ધ સ્કોર્પિયન - પ્રકરણ-86 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-86

રોહીણીએ આવીને રાવલાનાં કાનમાં કંઇક કહ્યું અને રાવલો ઉશ્કેરાઇ ગયો એણે રોહીણીને કૂબામાં જવા કહ્યું. એ ગુસ્સામાં પણ ઊંડા વિચારમાં પડી ગયો. એ એનાં પિતા રાજા ધ્રુમનને સૂવાડ્યાં હતાં ત્યાં પહોંચ્યો એ હજી સંપૂર્ણ ભાનમાં આવ્યાં નહોતાં. એણે એનાં પિતાનાં બંન્ને હાથ તપાસ્યા પગ જોયાં કોઇ નિશાન નહોતાં... એનો ગુસ્સો ઓગળી ગયો એની આંખ ભરાઇ આવી... એણે તાપસી બાવાને બોલાવ્યાં.

તાપસીબાવા આવ્યાં એમણે કહ્યું “ચિંતાનું કોઇ કારણ નથી એમને જે જડીબુટ્ટી આપી છે એની ચમત્કારી અસર થશે હમણાં ભાનમાં આવી જશે પણ રાવલા એક વાત નથી સમજાઇ મને... એમનાં શરીર પર હાથ પગ પર કોઇ નિશાન નથી... મેં એમને બધે તપાસ્યા છે પણ... એમનાં.”. એમ કહી અટકી ગયાં.

રાવલાએ પૂછ્યું “બાબા કેમ અટક્યા ? એમનાં શું ?” તાપસીબાવા એ કહ્યું “એમની ડોકનાં પાછળનાં ભાગમાં છ નિશાન છે એમાં 2 નિશાન નાગ ડંશનાં અને ચાર સ્કોર્પીયનનાં.... ભયંકર જેરી વીંછીનાં... આ ઝેર એમને મારવા આપેલું પણ નાગનાં ડંશથી જીવી ગયા અસર ના થઇ પણ સકોર્પીયનની આ જાત માણસને.. એમાંય ધ્રુમન રાજા જેવા શુરવીરને શું અસર કરે ? પણ આ ઝેરથી મદ ચઢેલો એમની વાસના માથે ચઢેલી એમાં એ આ છોકરી.. સાથે...”

“રાવલા આવો મદ તો પ્રણયપુષ્પનો હોય છે એમણે પુષ્પ ને સુંધ્યાં કે કોઇ ષડયંત્રમાં ફસાયા ? કંઇ ખબર નથી પડતી”.

રાવલાએ કહ્યું “ભલે બાબા મારાં પિતાને ભાનમાં લાવી દો આગળની કાર્યાવાહી પછી કરીશ.” અને રોહીણી કાનમાં આવી કહી ગઇ એનાં પર વિચાર કરવા લાગ્યો.

રાવલાએ જોયું કે લોબો ભાનમાં આવી રહ્યો છે એણે પેલી છોકરીને એની સેવિકાઓનાં હાથમાં છોડેલી... રાવલો પાછો રોહીણી પાસે આવીને પૂછયું “રુહી તને કેવી રીતે ખબર પડી કે રાજા....”

રોહીણીએ રાવલાને કૂબામાં અંદર ખેંચ્યો અને બોલી “રાવલા મેં રુદ્રરસેલજીને ત્યાં કામ કર્યુ છે મારાં પિતા પણ એમની સેવામાં છે આ પ્રણયપુષ્પ અંગે મેં ઘણી વાતો સાંભળી છે ત્યાં ચુસ્ત ચોકી હોવાથી જઇ શકાતું નથી પણ ત્યાંનો સેનાપતિ ગણપત આનું કાયમ સેવન કરે છે એનો અર્ક કાઢીને સંગ્રહ કરે છે એવી વાત અંદરખાને બધાં જાણે છે. પિતાજીનાં મોઢામાંથી એની ગંધ અને એમનાં કૂબામાં ઢોળીયા પર પણ આ સુગંધ છે ચોકકસ પેલાં ગણપતનું કોઇ કાવત્રુ છે રાજા આવા છેજ નહીં. એમાંય પરદેશી યુવતી સાથે સંબંધ ? માન્યામાંજ નથી આવતું...”

રાવલો ગંભીરતાથી બધું સાંભળી રહેલો એને ધીમે ધીમે બધું સમજાઇ રહેલું એણે કહ્યું “આજે આપણી મધુરજનીની રાત છે મારે બગાડવી નથી છતાં પેલો રાક્ષસ આંશિક સફળ થયો છે પણ કાલે એને હું નહીં છોડું તું તારી દાસીઓને કહી કોઇપણ રીતે પેલી ગોરી છોકરી પાસેથી વાત કઢાવ.. ભાષા ના સમજે તો ઇશારાથી કઢાવ.”

