ્પ્લોયર્સને કામ કરવા મોટીવેટ કરવા માટે એક મોટીવેશનલ સ્પીકરને બોલાવવામાં આવે છે.આ વખતે અમારી બોસ મેડમ શ્રીતીએ તને એસ અ સ્પીકર બોલાવવાનું નક્કી કર્યું છે.એમને તારું વુમન એમ્પાવરમેન્ટની સ્પીચ સાંભળી છે તો એ તારાથી ઘણા ઇમ્પ્રેસડ છે.એમને જ મને પ્રપોઝલ લઈને તારી પાસે આવવા કહ્યું છે"

"માનુજ,આઈ એમ વેરી વેરી ગ્લેડ કે એમને મને એ લાયક સમજી.પણ તને તો ખબર છે કે હું ફક્ત વુમન્સ......."

"યસ,આઈ નો વેરી વેલ.બટ,આઈ થિંક તું આ પણ ખૂબ સારી રીતે કરી શકીશ"

"એ તો બરાબર છે પણ તને એ પણ ખબર છે કે હું સ્પીચ માટે ફક્ત........"નિત્યા આગળ બોલે એ પહેલાં જ માનુજ વચ્ચે બોલ્યો,"ફક્ત ગુજરાતી લેન્ગવેજનો જ ઉપયોગ કરે છે"

"હા અને તારી ઓફિસમાં કેટલાય એવા છે જે ગુજરાતી લેન્ગવેજથી અજાણ હશે"

"ધેટ્સ ટ્રુ,બટ ઇટ્સ ઓલ રાઈટ.અમારી કંપનીમાં કેનેડિયન ગુજરાતી બોલી નથી શકતા પણ સમજી શકે છે.કારણ કે,અમારી બોસ ઇન્ડિયન છે.સો,એ બધાજ કેનેડિયન કે બીજી કન્ટ્રીના એમ્પ્લોયર્સમાં અમુક એક્ટીવીટી દ્વારા થોડો ગુજરાતી તડકો લાવવાના ટ્રાય કરતી જ હોય છે"

"ઓહહ,નાઇસ.કોઈક તો છે મારા જેવું,જે અહીંયા રહીને પણ પોતાની ભાષાને વળગેલું રહે છે"

"હા,તો શું વિચાર છે તારો?"

"નિત્યા તારે.........."દેવ બોલવા જ જતો હતો ત્યાં અજય વચ્ચે બોલ્યો,"નિત્યા,આઈ થિંક તમારે આ ઓફર એક્સેપ્ટ કરી લેવી જોઈએ"

"હા,એ તો ઠીક છે પણ મને થોડો સમય જોઈએ છે"

"ફરીથી બોલ તો.....શું કહ્યું તે?"માનુજે પૂછ્યું.

"આઈ હેવ સમ ટાઈમ ફોર ધ પ્રિપરેશન"

"મતલબ કે તું રેડ્ડી છે?"

"યસ"

"વાહ,બહુ જલ્દી માની ગઈ તું તો.થેંક્યું અજય,નિત્યાને સમજાવવા માટે"માનુજ બોલ્યો.

"અરે મેં તો બસ મારુ ઓપિનિયન આપ્યું"

"આઈ થોટ કે કંઈક નવું ટ્રાય કરું"નિત્યા બોલી.

"ધેટ્સ વન્ડરફુલ,તારી પાસે એક વિકનો ટાઈમ છે"

"ઇનફ છે"

દેવને અજયના વચ્ચે બોલવાથી બહુ જ ખોટું લાગ્યું હતું.આ બધી જ વાત થઈ ત્યાં દેવ એકદમ ચૂપચાપ બેસી રહ્યો હતો.જમીને દેવ અને માનુજ બેઠક રૂમમાં બેસ્યા હતા.અજય હજી જમતો હતો અને સાથે સાથે નિત્યા,જસુબેન અને દિપાલી સાથે વાતો કરી રહ્યો હતો.દેવ બેસ્યો તો માનુજ સાથે હતો પણ એનું ધ્યાન ફક્તને ફક્ત અજય સામે હતું.માનુજે એ નોટિસ કર્યું.

