અજાણ્યા શહેરમાં Nij Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યા શહેરમાં

અવંતી ફેશન જગતમાં પોતાનું નામ કમાવવા ફેશન ડિઝાઈનરનું ભણવા માટે પોતાના નાના એવા શહેરને છોડી અજાણ્યા શહેરમાં પોતાની કિસ્મત અજમાવવા આવે છે. તે શરૂઆતમાં તો હોસ્ટેલમાં રહીને પોતાની કોલેજ જતી હોય છે. કોલેજમાં એની મુલાકાત રોશની સાથે થાય છે. રોશની સાથે થોડાજ સમયમાં અવંતી ખૂબ હળીમળી જાય છે.
થોડા દિવસો પછી રોશની જે રૂમમાં ભાડેથી રહેતી હોય છે, ત્યાંજ શિફ્ટ થઇ જાય છે. બંને સાથે કોલેજ આવે અને સાથે રૂમ પર આવી બધું કામ કરે, રસોઈ કરે. આમ મોટાભાગનો સમય સાથે વિતાવતા. પણ ક્યારેક ક્યારેક રોશની બહાર જતી ત્યારે અવંતિને કંઈ કહેતી નહોતી.
જેમ જેમ સાથે રહેતા થયા એમ અવંતિને રોશનીની દિનચર્યા અને રહેણી કરણીનો ખ્યાલ આવવા લાગ્યો કે રોશની એક સામાન્ય પરિવારમાંથી આવે છે. છતાં આટલા બધા ખર્ચા કરીને જીવે છે. એવી રીતે રહે છે જાણે ખૂબ પૈસાદાર કુટુંબમાંથી આવે છે. અવંતી હમેશા વિચારતી હોય છે કે રોશની આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી.
રોશની જે ઘરમાં રહેતી હોય છે તેની સામેના બંગલામાં રહેતા અમિત સાથે ખૂબ વાતો કરતી હોય છે. તે ઘણીવાર અમિત સાથે બહાર પણ જતી હોય છે. તેણે એકવાર અવંતીને ઓળખાણ કરાવી હતી કે આ તેનો મિત્ર છે.
કોલેજમાં એકવાર ફેશન શૉ રિલેટેડ એક સેમિનાર યોજવામાં આવ્યો હોય છે ત્યાં ગ્રુપમાં બધાને કામ કરવાનું હોય છે. તે સમયે અવિનાશ સાથે અવંતીની મુલાકાત થાય છે. અવિનાશ ખુબજ હેન્ડસમ હોય છે. અને આખી કોલેજની છોકરીઓમાં તે ખૂબ પ્રિય હોય છે.

બધાને પોત પોતાના કામ સોંપવામાં આવ્યા હોય છે તે પ્રમાણે દરેક ગ્રૂપના સ્ટુડન્ટ કામ કરતા હોય છે. અવંતી લોકોના ગ્રૂપના ભાગે કોષ્યુમ ડિઝાઇન માટે નવા નવા આઈડિયા વિચારીને તેના ઉપર કામ કરી ડ્રેસ બનાવવાના હતા. રોશની સતત અવિનાશની આસપાસ ફરકતી રહેતી. પણ અવિનાશ એની પર ધ્યાન આપતો નહિ. તે સતત એની નજીક રહી એને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતી રહેતી.
અવંતી હંમેશા પોતાના કામમાં જ રચી પચી રહેતી. એટલે તે આ બધું બહુ ધ્યાનમાં લેતી નહોતી. બે ત્રણ દિવસ સતત આ બધું ચાલતું રહ્યું. પણ અવિનાશ રોશનીને ભાવ આપતો નહોતો. અવંતી નવા નવા ડિઝાઇન અને આઈડિયા વિશે ગ્રૂપના બધા મેમ્બર સાથે ચર્ચા કરતી. અને બધા તેના આઈડિયા અને સૂચનો સાથે સહમત થતાં. ધીરે ધીરે અવંતી અને અવિનાશ સાથે કામ કરવા લાગ્યા કેમકે કે બંને મોટાભાગે એક સરખું જ વિચારતા. અને સમય સાથે વિતાવવા લાગ્યા એમાં તેઓ ખૂબ સારા મિત્રો બની ગયા.
એવામાં રોશની અવંતી અને અવિનાશની દોસ્તીથી થોડી ઝલન પણ અનુભવતી હતી. પણ તેને ખબર હતી કે અવંતી ખાલી દોસ્તી જ રાખશે. આગળ નઈ વધે. કેમ કે તેને અવંતીનો સ્વભાવ ખબર હતી. એટલે વધુ કઈ વિચારતી નઈ. એવામાં ઇવેન્ટનો દિવસ આવે છે. ખૂબ કામ હોવાથી આખો દિવસ એમાં નીકળી જાય છે. અને બધાને મોડી રાતે જાગીને પણ કામ પૂરું કરવાનું હોય છે. ત્યારે અવિનાશ અને અવંતી ડીનર કરવા સાથે બેઠા હોય છે.
