Humdard Tara prem thaki - 25 books and stories free download online pdf in Gujarati

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 25. હોળી સેલિબ્રેશન

અર્જુન ની કેબિન...

ઘણીવાર થી કોઈ વેટિંગ એરિયામાં બેઠી ને અર્જુન ની રાહ જોઈ રહ્યું હતું. તેણે ન તો કોઈ અપોઈન્ટમેંટ લીધી હતી કે ન તો તેને બોલાવવામાં આવ્યો હતો છતાં આ શખ્સ વારંવાર અર્જુન વિશે પુછી રહ્યો હતો. વળી તે ખૂબ જ ઉતાવળ માં હોઈ તેવું લાગી રહ્યું હતું...

પ્રવેશ....

આંચકો.....

બંટી.....??શું છે આ બધું ?? ક્યાં હતો તું અત્યાર સુધી ?? નો કોલ નો મેસેજ ...અને તને મે કંઈ કામ સોપ્યું હતું, તેનો પણ કોઈ જવાબ નથી. તે મારું કોઈ કામ કર્યું છે કે નહિ.....
This is not .....

બસ કર યાર મને પણ બોલવા દે....
હું તારા કામ માં જ હતો ...અને જે જાણકારી મે કાઢી છે તે જો તને ખબર પડશે તો તું પણ મારી જેમ જ શોકડ થઈ જઈશ...

હા એ તો મને ખબર જ હતી કે કઈક તો શાજીસ ચાલી જ રહી છે, જ્યારથી યશ ને મે કોર્ટ ની બહાર જોયો હતો અને સ્વરા સાથે ટેરેસ પર જોયો હતો ત્યારથી જ મારા મગજ માં આ ચાલી રહ્યું છે. અને એટલે જ તો મે તને હાયર કર્યો છે, કે તું આ શું ચાલી રહ્યું છે તે જાણીને તું મારા શક ને ક્લીઅર કર....
🚫🚫🚫🚫🚫🚫🚫🚫🚫

આ તે દિવસ ની વાત છે જ્યારે તે મને આ કામ સોંપ્યું , હું તે જ દિવસે સ્વરા ને શોધવા ઇન્દોર જવા નીકળી ગયો. અને તે જ બાલાજી હોસ્પિટલ માંથી તેની જાણકારી મેળવવાની શરૂઆત કરી . મને હતું કે અહી થી વધુ કંઈ જાણવા મળશે નહીં સિવાય તેના ઘરનુ એડ્રેસ... પરંતુ હું ખોટો ઠર્યો, બાલાજી હોસ્પિટલ ના સ્ટાફ માં ડૉ,સ્વરા વધુ ફેમસ હતી.ત્યાંનો સ્ટાફ તેને હજી પણ ભૂલ્યો ન હતો. ત્યાં મને તેની ઘણી નાની નાની વાતો જાણવા મળી.

સુમિત્રા દેવી સાથે ની ઘટના ને પણ એક દોઢ એક વર્ષ ઉપર થઈ ગયું હતું છતાં તે ઘટના પણ ત્યાં ના સ્ટાફમાં હજી અંકિત હતી . ડો સ્વરા આજે પણ સામન્ય સ્ટાફ , નર્સ અને મેડિકલ ટીમ માં ખૂબ જ નામાંકિત છે. ત્યાં મારે 1 મહિનો કામ કરવું પડ્યું કારણ કે ત્યાંથી જ મને વધુ જાણકારી મળી શકશે તેમ મને લાગ્યું, આ સાથે તેના ઘરનુ એડ્રેસ પણ મે ત્યાં થી જ મેળવ્યું. પરંતુ એક વાત તો છે યાર.... ડો સ્વરા ની કારકિર્દી ઘણી જ પ્રશંસનીય છે, જે મને તેના રેકોર્ડ માંથી ખબર પડી. આ સાથે તે એક સમાજ સેવિકા પણ છે. મહિલા સલામતી અને અનાથ બાળકો માટે તેણે ઘણા કર્યો કર્યા છે અને હજી પણ કરી રહી હતી. મે ત્યાં પણ મુલાકાત લીધી. યાર .....હું તો આ લેડી નો ફેન થઈ ગયો...

ઓકે.. ઓકે પણ મે તને જે જાણકારી કાઢવાની કીધી હતી તેના વિશે કય ખબર પડી કે નય.... અર્જુન હવે થોડો બેબાકળો બન્યો હતો,

નહિ...

શું ....???

યાર તેના યશ મલિક સાથે કોઈ સંબંધ છે કે નહિ તે મને નથી જાણવા મળ્યું પરંતુ હા, જે જાણકારી મને મળી તે વધુ ચોંકાવનારી છે.