"કંઈ પ્રોબ્લેમ છે?"માનુજે દેવને પૂછ્યું.

દેવ અચાનક બોલી ગયો,"પ્રોબ્લેમ તો છે"

"ઓ ભાઈ,તને પૂછું છું.કંઈ પ્રોબ્લેમ છે?"માનુજે દેવનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું અને અજય તરફ ઈશારો કરતા પૂછ્યું.

"ના ના કંઈ પ્રોબ્લેમ નથી"

"એવું લાગતું નથી"

"યાર,આ અજયનું મને કંઈ સમજમાં નથી આવતું"

"કેમ?"

"મને લાગે છે એ મારા કરતાં પણ વધારે સમજે છે નિત્યાને"

"ઓહહ....જેલેસી"માનુજ દેવને ચિડવતા બોલ્યો.

"નોટ એટ ઓલ"

"માની લે ને હવે કે તું જેલેસ છે"

"ખબર નથી યાર,કઈક અજીબ ફિલિંગ આવે છે એને લઈને"

"નિત્યાને લઈને?"

"નોટ એક્ઝેટલી.નિત્યા પણ એની સાથે એટલી જ કમ્ફર્ટેબલ છે"

"પણ એમાં તને કેમ ઇનસિક્યોરિટી ફીલ થાય છે?"

"ડોન્ટ નો"

"ડોન્ટ વરી,નિત્યા ખૂબ જ સમજદાર છે.એને એવું કંઈ લાગશે તો એ જ વાત કરતા અટકી જશે"

"હા,એ તો છે"

ડિનર પૂરું થયાના થોડીવાર પછી બધાએ બેસીને વાતો કરી.કાવ્યા અને હેલીએ બધાની માટે ચોકલેટી મિલ્કશેક બનાવ્યું.બધાએ વાતો કરતા કરતા મિલ્કશેક પીધું.રાતના સાડા બાર વાગ્યા હતા.

"ચાલો માનુજ નિકળીશું હવે?"દિપાલીએ માનુજને પૂછ્યું.

"દિપુ આંટી,હજી તો સાડા બાર જ વાગ્યા છે"કાવ્યા બોલી.

"બેટા,સવારે મારે કુકિંગ ક્લાસ છે અને યશને પણ કોલેજ જવાનું છે અને તારા અંકલને ઓફીસ.હું તો સમયસર ઉઠી જઈશ પણ તારા અંકલ અને યશને જગાડતાં જગાડતાં આંખે પાણી આવી જાય છે"

"હા,યશ તો છે જ કુંભકર્ણ"

"નોટ ઓનલી યશ,તારા અંકલ પણ.બંને જણાનું રોજનું છે.રોજ રાત્રે મોડા સુધી મુવી જોશે અને પછી સવારે મને હેરાન કરે છે"

"ઓકે ઓકે મેડમ,તમારી સામે અમે હારી ગયા.ચાલો જઈએ"

"હા"

"ઓકે દેવ,હું પણ નીકળું હવે"અજયે દેવને હાથ મિલાવતાં કહ્યું.

"ઓકે"

"બાય આંટી,બાય એવરીવન"

"બાય"

"હેલી,ચાલ તું અમારી સાથે.અમે તને તારા ઘરે ડ્રોપ કરી દઈશું"યશે હેલીને કહ્યું.

"હા,સંભાળીને લઈ જજે"કાવ્યાએ મજાકમાં કહ્યું.

"હા હો બંદરિયા,બાય"

"બાય,સી યૂ સુન બ્રો"

"આઈ એમ નોટ યોર બ્રો"યશે કાવ્યાના માથામાં ટપલી મારતાં કહ્યું અને સામે કાવ્યાના મારથી બચવા માટે દોડીને બહાર જતો રહ્યો.

