એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૪ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૪

હેલી,યશ અને કાવ્યાનું નાનકડું એડવેન્ચર પૂરું થયું અને ત્રણેય કાવ્યાના ઘરે પહોંચ્યા.કાવ્યાએ ડોરબેલ વગાડ્યો.નિત્યા વહેલા જ ઘરે આવીને રસોઈ બનાવવાની તૈયારી કરી રહી હતી.નિત્યાએ ડોરબેલનો અવાજ સાંભળ્યો એટલે એ દરવાજો ખોલવા ગઈ.દરવાજો ખોલતા જ યશ નિત્યાને પગે લાગ્યો અને હગ કરવા જતો હતો ત્યાં નિત્યાએ એને રોકતા કહ્યું,"રૂક રૂક રૂક બેટા,મારા હાથ ગંદા છે"

"ઇટ્સ ઓકે ગર્લફ્રેન્ડ"યશે નિત્યાને હગ કરતા કહ્યું.

(યશને નિત્યા સાથે કંઈક અલગ જ લગાવ હતો.યશ નિત્યાને ગર્લફ્રેન્ડ કહીને બોલાવતો હતો.યશ જેટલો દેવથી ડરીને દૂર દૂર રહેતો એટલું જ કમ્ફર્ટેબલી એ નિત્યા સાથે હતો.નાનપણથી જ યશને નિત્યાની માયા વધારે હતી.કારણ કે યશનો જન્મ થયો ત્યારે દિપાલી અને માનુજ બંને કેનેડામાં એકલા જ હતા એટલે યશને એ બંને એકલા હાથે સંભાળી શકતા ન હતા.એ વખતે નિત્યાએ એમની હેલ્પ કરી હતી અને યશની ગર્લફ્રેન્ડ બની ગઈ હતી.યશ જેટલી વાત દિપાલી અને માનુજ સાથે શેર નહીં કરતો હોય એટલી નિત્યા સાથે કરતો.)

"હાવ આર યૂ બેટા?"

"એક દમ મજામાં.તમે બોલો,શું ચાલે છે?"યશે નિત્યાના ખભે હાથ મુકતા પૂછ્યું.

"બસ મારે પણ મજા"

"સ્ટડીને બધું બરાબર ચાલે છે ને?"

"એના માટે કોલેજ આવું પડે અને યશશ..."કાવ્યાએ એ બંનેની વાતમાં ટિપ્પણી કરી.

"કેમ યશ તું કોલેજ નથી જતો?"

"રોજ જાવ છું ગર્લફ્રેન્ડ.આ તમારી છોકરીને આદત પડી ગઈ છે, બધાની સામે મારી બેન્ડ બજાવવાની"

"મમ્મી,હેલી પણ આવી છે હો......જરા તમારા બંનેનું મિલન સમારંભ પૂરો થયો હોય તો એને પણ અંદર બોલાવજે"કાવ્યાએ કહ્યું.

"ઑફકોર્સ,આવને હેલી અંદર"નિત્યા હેલીનો હાથ પકડીને અંદર લઈ ગઈ.

હેલી પણ નિત્યાને પગે લાગી એટલે નિત્યાએ હેલીને આશીર્વાદ આપતા કહ્યું,"ગોડ બ્લેસ યૂ બેટા"

"યાર તમારા બંને વચ્ચે હવે હું જ અસંસ્કારી લાગુ છું,લાવ નીતુ હું પણ તને પગે લાગી દવ"કાવ્યા મજાક કરતા બોલી એટલે બધા હસવા લાગ્યા.

"તમે ત્રણેય ફ્રેશ થઈને બેસીને વાતો કરો,હું હમણાં જ તમારા માટે કંઈક ગરમાગરમ નાસ્તો બનાવી આપું"

"આંટી અમારી કોઈ હેલ્પ જોઈએ છે?"હેલીએ નિત્યાને પૂછ્યું.

"તને જમવાનું બનાવતા આવડે છે?"કાવ્યાએ હેલીને પૂછ્યું.

"બધું તો નહીં,પણ હેલ્પ કરાવી શકું"

"ના ના બેટા,કોઈ હેલ્પ નથી જોઈતી.આજતો અમારા ઘરના માસ્ટરસેફ કિચનમાં પધાર્યા છે"

"મતલબ કે નાની?"કાવ્યાએ કનફોર્મ કરવા માટે પૂછ્યું.

"યસ"

"પપ્પાને ખબર પડશે તો"

"એ બહુ જ જીદ કરતા હતા તો હું કંઈ બોલી ના શકી.તારા પપ્પા આવે એ પહેલાં એમની રસમલાઈ બની જશે"

"ઓહહ વાવ,જસુ મસ્ત રસમલાઈ બનાવે છે"કાવ્યા ખુશ થતા બોલી.

"હવે આ જસુ કોણ છે?"હેલીએ પુછ્યું.