રોહીણીએ કહ્યું “રાવલા એ દેખાય છે એટલી નિર્દોષ નથી એને આપણી ભાષા ખબર છે સમજાય છે એનાં નાટક છે બધુંજ ઓકાવીને રહીશ. મને થાય છે પછી હું મારી સહેલી દેવમાલિકાને પણ વાત કરીશ મને ભય છે એની સાથે કંઇ અજુગતુ ના થાય મને એની ચિંતા થાય છે પેલો રાક્ષસ એના ઉપરજ ડોળો રાખે છે એ ગણપતને હું બીલકુલ ત્યાં ખમાતી નહોતી મારાં પર ખૂબ ખાર છે પણ તારી સાથે લગ્ન થવાનાં હતાં એની હિંમત નહોતી મને નુકશાન પહોચાડે.”

“કબીલાનાં રાજા ધ્રુમન ચપટીમાં ચોળી શકે છે એ રાક્ષસને એની આંખમાં આપણે બધાં ખટકીએ છીએ એને ખૂબ નફરત છે તારાથી તું જંગલમાં કોઇ ચોરી નથી કરવા દેતો નથી તને કોઇ ખરાબ આદત. પણ હવે આ હુમલાં પછી સાવધ રહેવું પડશે.”

રાવલાએ કહ્યું “ભલે આજે તો આ લોકોને કેદમાં રાખો. મારે જાણવું એ પણ છે કે કબીલાનો કોણ ફૂટેલો છે ? કોણ પેલાનાં ષડયંત્રમાં ભળેલો છે ? કાલ સવાર સુધીમાં બધી વાત મારી પાસે આવી જશે. એ લોકોએ સમજીને આપણાં લગનનો દિવસ પસંદ કર્યો છે આપણે લગ્નમાં મહાલતા હોઇએ એ લોકો એમનું કામ પુરી કરી દે.....”

રાવલાએ રોહીણીની બધી વાત સાંભળી પછી એમનાં કુબાની ચોકી કરી રહેલાં સિપાહીઓમાંથી એનો ખાસ માણસ નવલાને બોલાવ્યો... નવલાએ કહ્યુ “બોલો રાજા..” રાવલાએ કહ્યું “તું મારો લંગોટીયો મિત્ર છે રાજા નહી તું મને...” ત્યાં નવલાએ કહ્યું “હવે તું રાજા થઇ ગયો.. રાજાજ કહેવું પડે શું હુકમ છે ?”

રાવલાએ કહ્યું “નવલા આ લોબોનું ધ્યાન રાખજો જેવો ભાનમાં આવે એનાં પેટમાંથી બધી વાત કઢાવો એ આપણાં કબીલા સુધી કેવી રીતે આવ્યો ? પેલી ગોરી છોકરીની બધી વાત જાણી લે એને બે દિવસ પહેલાં અહીં રાજા કેવી રીતે લાવ્યાં ? રાજા જંગલમાં ક્યાં ગયાં હતાં ? કોને મળેલાં ? એમનાં ગળાનાં પાછળનાં ભાગે ડોકમાં નિશાન છે. કેવી રીતે થયાં ? પેલાં ગણપતનું ષડયંત્ર છે ? કારણ શું છે ? બધુંજ જાણવું પડશે. આજની રાત બરાબર ચૂસ્ત બંદોબસ્ત રાખજો ક્યાંય ઢીલ ના મૂક્તો.”

નવલાએ કહ્યું “રાજા તમે નિશ્ચિંન્ત રહો હું બધુજ જોઇ રહ્યો છું તમારાં હુકમની રાહ જોતો હતો હવે એમની ચામડી ઉતરડી નાંખીશ પણ બધુંજ ઓકાવીશ આજે તમારી વિધી પતાવો પરોઢે બ્રહ્મમૂહૂર્તમાં તમારે રાણી સાથે જંગલનાં આપણાં કુળદેવતાનાં મંદિરે ભોગ ચઢાવવાનો છે એની પણ તૈયારી થઇ ગઇ છે તમે નિશ્ચિંત રહો.”

રાવલાએ કહ્યું “હાં હું એનીજ ચિંતામાં હતો. હું કૂબામાં જઊં છું બ્રહ્મમૂહ્રતમાં નકકી થયેલી વિધી પ્રમાણે કુળદેવતાનાં દર્શન જઇશું. ભોગ ચઢાવીશું” એમ કહી સૂચનાઓ આપી રાવલો એનાં કૂબામાં આવ્યો.

રોહીણી દાસીઓને સૂચના આપીને ક્યારની કૂબામાં આવી ગઇ હતી રાવલાની રાહ જોઇ રહી હતી. રાવલો કૂબામાં આવ્યો અને કૂબો બંધ કર્યો. રોહીણીએ આછાં દિવાનાં પ્રકાશમાં રાવલાને આવકાર્યો અને બોલી “આવીજા મારાં રાજજા આજે ભલે વિઘ્ન થયું પણ સમાધાન પણ મળશે આજનું આ શુકન કંઇક મોટાં કોઇ શુભ નું સંકેત છે.... આવીજા.. બ્રહ્મમૂહૂર્તે તો.....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-87