એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૫ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૫

યશ અને હેલી બંને લુડો રમી રહ્યા હતા.કાવ્યા હેલીને ચીયરઅપ કરી રહી હતી.કાવ્યાનો ફોન ટેબલ પર પડ્યો હતો અને એના ફોનમાં મેસેજ આવતા હતા તેથી એ ફોન લેવા માટે ઉભી થઇ.કાવ્યાએ ફોનની સ્ક્રીન ઓન કરી કે તરત જ એના મોઢા પર મસ્ત સ્માઈલ આવી ગઈ કારણ કે મિસ્ટર પ્રોટેક્ટિવનો(ક્રિશ) મેસેજ હતો.

"હાઈ કાવ્યા"

કાવ્યાએ સામે મેસેજ કર્યો,"હેલ્લો ક્રિશ"

ક્રિશ પણ કાવ્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હતો એટલે એને તરત જ સામે રીપ્લાય આપ્યો,"વોટ આર યૂ ઓલ ડુઈંગ વિથઆઉટ મી"

"વી આર પ્લેઈંગ લુડો એન્ડ બીફોર પ્લેઈંગ લુડો,વી ઓલ વોચડ ધ મુવી"

"વિચ મુવી?"

"યે જવાની હૈ દિવાની"

"ઓહહ,નાઇસ"

"યસ,ધેટ ઇસ માય ફેવરીટ મુવી"

"યા,ઇટ્સ અ વન્ડરફુલ મુવી"

"બાય ધ વે વોટ આર યૂ ડુઇંગ?"કાવ્યાએ ક્રિશને પૂછ્યું.

"નથિંગ ઈમ્પોર્ટન્ટ"ક્રિશે ઉદાસ થઈને કહ્યું.

કાવ્યાને ખબર પડી ગઈ કે ક્રિશ એકલો અને ઉદાસ હતો એટલે એને મજાક કરતા કહ્યું,"આવું કામ તો મેં પહેલી વાર સાંભળ્યું"

ક્રિશ મનમાં હસવા લાગ્યો અને એને રીપ્લાય આપતા કહ્યું,"આઈ મીન,એવું કંઈ ખાસ નહોતો કરતો.મોમ જોબ પર ગઈ છે તો મને કંટાળો આવતો હતો એટલે મને લાગ્યું કે તમને લોકોને મેસેજ કરું.મેં પહેલા યશના ફોનમાં મેસેજ કર્યો બટ હિ ડિડન્ટ રીપ્લાય સો,મેં તને મેસેજ કર્યો"

"ઓહહ તો તું આટલું ઈમ્પોર્ટન્ટ કામ કરે છે તો પણ બોલે છે કે નથિંગ ઈમ્પોર્ટન્ટ"

"વોટ?????"ક્રિશને ખબર ના પડી.

"મારી સાથે વાત કરવી એ તારા માટે ઈમ્પોર્ટન્ટ નથી?"

"ઓહહ યસ,ઈમ્પોર્ટન્ટ છે.આઈ ડિડન્ટ મીન ધેટ.આઈ એમ સો સોરી તને ખોટું લાગ્યું હોય તો"

"ઓહહ હોહોહોહો,કામ ડાઉન મિસ્ટર ક્રિશ.આઈ એમ જસ્ટ જોકિંગ"

"આર યૂ સ્યોર?"

"યસ ઑફકોર્સ.તારો મૂડ સારો ન હતો એટલે મને લાગ્યું કે થોડું મજાક મસ્તી કરી લવ પણ તું તો મજકને પણ આટલું સિરિયસલી લઈ લે છે"

"મને લાગ્યું કે........"

"કે હું હમણાં હું એ વાત પર રિસાઈ જઈશ.એવું જ ને?"

"હા"

"રિસાઈ જઉં તો પણ કંઈ જ પ્રોબ્લેમ નથી"

"કેમ?"

"તને મનાવતા પણ સારું આવડે છે.હું જલ્દી માની જઈશ"

"સાચે?"

"હા"

"બાય ધ વે,તને કેવી રીતે ખબર પડી કે આઈ એમ અપસેટ"

"આઈ ડોન્ટ નો હાવ....બસ ખબર પડી ગઈ"

"બરાબર.તો પણ સોરી કાવ્યા,કદાચ તને......"

"યાર હવે બઉ સોરી સોરી કહીશ તો હું તારાથી રિસાઈ જઈશ"

"નો નો નો પ્લીઝ,સોરી હવેથી સોરી નહિ કહું"

"લો બોલો,સોરી ના કહેવા માટે પણ સોરી"

"યાર પ્લીઝ,ડોન્ટ અપસેટ વિથ મી.પ્લીઝ🙏🏻"

"ઓકે બાબા,આઈ એવર નેવર અપસેટ વિથ યૂ યાર"

"ઓકે,થેંક્યું"

"ધેટ્સ અ ગુડ બોય"

"હમ્મ"

"નાવ,વી આર બડી ડુડ.સો,ચિલ કર"

"ઓકે મેડમ"

"😊"

"વ્હેર ઇસ યશ એન્ડ હેલી?"