"કાવ્યાના નાની"યશ બોલ્યો.

"મારિયા આંટી નથી આવ્યા આજે?"કાવ્યાએ પૂછ્યું.

"આવ્યા હતા પણ એમની તબિયત ઠીક નહોતી તો મેં જ એમને ઘરે જઈને આરામ કરવા કહ્યું"

"ઓકે"

"તમે કાવ્યાના રૂમમાં કે હોલમાં જ્યાં ઠીક લાગે ત્યાં બેસો,હું નાસ્તો મોકલાવું છું"

"ઓકે મમ્મી,કંઈ કામ હોય તો કહેજે મને"

"સારું"કહીને નિત્યા કિચનમાં જતી રહી.

કાવ્યા,યશ અને હેલી ત્રણેય કાવ્યાના બેડરૂમમાં ગયા.

કાવ્યા બોલી,"તમે લોકો બેસો ત્યાં સુધી હું ચેન્જ કરીને આવું"

"ઓકે"હેલી અને યશ બંને સાથે બોલ્યા.

કાવ્યા બાથરૂમમાં ગઈ.હેલી અને યશ બંને પોતપોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગયા.થોડીવાર પછી યશ બોલ્યો,"યાર કંટાળો આવે છે,ચલને કંઈક કરીએ"

"વોટ શુડ વી ડૂ?"

"એનિથિંગ યાર,તું બોલ"

"મુવી જોઈએ?"

"ગુડ આઈડિયા,બટ કયું?"

"એ તું ડીસાઈડ કર"

"યે જવાની હૈ દિવાની જોઈશું?.યૂ લાઈક ઈટ?"

"યસ,ઑફકોર્સ.આઈ લવ ઇટ"

"કાવ્યાનું ફેવરિટ મુવી છે એ"

"ઓહહ એવું?"

"હા"

"એ આવે એટલે સ્ટાર્ટ કરીએ"

"નો નો,ઇટ્સ ઓકે.એને તો પચાસ વાર જોયેલું છે"

"ઓકે ધેન,લેટ્સ સી"

"પણ એક પ્રોબ્લેમ છે"

"શું?"

"મારુ લેપટોપ ઘરે છે"

"હા,તો મોબાઈલમાં"

"નોટ એટ ઓલ,કાવ્યાના લેપટોપમાં જોઈએ.એનામાં ડાઉનલોડ જ છે"

"ઓકે"

યશે કાવ્યાને જોરથી બૂમ મારીને પૂછ્યું,"કાવ્યા,વ્હેર ઇસ યોર લેપટોપ?"

"ઇન માય બેગ"

"ઓકે"

"તારે શું કામ છે?"

"મુવી જોવું છે.તારું ફેવરિટ"

"ઓહહ,ઓકે ઓકે"

"કેમ કાવ્યાએ એવું પૂછ્યું કે શું કામ છે?"

"પહેલા હું અમુક વાર એના ફ્રેન્ડ સાથે થયેલ ચેટ વાંચી લેતો હતો અને એ પણ એને પૂછ્યા વગર.એટલે હવે એ એનું લેપટોપ મને ટચ પણ નથી કરવા દેતી"

"બટ યશ.ઇટ્સ રિઅલી બેડ હેબીટ"

"પહેલા કરતો હતો યાર,હવે નથી કરતો"

"તો બરાબર"

યશે અને હેલીએ કાવ્યાના લેપટોપમાં "યે જવાની હૈ દિવાની" મુવી જોવાનું સ્ટાર્ટ કર્યું.બંને બેસીને મુવી જોતા હતા એટલામાં કાવ્યાના રૂમમાં જસુબેન આવ્યા.જસુબેને આમ યશ અને હેલીને નજીક બેસીને લેપટોપમાં મુવી જોતા જોયા એટલે એમને થોડું અજીબ લાગ્યું.જસુબેનને જોતા જ હેલી યશથી દૂર થઈ ગઈ.

યશે જસુબેનને જોયા એટલે એ ઉભો થયો અને એમને પગે લાગી હગ કરતા બોલ્યો,"હેલ્લો નાનીજી"

"બસ બસ હવે દૂર રે.આમ છોકરીઓના જેમ ના ચીપકે.ખુશ રે"

"થેંક્યું નાનીજી"

"મેં તને કેટલી વાર કહ્યું તું મને નાનીજી ના બોલ"

"નાનીજીને નાનીજી ના કહું તો શું દાદીજી કહું?"

"બિલકુલ નહીં"

"ઓકે નાનીજી"યશે ફરી મજાક કરતા કહ્યું.

"આ કોણ છે?"જસુબેને હેલી તરફ ઈશારો કરતા કહ્યું.

"મારી ગર્લફ્રેન્ડ છે"

"સાચે?"

"હાસ્તો"

એટલામાં કાવ્યા બાથરૂમમાંથી બહાર આવીને બોલી,"હાઈ જસુ,રસમલાઈ રેડી છે?"

