Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 32. બ્રેકિંગ ન્યૂઝ...

અન્વેશા મલિક આજે સવાર થી સતત કોઈના સાથે ફોન માં હતી. તેની સામે ફોન માં કોઈની દલીલો સતત ચાલુ હતી.અને તે કોઈને સતત મનાવી રહી હોઇ તેવું લાગી રહ્યું છે આ જોઈ અર્જુન ને તેની વાત સાંભળવા માં રસ પડ્યો. કારણ કે અન્વેશા મલિક કોઈને મનાવતી તો ન હતી કે આજીજી કરતી ન હતી. આજે તે આટલી ધીરજથી કોઈને સમજાવી રહી છે ત્યારે ચોક્કસ સામે કોઈ તેના ટક્કરનું હશે અને વળી વાત પણ અન્વેશા માલિકના કામની હશે તે તો નક્કી

" બસ તુ હવે થોડી શાંતિ રાખ મેં જે પ્લેન વિચારેલો છે તેમાં કામ કરવાનો સમય આવી ગયો છે; અને થોડું કામ ચાલુ પણ છે. "

" આવું તો તું કેટલાય સમયથી કહી રહી છે, પરંતુ અત્યાર સુધીના કોઈ પ્લેન તારા સક્સેસ ગયા નથી બસ હવે મને કોઈ વાયદા જોતા નથી પરંતુ રીઝલ્ટ જોઈએ છે"

" અરે હા !! હું સમજી ગઈ તને જલ્દી જ આનું રીઝલ્ટ મળશે"

અનવેશા ની વાત ઉપરથી અર્જુન સમજી ગયો કે સામે બીજું કોઈ નહીં પરંતુ નીતા કપૂર છે કેટલા સમયથી મિસીસ યસ મલિક બનવાના સપના જોતી તે આજે અન્વેશા ઉપર ગુસ્સો કરી રહી હતી કારણ કે અત્યાર સુધીના અન્વેશા ના એક પણ પ્લાન તેના સક્સેસ ગયા ન હતા યશ સાથે શાદીની વાત તો દૂર રહી પરંતુ યશ તેની સાથે થોડો સમય વિતાવવા પણ સંમત થયો ન હતો

કપૂર એમ્પાયાર ની વારીસ નીતા કપૂર બધી રીતે
ટેલેંટેડ હતી , શું ન હતું તેની પાસે ખૂબસુરતી, વૈભવ, હાઇ એજ્યુકેશન અને મિત્રો જોકે તે ખાસ મિત્ર તો અન્વેશા મલિક ની હતી અને યશ ની પાછળ ગાંડી હતી , ખૂબ જ રિચ એન્ડ સક્સેસ ફૂલ ડેડ ની એક લોતી સંતાન પરંતુ તેત્રીસ વર્ષ ની ઉંમરે પણ હજી સિંગલ હતી. કારણ કે તેને બનવું તો મિસીસ યશ મલિક જ હતું તેના પિતા પણ તેની જિદ્દ આગળ જુક્યા હતા જોકે આ જિદ્દ આગળ જુકવાનું ખાસ કારણ તો એક જ હતું તેમને તો યશ મલિક માં બસ પોતાનો બિઝનેસ પ્રોફિટ દેખાતો હતો.

નીતા નો પ્રેમ અને ઇન્તેઝાર સાચો હતો યશ માટે. જેવું યશ ને ગમતું, પસંદ હતું, ભાવતું હતું તેવું જ તે બધું પ્રેફર કરતી. તેની આગળ પાછળ ફરવા નો એક મોકો મૂકતી નહિ. મોટેભાગે તે યશ ના ફેમિલી ફંકશનમાં અન્વેશા ની સાથે જ હોઈ, નવરાશ ની પળો યશ ના મલિક મેન્શન માં જ તે ગાળતી ,યશ ની પ્રિય દાદીમા નું પણ તે ન ગમતું હોવા છતાં ખૂબ ધ્યાન રાખતી કારણ કે તેને યશ ને ઇમ્પ્રેસ કરવો હતો પરંતુ યશ ને તો સાદગીથી ભરેલી સ્વરા પસંદ આવી, તેને નીતા નો વૈભવ , નખરા કે તેના ખૂબસૂરત શરીર માં કોઈ રસ ન હતો.

