Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 33. સ્વરા નો ગુસ્સો

અર્જુન ઓફિસે આવ્યો તેણે તરત જ પોતાની પીએ કાવ્યા ને બોલાવી અને આ સ્વરા ઉપર ફરી નજર ગોઠવવા કહ્યું તે ક્યાં જાય છે શું કરે છે કેટલા વાગે નીકળે છે બધું જ આથી મિસ્તી રેજન્સીની બહાર અર્જુનનો એક આદમી ફરી ગોઠવાઈ ગયો હવે પ્લાન બી પ્રમાણે તેણે ઘરના સદસ્યો ની સામે સ્વરા ને લાવવાની હતી. જેથી કરીને દરેકને ખબર પડી જાય કે સ્વરા દિલ્હીમાં આવી પહોંચી છે તો યશની જિંદગીમાં ફરી આવતા વાર નહીં લાગે કારણ કે સંજીવની બન્ને જોડતી એકમાત્ર કડી છે તે માટે તેને ફરી એક પ્લાન બનાવ્યો

મલિક મેન્શન ... મોર્નિંગ વિયુ....

કંગના માલિક વોકિંગ પરથી પાછી આવી ચૂકી હતી પોતાની ટેવ પ્રમાણે તે જયુસ નો ગ્લાસ હાથમાં લઇ ટીવી સામે ગોઠવાઈ અને ન્યુઝ ચાલુ કરીએ ન્યુઝ ચેનલ ઉપર એક બ્રેકિંગ ન્યુઝ સતત ચાલી રહી હતી. સંજીવ ની માં નવી આવેલી ડોક્ટર સ્વરા એ પોતાના ખર્ચે એક સામાન્ય નાગરિકજનને હાઈ ફેસેલિટી સાથે મેડિકલ સુવિધા પૂરી પાડી, સંજીવની માં સારવાર આપી આ વાત એટલી બધી બ્રેકિંગ ન્યુઝ હતી કે દરેક ચેનલોમાં ફોરવર્ડ થઈ રહી હતી કારણ કે સંજીવની એક હાઈ પ્રોફાઈલ હોસ્પિટલ હતી મોટા મોટા વીઆઈપી, સ્ટાર, કલાકાર, નેતાઓ અને ઉધોગપતિઓ પેશન્ટ તરીકે અહીં પોતાની ટ્રીટમેન્ટ માટે આવતા હતા કોઈ સામાન્ય નગરીક જન તો તેની ફી સાંભળીને જ ગાયબ થઈ જાય એવામાં એક સામાન્ય નાગરિકને એન્ટ્રી મલવી અને ફ્રી માં બધી સેવાઓ મળવી ખૂબ જ મોટી વાત હતી.

કઈક ઘટના પણ એવી જ બની હતી કે સં જીવની હોસ્પિટલથી થોડી દૂર જ ક્રોસિંગ પાસે એક પેશન્ટ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. જ્યારે ડોક્ટર સ્વરા પોતાની બ્યુટી પૂરી કરી ઘરે જતી હતી ત્યારે આ વ્યક્તિ તેને બેભાન હાલતમાં જ જોવા મળ્યો નજીકમાં બીજી કોઈ હોસ્પિટલ ન હતી આથી તરત જ તાત્કાલિક સેવા માટે સ્વરા ફરી તેને સંજીવનીમાં લઈ આવી. પરંતુ અહીંના નિયમ પ્રમાણે પ્રથમ પેમેન્ટ કરવાનું હોય છે અથવા અમુક રકમ ડિપોઝિટ કરવાની હોય છે એક તો સામાન્ય નાગરિક તેની પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય આથી સ્વરા એ જ તેની ફી પે કરી હતી અને તેને હોસ્પિટલમાં જરૂરી તમામ સારવાર મળી હતી.

