horse riding books and stories free download online pdf in Gujarati

ઘોડે સવારી

હોમી પારસી એના અસ્તબલનાં ઘોડા માટે ખૂબ જાણીતો હતો. કાઠિયાવાડી, સિંધી, મારવાડી, મણિપુરી પોની, દેક્કાની એવા અનેક નસલના ઘોડાઓ એના અસ્તબલમાં જોવા મળતા. એક દિવસ એનો મિત્ર વખારિયા તેની દીકરી રોક્ષાના સાથે હોમીના ઘરે આવે છે. બંને મિત્રો ઘણા વરસો પછી મળ્યા હોય છે. એટલે ખુબજ ખુશ હોય છે.
રોક્ષાનાની ખૂબ સુરતી જોઈ સૌ કોઈ એના દીવાના બની જાય એવી હતી. સૌ કોઈને પહેલી નજરમાં ગમી જાય એવી સુંદરતા કુદરતે તેને આપી હતી. હોમીનો દીકરો રૂસ્તમ પણ એને પહેલી નજરે જ પસંદ કરી લે છે. રોક્ષાના અને રૂસ્તમ બાળપણમાં ખૂબ સારા મિત્રો હોય છે. આજે આટલા વરસો પછી મળે છે તો તેઓ બંને પણ એકબીજાને જોતા જ રહી જાય છે. રૂસ્તમ પણ દેખાવે ખુબજ સોહામણો લાગતો. જાણે કોઈ રાજકુમાર હોય તેવો દેખાતો હતો. બંને એકબીજાને જોવામાં જાણે ખોવાઈ ગયા હતા. એટલામાં હોમિનો નાના ભાઈનો દીકરો જમશેદ આવે છે. તે પણ રોક્ષાનાને જોતા જ તેના પર મોહી પડે છે.
ત્રણેવ નવ જુવાનિયા વાતો કરતા હોય છે. રૂસ્તમ અને રોક્ષાના આંખો આંખોમાં જ એકબીજાને પસંદ કરવા લાગે છે. જમશેદ ઘણી કોશિશ કરતો હોય છે, રોક્ષાનાની નજીક આવવાની. તેને ઇમપ્રેસ કરવાની. પણ રોક્ષાનાનાં મનમાં તો રૂસ્તમ વસી ગયો હોય છે. આમ આખો દિવસ ત્રણેવ મિત્રો સાથે વિતાવે છે. બાળપણના કિસ્સાઓ યાદ કરી એકબીજા સાથે મજાક મસ્તી પણ કરે છે. જમશેદ મનમાં જ રૂસ્તમ પર ખૂબ ગુસ્સે થાય છે. આમેય નાનપણથીજ એ રૂસ્તમ પર જલન અને ઈર્ષા કરતો હોય છે. રૂસ્તમ એનાથી દરેક વાતમાં આગળ પડતો અને ચડિયાતો હોય છે એટલે. હંમેશા લોકો રૂસ્તમને વધારે પસંદ કરતા હોય છે. અને આજે રોક્ષાના પણ એનેજ પસંદ કરે છે. એટલે તે મનમાં જ ખૂબ ગુસ્સે થતો હોય છે.