આજ કારણે યશ અને નીતા ના લગ્ન થઈ શક્યા નહીં પરંતુ જ્યારે છેલ્લા 14 વર્ષથી સ્વરા યશની જિંદગીમાં નથી તો નીતા ફરી પોતાના અને તેના લગ્નના સ્વપ્ન જોવા લાગી તે એટલી બધી પાગલ હતી કે તે એ પણ ભૂલી ગઈ કે યશને એક દીકરો પણ છે પરંતુ દીકરાનું શું હોય તેને તો આયા પણ ઉછેરી શકે પરંતુ હવે તે ઉતાવડી બની હતી કારણ કે તેના પિતાને પણ ઉતાવળ હતી આમને આમ સમય પસાર થઈ રહ્યો હતો. સ્વરાના યસના જીવનમાંથી જવાને 14 વર્ષ થઈ ગયા પરંતુ ત્યાં હજી સુધી બીજા લગ્નની કોઈ વાત પણ કરી ન હતી અને નીતા પણ આમ જ પોતાનો સમય પસાર કરી રહી હતી

અર્જુનને લાગ્યું કે આજ બરાબર નો મોકો મળ્યો છે યશ અને નીતા ના લગ્ન થઈ જવા જોઈએ અને વળી વાત પણ અહીં મુદ્દાની થઈ રહેલી છે જો ગરમ તવા ઉપર હથોડો મારી દેવામાં આવે તો ચોક્કસ રીતે કામ સરળ થઈ જાય અને મારે વધુ કંઈ મહેનત પણ ન કરવી પડે પરંતુ એ પહેલા મારે એક સ્ટોરી તૈયાર કરવી પડશે જેથી યશ્ માની પણ જાય અને સ્વરાને શક પણ ન જાય તેને પ્રથમ જ નાસ્તાના ટેબલ ઉપર અનવેષાને ઝપટમાં લીધી અને તેને પણ નીતા નો પોઇન્ટ સાચો જ છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો જાણે તેને પણ નીતા કપૂર યસ માટે પરફેક્ટ લાગતી હોય તેમ ડોળ ચાલુ કર્યો

આ બધામાં સૌથી વધુ તો કામની વ્યક્તિ દાદી જ હતા. તેથી તેણે દાદીને વાત કરવાનું કહ્યું પરંતુ અન્વેશા માલિક એ આ વાતમાં વધુ કોઈ રસ જ લીધો નહીં કારણ કે અત્યાર સુધી તે ઘણા પ્રયત્નો કરી ચૂકી હતી. નીતા અને યશ ની ઘણી મુલાકાતો ગોઠવી પણ કંઈ અસર જ ન થયું. યશ ક્યાં એમ હાથ માં આવે...!! અંતે તો તે સ્વરા નો કિસ્સો લાવવાનો પણ પ્રયત્ન કરી ચૂકી હતી પરંતુ તે વાત પણ ગળે ઉતરી નહીં

યશ કોઈ પણ વાતે તેમનું માનવા તૈયાર જ ન હતો. વળી ઝાકીર ના લગ્ન વખતે તો સ્વરા પણ હતી છતાં કઈ વળ્યું નહીં ત્યારે પણ કેટલા તુકાઓ અપનાવી ચૂક્યા. અંતે અંવેશા મલિકને લાગવા લાગ્યું હતું કે ભાઈને આ નીતામાં કોઈ રસ નથી તેની માટે તો સ્વરાની આબેહૂબ જ કોઈ ઉભી કરવી પડે જે સ્વરાની કોપી જ હોય જેથી કરીને ભાઈ ફરી તેની ચાલમાં ફસાઈ જાય પરંતુ આ વખતે છોકરી અમારી લાવેલી હોય ...નહીં કે ભાઈની પરંતુ તેવી છોકરી મળે પણ ક્યાંથી. આખરે સ્વરા જેવું કોઈ હોઈ શકે ખરું...??

આ સાંભળી અર્જુન અકડાઈ ઉઠ્યો કારણકે જ્યારે હવે યસ ના લગ્ન જરૂરી બન્યા છે ત્યારે અનવેષા કે પરિવારમાં કોઈને આ વાતમાં રસ રહ્યો નથી સૌ કોઈ પોતાના જ મસ્તી માં વ્યસ્ત છે એક પછી એક નીતા કપૂરને ખોટા વાદા દઈ રહી છે પરંતુ તે ઉપર કોઈ કામ કરતી નથી અને અત્યારે કોઈ બીજી સીધી છોકરી ગોતવી અને તેને યસના જીવનમાં લાવવી સરળ નથી પરંતુ જો આ નીતા કપૂર સાથે જ યશ તૈયાર થઈ જાય તો ઘણો બધો ફેર પડી જાય કારણ કે સામે સ્વરા પણ હવે નીતા કપૂર કરતા વધુ પાવરફુલ છે અને જ્યારે હવે તે સંજીવની માં દાખલ થઈ રહી છે ત્યારે યસ અને તેની જાણ નહીં હોય તે અશક્ય છે પરંતુ છતાં હજી સુધી આ કોઈ મૂર્ખાઓને કેમ આ વાત સમજાતી નથી કે સ્વરા ધીરે ધીરે તેમના ઘર સુધી ફરી આવી પહોંચી છે એટલે હવે તેને તો ઘરના ઉમરા ઓળંગીને અંદર આવતા વાર નહીં લાગે અને તે અંદર આવશે તો આપણે બધાને બહાર નીકળવું પડશે.

આથી અર્જુનને જ હવે કોઈ નવો પ્લાન તૈયાર કરવાનો રહ્યો જેમાં આ બધા યશ ની શાદી માટે માની પણ જાય અને પસંદગી નીતા કપૂર ઉપર જ ઢોળે.