બધા પોતપોતાના ઘરે જતા રહ્યા.કાવ્યા અને જસુબેન એમના રૂમમાં સુવા માટે જતા રહ્યા.દેવ એના રૂમમાં કપડાં ચેન્જ કરીને લેપટોપમાં કંઈક કરી રહ્યો હતો.એટલામાં નિત્યા રૂમમાં આવી.દેવને લેપટોપમાં કંઈક કરતો જોઈને બોલી,"ઊંઘવાનું નથી તમારે?"

"હા,બસ આ થોડાક મેઈલ ચેક કરવાના છે એ કરી લઉ"

"ઓકે"કહીને નિત્યા ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતી રહી.નિત્યા બાથરૂમમાંથી બહાર આવી તો પણ હજી દેવ લેપટોપ લઈને જ બેસ્યો હતો.નિત્યાએ દેવના હાથમાંથી લેપટોપ લઈને બાજુના ટેબલ પર મૂકી દીધું અને દેવના ચશ્મા કાઢીને કહ્યું,"હવે તમે બાળક નથી કે સમયસર ઊંઘવા માટે કહેવું પડે,સુઈ જાવ.જય શ્રીકૃષ્ણ"

દેવ કશું જ બોલ્યા વગર જય શ્રી કૃષ્ણ કહીને ચૂપચાપ સુવા માટે તૈયાર થઈ ગયો અને એની બાજુમાં પડેલ લેમ્પની લાઈટ બંધ કરી અને મનમાં વિચારવા લાગ્યો,"દેવ....તું શું ખોટું ખોટું વિચારતો હતો.આ તો તારી જ વાઈફ છે.નિત્યા પટેલ.નિત્યા પર મારે કોઈ શક ન કરવો જોઈએ.ખરેખર હું પાગલ જ છું કે આટલી સારી પત્ની માટે બીજાના લીધે સેકન્ડ થોટ રાખું છું.નિત્યા એવું કંઈ જ ન કરે જેથી મને કે મારા પરિવારને કઈ પણ પ્રોબ્લેમ થાય.આઈ ટ્રસ્ટ યૂ નિત્યા"

"દેવ તમે કઈ કહ્યું?"નિત્યાએ પૂછ્યું.

દેવ મનમાં વિચારવા લાગ્યો કે હું મોઢથી તો કઈ બોલ્યો નથી.નિત્યાને કેવી રીતે ખબર પડી.

"દેવ....શું વિચારો છો?"

"કંઈ જ નહીં"

"હું એક વાત પૂછું?"

"હા બોલને"

"મેં બરાબર તો કર્યું ને?"

"કંઈ બાબતે?"

"માનુજના પ્રપોઝલને એક્સેપ્ટ કરીને"

"કેમ,તને તારા ડીસીઝન પર ડાઉટ છે?"

"ના,પણ તમારું ઓપિનિયન જાણવું છે"

"આઈ થિંક તે ડીસીઝન લઈ લીધું છે.હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી"

"કેમ આવું બોલો છો તમે?"નિત્યાને દેવનો વાત કરવાનો ટોન અલગ લાગ્યો હોવાથી એણે પૂછ્યું.

"હું ક્યાં કઈ બોલ્યો.ના અત્યારે કે ના ડિનર વખતે"

"તમને ઠીક ના લાગતું હોય તો....."

"તને ઠીક લાગે છે તો તારે કરવું જોઈએ.મને ઊંઘ આવે છે હું સુઈ જાવ છું"કહીને દેવ બ્લેન્કેટ ઓઢીને સુઈ ગયો.

નિત્યા વિચારવા લાગી કે,"દેવને અચાનક શું થઈ ગયું?.હમણાં બે મિનિટ પહેલા તો એકદમ બરાબર હતા.મેં એવું તો શું પૂછી લીધું"

નિત્યા પણ વાતને આગળ વધારવા નહોતી માંગતી એટલે એ પણ સુઈ ગઈ.