હમદર્દ..... તારા પ્રેમ થકી... - 30. યશ ની હોળી Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 30. યશ ની હોળી

જાકિર: " અન્વેશા મલિક સાથે જે રવિરાજ ના કેશ ને લીધે બદનામી થઈ તે તો હજી શરૂઆત છે અને હા તેમાં સંપૂર્ણપણે હાથ સ્વરા નો જ હતો કારણ કે 14 વર્ષ પહેલા જો તેણે ,તેના ભાઈએ અને તેની માતાએ સ્વરા જિંદગી બરબાદ ન કરી હોત તો આજે યશ અને સ્વરા સાથે રહેતા હોત સ્વરા નો દીકરો તેની સાથે હોત પરંતુ અફસોસ છે કે આ નથી, એટલે હવે તમે બધા તૈયાર થઈ જાવ કારણ કે હવે તમારા બધાનો વળતો સમય શરૂ થઈ ગયો છે...."

"શું તમે ધમકી આપી રહ્યા છો....??"

"હા ધમકી જ છે અને જોવો તો ભવિષ્યના દર્શન કરવું છું તમને... કારણ કે હજી તે પૂરતું ન હતું તો તમારી પત્ની ઈન્દોર પણ પહોંચી ગઈ બાલાજી હોસ્પિટલમાંથી સ્વરા ને હાકી કાઢવામાં...

અર્જુન : આવક બની ઊભો રહી ગયો

ઝાકીર: " જી હા....અર્જુન જી,
આ બધા માં અન્વેશા મલિકનો જ હાથ છે"અને તમને શું લાગે છે સ્વરા અને મારા ફોટાઓ નિદા ને બતાવીને સ્વરા અગેન્સ્ટ જે પ્લેન્નિંગ તે કરી રહી હતી શું હું તે નથી જાણતો એમ ??

અર્જુન: "કોઈ સબૂત ખરો તમારી પાસે,


હા.....
હા.....( જાકિર્ જોરદાર હસે છે)
હા હા હા..... તમને શું લાગે છે તમે માંગશો અને હું આપીશ તમારા અવિશ્વાસથી મને શું ફેર પડે પરંતુ હા જો આ બધું રોકી શકતા હોય તો પ્રયત્ન કરી લો...

🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔻

અર્જુન ની ઓફિસ...

( અર્જુનને અન્વેશા મલિકની સજિશો નો થોડો અંદાજો તો પહેલેથી જ હતો અને રવિ રાજના કેસના લીધે જ તો તેને સ્વરા ઉપર અને ખાસ તો યશ ઉપર શક હતો ) પરંતુ હવે તે સમજી ગયો હતો કે આ બધામાં સ્વરા નો કોઈ દોષ નથી.

સત્ય જાણ્યા પછી અર્જુનને સ્વરા માટે ભારવાર પસ્તાવો થઈ આવ્યો કઈ રીતે તે સ્વરાની માફી માંગે તે પોતે સમજી શકતો ન હતો. શું કહેવું કઈ રીતે તેનો સામનો કરવો તેવું તે વિચારવા લાગ્યો 14 વર્ષ તે પોતાના પરિવાર થી દુર રહી હતી.

પરંતું
હજી યશ મલિક નો તો ખુલાસો અધુરો જ રહ્યો પરંતુ શું તેને અગાઉ બંને વખત માત્ર યસ નો ભાસ જ થયો હતો? શું બંને સાથે ન હતા ...??પરંતુ જ્યારે ઝાકીર સામે આવીને સત્ય જણાવી રહ્યો હતો અને પોતે પણ ઝાકીર સત્ય બોલી રહ્યો છે કે નહીં તેની તપાસ કરી ચૂક્યો હતો ત્યારે.... તેને થઈ આવ્યું કે કદાચ સ્વરાની મદદ તેના પિતાએ જ કરી છે કારણ કે જો યશ મલિક પણ તેની સાથે હોત તો તે સામે આવી શકતો હતો આખરે તેને કોનાથી ડરવાની જરૂર છે ??અને તો તે શું કામ પોતાના પરિવારની કાળજી લે...અને હજી સુધી તે આ બધામાં ક્યાંય રૂબરૂ હાજર હતો નહીં પરંતુ જો જાકીર અને તેના પરિવારને સ્વરા ની બે ગુનાહીની બધી જાણકારી હતી તો યશ મલિકને ન હોય તે કઈ રીતે શક્ય બને....??