આ બધી વાત તો એક ડોક્ટર માટે સામાન્ય કેહવાય પરંતુ તેને વધારી વધારી ને બ્રેકિંગ ન્યૂઝ કેમ બનાવાઈ રહી છે તે વાત તો સ્વરા ને પણ સમજાતી ન હતી .જોકે બધું સ્વરા ની તરફેણ માં દેખાઈ રહ્યું હતું પણ હતું નહિ સ્વરા એ આ પબ્લિસીટી માટે કર્યું હોય તેવું જ બધાને દેખાઈ રહ્યું હતું. વારેવારે આજ ન્યુઝ ટીવી પર બતાવાઈ રહી હતી આ ન્યુઝ સાંભળીને કંગના તો જાણે શોક થઈ ગઈ કશું બોલવાની અવસ્થામાં જ રહી નહીં. સ્વરા અને દિલ્લી માં....અને તે પણ વળી સંજીવની માં. અચાનક તેની નીંદ ચૈન હરામ થઈ ગયો હોય તેવું તેને લાગ્યું પરંતુ હવે શું કરવું? ને આ બધું ક્યારે બની ગયું તેની પણ તેને જાણ ન થઈ તેણે તરત જ અન્વેશા ને ફોન લગાડ્યો અને મલિક મેન્શનમાં બોલાવી, આ બાજુ અંવેષા એ પણ આ ન્યુઝ જોયા હતા આથી તે પણ દોડતી દોડતી મલિક મેન્શન પોહચી, કારણ કે તેની જાણકારી પ્રમાણે બાલાજી હોસ્પિટલ થી નીકાળીયા પછી અને બદનામી પછી તો સ્વરા ની કારકિર્દી જ ખતમ થઈ ગઈ હતી તો હવે અચાનક જ દિલ્હીના સંજીવની માં તેની એન્ટ્રી ક્યાંથી અને કઈ રીતે અને હવે તે સંજીવણીમાં આવી ગઈ છે અને આ ન્યુઝ તો ભાઈએ પણ જોયા હશે તો ભાઈ અને તેની મુલાકાત .... ના ......ના

હું આ શું વિચારી રહી છું આવું તો બનવું જ ન જોઈએ જે બંનેને દૂર કરવા વાસ્તે આટલા બધા પ્લાનિંગ કર્યા અને હવે ફરી તેઓ પાછા સાથે ના એવું તો નો જ બનવું જોઈએ અને વળી જો યશ ભાઈ ને આપણા આ પ્લાનિંગ ની ખબર પડી ગઈ તો બધું જ હાથમાંથી ગયું સમજ્યા... ના આપણે કંઈક તો કરવું પડશે આ સ્વરા અને ફરી ભાઈના જીવનમાં આવતી રોકવી પડશે કારણ કે હવે તે કોઈ એક સામાન્ય છોકરી નથી પરંતુ હવે તેનું નામ છે ઈજ્જત છે પોતાની એક અલગ પહેચાન છે પહેલા પણ જો માત્ર તેની અદાથી ભાઈ ઈમ્પ્રેસ થતા હોય તો હવે તો તે કોઈ આમ વ્યક્તિ નથી.

મલિક મેન્શનમાં તો જાણે હલચલ મચી ગઈ હતી સૌ કોઈ પરેશાન થઈ ગયા હતા. જેમાં દાદી પણ બાકાત ન હતા કારણ કે વર્ષો પહેલા આ બધા કાવતરામાં તે પણ સામેલ હતા તેમણે પણ પોતાના પુત્રની જિંદગી બરબાદ કરવામાં પૂરતો સાથ આપ્યો હતો જેમનો પસ્તાવો તો નથી પરંતુ એક વાત એ પણ હતી કે તેમાં સ્વરા સાવ નિર્દોષ હતી. સ્વરા એ કોઈ તેમની જાન લેવાની કે તેમની જાન ખતરામાં નાખવાની કોશિશ કરી ન હતી પરંતુ પોતાની એક ઝબાની ઉપર યશ તેમની ઉપર વિશ્વાસ કરી બેઠો સ્વરા ને પોતાની જિંદગી માંથી કાઢી મૂકી.

અર્જુન નો પ્લેન કામ કરી ગયો હતો . સૌ કોઈ જેમને અત્યાર સુધીની સ્વરા ની કંઈ ખબર ન હતી તે હવે ઊંઘ માંથી જાગી ગયા હતા. કારણ કે સ્વરા તેમના ઘર આંગણે આવી ગઈ હતી.