"હા,તારા પપ્પા આવે એ પહેલાં બનાવીને ફટાફટ બહાર આવી ગઈ"

"સરસ,જસુ મીટ માય ન્યુ ફ્રેન્ડ હેલી"

"હા,યશે ઓળખાણ આપી"

એટલામાં નિત્યા યશ,હેલી અને કાવ્યા માટે નાસ્તો લઈને આવી.હેલીએ નિત્યાના હાથમાંથી ટ્રેય લઈને ટેબલ પર મૂકી.જસુબેન હજી પણ હેલીને એકધાર્યું જોઈ રહ્યા હતા એટલે હેલીએ કાવ્યાને ધીમેથી કાનમાં પૂછ્યું,"જસુ નાની મને આમ કેમ જોઈ રહ્યા છે?"

"આ બંદરના લીધે"કાવ્યાએ યશ ઉપર પીલો ફેકતા કહ્યું.

"અચ્છા તો એને એમ કહ્યું કે હું એની ગર્લફ્રેન્ડ છું એટલે......"

"તમે બંને શું ખાનગી વાત કરો છો?"જસુબેને કાવ્યા અને હેલીને પૂછ્યું.

"તમે આમ જુઓ છો એટલે હેલીને ઓકવર્ડ ફીલ થાય છે"

"ના ના બેટા,એવું ના સમજ તું.હું એટલા માટે તારી સામે જોવું છું કારણ કે હું એમ વિચારું છું કે આ ગોટલીને આટલી સરસ ગર્લફ્રેન્ડ મળી ગઈ"

"નો નો જસુનાની,આઈ એમ નોટ હિમ ગર્લફ્રેન્ડ.વી આર જસ્ટ ફ્રેન્ડ"

"ઓહહ,તો બરાબર"

"મમ્મી,આપણે જઈશું હવે.બીજું બધું બરાબર છે ને એ જોઈ લઈએ"

"હા ચાલ"

નિત્યા અને જસુબેન બંને બીજું અરેજમેન્ટ જોવા માટે ગયા.યશ,કાવ્યા અને હેલીએ મળીને નાસ્તો કર્યો અને "યે જવાની હૈ દિવાની" મુવીની મજા માણી.એટલામાં દેવ અને એની સાથે માનુજ અને દિપાલી પણ આવી ગયા.

દિપાલી અને નિત્યા રસોડામાં હતા.જસુબેનને થોડો થાક લાગ્યો હોવાથી એ એમના રૂમમાં આરામ કરી રહ્યા હતા.દેવ અને માનુજ બેસીને વાત કરતા હતા એટલામાં નિત્યા ત્યાં ગઈ અને પૂછ્યું,"ડિનર રેડી છે,ક્યારે જમવું છે?"

"બસ,બધા આવી જાય એટલે બેસીએ"દેવ બોલ્યો.

"બધા આવી ગયા છે.તમે કોની રાહ જોવો છો?"નિત્યાએ પૂછ્યું.

"અજય"માનુજ બોલ્યો.

"એ પણ આવવાના છે?"

"હા,તને નથી ખબર?"

"ના,મને દેવે નથી કહ્યું એ વિશે"

"સોરી નિત્યા,મગજમાંથી જ નીકળી ગયું"

"કંઈ વાંધો નઈ,એ આવે એટલે બેસીએ"

"ઓકે"

ત્યારબાદ દિપાલી અને નિત્યાએ બેસીને વાતો કરી.યશ,કાવ્યા અને હેલી હજી કાવ્યાના રૂમમાં જ હતા.મુવી જોઈ લીધા પછી ત્રણેય થોડી વાર લુડો રમ્યા.લુડોમાં કાવ્યા પહેલા જ જીતી ગઈ હતી.હવે યશ અને હેલી બંને બાકી હતા.કાવ્યા હેલીને ચીયરઅપ કરી રહી હતી.પણ યશના જીતવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા હતા.એટલામાં કાવ્યાના ફોનમાં કોઈનો મેસેજ આવ્યો.પહેલા તો કાવ્યાને મેસેજ ટોર્ન સંભળાઈ નઈ પણ જ્યારે બીજો મેસેજ આવ્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે કોઈનો મેસેજ આવતો હતો.ફોન એના સ્ટડી ટેબલ પર પડ્યો હતો.

"હેલી,તું હાર માની લે હવે"યશ બોલ્યો.

"નોટ એટ ઓલ,હું ભલે હારી જાવ પણ હું છેલ્લે સુધી રમીશ"

"ઓકે,તારી મરજી"

"હા હેલી,હાર ના માનતી"કહીને કાવ્યા એનો ફોન લેવા માટે ઉભી થઇ.કાવ્યાએ ફોનની સ્ક્રીન ઓન કરી કે તરત જ એના મોઢા પર મસ્ત સ્માઈલ આવી ગઈ.