એ શું...?

તેના ઘરમાં એક રિતુ નામની મહિલા અને બે જુડવા બાળકો રહે છે. આ રિતુ એક પુરુષ પીડિત મહિલા હતી જેણે સ્વરા એ એક નવી લાઈફ આપી છે અને હવે તે એક કેફે ચલાવી રહી છે અને બંને જુડવા બાળકો મારી જાણકારી પ્રમાણે તો તેને સ્વરા એ દત્તક લીધા છે પરંતુ DNA રિપોર્ટ અનુસાર તે બન્ને બાળકો ઝાકીર સિદ્દકી ના છે....

શું??

ઝાકીર સિદ્દીક, નવાબ સાહેબ નો દીકરો..પરંતુ તેના લગ્ન તો હજી હમણાં થયા છે ને....અને આ DNA રિપોર્ટ.... તે એ કઈ રીતે કઢાવ્યો ....??

યાર એ તો મને કઈ નથી ખબર પણ DNA ની તો લાંબી ઘટના છે. બસ એમ કે કે હું શોધવા બીજું કંઈ ગયો હતો અને આ હાથ લાગી ગયું..હું એક રાત્રે સ્વરા ના ઘરમાં ડુપ્લીકટ ચાવી થી ઘૂસ્યો હતો. યશ વિશે કંઈ સબૂત મેળવવા પરંતુ ત્યાં મે પેલા ઝાકીર ને સૂતેલો જોયો. હવે તે અહી શું કરી રહ્યો હતો તે મને સમજાયું નહીં....પરંતુ તે રાત્રે માંડ કરીને ઘરમાંથી બહાર નીકળ્યો કારણ કે જો તેને જરા પણ ભનક પડે તો મારું તો ત્યાં જ....

પણ તે ત્યાં શું કરી રહ્યો હતો તે જાણવા મે 15 દિવસ સ્વરા ના એપાર્ટમેન્ટ માં ચોકીદાર ની નોકરી કરી. અને 2 દિવસ ઝાકીર ના ઘરમાં પ્લમ્બર નું કામ

ઓહ.... Wow..

હા યાર કારણ કે જે બધું સીધું દેખાઈ રહ્યું હતું તેવું કંઈ સીધું નથી. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ મારી માટે પણ આ ડો સ્વરા એક પેહલી બનતી જતી હતી .

પણ DNA એ તે કંઈ રીતે ગોઠવ્યો....?? અને તને શક કંઈ રીતે ગયો..

થોડી શાંતિ રાખીશ....

ઓકે ...ઓકે.... ચલ તું આગળ વધ.

યાર બસ એમ કે કે આ ચોકીદાર ની નોકરી દરમિયાન થોડી વાતો ક્લીઅર થઈ ગઈ કે સ્વરા ની ગેરહાજરી માં ઝાકીર જ સ્વરા ના ઘરનુ ધ્યાન રાખી રહ્યો હતો પરંતુ કેમ તે મને સમજાતું ન હતું કારણ કે એક મિત્ર તરીકે ઝાકીર આ બધું કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું ન હતું કંઈક વધુ નિકટ સંબંધ બન્ને વચ્ચે હોય તે સ્પષ્ટ થતું હતું જે રીતે તે બાળકોનું ધ્યાન રાખી રહ્યો હતો તેવું તો એક પિતા જ કરી શકે અને વળી સ્વરા પણ આ બધું ઝાકીર પર છોડી ને બે ફિકર થઈને યુએસમાં પોતાની કારકિર્દી બનાવી રહી હતી.

જોકે આ બધા ઉપરથી મને DNA નો વિચાર આવ્યો ન હતો પરંતુ બાળકોની તપાસ દરમિયાન મને જાણવા મળ્યું કે સ્વરા એ આ બાળકો તેના જન્મ સાથે જ દતક લીધેલા છે તે પણ એક સામાન્ય નર્સિંગ હોમમાંથી કારણ કે બાળકોને જન્મ આપતી વખતે તેની માતા અવસાન પામી હતી. અને ત્યારથી જ આ બાળકોની કસ્ટડી સ્વરા પાસે છે જ્યારે બીજી વખત હું સ્વરાના ઘરમાં ઝાકીર ની ગેરહાજરીમાં ઘૂસ્યો ત્યારે મને તે નર્સિંગ હોમ ના પેપર મળી આવ્યા જેમાં આ બાળકોની માતાનું નામ લખેલું હતું પરંતુ તેમાં તેના પિતાની કોઈ સ્પષ્ટતા ન હતી.

અને તે વિશે જાણકારી મેળવવા હું તે નર્સિંગ હોમ ઉપર પહોંચી ગયો....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED