Featured Books
શ્રેણી
શેયર કરો

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 26. સ્વરા સાથે મુલાકાત

આ બાળકો ના જન્મ ને લગભગ છ વર્ષ વીતી ગયા હતા આથી તેના રેકોર્ડમાંની જાણકારી સિવાય વધુ કોઈ વિગત મને મળી શકી નહીં પરંતુ જન્મ દાખલામાં જે માતાનું નામ લખાયેલું હતું તેને શોધવાનો મેં પ્રયત્ન કર્યો તેમાં પણ મને કોઈ સફળતા હાથ લાગી નહિ, આથી હવે સ્વરા ના સૌથી નિકટ એવા ઝાકીર પર જ નજર રાખવી મને યોગ્ય લાગી, નજર રાખતા રાખતા મને એ જાણ થઈ કે સતત ઝાકીર નું આ બાળકો અને સ્વરા માટે આ બધું કરવું તેની પત્ની નીદા ને ખટકી રહ્યું હતું કારણ કે આ બધામાં તે નિદાને સમય આપી શકતો ન હતો અને બંને વચ્ચે એકંદરે ઝઘડાઓ પણ થતા હતા.

અંતે એક દિવસ આ ઝઘડો એટલો વધી ગયો કે નિદા એ ઝાકીર થી અલગ થઈને તલાક લેવાનો નિર્ણય કર્યો, કારણ કે નિદા એવું સમજી રહી હતી કે ઝાકીર નો સ્વરા અને તેના બાળકો સાથે કોઈ અંગત સંબંધ છે અને આ શકનું સમાધાન કરવા ઝાકીર ની પત્ની નિદા એ ઝાકીરનો અને આ બે બાળકોનો ડી .એન .એ રિપોર્ટ કરાવ્યો અને તેમાં તે સ્પષ્ટ થઈ ગયું કે આ બંને બાળકો ઝાકીર ના જ છે અને જો તેની માતા સ્વરા હોય તો આ બંને બાળકો સ્વરા અને ઝાકીર ના છે એટલે કે આ દત્તક લેવાની વાત તદન ખોટી છે.

જોકે આ બધામાં તમારી પત્ની એટલે કે અન્વેશા મલિકનો મોટો હાથ છે,

શું અનવેશા....?? What nonsense

જી હા અર્જુન જી ..... અંવેશાં મલિક સતત ઝાકીર ની પત્ની નિદાના સંપર્કમાં છે. અને તેણે જ ધીમે ધીમે કરીને આ શક નિદાના મગજમાં નાખ્યો હતો કારણ કે પોતાની જ શાદી ની પ્રથમ રાત્રીએ ઝાકીર નિદાને એકલી મૂકીને સ્વરા સાથે મોડી રાત સુધી ક્યાંક બહાર ગયો હતો. જેના ફોટાઓ અન્વેશાં એ નિદા ને દેખડેલા , આમ તો શાદીમાં સ્વરા એ બહેન બનીને બધી રસમો કરેલી હતી પરંતુ અંદરખાને બંનેના સંબંધો અલગ છે તેવું નિદાન સમજવા લાગી અને આ ડી એન એ રિપોર્ટ તેનો પુરાવો હતો.

વાત એટલી બધી વધી ગઈ હતી કે નિદા ને સમજાવવા અને આ બાળકો ના જન્મ નો પુરાવો આપવા સ્વરા યુએસએ થી ઇન્દોર આવી, ત્યારે આ સ્વરાને મેં ફોટા થી બહાર સ્પષ્ટ રીતે જોઈ, તેની પર્સનાલિટી અને તેની છટા ખરેખર જ જુદી હતી પ્રથમ તો કોઈપણ ઝાકીર ની વાત સમજવા તૈયાર ન હતું, તેના માતા પિતા પણ અસમંજસ માં હતા, પરંતુ સ્વરાના આવવાથી હવે સ્પષ્ટ ખુલાસો થઈ આવ્યો, ...