સાંજે વખારિયા હોમીને કહે છે કે તેની દીકરી પણ અસ્વ પ્રેમી છે. અને તેને પણ ઘોડા ખૂબ ગમે છે. હોમી તેના દીકરા અને ભત્રીજાને કહે છે. તેને અસ્તબલ જોવા લઈ જવા માટે. એટલે ત્રણેવ ફ્રેન્ડ ફાર્મ હાઉસમાં જાય છે. અસ્તબલ જોઈને રોક્ષાના ખુબજ ખુશ થઈ જાય છે. તે અલગ અલગ જાતના બધા જ ઘોડા જોઈને ખુશ થઇ જાય છે. એટલે તે રૂસ્તમને ઘોડે સવારી કરવા માટે કહે છે. તો જમશેદ યુક્તિથી વચ્ચેજ બોલી ઉઠે છે કે રોક્ષાનાં આજે તું આટલું ટ્રાવેલિંગ કરીને આવી છે તો થાકી ગઈ હશે. તો આજનો દિવસ આરામ કરી લે. અમે કાલે તને ઘોડે સવારી માટે લઈ જઈશું. રૂસ્તમ પણ તેની વાતમાં હામી ભરતા રોક્ષાના માની જાય છે.
જમશેદ જાણતો હોય છે કે રૂસ્તમ તેનો ફેવરિટ ઘોડો લઈ ને જ જશે માટે તે સવારે વહેલા અસ્તબળમાં જઈને રૂસ્તમના પ્રિય ઘોડાને નશાની દવા પીવડાવી દે છે. અને પછી ઘરે આવી જાય છે. પછી બધા ચા નાસ્તો કરી ફ્રી થાય છે. એટલે રોક્ષાનાને લઈને બન્ને ભાઈઓ ફાર્મહાઉસ આવે છે. જમશેદ રૂસ્તમને જોઈ મનમાં ખુશ થતો રહેતો હોય છે. ત્રણેવ ઘોડે સવારી માટે નીકળે છે. ત્રણ જમશેદ ત્રણેવ માટે ઘોડા તૈયાર કરાવે છે.
જમશેદના પ્લાન પ્રમાણે જ બધું થઈ રહ્યું હોય છે. રૂસ્તમ તેનો ઘોડો લઈ તેના પર સવાર જ થવાનો હોય છે કે રોક્ષાના તે ઘોડા પર સવાર થઈ જાય છે. જમશેદ એકદમ એને રોકવા માટે વચ્ચે આવે છે ત્યાં તો તે ઘોડા પર બેસી જાય છે. જમશેદ એને કહે છે કે આ સફેદ પાણીદાર ઘોડી ખાસ તારા માટે તૈયાર કરાવી છે. તું તેની પર બેસને ત્યાંજ રૂસ્તમ કહે છે કે કઈ વાંધો નઈ હું એની પર બેસી જાઉં છું. રોક્ષાના ભલે મારા ઘોડા પર બેસી ગઈ. જમશેદ ગભરાઈ જાય છે. તે એ બંનેને રોકવાની ઘણી કોશિશ કરે છે. આનાકાની કરે છે. પણ કોઈ તેની વાત માનતું નથી.
રક્ષાના જેવી ઘોડાને લગામ ખેંચીને કિક કરે છે ત્યાં તો ઘોડો ભાગવા લાગે છે. ધીરે ધીરે ઘોડો નશાના કારણે પોતાનો કંટ્રોલ ગુમાવવા લાગે છે. તે આમતેમ ઉછળ કુદ કરે છે. રોક્ષાના પહેલેથી ઘોડે સવારી સિખેલી હોવાથી તેને કાબૂમાં કરવાની કોશિશ કરે છે. રૂસ્તમ અને જમશેદ પણ તેની પાછળ પાછળ જ આવ્યા હોય છે. એટલે એ બન્ને પણ આ જોઈ તેની નજીક પહોંચવા પોતાના ઘોડા દોડાવે છે.
રોક્ષાના જેટલો કંટ્રોલ કરવા જાય છે. ઘોડો એટલોજ બેકાબૂ બનતો જાય છે. ઘોડો આમતેમ લથડિયાં ખાતો દોડ્યે જતો હોય છે. હવે રોક્ષાના પણ ગભરાઈ છે. તે પણ ઘોડાનું આવું વિચિત્ર વર્તન જોઈ ડરે છે. તે મદદ માટે રૂસ્તમ અને જમશેદને જોર જોરથી બૂમો પાડવા લાગે છે. તે બંને પૂરતી કોશિશ કરતા હોય છે. પણ રોક્ષાનાનો ઘોડો પોતાનો કાબૂ બહાર થઇ રહ્યો છે. અને લથડિયાં ખાતો ભાગતો હોવાથી તેઓ તેની એકદમ નજીક નથી જઇ શકતા.
હવે ઘોડો એક જોરદાર છલાંગ લગાવે છે. અને રોક્ષાનાને ઉછાળીને નીચે ફેંકી દે છે. રોક્ષાના જોરથી જમીન પર પટકાઈ છે. અને તેના માથાના ભાગે વધુ ઇજા થવાથી બેભાન થઈ જાય છે. અને ખૂબ લોહી નીકળવા લાગે છે. રૂસ્તમ અને જમશેદ ફટાફટ એને લઈને હોસ્પીટલ પહોંચે છે. માથાના ભાગની ઇજાનું ઓપરેશન કરવામાં આવે છે. અને તેને આઇસીયુમાં રાખવામાં આવે છે.
જમશેદ મનમાં વિચારે છે કે અત્યારે રૂસ્તમને આ આઇસીયુમાં હોવાનું હતું. એની જગ્યાએ રોક્ષાના ક્યાં આવી ગઈ. તેને રોક્ષાના માટે દુઃખ થાય છે. કેમ કે તેણે આ બધું તેને પામવા માટે જ તો કર્યું હતું. તેની નફરત એટલી હદે વધી ગઈ હતી કે જે પ્રેમને પામવા માટે આટલું કર્યું. આજે એ જ પ્રેમ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યો.
🌺"નીજ "🌺


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED