False report books and stories free download online pdf in Gujarati

ખોટો રિપોર્ટ

મિસ્ટર રમેશ પારેખ એક સરકારી અધિકારી હતા. ગાંધીનગર માં આવેલા સચિવાલય માં મહેસૂલ વિભાગ માં સેકશન અધિકારી હતા.બસ કામ થી કામ. તેઓ નાના હતા ત્યારે ખૂબ જ ગરીબ હતા. એવી પરિસ્થિતિ માં મેહનત કરી ને આજે આ મુકામ પર પહોંચ્યા હતા.ઍટલે જીવન માં સંઘર્ષ નું મહત્વ તેમને ખબર હતી.તેમના ધર્મપત્ની સુનંદા બેન પણ ખૂબ ધાર્મિક અને દયાળુ.પણ મિસ્ટર પારેખ ને એક એવી કુટેવ કહો કે આદત ,તેઓ કોઈ ની સાથે ઝાઝું ભળતા નઈ. ઓફીસ તો ઓફીસ પણ સોસાયટી માં પણ કોઈ ની સાથે ખબર નઈ પ્રેમ થી છેલ્લે ક્યારે વાત કરી હસે.ના કોઈ ની સાથે વાત ,ના સમય ગાળવો બસ પોતાના કામ માં જ મસ્ત રહેવું.
તેમને એક દીકરો અને એક દીકરી હતા. દીકરો પણ પિતાની જેમ સરકારી નોકરીમાં નાયબ મામલતદાર હતો અને દીકરી નડિયાદ પરણાવી હતી. દીકરાનું પોસ્ટિંગ મોરબી માં હતું એટલે દીકરો અને તેની વહુ બંને મોરબી હતા. આમ તેમનો દેખીતી રીતે સુખી સંસાર હતો.

ઓફીસ માં સેવક કોઈ ફાઈલ આપવામાં ભૂલ કરે કે પાણી નો ગ્લાસ ઢોળી નાખે તો આખી ઓફીસ અધ્ધર થઈ જાય.પેલા નું તો આવી જ બને.તેમની નીચે ના dyso પણ તેમના થી ડરતા. સોસાયટી માં પણ તેઓ મીટીંગ માં ભાગ્યેજ જતા.એક વખત તેઓ ઘરે રવિવાર ની સવારે છાપું વાંચી રહ્યા હતા. અચાનક સોસાયટી ના કોમન પ્લોટ માં ક્રિકેટ રમતા બાળકો બાજુથી દડો આવ્યો અને એમના છાપા માથી આરપાર નીકળી ને એમના ચશમાના કાચ પર વાગતા કાચ તૂટી ગયો.મિસ્ટર પારેખ નો ગુસ્સો સાતમા આસમાન પર હતો. તેમણે તાત્કાલિક ત્યાં જઈ ને બેટ લઈ લીધું અને તોડી નાખ્યું અને દડો ફેકી દીધો,,નાના છોકરા બિચારા જતા રહ્યા. આમ મિસ્ટર પારેખ એકલપંથી માણસ હતા.
હવે તો સોસાયટી વાળા પણ તેમને કોઈ ફંકશન માં કહેવા ખાતર જ આમંત્રણ આપતા હતા . ઓફીસ માં પણ તેમને ખાસ કોઈ બોલતું નહતું.

આજે સવારે મિસ્ટર પારેખ ને ઉઠતા ની સાથે છાતીમાં દુખાવો ઉપડ્યો. તેમના થી સહન ના થયું.ચીસ પડાઈ ગઈ. જિંદગીમા પહેલીવાર આવું થયું હતું તેથી તેઓ ગભરાઈ ગયા. સુનંદા બેન દોડતાં જઈને બાજુવાળા નરેશભાઈ ને બોલાવી લાવ્યા. નરેશ ભાઈ સ્થિતિ ને પારખી ગયા અને તાત્કાલિક તેમની ગાડી માં નજીક ની એપોલો હોસ્પિટલ મા લઇ ગયા., ડોકટરો એ તેમની સ્થિતિ જોઈ ને દવા કરી અને જરૂરી રિપોર્ટ કરાવડાવ્યા.અને તેમને ઘરે જવા કહ્યું. બે દિવસ
પછી મિસ્ટર પારેખ હોસ્પિટલ તેમના રિપોર્ટ લેવા ગયા , ડોકટરે તેમને કેબિન માં બોલાવ્યા અને મિસ્ટર પારેખ ડોક્ટર ની વાત સાંભળી ને ભાંગી પડ્યા. આંખ માથી આંસુ ટપકવા માંડ્યા. ડોક્ટરે તેમને પાણી આપ્યું અને ધીરજ રાખવા કહ્યું.
ડોકટર એ જે સંદેશ આપ્યો તે આ પ્રમાણે હતો." મિસ્ટર પારેખ તમને લાસ્ટ સ્ટેજ નું ફેફસાનું કેન્સર છે. તમે હવે માત્ર 3 અઠવાડિયા ના મહેમાન છો. હવે આ તબક્કે આ નો કોઈ ઈલાજ શક્ય નથી.તમે હવે તમારો તમામ સમય પરિવાર મિત્રો સાથે વીતાવો."

