જાનકી - 24 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાનકી - 24

જાનકી વાત વાત માં બોલી ગઈ કે તેને નિહાન ગમે છે.. તે તેને love કરવા લાગી હતી.. પછી નિહાન તેને કેટલું બધું કહે છે.. આ બધી વાત માં એક વાત સમજાય જાય છે જાનકી ને કે નિહાન ના મન માં પણ તેના માટે પ્રેમ નું કુપણ ફૂટી ગયું હતું, અને એ વાત પણ સમજાય ગઈ કે તે ભલે બોલ્યો હોય કે તેના મન માં કૃપાલી માટે કંઈ નથી, પણ જરાતરા કંઈક મન માં હતું તો ખરા... પણ જ્યારે વાત જાનકી અને કૃપાલી ની વચ્ચે એક ની હતી ત્યારે નિહાન માટે કૃપાલી ના પ્રેમ કરતા જાનકી ની દોસ્તી વધુ મહત્વ ધરાવતી હતી..
નિહાન હજુ પણ બોલતો હતો...
" જાનકી હું ઘણાં સમય થી તારા માટે એક અલગ જ લાગણી અનુભવી રહ્યો હતો કે તું મારા માટે જ આવી હોય એવું.. સાચું કહું તો તારા લગ્ન થઈ ગયાં છે તું કોઈક ની માં પણ છે એ વાતે મને કોઈ દિવસ તેને પ્રેમ કરતા રોકી નથી.. કેમ કે હું મારી જાના ને પ્રેમ કરું મારી જાનકી ને.. એ જાનકી જે કોઈક ની પત્ની છે અને કોઈક ની માં છે તે કોઈક બીજી છે... હું ખાલી મારી જાનકી ને જ ઓળખું છું..."
જાનકી ની આંખ માંથી હજી આંસુ વહી રહ્યાં હતાં.. તે ખૂશી ના હતા કે દુઃખ ના હતા તે સમજવું અઘરું હતું...
તો નિહાન ની હાલત પણ કંઈક આવી જ હતી.. ડર જાનકી ને ખોઈ નાખવા નો.. હીંમત કે જાનકી ને એક વખત બધું કહી દેવું છે પછી જે થાય તે જોઈ લેશું.. અનહદ પ્રેમ જાનકી માટે... મન માં ખબર નહીં કેમ આટલા આંસુ લગભગ તે જાનકી ને આમ રડતા જોઈ ને આવતા હતા.. અને આ બધા થી વધારે ગુસ્સો જે કોના પર હતો તે ખબર નહીં જાનકી પર, પોતાના પર કે કૃપાલી પર... આટલા બધા ભાવ મન માં એક સાથે ચાલી રહ્યા હતા.. જાણે ભાવના અને લાગણી નો મેળો ભરાયો હોય...
આ બધા ની વચ્ચે જાનકી નું ઘ્યાન ધડિયાલ પર જાય છે અને તે બોલી...
" હું જાઉં છું.. મારે મોડું થઈ જશે... હું મેસેજ કરીશ" જોકે આ બોલતા પેલા તેને નિહાન ની આંખો માં જોયું હતું પણ જાનકી પાસે જવા સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે ના હતો....
નિહાન ભલે શબ્દ માં હા બોલી ગયો પણ તે જાનકી ની પોતાની પાસે જ રોકી લેવા માંગતો હતો.. તેને જાનકી ને કહ્યું "જાનકી હું રાહ જોઈશ.." જાનકી ઊભી થઈ અને નિહાન પણ ઊભો થયો જાનકી એક પળ માટે તેની સામે જોતી હતી.. પણ નિહાન સમજી ગયો હોય કે જાનકી ને જવું નથી પણ જવું ફરજિયાત છે.. તે જાનકી ની જરા નજીક આવી ને તેને ગળે લગાવી ને કઈંક બોલવા જતો હતો ત્યારે જાનકી જરાક વધુ જકળી ને ગળે લાગી ગઈ ને બોલી..
" નિહાન હવે અત્યારે કંઈ ના બોલતો... બસ આમ જ રહેવા દે.. "
નિહાન પણ પોતાની બાહો માં સમાવી લેવા માંગતો હોય તેમ ગળે લગાવી લે છે... તે જાનકી ના ધબકારા ને સાંભળી સકતો હતો... અને પોતાના ખંભા પર જાનકી નું એ નિહાન થી છુપાવા માટે ત્યાં જ અટકવેલ ગરમ આંસુ પણ મેહસૂસ કરી રહ્યો હતો.. પણ હવે અત્યારે કંઈ જ નહીં બસ જાનકી ને એનો સમય આપવા નો છે.. જાનકી લગભગ પાંચ મિનિટ પછી તેને થી અલગ થઈ... નિહાન તરફ એક નજર કરી ને જવા માટે નીકળી ગઈ... નિહાન તેને જતો જોઈ રહ્યો હતો ત્યાં સુધી તે દેખાતી બંધ ના થઈ ત્યાં સુધી...
જાનકી પોતાના મન માં વિચાર નું વાવાઝોડું લઈ ને ત્યાં થી ગઈ.. જાનકી એ વાત મેહસૂસ કરી હતી આજ નિહાન ની આંખ માં કે તે જાનકી ને પોતાના માટે કેટલો જરૂરી સમજતો હતો.. જાનકી પણ બધા ને સાચવી લેતી ઘર ને, વેદ ને, યુગ ને.. પોતાના મમ્મી પપ્પા ને વેદ ના મમ્મી પપ્પા ને... બધા ની નજર માં જાનકી એક દમ પરફેક્ટ દીકરી, વહુ, માં અને વાઇફ હતી... કોઈ ની કંઈ પણ પ્રોબ્લેમ હોય જાનકી તેને પોતાની સમજી ને ઠીક કરી ને જ જપ લેતી... પણ આ બધા થી થાકી હારી ને તે પોતાને માત્ર નિહાન ની સામે લઈ ને જતી... બધા ને સાચવી લેતી જાનકી ને પોતે ઠીક ના હોય ત્યારે નિહાન જ જોઈતો હતો હર ટાઈમ... તો નિહાન પણ બસ તેની વાત સાંભળવા માટે પણ 24 કલાક હાજર રહતો, એક વખત પણ એવું ના હતું કે જાનકી ના મેસેજ કે ફોન નો જવાબ ના આપવા માં આવ્યો હોય.. ભલે જગડો થયો હતો તો પણ... પણ બધું પછી પેલા જાનકી ને રાખી હતી.. અને જાનકી ને કેમ સાચવાની તે તેને સારી રીતે ખબર હતી... ગમે તે વાત હોય જાનકી ના હોઠ પર જ્યાં સુધી એક સ્માઈલ ના આવે ત્યાં સુધી જવા પણ નઈ દે તેને ક્યાંય..