"વેઇટ,આઈ કોલ યૂ"

"ઓકે"

કાવ્યાએ ક્રિશને વીડિયો કોલ કર્યો.ક્રિશે કોલ રિસીવ કર્યો.

"હાઈ"કાવ્યાએ હાથથી ઇશારામાં જ હાઈ કહ્યું.

ક્રિશે પણ એમ જ કર્યું.બંને થોડીવાર તો સ્માઈલ સાથે એકબીજાને જોઈ રહ્યા.હેલીએ કાવ્યાને આમ જોઈ એટલે એને યશને કોણીથી માર્યું અને કાવ્યા તરફ નજર કરવાનું કહ્યું.

"એ બંદરિયા,આમ મોટી મોટી સ્માઈલ આપીને કોની સાથે વાત કરે છે?"

યશના બોલવાથી કાવ્યાનું ધ્યાન ક્રિશમાંથી હટ્યું અને બોલી,"તમે બંને આને ઓળખો છો"

"ઓહહ,એવું તો કોણ છે?"હેલીએ પૂછ્યું અને ઉભી થઈને સ્ટડી ટેબલ પાસે આવી અને કાવ્યાના ફોનની સ્ક્રીન પર નજર કરતા કહ્યું,"ઓહહ મહાશય,તો તમે છો એમ ને"

"હાસ્તો વળી,તમે તો બધા એક સાથે રહીને મને ભૂલી જ ગયા"

"ક્રિશ છે ને?"યશે હેલીને પૂછ્યું.

"હા,એ પણ કાવ્યાના ફોનમાં"હેલીએ યશને આંખ મારતા કહ્યું.

"ઓઓઓ ભાઈ,મે પહેલા તને જ મેસેજ કર્યો હતો પણ અહીંયા કોને ફોનમાં જોવું જ છે"ક્રિશે યશને કહ્યું એટલે કાવ્યાએ ફોન યશને આપ્યો.ક્રિશના કહેવાથી યશે એનો ફોન ચેક કર્યો અને એનામાં ક્રિશનો મેસેજ જોઈને બોલ્યો,"ઓહહ,આઈ એમ સોરી યાર.એક્ચ્યુઅલી આ કાવ્યાના લીધે"

"મે શું કર્યું?"

"તે જ તો લુડો રમવાનું કહ્યું હતું"

"તું એને ના બોલ,એને તો મને તરત જ રીપ્લાય કર્યો.તું જ એન્જોય કરવામાં મને ભૂલી ગયો"ક્રિશે પણ કાવ્યાની સાથે મળીને યશને હેરાન કરતા કહ્યું.

"હુહ😒😕.....આવા ફ્રેન્ડ હોય"કાવ્યા યશને ટોન્ટ મારતા કહ્યું.

"તું ચૂપ રે,પોતે તો જીતીને બેસી ગઈ છે એટલે એનું ધ્યાન ફોન પર ગયું અને એને તને પહેલા રીપ્લાય આપ્યો"

"કાવ્યા,આર યૂ વિન?"ક્રિશે કાવ્યાને પૂછ્યું.

"યસ"કાવ્યા ખુશ થતા બોલી.

"વન્ડરફુલ,કોંગ્રેચ્યુલેશન્સ"

"થેક્યું થેંક્યું"

"હજી અમારા બંનેની ગેમ બાકી છે,તું કોને ચીયરઅપ કરીશ.મને કે યશને"

"કાવ્યા તું કોની બાજુ છે?"

"ઓલવેઝ હેલીની,આ બંદર બાજુ ના રેવાય"

"તો પછી હું યશની સાઈડ છું.આફ્ટર ઓલ,જેવો પણ છે મારો દોસ્ત છે"

"તો હું શું છું?"હેલીએ મોઢું બગાડતાં ક્રિશને પૂછ્યું.

"તું પણ ફ્રેન્ડ છે બટ હાલ તારો સાથ આપવા ધ ગ્રેટ લુડો વિનર કાવ્યા પટેલ છે તો તારું જીતવાનું નક્કી છે"

"ઓહહોહો.....વિનર કાવ્યા પટેલ"હેલીએ કાવ્યાને ચીડવવા એના કાનમાં કહ્યું.

"શટ અપ"કાવ્યા ધીમે રહીને બોલી.