મિસ્ટર પારેખ ની ઘરે જવાની બિલકુલ ઈચ્છા ન હતી છતાં પણ મન મક્કમ કરી ને ઘરે ગયા. સુનંદા બેને તેમને રિપોર્ટ નું પૂછ્યું પણ તેમણે ઉડાઉ જવાબ આપી દિધો. જમીને તેઓ આજે વેળાસર વેલા જ સૂઈ ગયા. અચાનક રાત્રે 12 વાગ્યે સુંનંદાબેનને કોઈના ડૂસકાં નો અવાજ સંભળાયો. તેમણે લાઈટ ઓન કરી ને જોયું તો તેમના પતિ મિસ્ટર પારેખ રડતા હતા.આ જોઈ તેમણે તરત જ તેમને પૂછ્યું શું થયું તો મિસ્ટર પારેખ ખૂબ જ ગમગીન થઈ ગયા અને રડતા રડતા બધી જ વાત કરી કે તેમને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. અને હવે તેઓ 20 દિવસ ના જ મેહમાન છે. સુનાંદાબેન ને તો આ સાંભળી ને પગ તળેથી જમીન સરકી ગઈ હોય એમ અવાક્ થઈ ગયા અને તેમણે રુદન શરૂ કરી દીધું. હવે કોણ કોને સાંત્વના આપે એવી પરિસ્થિતિ હતી. જેમ તેમ કરે ને તેમણે બંને એ એ રાત કાઢી.
બીજા દિવસે સવારે મિસ્ટર પારેખ એ એમના દીકરા ,વહુ અને દીકરી તથા જમાઈ ને બોલાવી લીધા અને માંડી ને બધી વાત કરી. દીકરો અને દીકરી તો ભાંગી પડ્યા ,બંને એક બીજા ને વળગી ને રોવા માંડ્યા. મિસ્ટર પારેખ એ બંને ને માંડ શાંત કર્યા અને કિધુ કે મે એક નિર્ણય લીધો છે કે આજથી જેટલા દિવસ સુધી હું જીવું ત્યાં સુધી દરેક એ ખુશ રહેવું. કોઈ એ રોવું નહિ. તેમણે ઓફીસ માં પણ રિપોર્ટ બતાવી ને રજાઓ લઈ લીધી તે દિવસે ઓફીસ માથી બધા મળવા આવ્યા,સગા સંબંધી ઓ પણ ખબર મળતા દોડી આવ્યા. પણ મિસ્ટર પારેખ હવે દરેક જોડે શાંતિ થી વાત કરી અને તમામ ની માફી માગી અને કહ્યું કે મને માફ કરો. મે જીવન માં તમારી સાથે બહું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું,ઓફીસ વાળા સેવક ની આંખ માં પણ આંસુ આવી ગયા અને તેણે કહ્યું સાહેબ કઈ વાંધો નઈ,ભગવાન તમને બચાવી લેશે. મિસ્ટર પારેખ પણ ગળગળા થઈ ગયા

હવે સોસાયટી મા પણ બધા ને ખબર પડી ગઈ હતી. જે લોકો નું મિસ્ટર પારેખ એ અપમાન કર્યું તું એ લોકો પણ તેમના જીવન ના અંતિમ દિવસો માં બધા મળવા આવ્યા. મિસ્ટર પારેખે તેમની પણ માફી માગી. સોસાયટીના લોકો પણ બધું ભૂલી જઈ ને મિસ્ટર પારેખ ને હિંમત આપી રહ્યા હતા કે એ બધી જૂની વાતો ભૂલી જાવ અને તમને કઈ નઈ થાય એમ આશ્વાસન આપ્યું..હવે મિસ્ટર પારેખ બીજા દિવસ થી સવારે વહેલા ઊઠી ને નહાઈ ને ભગવાન ના મંદિરે જતા અને સામે જે મળે એમને good morning વિશ કરતા. જે સોસાયટી ના છોકરાઓનું બેટ અને દડો ફેકી આપ્યુંતું એ છોકરાઓ જોડે રમવા ગયા. છોકરાઓ આશ્ચર્ય પામ્યા પણ તેમને પણ વાતની ખબર હતી એટલે તેમણે બધું ભૂલી જય ને તેમની સાથે ક્રિકેટ રમ્યા.