વાતોમાં ને વાતોમાં અવિનાશ પૂછે છે કે તને જોતા એવું લાગે છે કે તું એકદમ સીધી અને સરળ સ્વભાવની સંસ્કારી છોકરી છે જે આ રોશનીના સાથે કેવી રીતે રહે છે. અવંતી આ સાંભળીને ચોંકી જાય છે. અને પૂછે છે કે આવું કેમ કહે છે. ત્યારે અવિનાશ પૂછે છે કે તું રોશની વિશે કશું જાણતી નથી? તેં ક્યારેય એના વિશે વધુ જાણવાની કોશિશ નથી કરી?
અવંતી અવિનાશ સામે જોયા કરે છે ત્યારે અવિનાશ કહે છે કે તે એક સારી ચાલ ચલન વાળી છોકરી નથી. તે ડ્રગ સપ્લાય કરતી હોય છે. અવિનાશ એને ઘણી બધી વાતો કરે છે. અવંતી ડરી જાય છે. ત્યારે અવિનાશ તેને હિંમત આપે છે. અને તેને પાછી હોસ્ટેલ રહેવા જવા માટે સમજાવે છે. ઇવેન્ટ દરમ્યાન રોશની સતત કોઈ સાથે ફોન પર વાત કરી રહી હોય છે. ઇવેન્ટ પછી તે અવંતી કહે છે કે તે બે દિવસ માટે બહાર જાય છે. એમ કહી તે જતી રહે છે.
આ બાજુ અવંતી ઘરે આવે છે. અને હોસ્ટેલ પાછા જવા માટે પોતાનો સામાન પેક કરતી હોય છે ત્યારે એની નજર રોશનીના લેપટોપ માં પડે છે તો એના હોશ ઉડી જાય છે. તે ખૂબ ગભરાઈ જાય છે. ડરીને રડવા લાગે છે. એટલામાં અવિનાશનો ફોન આવે છે તો એ રડતા રડતા ફોન રીસિવ્ કરે છે. અવિનાશને તેના રડવાથી ખબર પડે છે કે તે કોઈ પ્રોબ્લેમમાં છે. એટલે તે પૂછે છે તો અવંતી કઈજ બોલતી નથી બસ રડ્યા કરે છે.
અવિનાશ એના રૂમ પર આવી જાય છે. રોશની તેને જોતા જ એને વળગીને ખૂબ રડે છે. અવિનાશ તેને માંડ શાંત કરાવે છે. અને આટલા દુઃખી થવાનું કારણ પૂછે છે. અવંતી ધ્રુજતા હાથે લેપટોપ બતાવે છે. અવિનાશ જોવે છે તો એ તરત જ બંધ કરી દે છે. અને અવંતિને ગળે લગાવીને હિમ્મત આપે છે. તે રોશની વિશે પુછે છે ત્યારે ખબર પડે છે કે તે બહાર ગઈ છે બે દિવસ માટે. એટલે તે તરત જ સાયબર ક્રાઇમ ટીમને બોલાવે છે.
થોડીવારમાં ટીમ ત્યાં આવે છે અને અવિનાશ લેપટોપ બતાવે છે એટલે પોલિશ તે જોઈને અવંતિને હિંમત રાખી અને શાંત રહેવા કહે છે. અને તે રોશની વિરુદ્ધ કેસ બનાવી તેના ફોનના લોકેશન પરથી એને અરેસ્ટ કરી લાવે છે. રોશની કંઈ સમજતી નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. તેને પોલિશ સ્ટેશનમાં લેપટોપ બતાવી પૂછવામાં આવે છે કે તેણે અવંતીનાં આવા આપત્તિજનક ફોટા કેમ લીધા? અને તે શું કરવા માંગતી હતી?
ત્યારે તે જણાવે છે કે અવંતિને પણ પોતાની જેમ ડ્રગ સપ્લાય માટે સંડોવવા માંગતી હતી. અને જો તે નાં કહે તો આ ફોટા બતાવી તેને બ્લેકમેઇલ કરવાનો ઈરાદો રાખતી હતી. પણ એનો ખેલ અંજામ પહેલાજ સામે આવી ગયો.
અને અવંતી આ દલદલમાં ફસાતા બચી ગઈ.
અવંતી અવિનાશને તેની મિત્રતા માટે આભાર માની આ અજાણ્યા શહેરમાં આમ આંધળો વિશ્વાસ કોઈની ઉપર નાં રાખવાની શીખ લે છે. તો એજ અજાણ્યા શહેરમાં અવિનાશ જેવા સારા મિત્રને મેળવી ખુશ પણ છે.
🌺 નીજ જોષ🌺 20/2/23