અને હવે એ જાણવા મળી ગયું કે નર્સિંગ હોમ માં બાળકો ને જન્મ આપતી વખતે જે લેડી ની ડેથ થઈ હતી તે ઝાકીર ની પ્રેમિકા રાશી હતી કોલેજ દરમિયાન બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને ઝાકીર ના ips બન્યા પછી ઝાકીર પોતાના પરિવારને જાણ કરી તેની સાથે લગ્ન પણ કરવાનો હતા. પરંતુ લગ્ન પેહલા જ તે પ્રેગનેટ થઈ હતી.

ઝાકીર ને આ બધું ઘણા સમય પછી જાણવા મળ્યું પરંતુ ઝાકીર પોતાના બાળકો અને રાશિને અપનાવા તૈયાર જ હતો અને તે પોતાના માતા પિતાને વાત કરે તે સમયે જ તેને જાણ થઈ કે આ પ્રેગનેન્સીમાં ઘણા કોમ્પ્લિકેશન્સ છે, અને બાળકોનું બચવું અશક્ય છે, આથી તેણે આ વાત કોઈને કરી ન હતી પરંતુ ડીલેવરી દરમિયાન પરિસ્થિતી વિપરીત થઈ ગઈ અને રાશિ એ પોતાની જાન ગુમાવી દીધી હવે જો ઝાકીર તે બાળકોને અપનાવે તો તેને કારકિર્દી શરૂ થવા પહેલા જ પૂરી થઈ જાય તેના સપનાઓ અધૂરા ન રહે તે માટે સ્વરા એ આ બાળકોને તે જ સમયે દત્તક લઈ લીધા અને પિતાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું....

ઓહ... માય ગોડ.....what a ટ્રેજેડી???

Yas બડી... હું તો આ ગોડ લેડી નો ફેન જ થઈ ગયો ફરી આ લેડીએ મારું દિલ જીતી લીધું.

પરંતુ આ બધામાં યશ મલિક અને સ્વરાના સંબંધોની કોઈ જાણકારી મળી નથી પરંતુ જો સ્વરા દિલ્હી આવી રહી હોય તો કદાચ યશ મલિક તેને મળવાનો પ્રયત્ન કરે આથી હું હવે તેની રાહ જોઈ રહ્યો છું

પરંતુ , બંટી સ્વરા યુ. એસ. એ માં છે તે તને કેમ ખબર પડી??

અને શું તે દિલ્હી આવી રહી છે કેમ??.....
.
.

.

બાલાજી હોસ્પિટલના સ્ટાફ પાસેથી મને સ્વરાના નિકટના મિત્રોની પણ જાણકારી મળી હતી અને આ બધા ઉપર સતત નજર રાખ્યા પછી મને ખબર પડી કે સ્વરા અત્યારે યુએસએ માં છે જ્યાં તે પોતાની કારકિર્દી બનાવી રહી છે અને ત્યાં તેને ખૂબ જ મોટી સફળતા મળી છે અને આ જ સફળતાને લીધે તેનું ટ્રાન્સફર અહીંની સંજીવની માં થયું છે

જેથી તે હવે ઇન્ડિયા પરત આવી રહી છે. જે દિવસે સ્વરા દિલ્હી આવશે, તેના આ બધા મિત્રો રોહન, અંજલિકા, ઝાકીર તેમની પત્ની નીદા, મલ્હાર, રિયા તેને મળવા દિલ્હી આવશે પરંતુ તેઓ સ્વરાને ક્યા અને કેવી રીતે મળશે તે જાણકારી હજી મારી પાસે નથી બસ એટલી ખબર છે કે તેઓ કોઈ હોલી સેલિબ્રેશનની વાત કરતા હતા. એટલે કે કદાચ તેઓ આ હોલી ના ફંકશન દરમિયાન મળવાના હશે.

ઓકે ગ્રેટ....

હું પણ તારી સાથે સ્વરાને મળવા આવીશ....પણ આપણે કેવી રીતે ખબર પડશે કે તેઓ બધા ક્યાં અને કેવી રીતે મળવાના છે? અને તને ખાતરી છે કે યશ સ્વરા ને મળવા ત્યાં આવશે જ??