Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 31. નીતા vs સ્વરા

યશ ની પ્લાનિંગ પ્રમાણે ઝાકિરે કામ કર્યું તે જે અર્જુન સુધી પોહચાડવા માંગતો હતો તે તો પોહચી ગયું હવે અર્જુન ના મગજ માં પણ સ્વરા નો ડર બેસી ગયો જે તેના બદલા નો પેહલો પાયદાંન હતો વળી યશ એ તો સારી રીતે જાણતો હતો કે અર્જુન અણવેશા, દેવ કે કંગના ને આ બધી વાત ની જાણ સબૂત વગર નહીં કરે પરંતુ એક વાત એ પણ હતી કે અર્જુન તેમના સુધી પોહચી ગયો.પરંતુ તેના મગજ માંથી હજી યશ પ્રત્યેનો શક ગયો છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે.

આ બધી જાણ ની બહાર સ્વરા તો હોળી પાર્ટી માં વ્યસ્ત હતી. તે જાણતી હતી કે યસ ને તો રંગો પસંદ નથી આથી તે તો રૂમ માંથી પણ બહાર નહિ નિકળે .... યશ હમેશા સફેદ રંગ નો પ્રેમી રહ્યો છે પણ તેને ક્યારેય સ્વરા ને રંગો થી દુર કરી નથી વળી હોળી તો સ્વરા નો પ્રિય તહેવાર હતો. સૌ કોઈ મિત્રો પરિવાર જનો તમામ પ્રકારની તકલીફો ભૂલી રંગો ની મસ્તી માં જૂમી રહ્યા હતા, મસ્તીમાં ને મસ્તીમાં સ્વરા યશ પાસે ઠંડાઈ લઈ ને પોહચી ગઈ , મોટેભાગે સ્વરા નશો હમેશાં યશ ની હાજરી માં જ કરતી કારણ કે તે જાણતી હતી કે તેને જલદી ચડી જાય છે પણ આ વખતે તે આ ઠંડાઈ યશ માટે લઈ આવી હતી. યશ પણ સ્વરા ની જીદ આગળ હારીને તે ઠંડાઈ પી ગયો.

જે પોતાની હાઇક્લાસ પાર્ટીમાં ડ્રીંક કરવાથી ટેવાયેલો હતો તેને આ સામાન્ય ઠંડાઈ શું અસર કરતી પરંતુ આ વખતે આ ધારણ ખોટું નીવડ્યું આ દેશી નુસખો અસર કરી ગયો, યશ ને પણ ધીરે ધીરે મગજ ચકરાવે ચઢી રહ્યું હતું ,નશો ચડી રહ્યો હતો તેણે અચાનક જ જતી સ્વરા ને રોકી લીધી, અને તેનો હાથ પકડી ડાન્સ કરવા લાગ્યો, સ્વરા ને લાગેલા રંગો માં પોતે રંગવા લાગ્યો જે વ્યક્તિ ને હોળી નો તેહવાર પસંદ નથી અરે રંગો પણ પસંદ નથી તે આજે પોતાના પર રંગો લગાડે છે તે જોઈ ને સ્વરા સમજી ગઈ કે યશ ને ઠંડાઈ નો નશો ચડ્યો છે,

શાદી ના ચૌદ વર્ષ માં આજે પેહલી વાર તેને મોકો મળી ગયો યશ સાથે હોળી રમવાનો....બસ પછી તો શું સ્વરા ને એતો ખબર જ હતી કે યશ ને નશો ઉતર્યા પછી કશું યાદ નહિ જ રહે. આથી તે યશ ને નીચે લઇ ગઈ બધા સાથે હોળી રમવા...યશ ને જોઈ થોડી વાર તો બધા ચૂપ થઈ ગયા કારણ કે યશ ની પર્સનાલિટી આગળ બધા ઢીલા પડતાં હતાં એમ તેની સામે બેઠી વાતો કે મજાક કરવો સરળ નથી વળી આતો હોળી રમવા ની વાત હતી પણ બધા એ જોઈ ખરેખર આશ્ચર્ય માં પડી ગયા કે યશ બધા સાથે હોળી રમવા માંગતો હતો. બધા જ મોજ માં આવી ગયા અને ખાસ તો સ્વરા ..કારણ કે રંગો થી હંમેશા દૂર રહેનાર યશ ના જીવન માં પણ સ્વરા નામની એક જ વ્યક્તિ નો રંગ હતો. જે પણ અધુરો હતો. તે સતત સાજીશો ની વચ્ચે જ મોટો થએલો હતો અને જ્યારે સ્વરા તેની જિંદગી માં આવી ત્યારે તેને લાગ્યું કે તેને બધા રંગો મળી ગયા અને તેના જીવન માં એક સુંદર મેઘધનષ્ય રચાઈ ગયું હતું પરંતુ તે પણ યશ ખુલી ને માણી શકતો ન હતો.

બધા સાથે મળી યશ એ ખૂબ જ આનંદ કર્યો, હોળી રમી ડાન્સ કર્યો ગીતો પણ માણ્યા,યશ નું નવું રૂપ જોઈ સૌ કોઈ ખુશ હતા, પેહ લી વખત બધા ને યશ મલિક નહિ પણ સ્વરા ના પતિ યશ સાથે રેહવાનો મોકો મળ્યો .

સૌ કોઈ મસ્તી માં જુમતા યશ અને સ્વરા ને જોઈ ખુશ હતા કેટલો પ્રેમ હતો બન્ને વચ્ચે... શર્ત વગરનો નિસ્વાર્થ પ્રેમ જેમાં બન્ને એક બીજા માટે બધું કરવા સક્ષમ હતા, તૈયાર હતા. વળી બન્ને ને એકબીજા ની કારકિર્દી, ચોઇસ, પસંદગી અને ઈચ્છાઓ ને પ્રથમ પ્રાધાન્ય હતો. જ્યાં સ્વરા લોકો વચ્ચે તેમની સેવા કરી ને ખુશ હતી ત્યાં યશ એકલતા પસંદ કરતો. જ્યાં સ્વરા ખુશમિજાજી હતી ત્યાં યશ વધુ ગંભીર, જરૂર પૂરતું જ બોલવાનું , પાર્ટી યશ માટે એક જરૂરિયાત હતી ત્યાં સ્વરા ને ઉત્સવ વધુ ગમતો. વળી બન્ને એકબીજા ની સફળતા કે નિષ્ફળતા માં હંમેશા સાથે હતા સવાંદ કરતા તો મૌન વધુ હતું બન્ને વચ્ચે,તો પણ બન્ને એકબીજા નું બધું સમજી પણ જતા.
આ બધું તો વર્ષો સુધી સાથે રહી ને જ થઈ શકે, અને આ બન્ને ને જોઈ ને કોણ કહી શકે કે બન્ને ઘણા વર્ષો સુધી અલગ રહ્યા છે પોતાના એકબીજા પ્રત્યેના પ્રેમ છુપાવ્યો પડ્યો છે ઘણા સંઘર્ષો પછી આ પ્રેમ આગ માં તપી ને સોનું બન્યો છે. પરંતુ વળી બન્ને ના પ્રેમ ને ગ્રહણ લાગવાનો હતો. અર્જુન નામનો ગ્રહણ ....પણ આની અસર કોને કેવી રીતે થશે તે તો હવે આવનારા સમય માં જ ખબર પડવાની હતી....