હવે મિસ્ટર પારેખ સમ્પૂર્ણ બદલાઇ ચૂકયાં હતાં. તેઓ એક પ્રેમાળ વ્યક્તિ બની ચૂકયા હતા. તેમને અફસોસ થયો કે જીંદગી ભર તેમણે લોકો સાથે સારું વર્તન ના કર્યું.અને હવે દિવસો પુરા થવા આવ્યા. સોસાયટી ના લોકો ને હવે તેઓ સવારે ઘરે બોલાવી અને ચા નાસ્તો કરાવતા અને વાતો કરતા. સોસાયટી વાળા ને પણ હવે લાગ્યું કે મિસ્ટર પારેખ ખૂબ જ સજ્જન વ્યક્તિ છે.હવે મિસ્ટર પારેખે મોટા ભાગ નો સમય પુત્ર,પત્ની,પુત્રી તથા સોસાયટી ના લોકો જોડે કાડતાં.તમામ ને દુઃખ થતું કે મિસ્ટર પારેખ બદલાઇ ચુક્યા છે પણ તેમની પાસે હવે બઉ સમય નથી.મિસ્ટર પારેખ પણ એકલા પડે એટલે રોઈ લેતા પણ કોઈ ને ખબર ના પડવા દેતાં. જો કોઈ જાણી જાય તો એ પણ ભાગી પડે.

હવે તેમના જીવન ના દસ જ દિવસ બાકી હતા.તેઓ સવાર માં બધાં જોડે વાતો કરી આરામ કરતા હતાં. એવામાં એમના પર ફોન આવ્યો અને સામે વાળા એ કહ્યું હું અપોલો હોસ્પિટલમાં થી ડોકટર અસ્થાના બોલું છું.તમે તાત્કાલિક હોસ્પિટલમાં આવી જાઓ.મિસ્ટર પારેખ તાત્કાલિક હોસ્પિટલમાં તેમના પુત્ર ને લઇ ને ગયા.ડોકટર એ તેમને કેબીન માં બોલાવ્યા.અને કહ્યું" આઈ એમ વેરિ વેરિ સૉરી, અમારાથી ગંભીર ભુલ થઈ ગઈ. અમે તમને જે રિપોર્ટ આપ્યો હતો એ મા ભુલ થઈ ગઈ છે. તમને જે રિપોર્ટ આપ્યો એ મિસ્ટર રમેશ 'પરીખ' નો છે અને તમેં મિસ્ટર રમેશ "પારેખ"
છો. તમને તો માત્ર સામન્ય દુખાવાનું નિદાન થયું છે.જેમને કેન્સર નો રિપોર્ટ આવ્યો છે એ તમારી બાજુ ના સેક્ટર ના 90 વર્ષ ના દાદા છે. અટક ના લીધે ભૂલ થઈ ગઈ.અમને અમારી ભુલ બદલ ખૂબ જ પસ્તાવો થયો છે.શક્ય હોય તો અમને માફ કરી દો"

આ સાંભળી ને મિસ્ટર પારેખ અને તેમના પુત્ર ના આનંદ નો પાર ના રહ્યો.તેમણે ડોકટર ને કહ્યું કે ભલે ડોકટર સાહેબ તમારાથી ભૂલ થઈ ગઈ પણ એના લીધે મને જીવન જીવતા આવડી ગયું.તેઓ ખુશ થઈ ગયા અને તેમના દિકરા ને ગળે લગાવી દીધો. હૉસ્પિટલ માં જે ખર્ચો થયો તો એ તેમને હોસ્પિટલમાં થી પરત મળ્યો પણ તેમણે કહ્યું મારું જીવન બચી ગયો મારે આ જોઇતો નથી પણ કોઈ જરૂરીયાત મંદ દર્દીની સારવારમાં આપો. સમગ્ર હોસ્પીટલ મા તેમનું તાળીઓથી સ્વાગત થયું અને તેઓ ઘરે આવ્યા

ઘરે આવીને તેમણે બધી વાત કરી તો સૌના આનંદ નો પાર ના રહ્યો. સોસાયટી માં પણ તેમણે બધાં ને કહયું,, સૌ ખુશ થઈ ગયા. ઓફિસ માં પણ જાણ કરી બધા એ અભિનંદન આપ્યા.એ સાંજે તેમણે સંબંધી ઓ,સોસાયટી વાળા અને ઓફિસ વાળા ને ઘરે બોલાવી પાર્ટી આપી, સૌ ખુશ હતા.
હવે મિસ્ટર પારેખ એ નિર્ણય લીધો કે આજ પછી આ રીતે જ આજીવન બધાં સાથે હળીમળી ને રહેવું. સોસાયટીમાં પણ બધા સાથે ભળી ગયા અને ઓફિસ માં પણ બધા સાથે સારું વર્તન કરવા લાગ્યા. તેમણે મન મા જ કહ્યું" એક ખોટા રિપોર્ટ એ તેમને જિંદગી જીવતાં શીખવી લીધું,,,,,love you jindagee"


બીજા રસપ્રદ વિકલ્પો