બંટી : " ઝાકીર ને ચિંતા માં ડાઈસ ફેરવતા જોઈને યાર તો શું વિચારી રહ્યો છે...?? તુ એ તો હવે જાણી ગયો છે ને કે ડૉ સ્વરા બદલો લઈ રહી છે

અર્જુન: "હ્......

બંટી: જે કંઈ પણ ડોક્ટર સ્વરા સાથે થયું છે તે ભુલવા લાયક તો નથી જ આથી તે પણ કોઈને મુકશે નહીં પરંતુ હવે તું શું કરીશ?? શું તું ભાભી ને અને તેના પરિવારને જણાવીશ કે પછી યશ ને વાત કરીશ..

અર્જુન:( કંઈક વિચારીને )ના .....ના....... આ બધું ન થવું જોઈએ જો સ્વરા બદલો લેશે અને યશને કે દાદીને આ બધા સત્ય ની જાણ થશે તો તને ખબર છે આ યશ મલિક કોઈને મુકશે નહીં તે નહીં જોવે કે સામે તેનો પરિવાર છે જો આવું કઈ થયું તો આ બધા મારી માથે આવશે, કારણ કે આ સ્વરા તો તેનો પ્રેમ હતી 14 વર્ષ પહેલા જે થયું તે ખોટું હતું પરંતુ હવે જે આ શોહરત, નામ અને મિલકત છે તે બધું જ હાથમાંથી જતું રેહશે કારણ કે જો સ્વરા ની સચ્ચાઈ હવે યશની સામે આવી ગઈ તો યસના ગુસ્સાનું ઠેકાણું નહીં હોય અને તેને શાંત કરવું તો અશક્ય જ રહ્યું આથી ગમે તેમ કરીને સ્વરા ને રોકવી પડશે તે ફરી યશની જિંદગીમાં આવી તો અમારા બધાનો વિનાશ આવી જશે....

બંટી: (ગુસ્સામાં )અર્જુન તુ આ શું કહી રહ્યો છે એક ભૂલ ઉપર બીજી ભૂલ 14 વર્ષ પહેલાં જે કંઈ થયું તેની તને જાણ ન હતી પરંતુ હવે તને સત્યની ખબર છે અને સ્વરા ની બે ગુનાહીની પણ.... અને તે પછી પણ યસ થી આ સચ્ચાઈ છુપાવવાની ભૂલ કરવી તે તો મોટી ભૂલ છે જે તું કરશે...??

અર્જુન: હા હું જાણું છું કે આ સ્વરા સાથે ખોટું થશે પરંતુ હવે તે પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ છે એ સક્સેસફૂલ વુમન છે તેની પાસે શેની કમી છે પૈસો છે દોલત છે શોહરત છે, ગાડી,બંગલો, એસ આરામ બધું જ તો છે અને યશ થી અલગ થયા તેને વર્ષો થઈ ગયા છે તો હવે કેવો પ્રેમ ... એટલે હવે જો સત્ય સામે આવ્યું તો માત્ર વિનાશ જ થશે તે પણ અમારું, અંવેશા સાથે હું પણ ડુબિસ....

બંટી: અર્જુન તને નથી લાગતું આ હવે વધી રહ્યું છે તું સ્વાર્થી થઈ રહ્યો છે

અર્જુન: (અકળાઈને) તો તું શું ઈચ્છે છે હું યશ પાસે જાવ, તેને સ્વરા નું સત્ય જાણવું અને માંફી માંગુ તો તે માફ કરશે એમ..??

બંટી: યાર સત્ય બધા માટે સરળ ક્યારેય હોતું જ નથી, પણ હવે આ સ્વરા નામનો આ જ્વાળામુખી ફાટવાની તૈયારી માં જ છે ,તેનો 14 વર્ષ નો સયમ છે શું તે ભૂલી જશે આ બધું એટલી આસાની થી એમ તને લાગે છે??

અર્જુન: નહીં , એવું કંઈ નથી.અને હું એવું કંઈ થવા પણ નહિ દઉં, તેને યશ જોઈએ છે ને જો તે જ નહિ હોય તો...

બંટી: મતલબ તું શું કરવા નું વિચારે છે??

અર્જુન: મતલબ એમ કે જો યશ જ તેના હાથ માં ન રહે તો...તે આ બદલો યશ ને ફરી મેળવવા કરે છે પણ જો યશ ન મળી શકે તો એવું કંઈ નહિ થાય...

બંટી: તો હવે તું શું કરવાનો છે??