"બે સાલે,તું કોની સાઈડ છે એ નક્કી કરી લે.મારી કે આ બંનેની"

"હું તારી સાઈડ જ છું,ચલો આગળ રમવાનું સ્ટાર્ટ કરો"

"હા"

ત્યારબાદ હેલી અને યશ બંનેએ અધૂરી ગેમ રમવાની સ્ટાર્ટ કરી.એક બાજુ હેલીને કાવ્યા ચીયરઅપ કરી રહી હતી તો બીજી બાજુ ક્રિશ યશને ચીયરઅપ કરી રહ્યો હતો.હવે છેલ્લો દાવ બાકી હતો.યશ અને કાવ્યા બંને લુડોના ફાઇનલ સ્ટેજ પર એટલે કે ઘર પાસે પહોંચી ગયા હતા.યશને બે પોઇન્ટ મળે તો એ જીતી જતો અને હેલીને ફક્ત એક જ પોઇન્ટની જરૂર હતી.હવે યશનો ટર્ન હતો પણ યશને એક જ પોઇન્ટ મળ્યો.હવે તો બંને સેમ જ જગ્યાએ હતા.એક પછી એક દાવ લઈ રહ્યા હતા પણ બંનેમાંથી કોઈને એક નહોતો પડતો.બધા થાક્યા હતા એ વિચારી વિચારીને કે કોણ જીતશે.એટલામાં હેલીએ દાવ લીધો અને એને એક પોઇન્ટ મળી ગયો એટલે એ જીતી ગઈ.કાવ્યા અને હેલીએ હાય-ફાય કર્યું અને હગ કરીને યશને ઠીંગો બતાવવા લાગ્યા.યશ ઉદાસ થઈ ગયો.ક્રિશે યશને આશ્વાસન આપતો ઈશારો કર્યો.પછી ચારેય જણાએ થોડી વાર વાત કરી.

યશ હજી પણ ઉખડેલા મૂડમાં હતો.એનો મૂડ સરખો કરવા માટે ક્રિશ બોલ્યો,"યશને ભૂખ લાગી હોય એવું લાગે છે"

"હે લુઝર,તને ભૂખ લાગી છે?"કાવ્યાએ યશની મજાક ઉડાવતા કહ્યું.

"કાવ્યા......"ક્રિશ મોટેથી બોલ્યો અને વાત આગળ વધારી,"હું નથી એટલે મારા ભાઈબંધને હેરાન ના કર"

પછી ક્રિશે કાવ્યાને ઈશારો કર્યો કે એ યશનો મૂડ સરખો કરી દે.એટલે કાવ્યા યશની બાજુમાં બેસી અને બોલી,"માય ડિયર ફ્રેન્ડ,ઇટ્સ જસ્ટ અ ગેમ યાર.એમાં શું સેડ થાય છે"

"યસ,કાવ્યા ઇસ રાઈટ.ઇટ્સ જસ્ટ અ ગેમ"હેલી પણ કાવ્યાની સાથે યશને મનાવવા બેસી.

એ જોઈને ક્રિશે પણ એમનો સાથ આપ્યો અને મજાક કરતા બોલ્યો,"યશ યાર,આજનો દિવસ તો ઈતિહાસના પન્નાઓમાં લખાવવો જોઈએ.બે છોકરીઓ એક છોકરાને મનાવે છે"

ક્રિશની વાત પર ચારેય જણા હસ્યાં.

"હું એક જ શરતે માનીશ"યશ બોલ્યો.

"શું?"કાવ્યા અને હેલીએ પૂછ્યું.

"બોલ બોલ યશ,આજ તો તારા પર મહેરબાન છે બધા"

"હું ત્યારે જ માનીશ જ્યારે કાવ્યા મને સોરી કહેશે"

"હટટટ......હું શું કરવા કહું"

"તે મને લુઝર કહ્યું એના માટે"

"તો એતો તું છે એટલે કહ્યું"

"જોવો યાર,તમે બંને આને જેટલી ભોળી સમજો છો એટલી આ નથી.બંદરિયા......"યશે કાવ્યાને હલકી ટપલી મારતા કહ્યું.

"તે મને માર્યું?"

"હા,લે આ બીજી વાર"યશે બીજી વાર ટપલી મારતા કહ્યું.

કાવ્યાએ પણ સામે પીલ્લો માર્યું અને આમ એ બંને વચ્ચે પીલ્લો ફાઈટ ચાલુ થઈ.હેલીએ એ બંનેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ બંને ઝગડે ત્યારે કોઈનું ના સાંભળે.ક્રિશ પણ ફોનમાંથી બુમો પાડી રહ્યો હતો,"ગાયસ સ્ટોપ ઇટ.......સ્ટોપ ઇટ ગાયસ......"

આખો રૂમ ગંદો કરી દીધો હતો.બધી જ વસ્તીઓ વેરવિખેર થઈ ગઈ હતી.બેડની ચાદર પણ ખેંચીને નીચે નાખી દીધી હતી.લુડોનું બોર્ડ અને એની કુકડીઓ પણ ક્યાંય રફુચક્કર કરી દીધી હતી.

એટલામાં કાવ્યાના રૂમનો દરવાજો ખુલ્યો.હેલી એ બંનેને રોકી રહી હતી એને એ નોટિસ કર્યું.હેલીએ યશ અને કાવ્યાને ઈશારો કર્યો પણ એ બંને તો ઝગડવામાં જ બીઝી હતા.અચાનક કાવ્યા શાંત થઈ ગઈ અને મીરરમાં જોઈને પૂતળાની જેમ ઉભી રહી ગઈ.